લહેર - 15 Rashmi Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લહેર - 15

(ગતાંકથી શરૂ)
મા દિકરી ના સંબંધો તો અમર હોય છે એ બધા સંબંધોથી પર હોય છે પછી બહુ ન વિચારતા મનને શાંત કરવા તેણે સમીરના ફોનમા ફોન કરી જ લીધો... હલો હુ લહેર બોલુ છુ... લહેરે કહયુ... હા બોલો... સમીર બોલ્યો... મારે મા સાથે વાત કરવી છે તેને ફોન આપ ને... લહેરે કહયુ... સમીરે કહયુ ઠીક છે આપુ છુ... અને પછી તેને ફોન આપવા તે રસોડામા ગયો...
મા લે લહેરનો ફોન છે તે તારી સાથે વાત કરવા માંગે છે... સમીરે કહયુ... શુ કહે છે તુ લહેરનો ફોન છે... મારી દીકરી લહેરનો ફોન... શુ આજે આટલા દિવસે આખરે યાદ આવી ગઈ એને મારી... આ બધુ લહેરને સંભળાતુ હતુ.... લહેરની આંખ મા તો આંસુ આવી ગયા તેની પાસે તેની લાગણીને વ્યક્ત કરવા માટે શબ્દો નહોતા બસ... આંસુ જ વહ્યે જતા હતા... સામેની બાજુ સમીરની મા પણ લહેરનુ નામ સાંભળતા જ હર્ષના આંસુ સાથે બધુ જ કામ મુકી તેની સાથે વાત કરવા લાગી... હેલ્લો મા... આટલુ કહેતા જાણે હમણા બંને બાજુ અશ્રુ નો સાગર થશે એવી પળ રચાઇ ગઈ... કહેવાય છે ને કે આસુ અને હર્ષ બંને એકસાથે જલ્દીથી કયારેય ન આવે અને એ આવે ત્યારે સમજી જવુ કે એ પળ કોઈ મામુલી પળ નથી... લહેર અને સમીરની મા માટે પણ આ આવી જ પળ હતી બંને વગર જતાવ્યે એક બીજાની લાગણી સમજી ગયા આખરે બંને સ્ત્રીઓ હતીને! મા કેમ છે તમારી તબિયત....લહેરે વાત શરુ કરી.. બેટા મને તો સારુ જ છે અને તારો અવાજ સાંભળવા મળ્યો એટલે હવે મને નખમાંય રોગ નહી રહે..... બેટા તુ તો ઠીક છે ને... અને હા મને માફ કરજે તારા અહી થી ગયા પછી તારી ભાળ હુ ન લઇ શકી... મે બહુ કોશિશ કરી પણ તુ મને ન મળી શકી... સમીરની મા એ કહયુ... લહેરે કહયુ મા મને આ જ સવારથી તમારી બહુ જ યાદ આવતી હતી એટલે આજે તો તમારી સાથે વાત કરી જ લીધી... મન મુઝાતુ હતુ કે તમે કેમ હશો શુ કરતા હશો... કેમ બેટા આજે જ પહેલા તને મારી યાદ ન આવી કે આ મા ને ભુલી ગઈ હતી... અરે ના મા તમે તો મને રોજ યાદ આવતા પણ અમુક સંબંધોના તુટવાથી વાત કરવાની હિંમત નહોતી થતી.... કેમ ભુલી ગઈતી કે તુ પરણીને આવી હતી ત્યારથી તુ મારી દીકરી જ હતી વહુ નહી... અને તુ તો મા સાથે વાત કરતા અચકાતી હતી... અરે મા આ સંબંધમા તો કયારેય પાનખર નહી આવે દુર હોય એનો મતલબ એવો ન હોય કે લાગણી ન હોય ઉલ્ટાની લાગણી વધે છે દુર રહેવાથી... બેટા એકવાર તો મને તારુ મોઢુ બતાવી જજે જેથી હુ કદાચ મરી જઉં તો તને ન ભાળ્યા નો અફસોસ ન રહે... અરે મા આવુ ન બોલો... હુ છુ ને તમારી દીકરી તમને કંઈજ નહી થાય... હુ જરુર આવીશ તમને મળવા... હા બેટા જલ્દી આવજે... હા મા આવજો... હવે હુ ફોન રાખુ છુ... સારુ બેટા... આટલુ કહી થોડીવારતો આંખમાથી આખુ સુકાયા જ નહી પછી કામ પર પાછી લાગી ગઈ..
બીજી બાજુ સમીરની મા પણ જાણે જીવમા જીવ આવ્યો હોય તેમ સ્ફૂર્તિથી બધુ કામ કરવા લાગી જાણે કયારેય કંઇ રોગ ન થયો હોય એમ... એક મનગમતા વ્યક્તિ સાથે
વાત કરવાથી ફરક પડેછે બિમારીને પણ!
(આગળ વાંચો ભાગ16)