'હા' કે 'ના' ronak maheta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

'હા' કે 'ના'

જીવન માં કેટલા બધા પડાવ આવે છે જેનો જવાબ હા કે ના માં આપવો પડતો હોય છે. અને સૌથી મોટી મૂંઝવણ પણ ત્યાં જ થતી હોય છે કારણ કે આપણે ફક્ત ફાયદા ગેરફાયદા જોતા હોઈએ છે કે જો હા પસંદ કરીશ તો આવું થશે ને ના પસંદ કરીશ તો આવું થશે !!
જોબ નું પ્રપોસલ આવ્યું છે શું કરવું જોઈએ? મને એક છોકરી કે છોકરા એ પ્રપોઝ કર્યું છે શું કરવું જોઈએ? માં કે બાપ વેન્ટિલેટર પર છે શું કરવું જોઈએ? મારે વિદેશ જવું છે શું કરવું જોઈએ? મિત્ર એ ધંધા માં ભાગીદારી કરવાની વાત કરી છે શું કરવું જોઈએ? વગેરે જેવા ઘણા પ્રશ્નો હોય છે જેનું નિરાકરણ હા કે ના જેવા નાના જવાબ થી આવી તો જતું હોય છે પણ એ જ સૌથી જટિલ કાર્ય બની જાય છે ખરું ને?

ક્યારેક તો આપણે નિર્ણય લેવામાં એટલી ઉતાવળ કરી દેતા હોઈએ છે કે બસ પ્રશ્ન હજી તો આપણી સામે આવ્યો હોય અને આપણે વિચારી લેતા હોઈએ છે કે ના, મારે તો આવું નથી જ કરવું અથવા હા, હું તો આવું જ કરીશ અને સરવાળે પરિણામ ઉદાસી જ હોય છે. તો વળી કેટલીક વખત નિર્ણય લેવામાં એટલો વિલબ કરી લેતા હોઈએ છીએ કે પરિણામ પણ આવી જાય ત્યાં સુધી આપણે વિચાર્યું ના હોય કે શું કરવું જોઈએ !! આ હતી વાત જયારે આપણે નિર્ણય લેવાનો હોય.

કેટલીક વખત આપનો નિર્ણય સામે ની વ્યક્તિ પર નિર્ભય કરતો હોય છે. ભલે મોદીજી કહેતા હોય કે આત્મનિર્ભર બનો પણ ક્યારેક તો જિંદગી માં બીજા ની કહેલી 'હા' કે 'ના' પર આપણી જિંદગી નું ભવિષ્ય નક્કી થતું હોય છે. ખરું ને ? ધારો કે છોકરી કે છોકરા એ પ્રપોઝ તો કર્યું પણ સામે ની વ્યક્તિ ની 'હા' કે 'ના' પર તમારું ભવિષ્ય છે બરાબર ને? ધારો કે તમને ધંધા માં ભાગીદારી તો જોઈતી હતી અને પ્રસ્તાવ લઇ ને તમે તમારા મિત્ર પાસે ગયા પણ હતા પણ એના 'હા' કે 'ના' ના જવાબ પર તમારો વિચાર લટકતો હતો.

બે ખુબ સારા મિત્રો હતા. એકબીજા સાથે બધી વાત કરે. અને બંને ને એકબીજા ની મિત્રતા ખુબ ગમતી. એક વખત એક મિત્ર ને તેના સારા મિત્ર થી કોઈ વાત પર માઠું લાગ્યું અને તેને મિત્રતા તોડી દીધી. હવે એક ની 'હા' કે 'ના' ના નિર્ણય ની સજા બીજા ને મળી. આવી જ એક બીજી વાત છે. એક કંપની માં એક વ્યક્તિ કામ કરે. બહુ જ ખંત થી કામ કરે. પણ એક દિવસ કોઈ એ તેના બોસ ની કાન ભંભેરણી કરી અને પરિણામે બોસે એ વ્યક્તિ ને કામ પરથી જ નીકાળી દીધો. આમ ક્યારેક કોઈ ના નિર્ણય ની સજા પણ આપણે ભોગવતા હોઈએ છીએ !!

જયારે તમારા લીધેલા નિર્ણય નું ફળ તમારે એકલા ને જ મળવાનું હોય તો વાંધો નથી આવતો પણ જયારે એ નિર્ણય નું ફળ તમારા સિવાય અન્ય વ્યક્તિ એ પણ ભોગવવાનું હોય ત્યારે તો ખાસ સમજી વિચારી ને જ નિર્ણય લેવો જોઈએ. કારણકે જેમ એક ગર્ભ ધારણ કરેલ માતા જે નિર્ણય લે છે તો તેના નિર્ણય ની અસર તેના ગર્ભ પર પણ પડે છે તેમ ક્યારેક તમારા જોશ માં લીધેલા નિર્ણય ની અસર બીજા ની જિંદગી પર ખરાબ રીતે થતી હોય છે અને કદાચ તમે તેને સમજી પણ શકતા નથી. એક ગરીબ પિતા હતા તેમને નાનું એવું ખેતર અને તેમને હતું કે બાળક મોટો થઇ ને સંભાળશે એટલે પિતા એ દેવું કરી ને પોતાના બાળક ને ભણાવ્યો પણ બાળક એ ડિગ્રી લીધા પછી વિદેશ જવાનું વિચાર્યું એટલે પિતા પર વળી દેવું ઘણું વધી ગયું અને દીકરા એ ત્યાં જઈ ને પણ કઈ કર્યું નહિ અને તેના પિતા ની દશા ઘણી ખરાબ થઇ.

આમ જિંદગી માં એવા ઘણા પ્રશ્નો હોય છે જેના સવાલ જવાબ હા અને ના વાળા હોય પણ આખી જિંદગી નો મદાર તેની પર હોય છે. ચિંતા માં બેબાકળા બની ને કે ગુસ્સા માં ધુંવાપુંઆ થઇ ને કે પછી અતિ ઉત્સાહ માં આવી ને લીધેલા નિર્ણય લગભગ આપણને દુઃખ જ આપતા હોય છે. શાંત મન જ વિચારો ના દરિયા ને મોજા આપી શકે !!

અને અંતે,
કોઈ વ્યક્તિ તમારી દરેક વાત સાથે સંમત થાય જ એ જરૂરી નથી. ક્યારેક 'ના' પણ સાંભળવી જ પડે !! પણ સામે ની વ્યક્તિ ની 'ના' કહેવાની રીત અને તમારું 'ના' સાંભળ્યા પછી નું વર્તન જ આપણે કેવા છીએ તે નક્કી કરે છે !!