vikash yatra paani thi chhantopani books and stories free download online pdf in Gujarati

વિકાસ યાત્રા પાણી થી છાંટોપાણી !!

વિકાસ યાત્રા પાણી થી છાંટોપાણી !!

આજથી લગ-ભગ 40 વરસ પહેલા ગુજરાતમાં અપૂરતા વરસાદથી પાણીની મોટી મહામારી સર્જાઈ હતી . રાજકોટમાં રા. મ્યુ . કોર્પો. દરેક લતે – લતે પાણીના ટેંકરો મોકલીને પાણી પોહચાડતું હતું . લોકો આજનું ટેંકર ચાલ્યું જાય કે તરતજ બીજા દિવસનું ટેંકર આવે ત્યારે પોતાનો વારો જલ્દી આવી જાય તે માટેનો વારો ટેંકર જાય કે તુરતજ મુકી દેતા હતા ! વારામા કોઈ તૂટેલું-ફૂટેલુ ડબલું કે પછી ડોલ કે પછી કોઈ-કોઈ તો ઘરમાં રહેલ જુના ચપ્પલ પણ મુકી આવતું હતું ! અડધીરાત્રે છોકરાઓનો કિલ્લોલ સંભળાતો હતો ,બૈરાઓની ચીસા-ચીસ સંભળાતી હતી તેમજ ભાઇઓના હાકલા-પડકારા સંભળાતા હતા કે – હે બંબો આવ્યો ,બંબો આવ્યો , બંબો આવ્યો ! કોઈવળી “ઉંધીછઠ્ઠી નું લતાનું એન્ટિકપીસ” મશ્કરી પણ કરી લેતું હતું ! બંબો આવ્યો , બંબો આવ્યો , બંબો આવ્યો ! બધાલોકો રાડા-રાડ કરી મુક્તા અને પછી બંબો ન દેખાતા પેલા “ઉંધીછઠ્ઠીના એન્ટિકપીસ” ને બે-ચાર શુદ્ધ ગુજરાતીમાં સંભળાવી ને પાછા સુઈ જતાં હતા ! આ રીતનો કપરોકાળ બે-ત્રણ વરસનો માંડ કરીને પુરો કર્યો હતો . આનો જે જે લોકોએ અનુભવ કર્યો હશે તે લોકો આજેપણ આ પ્રસંગને યાદ કરતાં હશે .આજે 40 વરસ પછી વળીપાછો કોરોના સ્વરૂપે નવો કપરો કાળ આવ્યો છે .40 વરસ પહેલા ના દિવસો ફરી તાજા થતાં હોય તેવું લાગી રહ્યું છે ! ત્યારે પાણી સિવાય રેસનીંગ ની દુકાનો માં પણ લાંબી-લાંબી લાઈનો લાગતી !
અત્યારે પણ એ જ હાલત છે ! અત્યારે પણ રેસનીંગ દુકાનોમાં લાંબી-લાંબી લાઈનો લાગે છે ! જો કે અત્યારે પાણી માટે લાંબી-લાંબી લાઈનો નથી લાગતી પરંતુ છાંટો-પાણી માટે લાંબી-લાંબી લગ-ભગ 2 થી 3 કિલોમીટર ની લાઈનો લાગે છે ! લાગે છે કે આવા દરેક રાજયો કે જ્યાં આવી છાંટો-પાણી માટેની લાઈનો લાગેછે ત્યા આવા રાજ્યોએ છાંટા-પાણીના ટેંકરો લતે-લતે મોકલી આપવા જોઈએ જેથી કરીને લોકોએ આવી લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે !
હવે આપણે જો આ છાંટા-પાણી બાબતની વાત કરતાં હોઈએ ત્યારે આપણને આપણું ગુજરાત ચોક્કસ યાદ આવે જ કારણકે આપણું ગુજરાત હંમેશા આ છાંટા-પાણી બાબતમાં તરસ્યુ અને તરસ્યુ જ રહ્યું છે ! છતાં એક્વાત ચોક્કસ છે કે આપણને પાણીનો દુકાળ પોસાય તેમ છે પરંતુ આ છાંટા-પાણી નો દુકાળ કોઈ કાળે પોસાય તેમ નથી જ , નથી ! આની પાકી ખાતરી જો કોઈ ને કરવી હોય ને તો નાતાલ કે પછી એવા કોઈ તહેવાર ઉપર આવીને કરી શકે છે !
પાણીના દુકાળ સમયે પાણીની લાંબી લાઈનો 10 થી 20 મીટર સુધીની લાગતી .અત્યારે કોરોના સમયે છાંટા-પાણી માટેની લાઈનો (બીજા રાજ્યોમાં) 2 થી 3 કિલોમીટર સુધીની લાગે છે.આથી આગળ આપણે ગુજરાતની વાત જો કરીએ તો નાતાલ કે પછી એવા કોઈ તહેવારો માં ગુજરાતમાં આવીને જોઈલો ,તમોને ગુજરાત થી દીવ સુધીની લાંબી-લાંબી કતારો (લાઈનો ) ન જોવા મળે તો મને કહેજો ! અલબત વાહનોની ! આને કહેવાય પાણીથી છાંટા-પાણી સુધીની વિકાસ યાત્રા ! “કુછ દિન તો યારો સબ ગુજારો , ગુજરાત મે ! ખાસ કર કે ત્યોહારો મે !”
અત્યારે હું આ લખી રહ્યો છુ ત્યારે પેલા પ્રખ્યાત મહાન સિંગર ભુપેન્દ્રજી નું સદાબહાર ગીત મારૂ ફેવરીટ - ઇન ઉમ્ર સે લંબી સડકો કો મંજિલ પે પહોચતે કભી દેખા નહીં બસ ભાગતિ , દોડતી રહેતી હૈ વાગી રહ્યું છે પરંતુ હું ગોટે ચડેલો હોવાથી જુદી રીતે અત્યારે ગાય રહ્યો છુ ! ઇન ઉમ્ર સે લંબી લાઈનો મે ઇસ 40 સાલ મે હમને .... આપણે શું જોયું ? શુ માણ્યું ? શુ અનુભવ્યું ? શુ મેળવ્યું ? આનું ઉંડુ ચિંતન , મનન , વિશ્લેષ્ણ તથા ગડમથલ કરતા જે સીધો અને સાવ સાદો જવાબ મારા ચિત માં આવે છે તે છે --- “પાણીથી .... છાંટોપાણી !!!”

લિ. બિપિન આઇ ભોજાણી (હાસ્ય વ્યંગ ના લેખક )

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED