Laher - 13 books and stories free download online pdf in Gujarati

લહેર - 13

( ગતાંકથી શરુ)
સમીર પણ હવે જોબ પર સારુ કામ કરતો હતો તેથી તેના માતાપિતા પણ ખુબ ખુશ હતા... બીજે દિવસે લહેર ઓફીસે ગઈ.. બધા તેના ખબરઅંતર પુછતા હતા... અને પછી લહેર પોતાની ઓફીસમા જઈ આટલા દિવસ કેવી રીતે કામ થયુ તેની નોંધ લેવા માંડી... બધુ પત્યા પછી તે કેમેરા દ્ભારા બધા એમ્પ્લોયર કેવી રીતે કામ કરે છે તે જોતી હતી કેમ કે એ લોઅો હજી નવા છે એટલે તેમના પર ધ્યાન રાખવુ જરુરી હતુ... સમીર પણ ખુબ મહેનત કરી રહ્યો હતો... તેને જોતા જ લહેરને કાલનુ સમીર પ્રત્યે નુ પોતાનુ વર્તન યાદ આવ્યુ... અને મનોમન પસ્તાવો થયો... હવે તેને આ પસ્તાવો સહેવાતો ન હતો કેમ કે તે આવુ કરવાથી ટેવાયેલ ન હતી.. તેથી તેણે સમીરને પોતાની ઓફીસમા બોલાવ્યો.. પહેલાં તો સમીરને ડર લાગ્યો કે જરુર તેનાથી કોઇ ભુલ થઈ હશે... તેને મનોમન ભગવાનને કહ્યુ હે ભગવાન મને નોકરીમાંથી ન કાઢતા... માંડ કરીને મને નોકરી મળી છે.. આ, આ વિચારો સાથે તે લહેરની ઓફિસમા ગયો... હેલ્લો મેડમ... સમીરે કહ્યું લહેરે સમીરને બેસવા કહ્યું... પછી લહેરે વાત શરુ કરી જો સમીર મારો તને દુખી કરવાનો કોઇ ઈરાદો નહોતો.. ગુસ્સામા કાલે મારાથી તને કંઇક વધારે જ કહેવાય ગયુ... તુ ખોટુ ન લગાડતો.. સોરી... લહેરે આટલુ કહ્યા બાદ ચુપ થઇ.... સમીરે જવાબ આપ્યો તે ઠીક જ કર્યુ છે લહેર... આમ પણ હુ એવા વર્તનને જ લાયક છુ કદાચ એનાથી મારી અંદર રહેલો પસ્તાવાનો પહાડ થોડો ઓગળે... મે તો તને ખુબ જ દુખ આપ્યુ છે એની સામે આ તો કંઈ નથી... સાચે મને જરાય ખોટુ નથી લાગ્યુ... તુ પસ્તાવો નહી કર. આટલુ કહી સમીર ત્યા થી પોતાના કામ પર જતો રહ્યો.... હવે લહેરને મનોમન એવો અહેસાસ થયો કે સમીર ખરેખર બદલાઇ ચુકયો છે.. હવે તેને ખરેખર પસ્તાવો છે પોતે જે કર્યુ તેનો....
આમને આમ દિવસો આગળ વિતતા જાય છે સમીર ખુબ મન દઈને કામ કરે છે અને ખુબ સારો પગાર પણ મળે છે તેથી તેના માતા પિતા ખુબ જ ખુશ છે હવે તો તેણે એક નવુ ઘર પણ ખરીદી લીધુ.. એક દિવસ સમીર અને તેના મમ્મી બંને બેઠા હતા અને વાતો કરતા હતા રજાનો દિવસ હતો તેથી કામની નીરાત હતી... તેની મા એ તેને હવે લગ્ન કરી લેવા માટે જણાવ્યુ કે તારા માટે નહી તો મારા માટે વહુ લઇ આવ આ ઘરમા મારાથી હવે બહુ કામ નથી થતુ... સમીર લહેર વિશે તેની મા ને કહેતો હતો કે મા મારી બહુ ભુલ થઈ લહેરને છોડીને.... મા હજી હુ લહેર માટેના પ્રેમને ભુલ્યો નથી હજી મને માત્ર તેના પ્રત્યે જ પ્રેમ છે હુ બિજી કોઇ સ્ત્રી વિશે હવે વિચારી પણ ન શકુ એતો મારી એકવાર ભુલ થઈ ગઈ અને એ તો માત્ર આકર્ષણ જ હતુ પણ હવે બધુ વ્યર્થ છે કેમ કે લહેર તો। મને હવે પસંદ પણ નથી કરતી... અને અમારા તો છુટાછેડા પણ થઈ ચુકયા છે... બેટા મારે તને એક વાત કરવી છે તારા અને લહેરના ડિવોર્સ નથી થયા આ વાત સાંભળી સમીર તો જાણે આભો જ બની ગયો... કકકકકેમ... આટલુ તો માંડ બોલાયુ તેનાથી...તેની મા એ કહયુ જો બેટા જે દિવસે લહેર પાસેથી ડિવોર્સ પેપર સહી થઈ ને આવ્યા ત્યારે તે મને તે પેપર વકિલને આપવાનુ કહયુ હતુ
(આગળ વાંચો ભાગ 14 મા)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED