Honesty or nobility ...? books and stories free download online pdf in Gujarati

ઈમાનદારી કે ખાનદાની..?


જીવનમાં આપણે ઘણીવાર નક્કી કરી શકતા નથી કે આપણે પહેલા ક્યાં સબંધ ને મહત્વ આપવું જોઈએ.,કારણ કે આપણે એ સમજી શકતા નથી કે પેહલા કોણ વધારે મહત્વનું છે અને કેટલી મુજવણ પછી પણ તેનો આપણને જવાબ મળતો જ નથી.‼ તેવી જ એક સત્ય ઘટના પર આધારિત નવી કહાની સાથે.
રવિવારે સાંજે નટુકાકા પોતાની ઓફિસ બહાર બેઠા હતા.તેવા માં એક બહેન ત્યાંથી એક- બે વાર ત્યાંથી નીકળ્યા અને નટુકાકા સામે વિનમ્રભાવે જોયું એટલે નાતુકાકા એ પણ એવું લાગ્યું કે બહેન કશીક તકલીફ માં હોય તેવું લાગે છે એટલે બહેનને ઉભા રાખીને પૂછ્યું બહેન કશી મુજવણમાં છો..? હું કઈ આપને મદદરૂપ થઈ શકું..? ત્યારે પહેલા બેન ધીમા અને થોડા ભારે અવાજ સાથે કહ્યું હા એટલે તો હું આ બાજુ તમારી પાસે આવી છુ. ત્યા નટુકાકા કહયું જે પણ હોય તે નિરાતે કહો તુ મારી દિકરી જેવી જ છો બહેન. ત્યારે પહેલા બહેનને વાત કરવાની હિમ્મત આવી અને કહયું. કાકા હું ઘણાં સમયથી આ શેરીમાં રૂ વેચું છુ અને તમને ઘણાં સમયથી ઓળખું છુ આજે મારી પાસેથી કોઈ રૂ નથી લઇ ગયું એટલે મારે સવારની બોણી પણ થઈ નથી એટલે અત્યારે સાંજ પડવા આવી અને મારા ઘરે જવા મારી પાસે પૈસા નથી ઘરે છોકરા પણ રાહે હશે કે હું તેમના માટે કઈંક લઈને જાવ એટલે જો તમે મને થોડા પૈસા આપો તો હું ઘરે જઈ શકું અને છોકરા માટે પણ કઈંક લઈ જઈ શકું..? નટુકાકા એ તરત પોતાના ખિસ્સા માંથી ૧૦૦ (સો )રૂપિયા કાઢીને પહેલા બહેનને આપ્યા.બહેનના હાથમાં સો રૂપિયા આવતા જ બહેને બે હાથ જોડીને કાકાને વંદન કર્યા અને કહયું ચાલો કાકા આપનો ખુબ ખુબ આભાર આજે એમ કહીને બહેન ત્યાંથી નીકળી ગયા.
રવિવાર હતો એટલે નટુકાકા પણ સાંજે વેહલા ઘરે જતા હતા.નટુકાકા ગાડી લઈને જતા હતા ત્યાં જ કોઈનો અવાજ આવ્યો કાકા ..કાકા...કાકા નટુકાકા ને અવાજ જાણીતો લાગ્યો એટલે તેમણે પોતાની ગાડી સાઈડમાં ઉભી રાખી અને જોયું તો પેહલા રૂ વેચવા વાળા બહેન હતા તે કાકાની નજીક આવ્યા. કાકાએ પૂછ્યું શું થયું બેન કેમ ઘરે નથી જવું વધારે પૈસાની જરૂર છે..? બીજી કઈંક તકલીફ છે..? ત્યાં જ પેહલા બહેન બોલ્યા ના ના કાકા કઈ પણ તકલીફ નથી અને વધારે પૈસાની જરૂર નથી. જો હોય તો ત્યારે જ કહી દેત તમને.તો તમે કેમ મને ઉભો રાખ્યો બહેન ત્યારે પહેલા બહેને કહ્યું કાકા હું તમારી પાસેથી સો રૂપિયા લઈને આવી ત્યાં જ થોડીવારમાં મારી પાસેથી એક ભાઈ મારી પાસે હતું તે બધું રૂ મારી પાસેથી લઇ ગયા એટલે મેં તમને તમારા પૈસા દેવા ઉભા રાખ્યા છે કાકા. આ લો તમારા પૈસા તેમ કહીને રૂ વેચવા વાળા બહેને કાકાને સો રૂપિયા પરત આપ્યા ત્યારે કાકાએ કહ્યું કે રાખો બહેને તે પૈસા તમારા બાળકો માટે કઈંક લેતા જજો ત્યારે બહેને કહ્યું કાકા જરૂર નથી હવે આ પૈસાની તેમ કહીને કાકાને પ્રણામ કર્યા અને કાકાનો આગ્રહ ને વંદન કર્યા અને કાકાએ આપેલા સો રૂપિયા તેને પરત કર્યા અને કાકાનો આભાર માન્યો.

અહી તમે કોને વધારે મહત્વ આપો છો., એટલે કે પહેલા રૂ વેચવા વાળા બહેને પોતાની પાસે પૈસા આવતા જ કાકાને પરત કરેલા ૧૦૦ રૂપિયા તે એટલે કે તે બહેનની ઈમાનદારી કે પછી પરત ના મળવાના હોવા છતા એક પણ પળનો વિચાર કાર્ય વગર જ કાકાએ આપેલા પેલા ૧૦૦ રૂપિયા એટલે કે કાકાની ખાનદાની.
તમારી દ્રષ્ટીએ બંને માંથી કયો વ્યવહારને તમે પ્રથમ પસંદગી આપશો..
કાકાની ખાનદાની કે રૂ વેચવા વાળા બહેનની ઈમાનદારી…???
મિલન મહેતા- બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED