થોડી વાત બાળકોની તરફેણમાં. Milan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થોડી વાત બાળકોની તરફેણમાં.


બાળક એ કોરી પાટી જેવા હોય છે તેમાં તમે સંસ્કાર – સંસ્કૃતિ અને જ્ઞાનના સુવાસ્ય અક્ષરે લખશો એટલું ભવિષ્યમાં તમે વાંચી શકશો. બસ અક્ષર તમારા હોવા જોઈએ અને તમે ભવિષ્યમાં વાંચી શકો તેવા હોવા જોઈએ.અને હા એટલું ભેગું ભેગું ના લખતા કે વાંચવું તો દુર જોવો પણ ના ગમે અને એટલું દુર દુર પણ લખતા કે બધું લખી પણ ના શકો. આ પૃથ્વી પર જયારે બાળક જન્મ લે છે ત્યારે તેને કશી જ ખબર નથી હોતી કે મારો જન્મ શા માટે થયો ., હું કોણ છુ., મારા માતા-પિતા કોણ છે., અહી મારું કોણ છે અને પારકું કોણ છે..? એક પણ વાતની તેને ખબર હોતી નથી. એને એટલે જ આપણે ત્યાં નાના બાળકમાં ભગવાનનો વાસ હોય છે તેવું કહેવામાં આવતું હોય છે. કેવું અલગારી જીવન જીવનના પહેલાએ પાંચ વર્ષ તો આપણે દુનિયા આખીના રાજા અને બાકી બધી મારી પ્રજા. કેવું સહજ જીવન – કેવો નિર્દોષ આનંદ – કેવી એ મસ્તી – કેવી એ રમતો અર્થ વગરની પણ મજા અર્થપૂર્ણ રહેતી. બધા વહાલથી રમાડે.,એ પાંચ વર્ષ તો બાળકને એવું જ લાગે કે શું જીવન હશે મારું, પોતાની ઈચ્છા મુજબ ના થાય એટલે રસ્તામાં આળોટવા માંડવાનું .,ગારા નો ડેમ બનાવવાનો અને તેમાં પાણી રોકવાનું વરસાદ જતો રહે પછી એક કલાક એ પાણીના ખાબોચીયામા પડ્યા રહેવાનું ., એ કાગળની હોડી આપણી પાણીના પ્રવાહમાં તરતી એ પણ આપણી નજર સમક્ષ ..‼ગમે ત્યારે ગમે ત્યાં બેસી જવાનું કશી જ કપડાની ગતાગમ નહિ ., ત્યારે કેવી એ મસ્ત દુનિયા હતી સમય જ સમય બધા પાસે હતો.
અત્યારે તો બાળકનો જન્મ થાય એટલે માતા પિતાના સ્વપ્ન જોવાના શરૂ થઈ જાય…‼ હા ચોક્કસ હક અને અધિકાર છે તેમને તેમના સંતાન માટે સ્વપ્ન અને ભવિષ્ય જોવાનો. પણ.. પણ તેમને પહેલા બાળકને તમે સમજો – જાણો પછી જ. આપણે અહિ થાય છે કેવું બાળકને સમજવા કરતાં સમજાવવા વધુ પ્રયત્ન થાય છે. હા આજે થાય છે એવું કે બાળકને હજી માંડ માંડ બોલતા શીખતો હોય ત્યાં જ ઘરમાં દેશમાં પરદેશી હથોડા પડવા માંડે છે. બાળક માંડ માંડ બે વર્ષે બોલતા શીખે ત્યાં જ તેમને વૈશ્વિક ભાષાકિય હરિફાયમાં ઉતારી દેવામાં આવે છે., અને બાકી રહ્યું તો મધર કેર શરૂ થયા અઢી –અઢી વર્ષના બાળકોને મેં ત્યાં જતા જોયા છે અને બંને છે એવું કે જો બાળકને તમે તમારી પાસે માત્ર અઢી વર્ષ જ તમારી પાસે રાખવા માંગતા હોવ તો ભવિષ્યમાં તેમણે તમને કેટલો સમય તેની પાસે રાખવા જોઈએ તે વિચારજો કારણ કે અત્યારે તો તે બોલી નહિ શકે અને ત્યારે તે બોલતો હશે અને વિચારી પણ શકતો હશે . આપણે ત્યાં હમણાં હમણાં અંગ્રેજ્યો ક્રેજ લાગ્યો ના હોય તેવું લાગે છે અને બધાને પોતાના બાળકો અંગ્રેજી માધ્યમ માં જ ભણાવા છે પછી ભલેને સ્કુલ કે ક્લાસમાં ઘરે શું હોમવર્ક આપ્યું તે પણ વાંચતા ના આવડતું હોય..! તેવા પણ મે માતા પિતા જોયા છે..‼ અમુક ઘરમાં એવો હાવ ઉભો કરાય છે કે બાળક સામે હોય ત્યારે કોઈએ ગુજરાતીમાં વાત કરવાની જ નહિ..‼ પરિણામે બંને છે એવું કે બાળક ઘરમાં અધૂરું અને ફાકડું અંગ્રેજી શીખે છે અને બહાર સમાજમાં ગુજરાતી અને સ્કુલ અને ક્લાસમાં અંગ્રેજી શીખે છે પરિણામે તેની નાની ઉમરમાં દ્વિધા અનુભવે છે. ઘણી સ્કુલ પણ એવી જોય છે જ્યાં ગુજરાતીમાં વાત કરો તો પણ દંડ થાય.‼ જેની માતૃભાષા ગુજરાતી છે તે બાળક શું ગુજરાતીમાં વાત ના કરી શકે..? અને કુતરું પાછળ પડે અને મોઢામાંથી શબ્દો સરી પડે તે જ સાચી આપણી શીખવાની ભાષા કારણ કે આપણને સ્વપ્ન પણ આપણી માતૃભાષા માં જ આવતા હોય છે. હું કોઈ અંગ્રેજી વિષય કે માધ્યમનો વિરોધી નથી કરતો બસ એટલું જ કહેવા માંગું છુ કે બાળક પર નાની ઉમરમાં થોપી ના બેસાડો. વિશ્વિક હરિફાયમાં અંગ્રેજીનું મહત્વ છે પણ તેનું જ છે અને તે આવડશે તો જ ભવિષ્યમાં તમારું બાળક આગળ આવશે શું એવું છે..? જો તમારા બાળકમાં શક્તિ હશે તો તે ગમે તે ઉમરે અંગ્રેજી નહિ ગમે તે ભાષા શીખી શકશે. અને સફેન હસન જેમ તે પણ IPS બની શકે છે કારણ કે ગુજરાતના સૌથી નાની ઉમરે IPS બનનાર વ્યક્તિ ધોરણ ૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કર્યો હતો તો પણ તેણે પોતાનો ઈન્ટરવ્યું અંગ્રેજીમાં જ આપ્યો હતો અને સમગ્ર ભારતમાં તે ઇન્ટરવ્યુંમાં બીજા નંબર સાથે પાસ થયા હતા.
નાનપણમાં બાળક પર તમે જવાબદારી ના આપી દો સવારે ક્લાસ., બપોરે સ્કુલ., સાંજે છુટીને હજી આવે ત્યાં ઘરે હજી બાળક માંડ ફ્રેશ થાય ત્યાં નાસ્તો કરે ના કરે બીજું બેગ તૈયાર જ હોય ડ્રોઈંગ ક્લાસ માટે રાત્રે આવે ત્યારે જમે અને માંડ માંડ થોડીવાર બેસે ત્યાં આવજ આવે કે સ્કૂલમાંથી શું હોમવર્ક આપ્યું છે..? ક્લાસમાં શેનો સવરમાં લેક્સર હતો..? તે આજે શું ડ્રોઈંગ કર્યું છે..? પ્રશ્નોની વણજાર વરસે અને પછી હોમવર્ક શરૂ.. છેલ્લે તો મેં એવું પણ જોયું છે કે બાળકો પોતાની આંખ નિંદરથી ભારે થઈ ગઈ હોય અને છતાં પણ પરાણે માંડ – માંડ લેશન કરતા હોય ત્યારે તો દયા જ આવી જાય ., બાકી રહ્યું હોય તેમ રવિવારની રજામાં માઈન્ડ ડેવાલોપીંગમાં મુકવામાં આવે છે..! ખરેખર અત્યારે નાના બાળક પાસે તમે આટલું બધું કામ લો છો તેની શક્તિ કરતા વધુ તો માઈન્ડ ડેવલોપીંગ કોને જવાની જરૂર છે તે વિચારજો..?? અને બાળક આખો દિવસ કામમાં જ રહે તેનો ઘરના સભ્યોને આનંદ હોય છે અને બીજાને ગર્વથી કહેતા હોય છે કે અમારું બાળક તો એક મિનીટ માટે પણ ફ્રિ ના હોય…‼ અને છેલ્લે છેલ્લા થોડા વર્ષથી એવું પણ ચાલ્યું છે કે વેકેશનમાં બાળકને સ્પેશ્યલ કોર્સ કરાવે છે એ તો વિચારો બાળક એ વ્યક્તિ છે તે મશીન નથી કે તમે વેકેશનમાં પણ કોર્સ કરવો..! છેલ્લે ઘણાં માતા –પિતા એવી પણ ફરિયાદ કરે છે કે અમારા બાળકો પાસે અમારા માટે સમય જ નથી પણ આ શીખવાડ્યું પણ તમે જ છે ને ..?

હમણાં જ મારા સબંધી ના ઘરે ગયો ત્યાં તેના છોકરાને મે તોફાન કરતાં જોયો તેના માતુશ્રી પાડોશીના છોકરાને કહેતા હતા “તુ કાનાને મારવા દે નહિતર તેનો ગુસ્સો શાંત નહિ થાય” અને પેલો બિચારો માર ખાતો હતો અને રડતો હતો. હું જોય ના શક્યો એટલે મે ઝડપથી ત્યાંથી રજા લીધી. બાળકને આ રીતે શીખવાડવામાં આવે..‼ આવી રીતે જીદ્દી બનાવામાં આવે અને પછી આ જ માતા-પિતા દ્વારા ભવિષ્યમાં ફરિયાદ કરવામાં આવે છે કે બાળક અમારું કઈ સાંભળતો નથી બાળકને અમારી સામે બોલે છે પણ શીખવ્યું કોણે ..???
મારા મિત્રનો દીકરો ત્યાગ છે જે તેના પપ્પા પહેલા તૈયાર થઈ જાય છે મંદિર જવા માટે કારણ કે યોગેશ પણ નિત્ય મંદિર જાય છે. આ પણ એક ખુબ સારી વાત છે. કારણ કે બાળકમાં સંસ્કાર અને સંસ્કૃતિ જીવંત હશે તો તે ગમે તે મુશ્કેલીનો સામનો કરી શકશે અને અણધારી આવેલી મુસીબતનો સામનો સહેલાયથી કરી શકશે.
અત્યારે માતા – પિતા એવી ફરિયાદ કરે છે કે બાળકો મોબાઈલમાં જ રહે છે અને પોતે આખો દિવસ મોબાઈલમાં રહે છે અને એથી જ બાળકો તેનું અનુકરણ કરે છે. મારા એક બેન અને બનેવી ઘરમાં બંને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળે છે અને તેમને ફરિયાદ નથી કે સ્વરાં મોબાઈલનો વધું ઉપયોગ કરે છે અને મોબાઈલ માટે જીદ કરે છે. પરંતુ તે સામેથી સ્વરાંને ને કહે છે કે આ જો જે આ વિડીઓ જોવાથી ગણતરી ફટાફટ કઈ રીતે થાય તેની પધ્ધતિ સારી આપી છે .
એક માતા-પિતા તરીકે એટલું સમજો કે હરેક બાળકમાં અલગ – અલગ અને કઈ ખાસ શક્તિ હોય છે. બધા બાળકને બધું આવડે જ એ જરૂરી નથી. પણ એ બાળકમાં રહેલી ખાસ શક્તિને જાણો – બાળકોને સમજો –તેનમા રહેલી એ શુષુપ્ત શક્તિને ઢંઢોળીને બહાર લાવવા પ્રયત્ન કરો. પોતાના બાળકની સરખામણી ક્યારેય કોઈ બાળક સાથે ના જ કરો હું તો ત્યાં સુધી કહું છુ કે સગા બે જોડિયા ભાઈઓ હોય તો પણ સરખામણી ના કરો તેનાથી તમારું બાળક માનસીક રીતે અંદરથી ભાંગી પડે છે. માતા – પિતા તરીકે તમે જે સ્વપ્ન પુરા નથી કરી શક્યા તે બાળક પર લાદી ના દો. છેલ્લે એટલું તો યાદ રાખજો એ તમારું બાળક છે અને છેલ્લે તમને જયારે જરૂર પડશે ત્યારે તે જ તમારી સાથે હશે અને એજ મદદરૂપ બનશે.
મિલન મહેતા - બુ ઢ ણા