જીવન - ખળખળ વહેતું ઝરણું. Milan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન - ખળખળ વહેતું ઝરણું.


ગઈ કાલની યાદમાં અને આવતી કાલની ચિંતામા આજનો દિવસ જતો ના તેનું ધ્યાન રાખજો નહિતર આવતી કાલે પણ આવું જ થશે. હા મિત્રો જીવન એ ખળખળતા વહેતા પાણીના ઝરણા જેવું છે તેને વહેવા દો. જો તેને રોકીને રાખવામાં આવશે તો તેમાં લીલ થઈ જશે અને પછી તેમાં જંતુઓનો ઉપદ્રવ થઈ જશે અને છેલ્લે તે પાણીમાંથી દુર્ગંધ પણ ફેલાશે. આવું જ જીવનનું પણ છે તેને મુક્ત પણે જીવન જીવો અને આનંદ કરો તેને રોકી ના રાખો. એ પણ યાદ રાખો જીવન પસાર તો પશુ – પક્ષી કરે આપણને તો ઈશ્વરે બોલવાની -કોઈને સાંભળવાની – સમજવાની શક્તિ આપી છે તો આપણે જીવનને કેમ ના માણી શકીએ..? જીવનનો લાહવો લુંટવાનો હોય છે. જે જીવનમાં થઈ ગયું તેમાંથી કઈંક શીખો તેને વારેવારે યાદ કરીને દુઃખી ના થાવ અને જે ભવિષ્યમાં થવાનું છે તેની આમ જ ચિંતા ના કરો. બે વસ્તુ વ્યક્તિના હાથમાં નથી હોતી જતી રહેલી ગઈકાલ અને આવવાની હોય છે તે આવતી કાલ તો શા માટે તમે આજની આ અણમોલ પળને ગુમાવી રહ્યા છો.,અને જો તમે આજે આ પળ ગુમાવશો તો આવતી કાલે પણ એ જ થવાનું છે.
જીવનમાં સુખ અને દુઃખ આવશે અને જશે ., વ્યક્તિ આવશે ને જશે., મારી ઉમર બોવ જ નાની છે પણ જિંદગીને મેં જ નજીકથી જોઈ છે તેના અનુભવથી કહું છુ તમે ગમે તેટલું બધાને રાખવા કે સમજવા પ્રયત્ન કરો તો પણ કોઈકને તો ઓછુ પડે જ. પણ એનાથી આપણે શા માટે હતાશ કે નિરાશ થવું. ક્યારેય કોઈ કાયમી સાથે નથી રહેવાનું આવતી કાલે શું થવાનું છે તે આપણે વિચારી શકીએ છીએ પણ એવું થશે કે નહિ તે તો આવતી કાલે જ ખબર પડે. વધારે પડતું જાણવાથી પણ વ્યક્તિ દુઃખી થાય છે જેમ સહદેવ ત્રિકાળ જ્ઞાની હતો. એટલે જ તે પાંડવો હારી જવાના હતા તેના પહેલા પણ દુઃખી હતો અને પછી પણ દુઃખી હતો એટલે જીવન સહજતાથી લો વધારે પડતું જાણવા પણ પ્રયત્ન ના કરો.
જીવનનો એક નિયમ એવો પણ રાખો કે જીવનમાં બધાને પ્રેમ કરો પણ અપેક્ષા કોઈ પાસે ના રાખો કારણકે કોઈની પર રાખેલી અપેક્ષા છેલ્લે તમારા દુઃખનું કારણ બનશે. જીવનમાં સમય અને સંજોગ પ્રમાણે વ્યક્તિ અને સ્થળને પણ છોડતા સીખી જાવ કારણ કે જે વ્યક્તિ સમય પ્રમાણે બીજી વ્યક્તિને છોડી નથી શકતો તે દુઃખી હોય છે. થોડા પ્રમાણિક પ્રયત્ન કરવા છતાં તે વ્યક્તિ તમારી સાથે રહેવા ના માંગતી હોય તો તેને છોડી દો. વાવાઝોડું આવે ત્યારે જે વૃક્ષ પવનની લહેર સાથે આમ તેમ નમતું નથી તે જડમૂળ માંથી ખેચાય જાય છે એમ જો તમે કોઈ વ્યક્તિને છોડી નથી શકતા તો તે તમારી ભૂલ છે અને તે દુઃખ સાથે જડમૂળ થી ખેસી નાખશે. પરિવર્ત પહેલા પણ થતું હતું અને અત્યારે પણ થાય છે અને આવતી કાલે પણ થવાનું જ એ જેટલું બંને તેટલું વહેલા સમજી જજો મિત્રો.
જીવનમાં તમારો રસ્તો અને મન સાફ હોય તો જે પણ થશે તે ચોક્કસ સારું જ થશે અને ક્યારેક ના થાય તો કદાચ વધારે સારું થશે .. જીવનમાં બધાને ફરિયાદ કરવાનું છોડી દો. તમે તમારું દુઃખ જો બધાને કહેતા ફરશો તો તમારી બધા મજાક કરતા ફરશે. ઈશ્વર દુઃખ- કપરી પરિસ્થતિ અપાર પ્રશ્ન તેને જ આપે છે. જેના પર તેને વિશ્વાસ હોય કે આ વ્યક્તિ હસતા મુખે બધી જ પરિસ્તિતિ નો સામનો કરી શકશે તેને જ આપશે એટલે જો તમારી પર દુઃખ આવી પડે તો હતાશ અને નિરાશ ના થાવ મિત્રો. અને આ જીવનમાં મનુષ્યને ક્યારેય બધું મળતું નથી કોઈને કોઈને કઈંક ને કઈંક ઉણપ રહી જ જતી હોય છે અને આ ઉણપથી જ જીવન જીવવાની એક અલગ મજા આવે છે. તમે જીવનમાં કેટલું હકારાત્મક વિચારો છો તેના પર તમારા જીવનનો સંપૂર્ણ આધાર છે. આજે કોઈ નો પોતાનો માસિક પગાર ૫૦૦૦ હોય તો પણ આનંદમાં હોય છે તો કોઈનો પગાર ૫૦૦૦૦ હોય તો પણ તે રાત્રે શાંતિથી સૂઈ નથી શકતો એવું કેમ..? કોઈ વ્યક્તિને શારીરિક તકલીફ હોય છે તો પણ હંમેશા વસંતઋતુની જેમ ખીલેલા હોય છે અને અમુક નો ફોન આવે એટલે ફરિયાદ જ સાંભળવાની હોય છે. જીવનને પી જાણો તો ધરતી પરનું અમૃત છે નહિ તો ઝેર જ તમને લાગશે તે પણ એટલું જ સત્ય છે. અને ક્યારેક અમુક પ્રશ્નના જવાબ જાણવા પ્રયત્ન પણ ના કરવો જોઈએ જીવનમાં અમુક પ્રશ્નનો જવાબ ના મળે તે વધારે સારું હોય છે. ઈશ્વરને ખબર છે કે તમને શું આપવું અને ક્યાં સમયે આપવું એટલે તે ઈશ્વર પર છોડી દો - તમારે તમારું કર્મ નિષ્ઠાપૂર્વક કરવાનું છે ઈશ્વર તમને યોગ્ય અને લાયકાત મુજબ આપશે જ એ તમે કરેલા કર્મ પર આધાર રાખો. એક વિધાર્થી ધોરણ ૬ માં અભ્યાસ કરતો વિધાર્થી ને તમે ધોરણ ૭ ના પાઠ્યપુસ્તક આપો તો તે આ પુસ્તકનું શું કરશે …‼? તેવી જ રીતે તમે તમારા જીવનના ધોરણ પાસ કરતા જાવ તેમ કુદરત તમને તે ધોરણના પાઠ્ય પુસ્તક આપશે જ અને જીવનને મુક્ત મને માણો જે પણ છે તે સ્વીકારી લો –જે પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે પણ થશે તે સારા માટે જ થશે તે વાત મનમાં સ્વીકારી લો પછી જોવો જીવન એક ઝરણા જેમ વહેતું રહશે. નાના બનીને વહેતા રહો મોટા થઈને દરિયો બનવું તેના કરતા ઝરણું બનો. ભલે ઝરણું નાનું હોય પણ તેમાં કેટલાય તે જોવા આવશે – ત્યાં બેસવા આવશે – કેટલાય અબોલ પ્રાણીઓ તેમાં પોતાની તરસ છીપાવશે અને તમે એ જીવનને માણતા હશો તો તમે સૌથી નસીબદાર વ્યક્તિ હશો.

મિલન મહેતા – બુઢણા.