A friend without a bond is a friend books and stories free download online pdf in Gujarati

બંધન વગરનો સબંધ એટલે મિત્ર

બંધન વગરનો સબંધ એટલે મિત્ર

મિત્ર એટલે શું…? અને શા માટે મિત્રનું મહત્વ હરેકના જીવનમાં દિવસે- દિવસે વધતું જાય છે…? વિચારજો મારા મિત્રો . મિત્રતાની વ્યાખ્યા શું હોય અને સારો મિત્ર કોને કહી શકાય…? હરેકના જીવનમાં મિત્ર નું કેમ આગવું અને અનેરું મહત્વ હોય છે અને આજ ના હરીફાઈ ના સમયમાં કેમ તે સતત વધી રહ્યું છે વિચારજો. મિત્રો એ યાદ રાખજો મિત્ર વગર તમારા જીવનની કલ્પના પણ ના થઈ શકે તો આપણે મિત્ર વગર જીવન કઈ રીતે જીવી શકીએ.‼? ભગવાન શ્રી કૃષ્ણ ને પણ સુદામા જેવા મિત્ર ની જરૂર પડી હતી તો આપણે તો માનવી છીએ તો આપણે કેમ જરુર ના પડે…‼ ચાલો મિત્રો તો આજે આપણે જીવનમાં મિત્રનું શું મહત્વ છે તે જાણીએ .
આપણા જીવનમાં ત્રણ વ્યક્તિ નું મહત્વ અનેરું છે જે આપણે જીવન ભર ક્યારેય ઋણ ચૂકવી નથી શકતા ૧.માં ., ૨. માતૃભૂમિ અને ૩.મિત્ર તેમાંથી આજે આપણે આજે મિત્ર વિશે નિરાતે વાત કરવી છે. મિત્રતા ની સૌથી મોટી વાત કહી શકાય તો એ છે કે તેમાં ક્યારેય જ્ઞાતિવાદ જોવામાં નથી આવતો., ત્યાં સમાજના બંધન નથી નડતા., જ્યાં સીમાડાની હદ નથી નડતી ., જ્યાં ઉમરને ધ્યાનમાં લેવામાં આવતી નથી. હાથ માંગો અને હૈયું આપી દે તેનું નામ મિત્ર. આ એક જ સબંધ એવો છે કે તે તમે પોતે નક્કી કરી શકો છો બાકી બધા સબંધો તમને જન્મતાની સાથે જ મળતા હોઈ છે. મિત્રનું મહત્વ આજ કાલથી નથી પણ મહાભારત થી ચાલ્યું આવે છે જયારે પણ વાસુદેવ દ્વારા એ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ના થોડા દિવસ પેહલા જ દાનવીર અને મહાન યોદ્ધો કર્ણ ને ખબર પડી કે અત્યારે જે મારા શત્રુ છે તે પાંચ પાંડવો એ મારા સગ્ગા નાના ભાઈ છે ત્યારે પણ એ દાનવીર કર્ણ ને એ મિત્રતાનું ઋણ યાદ આવી ગયું હતું અને દુયોધન પોતાને જયારે બધા રાધે પુત્ર કહીને સ્વીકારતા ના હતા ત્યારે દુર્યોધને કર્ણને પોતાનો મિત્ર જ ન માન્યો પણ અંગ પ્રદેશ નો રાજા બનાવ્યો અને વાસુદેવ ને કહ્યું કે મને મારા જીવનમાં હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી બે વ્યક્તિને પ્રેમ કરીશ એક મારી માં જેણે મને જન્મ આપ્યો અને એક મારો મિત્ર દુર્યોધન જેણે મને તેનો મિત્ર માન્યો. કર્ણ જાણતો હતો કે આ યુધ્ધમાં કૌરવોની હાર નીશ્ષિત છે અને દુર્યોધન ખોટો છે ., છતા તે કર્ણ સગ્ગા પોતાના નાના ભાઈ સાથે લડ્યો અને વીરગતિને પામ્યો. આ છે સાચા અને ઋણાનું બંધ મિત્રની મૈત્રીની તાકાત .જે ક્યારેય તમને અલગ થવા નથી દેતી .કોઈ આપડો એક દિવસની મુસાફરીમાં મિત્ર બની જાય એટલે કે મિત્રતા કરવી એટલે હથેળીમાં પાણી લેવા જેટલું સહેલું કામ છે પણ મિત્રતા નિભાવવી એટલે એટલે એ પાણી હથેળીમાં જાળવી રાખવા જેવું અઘરું કામ છે .મિત્રતા સ્વર્થીલા અને માયકાંગલા થી થઈ પણ ના શકે કારણ કે એમાં તો આકાશ જેવું સાફ દિલ અને મનમાં મંદિર જેવી પવિત્ર ભાવના હોવી જોઈએ તો જ મિત્રતા લાંબો સમય પવિત્ર ગંગાના પાણી જેમ અવિરત અને સતત ચાલતિ રહે છે., હા તેમાં ક્યારેક વળાંક આવે., ટોચ પરથી પડે.,સાંકડી થઈને વહે છતા તે પાણી ક્યારેય ખરાબ થતું નથી તેમ મિત્રતા માં પણ એવું જ હોય છે. મિત્રતા માટે તમારે કઈ ક્લાસ કરવની જરૂર નથી અને તેના માટે કઈ સ્પેશ્યલ સમય પણ કાઢવાની જરૂર નથી જેમ પાણી રસ્તા પર ઢોળો અને પાણી એની મેળે જગ્યા કરી લે તેવી રીતે સહજતાથી મિત્રતા નિભાવાય જતી હોય છે. મિત્રતા એટલે એવો સબંધ કે જ્યાં ક્યારેય કુંડલી મેળવવા ની જરૂર નથી પડતી.,જ્યાં ક્યારેય કેહવાની જરૂર નથી પડતી નથી વગર કહે સમજી જાય કે શું થયું છે. મિત્રતા લોખંડ જેવી હોય જેને ગમે તેટલો વરસાદ આવે કે તાપ લાગે ત્યારે તેમાં કઈ ફેર ના પડે તેમ મિત્રતા માં ક્યારેય ફર્ક ના આવે. જો તમારો ખાસ અને જીગરી જાન દોસ્ત હોય તો તમારી ગમે તેટલી અને ગમે તેવડી ભૂલ હોવા છતા ક્યારેય કહી જતો જ નથી. , જેમ દરિયામાં ભરતી અને ઓટ આવે તેમ તમારાથી ચોક્કસ નારાજ થશે પણ તે તમને સામેથી બોલાવશે અને તેની ભૂલ ના હોવા છતાં તે તમારી માફી પણ માંગશે.
મિત્રો પાસેથી ઘણું જાણવા –સમજવા અને શીખવા જેવું હોય છે અને આજે હું મારા અંગત મિત્રો પાસે જયારે પણ જીવનમાં તકલીફ પડે ત્યારે પૂછીજ જોવ છુ અને શીખતો પણ હોવ છુ કારણ કે જે વસ્તુ સગ્ગા ભાઈ ને કે કોઈ ઘરના સભ્યો કે તમારી ધર્મ પત્નિને ના કહી શકો તે બધી જ વસ્તુ એક મિત્રને કહી શકો છો. તમારા માટે તે દુઃખની કચરા પેટી બની જાય અને તે કચરા પેટીની ચાવી તમારી પાસે જ રહે એટલે કે ક્યારેય તે કોઈને કહે નહિ. તમને હળવાફુલ બનવવા તે પોતે સમય -શકતી અને પોતે માનસિક હેરાન થાય તે મિત્ર ભગવાનનો દૂત જ માનવો પડે.
આજના ટેક્નોલીજીના સમયમાં આપણે કેટલા મિત્રો હોય છે તે મહત્વનું નથી પણ તેમાંથી આપડું કોણ છે તે મહત્વનું છે અને તમારા ફોનમાં ૨૦૦૦ નંબર સાચવેલા હોય અને જયારે તમારો કપરો સમય હોય ત્યારે તમારે વિચારવું પડે કે કોને ફોન કરીશ તો તમે થોડું વિચારજો મારા વાહલા મિત્રો…! અને સોશ્યલ સાઈટ ફેસબુક ,વ્હોટસ એપ , ઇન્સ્તા ગ્રામ ., વગેરે સાઈટ પર કેટલા મિત્રો હોય છે તે મહત્વનું નથી પણ આટલા બધા માંથી આપડું કોણ એ વધારે મહત્વનું છે અને ખાલી લાઈક અને કમેન્ટ કરવા વાળા મિત્રો કરતા તમે ઘરે ના હોય અને તમારું ઘરનું કામ કરી નાખે અને તમને ખબર પણ ના હોય તેવા મિત્ર ની આપડે વધારે જરૂર છે અને આજના સમયમાં સ્વર્થીલા મિત્રોથી ચેતજો કારણ કે તે પોતાનો અંગત સ્વાર્થ પૂરો થતા જ પોતાનો સાચો કલર બતાવશે અને તે ક્યારેક તમને પણ ૧૦૦ ટકા મુશ્કેલીમાં મૂકી દેશે એવા સ્વર્થીલા મિત્રોથી ચેતજો.
મિત્ર કેવો હોવો જોઈએ તેની ચોક્કસ અને એક જ વ્યખ્યા ના હોઈ શકે તે વ્યક્તિ એ વ્યક્તિએ અલગ અલગ હોઈ છે મારી દ્રષ્ટિ એ મિત્રતા શું છે તેની વાત કરું,, મિત્ર કેવો હોવો જોઈએ ..તો કાચ અને પડછાયા જેવા મિત્રો હોવા જોઈએ કારણ કે કાચ ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાયો ક્યારેય સાથ નથી છોડતો જયારે તમે દુખી હોવ અને તમને તમારું દુઃખ કેહવાની સૌથી પેહલા કોઈને ઈચ્છા થાય તે મિત્ર ને જીવનમાં ક્યારેય ના ગુમાવતા પછી ભલે તમારાથી માઈલો ના અંતર કેમ ના બેઠો હોય..‼ .જયારે તમને મજા ના હોય અને તેને તમારાથી ગમે તેટલી દુર હોવા છતાં ત્યાં તેને નિંદર ના આવે અને ફોન કરીને એટલું જ કહે કે શું થયું છે..? અને જયારે સાથે હોય અને લગ્ન પ્રસંગે એટલી મોટી ભીડ હોવા છતા આપડી પીઠ પર હાથ મુકીને એટલું કહે શું છે સાચું કહે તો.. અને પછી પોતાની કસમ આપીને પણ સાચું કેહડાવે અને આપડી વાત ને શાંતિથી સાંભળે અને નિરાતે સમજે . આપણે જયારે દુઃખમાં હોઈએ ત્યારે સતત આપડું ધ્યાન રાખે અને પીઠ પર હાથ મુકીને એટલું કહે બધું થઈ જશે એટલે જયારે તે શાંતિ અને હૂફ મળતી હોય છે તે કદાચ કરોડો રૂપિયા ખર્ચીને ના મેળવી શકાય તે વાત ૨૪ ટકા સોના જેવી સાચી છે. હંમેશા તમને ખુશ જોવા અને મદદરૂપ થવા તૈયાર જ બેઠો રેહશે જો જો. જરૂર પડે તમે તેની મદદ અને સલાહ જ નહિ પણ તેના ખોળામાં માથું મુકીને જો રડી શકો તો તમે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છો. પણ જો જો આવા કોહીનુર જેવા અમુલ્ય મિત્રને ગુમાવતા નહિ કારણ કે એવો મિત્ર બોવ જ ઓછા લોકો ને મળે છે અને જીવનમાં આવા મિત્ર વારેવાર નથી મળતા. જે કોઈ સારા મિત્રો નથી બનતા તે સારા પ્રેમી બની ના શકે તેવું મારું અંગત માનવું છે. મિત્ર જયારે ઉચ્ચ હોદા પર હોય અને લાંબા સમય પછી આપણને મળે ત્યારે જે અદકેરો આનંદ થાય તે શબ્દોમાં વર્ણવી ના શકાય અને મનમાં કેટલું પૂછી લેવાની તીવ્ર ઈચ્છા પણ જયારે તે આનંદ મળે છે તે અદ્રિતીય હોય છે . મિત્ર એટલે માત્ર તમારી વાહ વાહ જ ના કરે પણ જયારે તમે ખોટા રસ્તે જઈ રહ્યા હો ત્યારે તમારો વિરોધ કરે અને જરૂર પડે તમારી સાથે વાત કરવાનું પણ છોડી દે પણ હંમેશા મનમાં તમારું સારું કઈ રીતે થાઈ તે ઈચ્છતો હોય છે ., તમે ખોટા હોવ અને છતાં પણ તમને હંમેશા મલમ પટ્ટાનું કાર્ય કરે તેવા મિત્રથી ચેતજો.

મિત્ર એટલે કોઈ છોકરી અને છોકરો પણ હોઈ શકે તેમાં જરૂર નથી કે તમારો મિત્ર કોઈ તમે છોકરો છે તો તે જ હોઈ શકે . મારો પરમ અને સ્નેહી મિત્ર મિહિર છે તેને એક ખાસ અને અંગત છોકરી મિત્ર છે અને કદાચ તે મેં જોયેલા આદર્શ અને શ્રેષ્ઠ મિત્રો માં પેહલા નંબર પર આવે છે શું ગજબની તેમની મિત્રતા મેં ક્યારેય આવો કોઈ પર અતુટ વિશ્વાસ અને નિખાલસતા મેં મારા જીવનમાં જોઈ નથી તેવા પરમ અને સ્નેહી મિત્રો જેને પોતાના કરતા પણ વધારે એક બીજા પર વિશ્વાસ હોય અને જે લોકો મિત્રતાના ૩ - ૩ વર્ષ થવા આવ્યા છતા ક્યારેય મળ્યા નથી એવું માત્ર નથી પણ એક બીજાનો ફોટો પણ નથી જોયો છતા પણ બંને એકબીજાની વાત સહજતાથી સાંભળે છે અને નિરાતે સમજે છે .,રેણુકાને મજા ના હોય તો અહી મિહિર ને ના ગમે ., રેણુકા જયારે ફોન કે મેસેજ નો જવાબ ના આપે તો મિહિર એમ કહે રેણુકાને કામમાં હોય તો જ મારો જવાબ નાઆપે અને તો જ વાત ના થઈ હોય . શું મિત્રતા હશે તમે કલ્પના તો કરો., કેવો વિશ્વાસ અને તેનાથી વધારે સમજણ હશે તે વિચારો તો કરો કેવો મિત્રતાના નશો લાગ્યો હશે .હમણાં રેણુકાની સગાઇ નક્કી કરવાની છે તો જેટલી ચિંતા રેણુકાને નથી તેનાથી પણ વધારે ચિંતા અહી મિહિર છે માટે તે દરરોજ મંદિર જઈને ભગવાન એક જ પ્રાર્થના કરે છે ભલે જીવનમાં હું રેણુકાને ક્યારેય ના મળું પણ તુ રેણુકાને યોગ્ય જીવન સાથી આપજે અને ખુશ રાખજે . આનાથી વધારે મિત્રતા શું હોય શકે …આનાથી વધારે કઈ નીર્સ્વાર્થ અને નિખાલસ મિત્રતા આજના સમયમાં કઈ હોઈ શકે..‼

મિત્રતા એટલે અતુટ બંધન વિશ્વાસના પાયા પર જેની ઈમારત છે .,અને જેના જીવનમાં હરહંમેશા એક-બીજા પર અલગ જ લાગણી થાય છે તેનું નામ કદાચ મિત્ર. બધા જ મિત્રો આપણા જીવનમાં અલગ અલગ સ્થાન ધરાવતા હોઈ છે . મિત્ર જયારે પ્રગતિ કરે ત્યારે ગર્વેથી કેહ્જો કે તે મારો મિત્ર છે પણ જયારે મુશ્કેલી માં હોય ત્યારે જરૂરથી કેહ્જો કે હું તેનો મિત્ર છુ .મારા મતે મિત્રતા એટલે બીજું કઈ નહિ પણ જીવનનું રીચાર્જ.

મિલન મહેતા – બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED