હા હું પણ માનવતાને મળ્યો છું Milan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હા હું પણ માનવતાને મળ્યો છું

હા હું પણ માનવતાને મળ્યો છું.

મારો ભાણેજ હિમાંશુ રાજ્યગુરુ માત્ર ૧૪ વર્ષની નાની ઉમરમાં જ ખુબ મોટી બીમારીમાં સપડાયો હતો અને તે બંને કીડની ગુમાવી ચુક્યો હતો . આ વાત કરું છુ હું તમને ૨૦૧૫ ની જયારે હું મારા ભાણેજ સાથે ભાવનગરની સર .ટી .હોસ્પીટલમાં સતત ૪ મહિના તેની સાથે હતો. લગભગ અમે એટલે કે હું મારી બહેન –બનેવી અને થોડા એમના સબંધીઓ જ સાથે હતા ત્યારની છે કે અમે ગમે તેટલી મહેનત કરીએ બધા સાથે મળીને તો પણ પરિણામ અમને બધાને ખબર જ હતી કે સારું થવાની શક્યતા બોવ જ ઓછી છે.છતાં ક્યારેય અમે હાર્યા ના હતા અને બંને તેનાથી વધારે કામ કરતા હતા અને પ્રયત્ન કરતા હતા

એવામાં એક દિવસ ભાણેજ ને પેટમાં દુખવા આવ્યું અને તે દિવસે જ કોઈ અમદાવાદના મોટા ડોક્ટર સાહેબ ભાવનગરની એક ખાનગી હોસ્પિટલ માં આવ્યા હતા એવું મેં પેપરમાં વાચ્યું હતું એટેલે તરત થોડા મેડીકલના જાણકાર વ્યક્તિઓ પાસેથી જાણીને અમે તે ખાનગી હોસ્પીટલમાં ભાણેજ ને લઈને હું મારી બહેન અને બનેવી પહોચી ગયા. અમારો વારો આવ્યો ત્યારે પેહલા ડોકટરે તપાસ કરી અને મને અને મારા ભાણેજ ને બહાર બેસવા માટે કહ્યું એથી હું અને મારો ભાણેજ બહાર આવતા રહ્યા અને મારી બહેન અને બનેવી ત્યાં ડોક્ટર સાથે તેમની ઓ.પી .ડી માં રહ્યા . હું અને ભાણેજ બહાર આવ્યા ત્યારે હું બાકડા પર બેઠો હતો અને ભાણેજ ને નિંદર આવતી હોવાથી તે મારા હાથ પર માથું રાખીને સુઈ ગયો. ત્યાં જ થોડી વાર પછી એક ૪૪-૪૫ વર્ષના એક ભાઈ મારી બાજુમાં આવીને બેઠા. થોડી વાર પછી તેમને મારું નામ પૂછ્યું એટલે મેં કહયું મિલન અને મારી સાથે છે તે મારો શું સબંધી થાય તે પૂછ્યું મેં કહયું મારો ભાણેજ અને મારા બનેવી શું કરે છે તે પૂછ્યું મેં કહ્યું તે ધર્મ શાળામાં મેનેજર છે. બસ એટલું જ પૂછ્યું અને પછી મને કહ્યું કે હું તમને જે આપું તે તમે ફટાફટ લઈને તમારા ખિસ્સામાં જોયા વગર મૂકી દેજો. એ વ્યક્તિનું મને નામ નથી ખબર., ક્યાંથી આવે છે તે નથી ખબર .,મને શું આપવાના છે તે નથી ખબર…‼ અને જે મને આપે તે હું ફટાફટ મારા ખિસ્સામાં મૂકી દવ…‼ મારા મનમાં એક મીનીટમાં કેટલા બધા સવાલ થવા લાગ્યા અને હજુ હું કઈ જવબ શોધું તે પેહલા તો પેલા અજાણ્યા ભાઈએ મારા હાથમાં કઈક કાગળની વસ્તુ આપી પણ દીધી અને ફરીવાર હાથના ઇશારાથી જોયા વગર ખીસામાં મુકીદેવા આગ્રહ કર્યો અને આપણને કોઈ જોવાની ના પાડે તો પછી આપડાથી રહી જ ના શકાય તેમ મેં પણ મારા ખિસ્સામાં મુકતા પેહલા જોઈ લીધું કે તેમણે મને શું આપ્યું છે અને એ જોયા પછી હું તે કાગળની વસ્તુ ખીસામાં ના મૂકી શક્યો અને તેને હું એ વસ્તુ પાછી આપવા જાવ ત્યાં જ ઓ.પી .ડી માંથી મારા બહેન અને બનેવી બહાર આવ્યા અને ભાણેજ જાગી ગયો પેલા અજાણ્યા વ્યક્તિએ મને હોસ્પિટલ બહાર બોલાવ્યો અને હું ગયો અને મેં તેઓએ આપેલી કાગળની વસ્તુ આગ્રહ અને આભાર સાથે પાછી આપી તો વડીલ મને પગે લાગ્યા અને રડવા માંડ્યા અને મને એ વસ્તુ લેવા માટે હાથ જોડ્યા..‼ મારા પિતાની ઉમરનો કોઈ વ્યક્તિ મારી સામે હાથ જોડે…! આ બધું એટલું જડપથી થતું હતું કે હું કઈ સમજી શકતો ના હતો એટલે મેં તેમને અટકાવ્યા અને હું તેમની એ વસ્તુ લઇ લેવા માટે સંમત થયો અને પછી મેં તેમનું નામ પૂછ્યું તેમણે કહ્યું કે મારા વિશે તમે કઈ ના પૂછતા મારું નામ શું છે.,? ક્યાંથી આવું છુ.,? શું કરું છુ..? કઈ ના પૂછતા મને કારણ કે આ બીમારીમાં મેં પણ મારી દીકરી ગુમાવી છે .ભગવાન તમને આ દુઃખ માંથી પસાર થવાની શક્તિ આપે અને હવે ક્યારેય મને મળો તો આ બાબત યાદ ના કરાવતા બસ એટલું કહીને તે મને ગળે મળ્યા અને તે હોસ્પીટલમાં જતા રહ્યા અને તેમની પાછળ હું પણ હોસ્પીટલમાં ગયો અને મારે ત્યાંથી નીકળવાનું હતું એટલે પેલા અજાણ્યા વડીલનો આભાર માનવા જવો હતો એટલે હું તેમની પાસે ગયો અને મેં કહ્યું ચાલો હું નીકળું છુ અને તમારો ખુબ ખુબ આભાર તેવું કહ્યું પણ તે મને ઓળખતા જ ના હોઈ અને મેં કઈ કહ્યું તેમણે કઈ સાંભળીયુ જ ના હોઈ તેવું મારી સાથે કર્યું. મારી સામે જોયું પણ નહિ ..‼

મિત્રો તે અજાણ્યા વ્યક્તિએ મને કાગળની આપેલી વસ્તુએ રૂપિયા પ૦૦૦ હતા તેનાથી પણ વધરે પાંચ કરોડ જેવો તેમનો ભાવ હતો. માણસો અત્યારે ૧૦૦ રૂપિયા જેવી નાની રકમ આપે ત્યારે પણ બે વ્યક્તિની વચ્ચે આપે છે ત્યારે આ અજાણ્યા વડીલ ડાબા હાથે કરેલું પુણ્ય જમણા હાથને પણ ખબરના પડે તે વાત સાર્થક કરી. આ અજાણ્યા વડીલે મને મારી ૨૧ વર્ષર્ની ઉમરમાં બોવ બધું શીખવાડ્યું જે મારા જીવનમાં હું ક્યારેય ભૂલી ના શકું અને એટલે જ કહું છું કે હા હું પણ માનવતાને મળ્યો છું અને માનવતા હજુ મરી નથી પડી.

મિલન મહેતા –બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨