ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - 10 કુંજલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - 10

(આપણે આગળ ના ભાગ માં જોયું કે કાવ્યા પ્રથમ ને મળવા આવી હોય છે અને તેની ફ્રેન્ડ વીની નો ફોન આવે છે, કે બધી ટ્રેન મોડી પડી છે તો તું જલ્દી થી સ્ટેશન આવી જા. હવે કાવ્યા પ્રથમ સાથે વધારે સમય પસાર કરશે કે ત્યાં થી નીકળી જશે સ્ટેશન પર તે આગળ જોઈએ)
કાવ્યા ને ફોન પર વાત કરતી જોઇને પ્રથમ ને યાદ આવ્યું કે તેણે ઘર એ ફોન કરવાનો હતો, તો તે બહાર જઈને વાત કરે છે.
કાવ્યા : વીની મારે અહીં થોડું કામ છે, મને થોડી વાર લાગશે.
વીની : તો તું કેવી રીતે આવશે ઘરે? બોવ મોડું થશે તો ઘરે બોલશે પછી.
કાવ્યા : વાંધો નહિ હું સાંભળી લેવા. એમ પણ મારી માસી અહીં રહે છે, તો હું એમને ત્યાં રોકાઈ જઈશ.
વીની: સારું તને ઠીક લાગે તેમ કર.( અકળાઈને ફોન મૂકી દે છે)
( કાવ્યા વિચારી લે છે કે તેણે શું કરવું છે)
પ્રથમ આવે છે બહાર થી.
પ્રથમ : અરે મારે ઘરે ફોન કરવાનો હતો અને તું પણ ફોન પર હતી તો બહાર ગયો હતો થોડી વાર
કાવ્યા: હા વાંધો નઇ.
પ્રથમ : અરે ૫ વાગી ગયા. તારી ટ્રેન નો સમય થઈ ગયો. તારે જવાનું હશે ને, ચાલ હું તને રિક્ષા સુધી મૂકી આવું. (પહેલી વાર કાવ્યા ને બાઇક પર મૂકી આવવા માટે કહ્યું હતું તો તેણે ના કહી દીધી હતી, એટલે આ વખતે પ્રથમ એ પૂછ્યું જ નહિ. )
કાવ્યા: તું ઇચ્છે છે કે હું જતી રહું?
પ્રથમ(મુંઝવણ માં) : એટલે? તારી ટ્રેન છે તો જવું જ પડે ને.
કાવ્યા : પણ હું તને પૂછું છું, તું ઇચ્છે છે?
પ્રથમ(મનમાં વિચારે છે): હું તો ઈચ્છું છું તું મારી સાથે હજુ વધારે સમય રહે , મારે તને ઓળખવી છે. પણ તે એવું બોલી નથી શકતો.
કાવ્યા : શું વિચારે છે?
પ્રથમ: કઈ નઇ, આ તો ચા નો ટાઇમ થાય ગયો છે. એટલે વિચારતો હતો કે અહીં તો ચા નઇ મળતી હશે.
કાવ્યા : તો સારું, ચા પીવા જઈએ ચાલ.
પ્રથમ: પણ તારી ટ્રેન?
કાવ્યા : પહેલા તું મારા સવાલ નો જવાબ આપ પછી બીજી વાત.
પ્રથમ: સારું ચાલ અહીં થોડી આગળ ચા ની લારી છે, ત્યાં જઈએ. વાંધો નહિ ને લારી પર ચા માટે?
કાવ્યા: ના તું કહે તેમ.
( પ્રથમ ને થાય છે, આજે કાવ્યા બોવ અલગ રીતે વર્તે છે. બધી વાત માં હા કેમ કહે છે!!)
કાવ્યા: ચાલતા જઈએ ?
પ્રથમ: હા ચાલ.
બંને ચા ની લારી પાસે આવે છે.
પ્રથમ: તને આદુ નાખેલી ચા ચાલશે?
કાવ્યા: હા ચાલશે.
હવે પ્રથમ અકડાઈ જાય છે અને કહે છે.
પ્રથમ: આ શું માંડ્યું છે તે કયાર નું?
કાવ્યા( જાણી જોઈને નવાઈ પામતા પૂછે છે) : શું? શું કર્યું મૈં?
પ્રથમ: જો કાવ્યા તું આજે ખૂબ જ અલગ રીતે વર્તે છે. બધી વાત માં હા. કંઈ પણ પૂછે તો કઈ અલગ જ જવાબ. મને નથી ગમતું આવું તું હા માં હા કહે તે મારી. મને તારો independent nature પસંદ છે. આવું કરે તે નહિ. મને ખૂબ જ અકળામણ થાય છે.
કાવ્યા હસવા લાગે છે પ્રથમ નું મોઢું જોઈને.
કાવ્યા: સોરી સોરી. મને મજા આવતી હતી આવું કરવાની.તને હેરાન કરવાની. જોવા હતા તારા પ્રતિભાવ..બસ 😉.
પ્રથમ: બસ...હવે તારું પત્યું હોય તો કહે કે કેવી ચા પીવી છે તારે? મારું સખત માથું દુખે છે ચા વગર.
કાવ્યા: કીધું ને કે આદુ વારી ચા ચાલશે.
પ્રથમ: જો હવે બસ હા.
કાવ્યા : અરે સાચું કેવ છું હું..
પ્રથમ: તો ઠીક.
પ્રથમ ચા લઈને આવે છે અને કહે છે..
પ્રથમ: હાશ ... ચા મળી જાય એટલે બધું આવી જાય.
હા, તો તારી ટ્રેન ની શું વાત છે? ઘરે નઇ જવાની તું?
કાવ્યા: તને પૂછ્યું હતું તેનો જવાબ નથી આપ્યો તે.
પ્રથમ: હા હું નથી ઈચ્છતો કે તું જલ્દી ઘરે જાય, કારણ કે મને પસંદ છે તારી સાથે સમય વિતાવવો. તને ઓળખવી છે મારે.
પ્રથમ એકી શ્વાશે બોલી જાય છે.
કાવ્યા: અચ્છા તો આવું છે...( મસ્તી ના મૂડ માં કહે છે)
પ્રથમ: હા બસ સાંભળી લીધું ને...
કાવ્યા(હસતા હસતા) : સારું સારું. મારી ટ્રેન કેન્સલ થઈ ગઈ અને એની પહેલા ની ટ્રેન પકડવા મારે ભાગવું પડે. અને એમ પણ કાલે આવાનું જ છે તો વિચાર્યું માસી ને ત્યાં રોકાઈ જઈશ.
પ્રથમ: અચ્છા એવું છે. ચાલ સારું.
કાવ્યા: તો હવે..
પ્રથમ: હવે કંઈ નઇ, હું તને તારી માસી ને ત્યાં મૂકી આવું? તને વાંધો નઇ હોય તો.
કાવ્યા વિચારે છે, આને એક ચાન્સ આપ્યો કે તે મને કોઈ બીજી જગ્યા એ લઈ જાય ફરવા. પણ કેટલો સીધો છે.માસી ને ત્યાં મૂકવા જવાની વાત કરે છે.

કાવ્યા: તું યાર કેટલો બોરિંગ છોકરો છે. તું રજા ના દિવસે ફરવા જાય કે પછી ઘર માં જ બેસી રહે??
પ્રથમ: બહાર ઓછું જાવ હું.
કાવ્યા: એટલે જ...મને તો ફરવાનું ખૂબ જ પસંદ છે. તને ખબર છે મારી ઈચ્છા છે ખૂબ બધું ફરવાની. મારા લાઈફ પાર્ટનર સાથે, કારણ કે એકલી તો મમ્મી જવા નહિ દેય કસ્સે પણ.
પ્રથમ: અચ્છા તો તારે ફરવા માટે લાઈફ પાર્ટનર જોઈએ છે એમ...
કાવ્યા: હા હા ...એવું જ સમજી લે તું. પણ અત્યારે મારે માસી ને ત્યાં નથી જવું, તું મને શોપિંગ મોલ માં ફરવા લઈ જા.
પ્રથમ: યાર ત્યાં શું ફરવાનું હોય. તું લેવાની હોય કઈ તો એનાથી સારી વસ્તુ મળે ત્યાં લઈ જાવ .
કાવ્યા: પણ મારે કઈ લેવું નથી, ખાલી ફરવું છે. કઈ વાંધો નહિ તને ના ગમે તો નઇ જવું.
(પ્રથમ વિચારે છે , અરે હું પણ કેવો છું. આ બહાને તેની સાથે થોડો વધારે સમય પસાર કરવા મળતે અને મૈં ના પાડી દીધી.)
પ્રથમ: અરે વાંધો નહિ..જઈએ. એમ પણ તું ક્યાં વારે વારે આવે છે.
કાવ્યા: પાક્કું ને? પછી મને બોલીશ નહિ કે તારા લીધે આવ્યો હું 😝
પ્રથમ: હા બેન. નહિ કહું એવું બસ.
કાવ્યા (ખુશ થઈને): ઓકે તો ચાલ.
કાવ્યા: એક મિનીટ, હું જરા મારી મમ્મી સાથે વાત કરી લેવ.
(પ્રથમ વિચારે છે , ખબર નહિ શું સ્ટોરી બનાવશે મમ્મી સામે)
કાવ્યા એની મમ્મીને ફોન કરે છે.
કાવ્યા: મમ્મી, મારી ટ્રેન કેન્સલ થઈ ગઈ અને એની પહેલા ની ટ્રેન છૂટી ગઈ. તો હવે વિચારું છું માસી ને ત્યાં રોકાઈ જાવ.
મમ્મી: હા વાંધો નહિ. માસી ને ફોન કર્યો તે?
કાવ્યા : ના , અત્યારે હું મારા ફ્રેન્ડ પ્રથમ સાથે છું. તેની સાથે શોપિંગ મોલ માં જાવ છું. પછી માસી ને ફોન કરું.
મમ્મી: ઓહ. પેલો ફેસબુક ફ્રેન્ડ તારો?
કાવ્યા : હા તે જ.
મમ્મી: હા સારું જા તું. મને ફોન કરતી રહેજે ક્યાં છે તે.
કાવ્યા : હા સારું. કંઈ જોઈતું હોય તને તો કહેજે.
મમ્મી: હા સારું.
કાવ્યા : ઓકે bye .
( પ્રથમ થોડો આશ્ચર્ય માં હોય છે)
કાવ્યા: ચાલ જઈએ આપણે.
પ્રથમ: તું તો જબરી છે. મમ્મી ને કહી દીધું કે મારી સાથે છે.
કાવ્યા : હા, મને ખોટું બોલવાનું નઇ ગમે મારી મમ્મી ને. તે એકદમ cool છે.
પ્રથમ: સારું કહેવાય.
તો હવે આજે તું બાઇક પર આવશે મારી સાથે??
કાવ્યા : હા આવીશ ને. હવે તો તારા પર વિશ્વાસ છે થોડો થોડો 😉
પ્રથમ: અચ્છા હજુ થોડો જ છે!!
કાવ્યા : it's more then enough. ચાલ હવે.
કાવ્યા અને પ્રથમ શોપિંગ કરવા જાય છે.
થોડી વાર થાય છે અને કાવ્યા Baskin & Robbins ની શોપ જોય છે.
કાવ્યા: ચાલ ની આઈસ્ ક્રીમ ખાઈએ.
(પ્રથમ પાસે પૈસા નથી હોતા તો તે કહે છે..)
પ્રથમ: સારું તું ઑર્ડર આપ હું આવું થોડી વાર માં.
કાવ્યા : તું કયું ice cream ખાશે?
પ્રથમ: કોઈ પણ ચાલશે...હું આવું
( શોપિંગ મોલ ની બહાર જ ATM હતું . પ્રથમ પૈસા ઉપાડીને તરત જ આવ્યો)
કાવ્યા : ક્યાં ગયેલો તું યાર....આઈસ્ક્રીમ પીગળી જશે . ચાલ ખાઈ લે જલ્દી.
પ્રથમ એ જોયું કે કાવ્યા આ પૈસા આપી દીધા હતા આઈસ્ક્રીમ ના.
પ્રથમ: અરે તે પૈસા આપી દીધા..હું લેવા જ ગયો હતો.( પ્રથમ ને આજે પોતાના પર ગુસ્સો આવે છે કે કેમ તે વધારે પૈસા નથી રાખતો સાથે)
કાવ્યા: અરે એમાં શું... અને તું શું કામ લેવા ગયો. મારી પાસે હતા પૈસા. મને એવું પસંદ નથી કે કોઈ મારા માટે પૈસા ખર્ચે. અને હા હું બીજા માટે પણ ખર્ચવા નથી માંગતી.
પ્રથમ: હા હું આપું તને મારી આઈસ્ક્રીમ ના.
કાવ્યા( હસતા હસતા) : અરે તું કોઈ થોડો છે. તું તો મારો ફ્રેન્ડ છે. અને તારી પાસે તો હું ખર્ચો પણ કરાવીશ બીજી વાર હા..😉 હવે તું મારો એકદમ પાક્કો ફ્રેન્ડ બની ગયો છે.
(પ્રથમ ને ગમ્યું કે કાવ્યા એ તેને પોતાનો માન્યો અને હક જતાવ્યો. )
પ્રથમ: ઓકે મેડમ. તો હવે કઈ શોપિંગ કરવી છે તારે કે એમજ જવું છે.
કાવ્યા: વધારે કઈ નહિ બસ મને એક ડ્રેસ ગમે છે . પણ મને સમજ નથી પડતી કે તે મને સારો લાગશે કે નહિ. તું હેલ્પ કરીશ મને પસંદ કરવામાં.
પ્રથમ: હા સારું. પણ મને બોવ જલ્દી કઈ પસંદ નહિ આવી જાય.
કાવ્યા: અચ્છા એવું...મને લાગતું તો નથી.( થોડું ધીમે થી બોલી)
પ્રથમ: શું કીધું?
કાવ્યા: કઈ નઇ. ચાલ જોઈએ તારી પસંદ કેવી છે તે!!
કાવ્યા પ્રથમ ને એક શોપ માં લઇ જાય છે.
કાવ્યા: તું અહી રાહ જો, હું હમણાં જ આવી.

(પ્રથમ વિચારે છે... ગજબ છે આ છોકરી. કેટલો વિશ્વાસ છે એને મારા પર, મારી સાથે અહીં સુધી આવી, એની મમ્મીને વાત કરી. ત્યાં જ અચાનક કાવ્યા એ બોલાવ્યો..)

કાવ્યા: બોલ કેવો લાગે છે આ ડ્રેસ?
પ્રથમ જોતો હતો કાવ્યા ને.. તેણે બ્લ્યુ કલર નો jumpsuit પહેર્યો હતો, ખુલ્લા વાળ હતા અને હિલ્સ પહેરી હતી. પ્રથમ ને લાગ્યું જાણે આ ડ્રેસ કાવ્યા માટે જ બન્યો હતો.
પ્રથમ: સારો લાગે છે. તારી height સારી એટલે suit થાય છે તને.
(કાવ્યા વિચારે છે : આને તો વખાણ કરતા પણ નથી આવડતા)
કાવ્યા: ઓકે, thankyou હા.
કાવ્યા ડ્રેસ લઈને આવે છે અને કહે છે...
કાવ્યા : ચાલ હવે જઈએ.
પ્રથમ: બસ થાકી ગઈ...
કાવ્યા : બસ હા હવે...પણ મને ગમ્યું તારી સાથે ફરવાનું.
પ્રથમ: હવે બોવ મસ્કા નઇ મારીશ હા.
કાવ્યા : અરે સાચું કેવ છું.
પ્રથમ: સારું. ચાલ જઈએ હવે.
પ્રથમ કાવ્યા ને તેની માસી ને ત્યાં મૂકી આવે છે. અને રસ્તા માં ફરી તેના વિચાર ચાલે છે...કેવી મસ્ત છે આ છોકરી, એકદમ બિન્દાસ પણ પાછી સમજદાર પણ ખરી. પોતાની મરજી નું પણ કરે છે અને બીજા નું પણ ધ્યાન રાખે છે. આવું વિચારતા વિચારતા ક્યારે તે ઘરે આવી ગયો તે ખબર જ નઇ પડી.
પ્રથમ ની મમ્મી એ પૂછ્યું.." ક્યાં ગયો હતો તું ? "
પ્રથમ: એ તો મારા મિત્રો સાથે ફરવા ગયો હતો.( તેણે કાવ્યા વિશે હમણાં કહેવું ના હતું)
પ્રથમ ઘરે આવીને પણ કાવ્યા વિશે જ વિચારતો હતો કે કેવી રીતે આખો દિવસ તેની સાથે પસાર કર્યો...
અને એક વિચાર આવ્યો, તેણે મેસેજ કરી ને કાવ્યા ને કૈક કેહવાનું વિચાર્યું.
પ્રથમ: hi શું કરે છે?
કાવ્યા: કઈની બસ ટીવી જોવ છું.તું બોલ
પ્રથમ: કાવ્યા મને તું ગમવા લાગી છે. તારી સાથે નો આજ નો દિવસ ખૂબ જ યાદગાર રહ્યો. મજા આવે છે તારી સાથે.

સામે થી કાવ્યા નો reply નઇ આવ્યો , એક કલાક થઈ ગયો તો પણ.
પ્રથમ ટેન્શન માં આવી ગયો, કે કાવ્યા ગુસ્સે થઈ ગઈ હશે ? તેને પોતાના પર ગુસ્સો આવ્યો કે એટલું જલ્દી કાવ્યા ને કહેવાની શું જરૂર હતી. હજુ ૧-૨ વાર મળવાનું હતું. હવે જો કાવ્યા ગુસ્સે થઈ ને દોસ્તી તોડી નાખશે તો તે એક સારી મિત્ર પણ ગુમાવશે . પછી પ્રથમ ને યાદ આવ્યું કે પેલી રેસ્ટોરન્ટ માં કાવ્યા ને પૂછ્યું હતું તેનો જવાબ કાવ્યા એ ટાળી દીધો હતો. શું કાવ્યા પહેલે થી કોઈને પસંદ કરતી હશે? હવે અફસોસ થાય છે પ્રથમ ને કે ખોટી કાવ્યા ને કિધી આ વાત. હવે શું થાય, મેસેજ તો જતો રહ્યો હતો. બસ કાવ્યા નો કંઇક જવાબ આવે એની રાહ હતી હવે.

શું થયું હશે કાવ્યા ને? શું કાવ્યા પણ પ્રથમ ને પસંદ કરવા લાગી હશે કે ફક્ત મિત્ર જ માનતી હશે? શું કાવ્યા પ્રથમ સાથે દોસ્તી તોડી નાખશે? તમને શું લાગે છે મિત્રો , આ દોસ્તી શું એક પગથિયું આગળ વધશે?? તમારા પ્રતિભાવો જરૂર થી આપજો કે તમે કેવી રીતે ઈચ્છો છો આગળ નો ભાગ.
આભાર સહ,
કુંજલ