ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૧ કુંજલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૧

(આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રથમ અને કાવ્યા એક બીજા ને મળે છે અને આખો દિવસ સાથે પસાર કરે છે. પ્રથમ થોડો ઉત્સાહિત થઈને કાવ્યા ને મેસેજ કરે છે કે મને તું ગમે છે. કાવ્યા તેનો જવાબ નથી આપતી. એટલે પ્રથમ થોડો ટેન્શન માં આવી જાય છે. હવે આગળ..)

કાવ્યા એ મેસેજ જોયો પ્રથમ નો અને થોડું આશ્ચર્ય થયું.
કાવ્યા : શું કીધું તે? મને કઈ સમજ નઇ પડી.
પ્રથમ: કઈ નઇ .. એ તો બસ એમજ કીધું.
કાવ્યા તેને તેનો જ મેસેજ મોકલે છે અને પૂછે છે કે આ મેસેજ માં તું શું કહેવા માંગે છે?
પ્રથમ: એ તો બસ એક મિત્ર ની જેમ તું ગમે છે મને.
કાવ્યા: વાત ફેરવતા તો તને જ આવડે હા.
પ્રથમ: હમમ. બોલ બીજું
( કાવ્યા સમજી ગઈ હતી કે પ્રથમ તેણે પસંદ કરે છે અને તેને પણ પ્રથમ ગમવા લાગ્યો હતો )
કાવ્યા: કંઈ નઇ બસ આ એક્ઝામ ની તૈયારી કરું.
પ્રથમ: હજુ ટાઈમ છે ને એક્ઝામ ને તો. અત્યાર થી વાંચશે તો ભૂલી જશે 😛
કાવ્યા: અરે આ તો CMAT ની એક્ઝામ માટે વાંચું છું.
પ્રથમ: અચ્છા તું પણ આપવાની તે એક્ઝામ એમ ને.
(CMAT એ MBA માટેની પ્રવેશ પરીક્ષા છે.)
કાવ્યા: તું પણ આપવાનો છે એમ તે એક્ઝામ...!!
પ્રથમ: હા કેમ મારાથી નહિ આપી શકાય?
કાવ્યા: અરે અપાય જ ને.. હું તો બસ અમસ્તુ કહું છું.
પ્રથમ: હમમ. ક્લાસ કરે છે તું એક્ઝામ માટે?
કાવ્યા: હા કરું છું.
પ્રથમ: હજુ તો ઘણો સમય છે.. લગભગ ૨-૩ મહિના.
કાવ્યા: હા પણ મારી કોલેજ ની એક્ઝામ પણ આવે ને વચ્ચે. એટલે તૈયારી ચાલુ કરું દીધી છે.
પ્રથમ: હા તે પણ બરાબર છે.
કાવ્યા: તારું જોબ નું શું થયું?
પ્રથમ: ઇન્ટરવ્યુ તો આપ્યું છે. જોઈએ હવે શું થાય
કાવ્યા: અરે પોઝિટિવ રહે. આવશે જ ફોન ત્યાં થી થોડા દિવસ માં.
પ્રથમ: હા..જોઈએ એ તો.
કાવ્યા: તું કેમ કોઈ દિવસ પોઝિટિવ નથી રહેતો.??
પ્રથમ: હું એવો જ છું.
કાવ્યા: ધન્ય છે તું!!
પ્રથમ: bye
કાવ્યા વિચારે છે, આ છોકરો ક્યારે સુધરશે!!

૨ દિવસ પછી પ્રથમ એ જે કંપની માં ઇન્ટરવ્યુ આપ્યું હતું ત્યાં થી ફોન આવ્યો કે તેને જોબ માટે સિલેક્ટ કર્યો છે.

પ્રથમ: મમ્મી... ચાલ આજે તો દહીં વડા બનાવી દેજે.
પ્રથમના મમ્મી: હા તું જે કહે તે બનાવું. પણ તમે હજુ નાટક જોવા જવાના હતા તે ગયા નહિ.
પ્રથમ: આ પ્રીતિ જલ્દી તૈયાર જ નહિ થાય ને દર વખતે. પ્રીતિ તું તૈયાર થઈ કે નહિ, નાટક પૂરું થઈ જશે . (પ્રથમ અને તેની મોટી બહેન પ્રીતિ આજે નાટક જોવા જવાના હતા)
પ્રીતિ: હા ભાઈ બસ ૨ જ મિનીટ.
પ્રથમ: ૨-૨ મિનીટ કરીને તું ૩૦ મિનીટ થી તૈયાર થાય છે.
પ્રીતિ: પેલી મારી ફ્રેન્ડ નો ફોન આવ્યો હતો.એક ટિકિટ વધારે છે તેની પાસે. તારા કોઈ ફ્રેન્ડ ને આવવું હોય તો પૂછી જોજે.
પ્રથમ વિચારે છે..આજે રવિવાર છે , કાવ્યા આવી હશે એના ક્લાસ માટે. તેને પૂછી જોવ આવે તો.જોબ માટે ની વાત પણ ત્યારે જ કરીશ.

પ્રથમ કાવ્યા ને ફોન કરે છે.
પ્રથમ: શું કરે છે? ક્લાસ માંથી છૂટી ગઈ ?
કાવ્યા: હા , હું રિક્ષા માં છું. સ્ટેશન પહોંચવાની.
પ્રથમ: તો ઉતરી જા રિક્ષા માંથી.
કાવ્યા: અરે, એવી રીતે નઇ થાય.
પ્રથમ: નાટક જોવા માટે ટિકિટ છે. તો તું પણ આવ એમ.
કાવ્યા: ના, મારાથી નઇ આવી શકાય.૨ દિવસ પછી એક્ઝામ છે મારી તો જલ્દી ઘરે પહોંચવું છે. સોરી.
પ્રથમ: અરે થોડી વાર માટે તો આવ, એવું હોય તો થોડી વાર માં નીકળી જજે.
કાવ્યા: ના , સોરી મારાથી નઇ આવી શકાય.
પ્રથમ: (ફોન મૂકી દે છે કઈ પણ કહેવા વગર)
કાવ્યા સમજી જાય છે કે પ્રથમ ને ખોટું લાગ્યું.પણ તે રોકાય શકે એમ નઇ હતી.૨ દિવસ પછી તેની પરીક્ષા હતી .
પ્રથમ એ ૨ દિવસ સુધી કાવ્યા ને મેસેજ પણ નઇ કર્યો હતો. પણ કાવ્યા રોજ તેને ગુડ મોર્નિગ અને ગુડ નાઈટ નો મેસેજ કરતી હતી. કાવ્યા ને હજુ પ્રથમ ને જોબ મળી તે વાત ખબર નઇ હતી .
પ્રથમ નો મેસેજ આવ્યો કાવ્યા ની એક્ઝામ હતી તે દિવસ એ All the best કહેવા.પણ કાવ્યા એ જોયો નઇ હતો. પેપર પૂરું થયું પછી તેણે મેસેજ જોઈને પ્રથમ ને ફોન કર્યો.
કાવ્યા: તમારો ખૂબ ખૂબ આભાર.
પ્રથમ: કેવી ગઈ એક્ઝામ?
કાવ્યા: સારી ગઈ. કેમ છે તું?
પ્રથમ: સારો છું. ચાલ bye
કાવ્યા: અરે થોડી વાત તો કર. હજુ પણ ગુસ્સા માં છે તું?
પ્રથમ: ના.
કાવ્યા: લાગતું તો નથી.
પ્રથમ: તને જે ઠીક લાગે તે.
કાવ્યા: તારી જોબ નું શું થયું?
પ્રથમ: આવતી કાલે પહેલો દિવસ છે જોબ નો.
કાવ્યા: ઓહો... congratulations!!
પ્રથમ: thankyou
કાવ્યા: તે મને કીધું પણ નહિ.
પ્રથમ: તને બોલાવી હતી કહેવા માટે પણ તું નઇ આવી.
કાવ્યા: અરે તું ફરીથી તે વાત કેમ કરે છે. ત્યાર ની સ્થિતિ તને ખબર જ હતી ને.
પ્રથમ: સારું ચાલ bye. મારે કામ છે.
અને પ્રથમ ફોન મૂકી દે છે.
(કાવ્યા વિચારે છે , આને સાચવો ખૂબ જ મુશ્કિલ છે)

બે મહિના સુધી કાવ્યા અને પ્રથમ મળ્યા નહિ. પણ એક બીજા ને વધારે સારી રીતે સમજવા લાગ્યા. પ્રથમ એ ઘણી વાર તેના મન ની વાત કાવ્યા ને કહેવાની કોશિશ કરી પણ નઇ કહી શક્યો.

--------------
કાવ્યા: રાધી તું શું આપવાની આ valantine ના દિવસ એ રાજ ને?
રાધિ: કઈ જ નથી વિચાર્યું.
કાવ્યા: મૈં તો એક કાર્ડ લઈ લીધો છે.
રાધિ: તું યાર નંગ છે...કેટલા વર્ષો થી કાર્ડ લેય છે. હવે કોઈ શોધી કાઢ કાર્ડ આપવા માટે પણ.
જૈનમ: કામ તીવ્ર ગતિ એ ચાલુ છે!!
કાવ્યા: કઈ સમજ નઇ પડી મને.
જૈનમ: તારા syllabus બહાર ની વસ્તુ છે આ.
કાવ્યા: બોવ સારું.
જૈનમ: મેડમ ને સુરત માં કોઈ સાથે બાઈક પર ફરતા જોયા હતા.
રાધિ: ઓહ..કોની સાથે? અને તે મને કીધું કેમ નહિ??
કાવ્યા: અરે તે પ્રથમ ની વાત કરે છે..
રાધિ: પણ તું તેની સાથે ફરવા ગઈ હતી તે મને નઇ ખબર હા.
કાવ્યા: હા તને કહેવાનું રહી ગયું હતું. રાજ સાથે વાત થઈ હતી.મને કે તેણે તને કીધું જ હશે.
રાજ: મૈં કિસીકા ભી સિક્રેટ કિસી ઔર કે સાથ share નહિ કરતા.(અચાનક આવી રાજ એ કહ્યું)
કાવ્યા: that's so sweet of you.
જૈનમ: આજે તમે બંને બોવ પ્રેમ થી વાત કરો છો.
રાજ: ટોમ એન્ડ જેરી ભી બહોત બાર સાથ હોતે હૈ.
કાવ્યા: exactly!
રાધિ: તમારું પત્યું હોય તો જઈએ હવે.
કાવ્યા: કેમ તને બોવ જલ્દી છે ??
રાધિ: તારી ૧૫ દિવસ પછી CMAT એક્ઝામ છે તે ભૂલી ગઈ?
કાવ્યા: હા યાર. હજુ તો કાલે ક્લાસ માં પણ જવાનું છે. સારું ચાલ હું નીકળું છું.
રાજ: હા કલ મિલતે હે..
કાવ્યા: હા યાદ છે. બધા ને bye bye.
કાવ્યા કોલેજ થી નીકળે છે. તેને યાદ આવે છે કે પ્રથમ પણ આ એક્ઝામ આપવાનો હતો. કદાચ કામ ના કારણે તે તૈયારી નઇ કરી શક્યો હશે. એટલે તે પ્રથમ ને ફોન કરે છે.

કાવ્યા: hi શું કરે છે?
પ્રથમ: કામ કરું છું.
કાવ્યા: cmat ની એક્ઝામ ની તૈયારી કરી?
પ્રથમ: અરે સમય જ નથી મળતો. અને કોઈ બુક પણ નથી કે હું એમાંથી વાંચી શકું. ઓનલાઇન જોવાનું તો જરા ગમતું નથી.
કાવ્યા: કાલે ક્લાસ માટે આવીશ તો તારા માટે મારી notes લઈ આવીશ. તું લઈ જજે.
પ્રથમ: અહા... તો તો હું પાસ જ એક્ઝામ માં.
કવ્યા: ફક્ત પાસ થવુ જરૂરી નથી. સારા માર્ક્સ આવે તો સારી કોલેજ માં એડમીશન મળશે.
પ્રથમ: હા એ તો છે જ ને. હું તો બસ એમજ કહું છું.
કાવ્યા: સારું તો ચાલ કાલે મળીયે.
પ્રથમ: કાવ્યા..
કાવ્યા: હા બોલ..
પ્રથમ: કાલે તું થોડા સમય માટે રોકાય શકશે?? ઘણા વખત થી નથી મળ્યા એટલે.
કાવ્યા : એક કલાક માટે તો નઇ કહી શકું..પણ મળશું પાક્કું થોડો ટાઈમ માટે.
પ્રથમ : સારું. bye
કાવ્યા : bye

----------

આજે ક્લાસ પછી પ્રથમ ને મળવાનું હતું અને ઘરે
ફુઈ ફુઆ આવ્યા હતા તો થોડું જલ્દી આવવા માટે મમ્મી એ કીધું હતું. કાવ્યા અસમંજસ માં હતી કે શું કરે તે!! ત્યાં જ રાજ આવ્યો..
રાજ: આજ પાવર કટ હો ગયા હૈ તો લેપટોપ ચાર્જ હો તબ તક કામ કરના હે ઔર ફિર સે મિલકર ચાલે જાના હે ઐસા સર ને કહા હે.
(કાવ્યા મનમાં વિચારે છે ચાલ સારું થયું)
કાવ્યા: અરે.. આ તો મારો કેટલો સમય બગડ્યો.
રાજ: ચાલો અબ ઉસમેં ક્યાં હે...કહી ઘુમ આતે હે.
કાવ્યા: ના ના... એમ પણ મારે ઘરે જલ્દી જવાનું હતું. એટલે સારું થયું .
(કાવ્યા ને ખબર હતી કે લેપટોપ અડધો કલાક થી વધારે ચાલશે નહિ. એટલે કાવ્યા પ્રથમ ને મેસેજ કરે છે કે અડધો કલાક પછી તું આવ. કાવ્યા ખુશ થાય છે કે પ્રથમ ને મળી પણ શકશે અને ઘરે પણ જલ્દી જઈ શકશે. )
અડધો કલાક પછી કાવ્યા નીકળે છે. અને પ્રથમ નો ફોન આવે છે.
પ્રથમ: કાવ્યા હું નિકળ્યો હતો ત્યાં આવવા માટે પણ બાઈક માં અચાનક પંચર પડી ગયું. તો હવે મારે સરખું કરવું પડશે અને વધારે સમય લાગશે.જો તું મારા ઘરે આવી શકતી હોય તો સારું પડે.
કાવ્યા: પણ ત્યાં આવીને પછી સ્ટેશન પર પહોંચવામાં ૨ કલાક નીકળી જશે.
પ્રથમ: હા તારી વાત સાચી પણ હું પણ શું કરું. મારી પણ મજબૂરી છે.
કાવ્યા વિચારે છે કે તે શું કરે...પ્રથમ ના ઘરે જાય તેની notes આપવા... કે જલ્દી નીકળી જાય પોતાના ઘરે જવા.પ્રથમ ને તે notes ની વધારે જરૂર હતી, એક્ઝામ ને થોડા જ દિવસો બાકી હતા.

શું કાવ્યા પ્રથમ ના ઘરે જશે?? કે પોતાના ઘરે જશે?? શું તેની પ્રથમ પ્રત્યે ની લાગણી બહાર આવશે??
મિત્રો , આ બધા જ સવાલ ના જવાબ મળશે આગળ ના ભાગ માં.
વાચકો તમને આ ભાગ કેવી લાગ્યો તે જરૂર થી જણાવજો.
- કુંજલ દેસાઈ