રાહ... - ૧૨ Dipty Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાહ... - ૧૨

પ્રકરણ - ૧૨

ઘણાં સમયથી આ અધૂરી નવલકથા પૂરી કરવા હાથમાં લઈ જ નહોતી શકાઈ... ફરીથી એને પૂરી કરવા જઈ રહી છું.... ઘણાં વાચકોએ એને પૂરી કરવા માટે મને જણાવ્યું હતું..... એ દરેકની લાગણી માટે વંદન.....🙏🙏🙏

પૂજા એ નક્કી કરી લીધું હું આ એડ્રેસ ઉપર પહોંચી ને જોવું તો સત્ય હકીકત મમ્મી પપ્પા ને સમજાવી શકીશ.

. અને એ સાંજે જ પૂજા ને મોકો મળ્યો બહાર જવાનો કોઈ વસ્તુ લઈ આવવા એને એના મમ્મી એ કહ્યું , સીધી રોડ પર જઈ રીક્ષા કરી એ એડ્રેસ ઉપર પહોંચી ગઈ. બેલ વગાડી દરવાજો ખોલવા ની રાહ જોઈ ઊભી રહી...

પૂજા બેલ વગાડીને દરવાજો ખુલવાની રાહ જોતી ઊભી હતી. એક મિનિટ પછી દરવાજો ખુલ્યો. સામે એક મહિલા એના ઘરે એડવર્ટાઇઝિગ માટે આવ્યા હતા પૂજાના હાથમાં ચિઠ્ઠી આપી હતી એ જ હતાં. એમણે તરત પૂજાનો હાથ પકડી "આવ પૂજા,અંદર આવ" કરીને અંદર ઘરમાં લઈ ગયાં. એમનો અવાજ સાંભળી અંદરના રૂમમાંથી વિજયભાઈ બહાર આવ્યાં. એમને એમનાં પત્ની સામું પ્રશ્નાર્થ જોયું. નયનાબેને હસતાં હસતાં કહ્યું : 'આ પૂજા છે.' વિજયભાઈ તરત જ "રવિ રવિ" કરીને બૂમ પાડી અંદરના રૂમમાં રવિ સૂઈ રહ્યો હતો. એકદમ જ વિજયભાઈનો અવાજ સાંભળી રવિ બેઠો થયો અને આગળના રૂમમાં દરવાજા પાસે જ અચંબિત થઇ ઉભો રહી ગયો. પૂજા આટલી જલદી આવી જશે એ એના માટે એક સરપ્રાઈઝ જ હતું. રવિ કંઈ પણ વિચાર્યા વગર એકદમ જ આવીને પૂજા ને વળગી પડ્યો, પૂજા રવિની આવી હાલત જોઈ ને ગભરાઈ ગઈ. વધી ગયેલી દાઢી અને નંખાઈ ગયેલું શરીર ઊંડી ઉતરી ગયેલી આંખો આ બધું જોઇને એવું લાગી રહ્યું હતું કે એ રવિને વર્ષો પછી જોઈ રહી છે. રવિ એને ગળે વળગ્યો ત્યારે એનાં શરીરમાં તાવ હોય એવું પણ જણાઈ રહ્યું હતું..... પૂજા : ' આ શું રવિ ?? તમને તાવ છે ??? ' સાંભળીને વિજયભાઈ પણ એકદમ ખીજાઈને બોલ્યાં : ' અરે, તાવ છે ?? કહે તો ખબર પડે ?? હું ડોક્ટરને બોલાવું.... ' એમની વાત સાંભળી એમનો છોકરો સમીર દસ અગિયાર વર્ષનો ઉપર જ રહેતા એમના ફેમિલી ડૉક્ટર ને બોલાવવા ગયો... ઘરમાં જ પ્રેક્ટિસ કરતા હોવાથી તરત બોલાવી લાવ્યો...... ઘરમાં આવી ડોક્ટરે રવિને ચેક કર્યું તાવ વધારે હતો.. એક ઇંજેક્શન આપ્યું... ગ્લુકોઝ સાથે ગોળી આપવા કહ્યું... એની અસરથી રવિને ઊંઘ આવી જતાં પૂજા કોઈ વાતચીત કરી જ ના શકી... એની મમ્મી પપ્પાને સાચી વાત જણાવવાનું સ્વપ્ન સ્વપ્ન જ રહી ગયું.... અત્યારે રવિને આ હાલાત માં મૂકીને એ એકલી પાછી પણ જઈ શકે એમ નહોતી... રવિ આવી શકે એમ નહોતો... હવે.... ફરીથી ઘરમાં જવા મળશે કે કેમ ?? એ જ વિચારમાં હતી ત્યાં જ નયનાભાભી બોલ્યાં : 'બેસ, પૂજા... આ તારું જ ઘર છે... ચિંતા ના કર... તું આવી ગઈ છે તો બધું સારું થઈ જશે... તને ખબર છે... તું નીકળી તેનાં બીજા દિવસે જ રવિ ઘરેથી નીકળી ગયો હતો અહીં આવવા... અને પૂજા આવે પછી જ જમીશ... એવું પ્રણ લીધું હતું... કેટલુંય સમજાવ્યું પણ જમ્યાં જ નથી એટલે થોડી અશક્તિને લીધે તાવ હશે... હવે ખાશે પીશે એટલે સારું થઈ જશે... તારી જુદાઈ માં મજનૂ બની ગયો... લે તું પણ કંઈક બોલ... તને લાગશે .. આ ભાભી તો બોલ બોલ જ કર્યાં કરે છે... ' કહીને હસ્યાં..... પણ પૂજા સામું જોયું તો એ રડતી હતી.. એને ખબર જ નહોતી એની પાછળ પાછળ... રવિ ઘર છોડીને અહીં આવ્યો હતો... એ તો ક્યારે અને કેવી રીતે... મળાશે... એ જ વિચારમાં... દુઃખી થઈ રહી હતી... રવિના અગાઢ પ્રેમની બેડીઓ એનાં પગમાં બંધાઈ ગઈ... હવે આજે એ ઘરે પાછી ના જાય તો એનાં માટે પોતાના ઘરના દરવાજા સદાય માટે બંધ થઈ જવાના હતાં એ પણ એને ખાતરી હતી. અત્યારે સાંજ પડી ગઈ હતી.રવિને સારું ના હોવાથી એવી કોઈ શક્યતા ન હતી આજે એ રવિને લઈને ઘરે જઈ શકે. હવે પોતાની જીવનનૈયા પ્રભુનાં હાથમાં સોંપી દીધી.. બે હાથ જોડી મનમાં ને મનમાં પ્રભુને પ્રાર્થના કરતી રહી.. પૂજાએ ભાભી સાથે મળીને રવિને ઉઠાડી થોડું જમવાનું જમાડી દીધું... રવિ ફરી પાછો આરામ કરવા સૂઈ ગયો.. સવાર થતાં રવિ ઊઠ્યો ત્યારે હજુ બધાં ઊંઘતા હતાં. રવિ ફ્રેશ થઈને આવ્યો. હવે એને થોડું સારું લાગી રહ્યું હતું. અને એનું મગજ પણ વિચારવા લાગ્યું.... હવે પૂજાને લઈને અહીં વધારે સમય રહેવાથી તકલીફ ઉભી થઈ શકે..... જલ્દીથી ઘરે જવા માટે નીકળી જવું જ યોગ્ય રહેશે.... રવિએ વિજયભાઈને ઉઠાડીને આ બાબતે વાત કરી. વિજયભાઈ રવિને સલાહ આપી, : ' તું સીધો ઘરે ગયા વગર એક કામ કર... અહીંયા નડિયાદ પાસે તારા મામાનું ઘર છે તો પહેલાં ત્યાં જઈને વહેલી તકે એક વખત આર્ય સમાજમાં લગ્ન વિધિ સંપન્ન કરી લો જેથી કરીને કાયદાકીય કોઈ પ્રોબ્લેમ ના આવે..' ‌. રવિને પણ આ વાત એકદમ યોગ્ય લાગી. એ બંનેને વાતચીતનો અવાજ સાંભળીને નયનાભાભી ઊઠી ગયાં.. અને એમને પણ એ વસ્તુ સૌપ્રથમ કરવા માટે સલાહ આપી.... એમણે તરત જ પૂજાને ઉઠાડી અને કહ્યું ; ' તમે નાહીને ચા નાસ્તો કરીને સવારમાં વહેલાં નીકળી જાવ તો આજે જ તમારાં લગ્નની વિધિ સંપન્ન થઈ શકે..
બંને તૈયાર થઈને નાસ્તો કરીને નીકળ્યા... અમદાવાદમાં હજારો લોકોની ભીડમાં... નડિયાદ પહોંચવામાં કંઈ તકલીફ પડી નહોતી.. રવિના મામાના ઘરે બધી વાતની જાણ હતી જ... અત્યારે આવવાના છે એ ખબર ના હોવાથી એ જ દિવસે મેરેજ નહીં થઈ શકે... કાલે સવારે જવાનું.. મામાએ જણાવ્યું... પૂજા હવે ક્યારેય ઘરે નહીં જઈ શકે..... એને અંદરથી ખાતરી થઈ ગઈ હતી..
પૂજા નીકળી ને અડધો કલાક થવા છતાં પાછી નહીં આવતાં.... એનાં મમ્મી જાતે દુકાને ગયાં હતાં.... અને પૂછતાં પૂજા આવી જ નથી ખબર પડતાં એમને પૂજા કાયમ માટે નીકળી ગઈ... સમજાઈ ગયું... ઘરે આવી રડવા લાગ્યાં , એનાં પપ્પા અને મમ્મી વચ્ચે બોલાચાલી થતાં..... એનાં મમ્મીએ ગુસ્સામાં : 'પૂજા આપણાં માટે મરી ગઈ છે... હવે કોઈ દિવસ એ આ ઘરમાં પગ નહીં મૂકી શકે.... ' જણાવી દીધું...
પપ્પા તો પહેલાંથી જ વિરોધમાં હતાં... પૂજા માટે કાયમ માટે આ ઘરનાં દરવાજા બંધ થઈ ગયાં.
રવિના મામાના ભાઈબંધનો છોકરો પૂજાનો ભાઈ બનીને પિયરના તરફથી એનાં મમ્મી-પપ્પા એ મામાના ભાઈબંધ એમની પત્ની સાથે પૂજાની તરફથી રવિના મામા મામી રવિ તરફથી બીજા દિવસે આર્ય સમાજમાં લગ્ન વિધિ સંપન્ન થઈ જતાં રવિ અને પૂજા કાયમ માટે એકસૂત્રે બંધાઈ ગયાં. બે દિવસ ત્યાં જ રહીને વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા ગયાં. ચાર પાંચ દિવસ ફરીને પાછાં મામાના ઘરે આવીને લખનૌ જવા માટે નીકળ્યા...

આ વાર્તા અહીં સમાપ્ત નથી થતી..... અહીંથી શરૂઆત થાય છે.... એ આગળ તમે વાંચશો... એટલે તમને જણાશે....
.