Raah - 6 books and stories free download online pdf in Gujarati

રાહ... - ૬





( ગયા ભાગમાં પૂજા હિંમતનગર પહોંચે છે , હજી મનમાં બોજ છે .આરામ કરે છે , હરિદ્વાર માં પુલ તૂટી જતાં રવિ પૂજા ને બચાવી લઈ આવે છે . સાધુસંતોની પંગતમાં ખૂબ મઝા આવે છે , રવિ અમદાવાદ માં દોસ્ત ના ઘરે બે દિવસ થી આવેલો છે.)

પૂજા નાહીને તૈયાર થઈ ને નીચે આવે છે , ત્યારે કાકીને રસોઈ કરતાં જોઈ ને મદદ કરવા પૂછે છે , કાકીએ ના પાડી કહ્યું , " કંઈ ખાસ કામ નથી , તું બેસ . " પૂજા ને આજે કાકી ના અવાજ માં અને કહેવાના અંદાજ માં કંઈ ફેર લાગ્યો .પૂજા ને દુઃખ થયું ,પણ કંઈ બોલ્યા વગર એ ઉપર જતી રહી , ટીના તૈયાર થઈ ગઈ હતી , એણે ટીના ને પૂછ્યું : " હું કંઈ મદદ કરું ? "

ટીના બોલી : " ચાલ આપણે માતાજી ની પૂજા કરી લઈએ , " સાભળી પૂજા ખુશ થઈ ગઈ , " હા , ચાલ "

માતાજી નો રૂમ નાનો અલગ જ બનાવેલો હતો . પૂજા નાનપણથી જોતી આવી હતી , કાકા ને ત્યાં પૂજાના રૂમમાં ત્રણ જણ બેસી શકે એટલો નાના રૂમમાં ફૂલ સાઈઝમાં અંબે માતાજી નો મોટો ફોટો , હંમણા જ બોલી ઉઠસે ,એવું જ લાગે !! નાનકડું સુંદર મંદિર , અને એકબાજુ સાચવી ને હવા ના પ્રવેશી શકે એમ ગોઠવેલો અખંડ દીવો ...!!!! લગભગ પચાસ વર્ષ થી પણ વધારે
આ અખંડ દીવો વર્ષો ના વર્ષો થી કાકા એ ખુશી થી એમના દાદાએ શરૂ કરેલો સ્વેચ્છાએ જવાબદારી થી લીધો હતો . અને પોતાનું ધ્યાન રાખે કે નહીં , પણ દીવા નું ધ્યાન ચોક્કસ થી જ રાખતાં હતાં

પૂજા ને યાદ આવ્યું એક વખત કાકીને ત્યાં કોઈ લગ્ન પ્રસંગમાં બધાં ને જવાનું હતું ત્યારે પૂજા ને વેકેશનમાં ત્યાં જ રહી દીવા નું ધ્યાન રાખવા અમદાવાદ થી બોલાવી હતી . ત્યારે પૂજા પોતાના નાના ભાઈ સાથે ત્યાં સ્પેશિયલ માતાજી ની પૂજા કરવા આવી હતી .

બન્ને પૂજા કરવા નીચે રૂમમાં ગયા , પૂજા ભાવવિભોર થઈ ગઈ . એને તો માતાજી એને જ આશિર્વાદ આપતાં હોય એવું જ લાગ્યું , પૂજા નાનપણથી ભક્તિમય વાતાવરણમાં જ રહી હતી .એને ઘણી વાર પૂજા કરતાં કે કોઈ પણ રીત થી ભક્તિ કરતાં રુવાંટા ઊભા થઈ જતાં , અને શરીરમાં માથા થી પગના તળિયા સુધી ફક્ત એક જ સેંકડ માટે ખુશી ની ઝણઝણાટી કરંટ ની જેમ પસાર થઈ જતી . આંખો માં આસું ભરાઈ જતાં . આવું એને નાનપણથી જ થતું , એટલે એવું બધાં ને જ થતું હશે એમ એ વિચારતી , એકવખત એને એના પપ્પા એ કહ્યું ,: " આવું બધાં ને ના થાય , પુણ્યાત્મા ને જ થાય , " પૂજા ને એમાં બહુ ખબર પડી નહીં ,અત્યારે પણ પૂજા આસું ભરેલી આંખો થી માતાજી ને પ્રાર્થી રહી . ટીના એ પૂજા કરી લીધી , બન્ને એ સાથે આરતી કરી .પૂજા પોતે થોડી વધારે સ્વસ્થ પોતાને અનુભવી રહી. ટીના ને કહ્યું : " આપણે ખબર છે દર પૂનમે ખેડબ્રહ્મા જતાં હતાં , " " એ તો હજી પણ જવાનું જ , " ટીના એ કહ્યું .

બપોરે જમી ને ટીના સાથે કામ માં મદદ કરાવી , ઉપર ગયા . એને ટીના સાથે ઘણી વાતો કરવી હતી પણ ટીના એ વાત ને ઈશારા થી પણ પૂછી નહોતી રહી એટલે પૂજા પણ ચૂપ જ રહી ,પણ કાલે ઘરે જવાનું વિચારી પૂજા વિચલિત થઈ ગઈ. પૂજા કોઈ બુક શોધી લાવી વાંચવા લાગી .

વાંચવા માં મન કયાં થી લાગે , પૂજા મનને બીજી દિશામાં લઈ જઈ રહી હતી, પણ મન તો એની મરજી થી જ દોડતું હતું , રવિ ની યાદ આવતાં જ પૂજા ને હરિદ્વાર યાદ આવી જતું , તે દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ માં હેમા માલિની અને વિનોદ મહેરા , ગેસ્ટ તરીકે આવ્યાં હતાં , તેમની સાથે ફોટો પડાવવાનો મોકો મળશે , એવું તો સપનામાં પણ વિચાર્યું નહોતું , પ્રોગ્રામ પતી ગયાં પછી ભગીરથ અને મનોજ રવિ ની સાથે બીજા દિવસે મનસાદેવી જવાનું નક્કી કરી રહ્યાં હતાં , રવિ એ પૂજા ને પણ સવારે તૈયાર રહેવા કહ્યું , સવારે વહેલાં જવાનું નક્કી કરી ,.છૂટાં પડયાં.

પૂજા સવારે નાહીને કીચન માં રોજની જેમ પહોંચી ગઈ, એને ખબર હતી ત્રિપુટી ચા નાસ્તો કરવા તો આવશે જ , ત્યાં સુધી બનતી મદદ કરું , એમ વિચારીને પૂજા કીચન માં મદદ કરી રહી હતી , આઠ વાગતાં કીચન માં ચા નાસ્તા નો કાર્યક્રમ પતી જ જતો. બધાં ના લગભગ ચા નાસ્તો પતી ગયો હતો. પૂજા તંબુમાં જવા બહાર આવી કે તરતજ રવિ એ કહ્યું ,: ' આપણે મનસાદેવી જઈ આવીએ. ' પૂજા :' ફોઈને કહી ને આવું ' કહીને ગઈ,

થોડી વાર માં આવી , : 'ચાલો , જઈએ.' પૂજા ફરી બોલી : ' જો મેં જોયું નથી , તમારા માં થી કોણે જોયેલું છે ? '
' કોઈએ નહીં ? ' ત્રણેય એને ચીડવવા લાગ્યાં , નથી જોયું તો ફર્યા કરીશું , ફરવા જ જઈએ છીએ ને ? પૂજા ચૂપચાપ ચાલવા લાગી .
આગળ જઈને રીક્ષા કરી . થોડી વાર માં તો મનસાદેવી મંદિરમાં પહોંચી ગયા. પૂજા ભાવવિભોર બની ગઈ , આહ્લાદક વાતાવરણ થી માનસિક શાંતિ નો અનુભવ થવા લાગે. શીવાલી શ્રેણી ના પર્વત શિખર ઉપર મનસાદેવી મંદિર મનની ઈચ્છા પૂરી કરવા માટે પ્રસિદ્ધ છે. પર્વત ઉપર હોવાથી ત્યાં થી હર કી પૌડી નું દ્રશ્ય પણ જોઈ શકાય છે. અને નીલ પર્વત પરથી ગંગા ની મુખ્ય ધારા ના દર્શન સૌથી આહ્લાદક લાગે છે . આ બધું જોઈ ને પૂજા હરિદ્વાર આવી ને પોતાને ધન્ય સમજવા લાગી. અને હરિદ્વાર ત્યાં થી આખું જોવા મળ્યું તે અવિસ્મરણીય દ્રશ્યો જોઈને પૂજા ભાવુક થઈ ગઈ.

દર્શન કરી રવિએ એક ઝાડ ને દોરો બાંધી , પુજા ને દોરો આપી કહ્યું , ' તારે દોરો નથી બાંધવો ?' પૂજા એ પૂછ્યું ' શાના માટે ? ' રવિએ પૂજા ને કહ્યું : ' અહીં મન્નત માંગી આ દોરો ઝાડ ને બાધી દેવાનો , આપણી ઈચ્છા પૂરી થઈ જાય ત્યારે અહીં આવી દોરો ખોલી જવાનો , પૂજા એ એને પૂછ્યું ' તે શું માંગ્યું ? '
રવિ હસતા હસતા બોલ્યો : ' એ કહેવાય નહીં પણ તને કહું છું , મેં તને માંગ્યું છે . ' પૂજા એની સામે આંખો ફાડી ને જોઈ રહી , રવિ એ ગળા પર હાથ રાખી ને કહ્યું , :' સાચું જ કહું છું , ' મેં માતાજી પાસે પત્ની તરીકે તને જ માંગી છે .' ' અરે પણ..' પૂજા બોલવા ગઈ , રવિએ એનો હાથ પોતાના હાથ માં લઈ પૂજા ની આંખો માં આંખ પરોવી પૂછ્યું : ' પૂજા હું તને પ્રેમ કરું છું , તને હું પંસદ છું ? ' રવિ ના અણધાર્યા સવાલ થી પૂજા અવાક થઈ ગઈ , રવિ એને ગમતો હતો , પણ આટલું જલ્દી ? વિચારવું એના માટે અઘરું હતું , રવિએ ફરી પૂછ્યું : ' પૂજા ...!!!!!! ' આપણા પાસે વધારે સમય નથી , તારી હા હોય તો તું આ દોરો ઝાડ ને બાંધી આવ , '
પૂજા દોરો લઈ ને અંદર મંદિરમાં દર્શન કરી , દોરો ઝાડ ને બાંધી આવી , બહાર આવી તરત રવિ એ એને ગળે લગાવી રડી પડ્યો.
પૂજા એના અતૂટ પ્રેમથી પીગળી ગઈ.

' પૂજા , પૂજા ...' ટીના ના અવાજ થી જાગી, પૂજાને કયારે ઊંઘ આવી ગઈ હતી એ એને પોતાને જ ખબર ના પડી.
બન્ને થોડી વાર ત્યાં જ બેસીને વાતો કરતાં રહયાં , કાકી ના અવાજ થી બન્ને ની તંદ્રા તૂટી , કાકી કશું શોધી રહ્યાં હતાં . પરેશભાઈ આવ્યાં : 'કેમ છે હવે પૂજા ? ' પૂજા હસી , અત્યારે પૂજા ફ્રેશ લાગતી હતી , ' પૂજા આપણે સવારે વહેલાં જઈશું , તો ૬ વાગે તૈયાર રહેજે .' પૂજાએ માથું હલાવી હા કહ્યું .

અમદાવાદ માટે નીકળ્યાં ત્યારે પૂજા નોર્મલ લાગતી હતી .પણ જેમ જેમ અમદાવાદ પાસે આવતું ગયું , પૂજા અંદરથી વિચલિત થતી જતી હતી. ઘરે પહોચતા પૂજા નર્વસ થઈ ગઈ હતી , ઘરમાં અંદર પહોંચી ને એને પપ્પાની હાલત જોઈને આ હાલત ની જવાબદાર પોતે છે સમજી ગભરાઈ ને ત્યાં બેભાન થઈ ને ઢળી પડી .













બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED