રાહ.. - ૨ Dipty Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાહ.. - ૨












( પહેલાં ભાગ માં પૂજા ને લેવા તેના ભાઈ આવેલાં અને એને લઈ જાય છે. અને રવિ એને રોકવા ની નાકામ કોશિશ થી આત્મહત્યા નું વિચારે છે. હવે આગળ )

અમદાવાદ થી દિલ્હી થઈ ને હરિદ્વાર જવાનું છે. સાંભળીને પૂજા તો જાણે આસમાન માં ઉડવા લાગી. ચુલબુલી નટખટ પૂજા ખુશખુશાલ થઈ બેગ ભરવા લાગી, બારમાં ની પરીક્ષા હંમણા જ પતી હતી. વેકેશન જ હતું, બધાં ને ખબર જ હતી. પૂજા પાસ જ થવાની છે. હર વખતે એક થી પાંચ માં જ રહેતી પૂજા ને રિઝલ્ટ નું કોઈ ટેન્શન નહોતું.

વારે વારે પપ્પાને હરિદ્વાર નું કંઈ ને કંઈ પૂછયા કરતી હતી .જેથી પૂરી માહિતગાર થવાની કોશિશ કરતી હતી. એના ઘરમાંથી ફક્ત એને જ જવાનું હતું. એના કાકા અને ફોઈ સાથે જવાનું હતું. દરેક ઘરે થી એક એક જણને જવાનું હોવાથી તેમણે વર્ષો થી કયાંય ફરવા નહીં ગયેલી પૂજા ની ઈચ્છા હોવાથી પૂજા નો નંબર લાગી ગયો હતો.

પૂજા ના એક કાકા જે બહાર રહેતાં હતાં,. અને ખૂબ ભગવદ્દ ભક્ત હતાં, તેમણે હરિદ્વાર માં કુંભમેળો હોવાથી ત્યાં સાધુ સંતો ની સેવા માટે એક ખૂબ મોટી જગ્યા માં થોડા તંબુઓ બાંધી ને મોટા પાયે સેવાયજ્ઞ કર્યો હતો. તે માટે જવાનું થયું હતું.

" ત્યાં દોડી દોડી ને બધે મદદ કરવાની , કોઈ નું પણ કામ કરી લેવાનું , " પપ્પા સમજાતાં હતાં.

" તમે જો જો તો ખરાં ,એવી સરસ બધાની સેવા કરીશ, કાયમ મને યાદ કરશે." હસતાં હસતાં પૂજા બોલી.

એમ વાતચીત ચાલતી રહેતી, અને આખરે પૂજા જવા માટે નીકળી. ટ્રેન માં બધાં ઊંઘી ગયા , પૂજા જાગતી રહી. હરિદ્વાર ના વિચારો એ એને ઊંઘ જ ના આવી. દિલ્હી પહોંચી બસમાં જવાનું હતું ,બસ માં નીકળ્યા હરિદ્વાર પહોંચ્યા ત્યારે અડધી રાત થઈ ગઈ હતી. રીક્ષા માં કાકાએ બનાવેલ જગ્યા પર ગયા. ખૂબ ઠંડી લાગી રહી હતી. રીક્ષામાંથી અંદર ગયા. બધાં ઊંઘી ગયા હતાં .એક એક તંબુમાં દસ દસ પંલગો હતાં .
કાકા એ કહ્યું : " જયાં જગ્યા હોય ત્યાં સૂઈ જાવ થોડીવાર, "
પૂજા એક પંલગ ખાલી જોઈને બે રજાઈ ઓઢીને લપાઈને સૂઈ ગઈ. કંઈક ગણગણાટ થતો હોય એવું લાગ્યું , પહેલાં તો મોડા સૂતાં હતાં તો સ્વપ્ન હશે, એમ કાચી ઊંધ માં લાગ્યું ,પણ ફરી કોઈ ના બોલવા નો અવાજ આવતાં , ધીરે થી બ્લેન્કેટ માં થી મોં બહાર કાઢયું , ફાનસ ના આછા અજવાળા માં ચાર પાંચ જણા ભગવાન નું નામ લેતાં લેતાં કોઈના પગ દબાવી રહ્યા હતાં . કાંડાં માં પહેરેલી ઘડિયાળ માં જોયું સવાર ના પાંચ વાગી રહયાં હતાં. રાત્રે મોડાં સૂવાથી ઊંઘ ખૂબ આવી રહી હતી . થોડી વાર સૂવાની કોશિશ કરી પણ ઊંઘ તો જાણે રિસાઈ ગઈ હોય એમ ફરી આવી જ નહીં ,

પંલગ માં થી બેઠી થઈ , આજુબાજુ માં કોણ છે ? એ પણ ખબર નહોતી . શું કરું ? વિચારી રહી ,!!! ફોઈ કયાં સૂતાં હશે ? ખબર નહોતી , હરિદ્વાર માં આટલી બધી ઠંડી પડતી હશે ?બે હાથ જોડી ભગવાન ને યાદ કર્યા , પછી બે હાથ ભેગા કરી " " કરાગ્રે વસતે લક્ષ્મી............ ..... ક્ષમક્ષવમે !!!!!શ્લોકો બોલી, હરિદ્વાર ની ધરતીને ખૂબ પ્રેમ થી પગે લાગી , પછી જમીનમાં પગ મૂક્યો , ત્યાં જ જેમના પગ દબાવી રહ્યા હતાં ,એમનો અવાજ આવ્યો , : અરે , આ તો કાકા નો અવાજ , એ ઊભી થઈ ,.કાકા ને મળવા ગઈ ,. " આવી ગઈ બેટા " , ! કાકાને પગે લાગી , માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા , બહાર નીકળી ,હજી અંધકારે પોતાનું સામ્રાજ્ય ફેલાવેલું જ હતું ,પણ સવાર થઈ ગયા નો અણસાર પણ જણાઈ આવતો હતો .

ત્યાં જ કોઈ ભગવાનનું નામ લેતાં લેતાં નીકળ્યા , " અરે આન્ટી , " પૂજા બોલી : " અહીં બાથરૂમ કઈ બાજુ છે ? " ચાલ મારી સાથે હું નહાવા જાઉં છું " " અરે આન્ટી સવાર તો થવા દો , કેટલી ઠંડી છે " આન્ટી હસી ને બોલ્યાં ," અહીંયા તો બધા ઊંધતાં હોય ત્યારે જ નાહી ધોઈ ને પરવારી જવાનું , ગરમ પાણી પણ તૈયાર જ હશે. " પૂજા પણ આન્ટી જોડે જ નાહી ને તૈયાર થઈ ગઈ, આન્ટીએ એને બધું બતાવી દીધું . કીચન પણ બતાવી દીધું . પૂજા તો આ બધું જોઈને દિગ્મૂઢ જ થઈ ગઈ. થોડા દિવસો માટે આટલું બધું બનાવું પડે !!!!! સો થી બસો માણસો ની રસોઈ રોજે બને ,અને સાધુ સંતો ની પંગત હોય ત્યારે તો હજાર હજાર માણસો ની પણ રસોઈ બને.

પૂજા એ આન્ટી જોડે થી બધું જાણી લીધું , પાંચ પાંચ ની લાઈન માં તંબુઓ થી રહેવાની વ્યવસ્થા કરેલી હતી. સૂવા માટે પંલગ ની ઉપર આરામદાયક ગાદલાં ઓશિકા સાથે ઠંડી ને કારણે બે બે રજાઈ મૂકેલી હતાં .પીવાના પાણી ના જગ ભરેલાં હતાં ,

બહાર ખુલ્લી જગ્યામાં એક સ્ટેજ બનેલું હતું , જયાં સવારે ભજનો અને સત્સંગ થતો ,.અને સાંજે અલગ અલગ પ્રોગ્રામો થતાં , સવાર ના છ વાગવા ની તૈયારી થતાં જ બધા તંબુઓ માં થી નીકળી તૈયાર થવા માટે ઉતાવળ કરવા લાગ્યાં , અત્યારે એને આન્ટી એ કહેલી વાત ખબર પડી , ( બધાં ઊંઘતા હોય ત્યારે જ પરવારી જવાનું ) એ ફોઈ ને જોવા જવા તંબુ બાજુ ફરી ત્યાં જ ફોઈ એને શોધતાં આવ્યાં , તેણે ફોઈને બધું બતાવી દીધું .પછી કીચન માં ચા નાસ્તા માટે ભેગાં થવા કહ્યું , પૂજા જયાં એ સૂઈ ગઈ હતી , તે તંબુમાં ગઈ , હવે એજ એની જગ્યા બની ગઈ હતી. કાકા જાગી ગયાં હતાં , ( આ બહાર થી આવેલા સાધુસંતો ની સેવા માટે આ સેવાયજ્ઞ કરી રહ્યા હતા તે.) પૂજા બોલી ,: " કાકા મારે અહીં શું કરવા નું છે ? હું શી રીતે તમારી સેવા માં ભાગીદાર બનું ? "

કાકા એ કહ્યું : " જો બધે બધું કોઈને કોઈએ સંભાળી જ લીધું છે. કોઈપણ કામમાં કોઈ આઘુપાછું હોય ત્યાં એ જવાબદારી તારે લઈ લેવાની ." પૂજા સીધી કીચન માં પહોંચી ગઈ , " અત્યારે બધા ને ચ્હા નાસ્તામાં મદદ કરું , "રસોઈયા ગરમ ગરમ ફાફડા અને જલેબી બનાવી રહ્યા હતાં ,.સેલ્ફ સર્વિસ જ હતી. પણ મોટી ઉંમર ના ને તકલીફ ના પડે, માટે એમને ખુરશીમાં બેસાડીને પ્લેટમાં નાસ્તો આપવા લાગી. ચ્હા પણ ગ્લાસ માં લાવી બધાં ને વારાફરતી આપતી ગઈ , પૂજા ને જોઈને બધાં ની આંખો માં પ્રશ્ન ચિન્હ આવતું , " આ કોણ છે .? " પૂજા પણ કોઈને ઓળખતી નહોતી , હા , એને એટલું જરૂર ખબર હતી , આ બધાં મારા કાકા ના મહેમાન છે , એટલે મારા પણ મહેમાન જ છે. એટલામાં કોઈએ પૂજા ના ફોઈને પૂછ્યું , ફોઈને જોશથી બોલતાં સાંભળ્યા , " અરે, એ તો મારી ભત્રીજી છે , બહુ ડાહી છે મારી પૂજા ".પૂજા જોઈ જ રહી ત્યારે એને ખબર પડી , આ બધાં મારી ઓળખાણ માંગતાં હતાં , બધાં ને હસતાં જોઈ એ પણ હસી પડી...!!!

થોડી જ વારમાં બધાં જોડે હળીમળી ગઈ , હવે બધાં પોતપોતાના કપડાં વગેરે ગોઠવી સ્ટેજ પાસે જવા લાગ્યાં ,અરે ! હરિદ્વાર આવ્યા છીએ. હરિભક્તિ તો કરવાની જ હોય ને !

પૂજા નાનપણથી જ ધાર્મિક વાતાવરણ માં ઉછરેલી હતી ,એના પપ્પા પણ ભગવદીય હતાં ,વૈષ્ણવ ધર્મ એટલે ઘરમાં લડ્ડુ ગોપાલ ની સેવા હતી , ધાર્મિક પુસ્તકો પણ ઘરમાં હોવાથી પૂજા ને પણ એની લગની નાનપણ થી લાગેલી હતી. બે બહેનો બે ભાઈ એમ પાંચ ભાઈબહેન હતાં , મોટી બહેન રંજનનું લગ્ન થઈ ગયું બીજી બહેન નીમા સાથે ખૂબ બનતું બહેન કરતાં બહેનપણી વધારે હતાં , ભાઈઓ સાથે પણ ખૂબ મસ્તી મજાક થતાં રહેતા , તે છતાં પૂજા ને પ્રભુ ભક્તિ પ્રત્યે વધારે આકર્ષણ હતું,

ફોઈ બોલ્યા " પૂજા તારું ફેવરિટ ભજન ગાને " , સાંભળીને બધાં જ કહેવા લાગ્યા , પૂજા ને કોઈ છૂટકો નહોતો હવે !!

તારી એક એક પલ જાય લાખની,
તું તો માળા રે જપી લે રાધેશ્યામની..

મનમાં લાગી તાલાવેલી, આંખે આંસુડા ની હેલી ,
મને લાગી રે લગન ભગવાન માં...

ગાતાં ગાતાં પૂજા ની આંખો માંથી દડદડ આંસુ ટપકવા લાગ્યાં એને તો સાચે ભગવાન ની લગની લાગી ગઈ હતી એની આંખો બંધ હતી , એની ગાવાની ઢબ અને સૂરીલો અવાજ થી બધાં ભાવવિભોર થઈ ગયા , આ એનું પ્રિય ભજન હતું , દરરોજે એ આ ભજન ગાઈને ભગવાનના સાન્નિધ્યમાં પહોંચી જતી , ભજન પૂરું થઈ ગયું , પૂજા હજી ભગવાન ના સાન્નિધ્યમાં થી બહાર આવી નહોતી , બધાં ને ખૂબજ મઝા આવી એક સાથે તાલીઓ પાડવા લાગ્યાં , અવાજ થી પૂજા આંખો ખોલી , શરમાઈ ગઈ . પણ એણે ત્યાં બેઠેલાં બધાં ના દિલ જીતી લીધાં હતાં .

થોડી વાર ત્યાં સત્સંગ ચાલ્યો , કાકા પોતાની જ્ઞાનવર્ધક વાતો ખૂબ જ સરસ રીતે રમૂજ શૈલીમાં કહેતાં ,સૌને એમનો સત્સંગ ખૂબ જ ગમતો. બધાં ને આજે ખૂબ જ મઝા આવી હતી , હવે અહીં જોવાલાયક સ્થળો વિષે બધાં એકબીજાને કહીં રહ્યા હતા. બધાં બહાર થી જ આવેલાં હતાં , કાકા ના મહેમાન લંડન થી પણ આવેલાં હતાં , લંડનથી આવેલાં ના સગાસંબંધીઓ જે ઈન્ડિયા માં હોય તે કોઈને ને કોઈને લઈને આવ્યાં હતાં .

આજે બધાં મંદિરો ના દર્શન કરવા નું નક્કી કર્યું., ગંગા માતા મંદિર , જય મહાકાળ મંદિર ,સત્યનારાયણ મંદિર ,માનસી મંદિર ,શંકરાચાર્ય મંદિર ,વાલ્મિકી મંદિર ,વગેરે , અને ત્યાં જ ઘંટાધર પણ છે જ , આ બધાં મંદિરો ના દર્શન કરી સાંજે હરકી પૌડી જવાનું નક્કી થયુ ,

બધાં મંદિર ફરી ને આવ્યાં ત્યારે જમવાનું તૈયાર જ હતું , જમી ને બધાં જેના ગ્રુપ બની ગયા હતા , તેઓ ભેગા થઈ વાતો ના ગપાટા કરવા લાગ્યાં , કોઈ આરામ કરવા ગયા ,એમ જ સાંજ થઈ બધાં સાથે હરકી પૌડી જવા નીકળ્યાં ,

ગંગા જી ના પાવન દર્શન કરવા માટે તો દેશ વિદેશથી લોકો આવે છે , એમાં પણ ગંગા આરતી નો લાભ તો પુણ્યશાળી ને જ મળે , પૂજા તો આ બધું જોઈને ગાંડી જ થઈ ગઈ , ગંગાજીને કિનારે અવિસ્મરણીય ગંગા આરતી ના દર્શન એ ભાવવિભોર થઈ ગઈ, આરતી પછી ગંગાના વહેતાં પાણી માં દીવા મૂકયા ,એટલું સુંદર ભક્તિમય વાતાવરણ માં પૂજા ખોવાઈ ગઈ , ફોઈએ બૂમ પાડી ત્યારે એને ખ્યાલ આવ્યો , ગંગા ના પાણી હાથ વડે છાટતા જોઈ ફોઈ બોલ્યાં : " સવારે નહાવા આવીશું ચાલ હંમણા ,"

ઉતારા પર પાછા આવી , હાથપગ ધોઈ ને પૂજા કીચન માં ગઈ , હવે તો બધાં એને ઓળખતાં હતાં . બધાં એને સામે થી બૂમ પાડી પાડી ને હક્ક થી કામ કહેતાં હતાં . પૂજા ને ખૂબ જ મઝા આવી હરિદ્વાર આવીને , બધાં નું જમવાનું પતી જતાં આજે કલાકારો દ્વારા વેશભૂષા કરીને રામાયણ નું નાટક હતું , ત્યાં બધાં ભેગાં થયાં .

આખા દિવસ દરમ્યાન પોતાના જ કાર્યોમાં મશગૂલ પૂજા ને બિલકુલ નહોતી ખબર કે તેની નાની નાની હરકતો ની બે આંખો પીછો કરી રહી છે.

(પ્રકરણ -3 માં હરિદ્વાર દર્શન ચાલુ જ રહેશે .)