( ગયા ભાગમાં પૂજા એની મમ્મી ને સમજાવાની કોશિશ કરે છે. અને એને એના ઘરે પાછી જવા દેવા માટે વિનંતી કરે છે.)
રવિ હવે પૂજા ને પાછી લાવવા માટે પૂજા ની ફ્રેન્ડ ને પણ મળે છે. જે પૂજા ના ઘરની બાજુના એપાર્ટમેન્ટ માં જ રહેતી હતી.પણ અત્યારે એણે કોઈ જ સપોટ આપવાની ના કહી દીધી. એટલે રવિ ઘરે જઈને તેણે તેના ભાભી સાથે પૂજા ને પાછી લાવવા માટે પ્લાન બનાવ્યો.
બીજા દિવસે પૂજા ના મામા પૂજા ના ઘરે આવ્યાં. થોડીવાર એના પપ્પા સાથે વાતચીત કરી અંદર આવ્યાં. પૂજા ની બાજુ માં બેસી ,:" કેમ છે તું પૂજા ..??" પૂછ્યું.પૂજા તો જાણે ઊંધ માંથી ઝબકી હોય તેમ મામા સામે જોઈ રહી.અત્યાર સુધી કોઈએ પૂજાની ખબર પૂછવા ની દરકાર કરી નહોતી.અને પૂજા ને પહેલાં થી જ મામા મામી જૌડે સારું બનતું હતું.એણે મામા ને કહ્યું ,:" મારે તમારી સાથે આવવું છે"
એનાં મામા ને લાગ્યું જ કે એને કોઈ વાત કરવી છે.માટે એ આવવા માટે કહે છે. એના મામાએ એને આંખ થી હકારનો ઈશારો કરી, શાંતિ રાખવા કહ્યું. પૂજા ના મમ્મી ચા લઈને આવ્યા, અને પોતાના ભાઈ પાસે બેઠાં. એમની વાતો પતી જતાં , પૂજા ના મામાએ એમને કહ્યું :" હું પૂજા ને લઈ જવું છું. કામ હશે તો સાંજે મૂકી જઈશ.નહીતો કાલે સવારે મૂકી દઈશ." એનાં મમ્મી ના પાડવા જતાં હતાં, ત્યાં જ પૂજા એ કહ્યું " હા મામા હું આવું છું "
પૂજા મામા સાથે એમના ઘરે આવી,જમીને બહાર બેઠા વાતો કરવા. પૂજા એ મામા મામી ને સમજાવતા કહ્યું :" મારે મારા ઘરે જવા માટે શું કરું તો જઈ શકું ? પપ્પા માનવાના નથી.પણ હવે હું બીજું ઘર ના કરી શકું. ત્રણ જણ અને ત્રણ પરિવાર બધાને સહન કરવું પડે. મામા, તમે પપ્પાને સમજાવો ને ? મને જવા દેવા માટે...!!!"
એના મામાએ પૂજા ને સમજાવતાં કહ્યું :" જો મને કોઈ વાંધો નથી, માણસો પણ સારા છે , એવું મને કોઈએ ત્યાં લખનૌમાં કહ્યું હતું. પણ છોકરા માટે એટલે કે રવિ માટે બહુ જ સરસ અભિપ્રાય નહોતો મળ્યો.એ જ તારા પપ્પા ના મગજમાં છે અને એ કોઈના પણ સમજાવવાથી નહીં જ માને. તારે જ શું કરવું જાતે નક્કી કરવું પડશે. અને જ્યારે અમે લખનૌ આવ્યાં હતાં ત્યારે કોઈ ગુંડાઓના મોં બતાવી બીવડાવ્યા હતાં.એટલે તારા પપ્પા કોઈ પણ રીતે તને ત્યાં નથી જ જવા દેવાના. તું સમજે તો સારું."
પૂજા એ કહ્યું:" પણ મને એવું કંઈ જણાયું નથી.આવી કોઈ વાત બની હોય એવું પણ ચર્ચાઈ પણ નથી.અને બે ભવ કરવા માટે હું તૈયાર નથી. મને અત્યારે શું કરવું કે શું થશે, એ કંઈ ખબર નથી.પણ મારે પાછું જવું છે.એ મારી પોતાની ઈચ્છા છે.અને તમે વિચારો છો એવું કંઈ છે જ નહીં. રવિ લખનૌમાં હું એનાં સાથે કેવી રીતે કોન્ટેક્ટ કરું અને રવિ ને કેવી રીતે મળવું એ પણ મને ખબર નથી.અત્યારે મારી નાવ મઝધારે અટકી છે. હું પોતે જ કંઈ જ વિચારી નથી શકતી.અને મને કોઈ સમજી ને સાથ પણ આપતું નથી.હવે હું શું કરું.?" બોલતાં બોલતાં પૂજા રડી પડી....!!!
શું થશે પૂજા નું..??? શું પૂજા ના પપ્પા રવિ સાથે લગ્ન કરાવશે.??શું રવિ એના પ્લાન માં સફળ થઈ પૂજા ને લઈ જશે.??? કે પૂજા ફરી ઘરે થી નીકળી રવિ પાસે પહોંચી જશે??