રાહ... - ૮ Dipty Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાહ... - ૮







સૌથી પહેલાં તો દરેક ની માફી માગું છું... ખૂબ જ ટાઈમ ના અભાવે સમયસર વાર્તા નથી આપી શકાતી. ૧૦ કલાક ની જોબ સાથે ઘરના અને બહારના બધાં જ કામ જાતે એકલીને જ કરવાના હોવાથી લખવાના ઉપર જ કાપ મૂકવો પડે છે. થાકી જવું અને આરામ પણ હેલ્થ માટે જરૂરી હોય છે. હું મારી શારીરિક કેર પણ જાતે કરું છું.આ બધાથી મારી નવલકથા ને ન્યાય મળતો નથી.માટે હવે દરેક ભાગ નાના ૨ થી ૩ મિનિટ ના રેગ્યુલર આપીશ . સ્ટોરીમાં ખૂબ જુદા જુદા વળાંકો છે. મારી પરિસ્થિતિ સમજી સાથ સહકાર આપશો. આપ સૌ નો હ્રદયથી ખૂબ ખૂબ આભાર માનુ છુ......

. ( ગયા ભાગમાં પૂજા ઘરમાં પહોંચી જુએ છે તેના પપ્પા ની હાલત થી એના નાજુક દિલ પર જાણે વજ્રઘાત થાય છે. અને સંતુલન ગુમાવી બેસે છે.)

એ આખો દિવસ વિચારો માં ગૂંચવાતી રહે છે . એને ઘણું બધું કોઈની સાથે શેર કરવું છે પણ એને સમય એ જ ઓષડ સમજી ઘરનાં એને દુઃખ ના લાગે માટે પૂછતાં નથી. પણ એને ખાવાનું પણ ભાવતું નથી.. પૂજા રાહ જોવે છે . કોઈ તો એને પોતાનું સમજી પહેલાં ની જેમ જ વ્યવહાર કરે. પણ ઘરનાં સભ્યોનો મત જુદો હોવાથી પૂજા અંદરોઅંદર મનોવ્યથા થી રડું રડું થયા કરે છે . આંસુ ઓને છુપાવવા પૂજા માથા સુધી ઓઢી ને સૂઈ જવાનું કોશિશ કરે છે. પણ નાકામ રહે છે.

એકલાં એકલાં રડી લીધા પછી પૂજા બેઠી થાય છે .બપોરના ત્રણ વાગ્યા હશે. તેણે જોયું એનાં મમ્મી બાજુમાં જ કંઈક કામ કરતા હતા. પૂજા એ એના મમ્મી નો હાથ પકડી લીધો. બોલી : " મારી સાથે વાત કેમ નથી કરતા.. ? " એની મમ્મી એ કામ બાજુ ઉપર મૂકી એના માથે હાથ ફેરવતાં કહ્યું : " તું આરામ કરી લે પછી શાંતિથી વાત કરીશું આપણે...? "

પૂજા બોલી. : હું જીવન ના કપરા રસ્તા ઉપર ચાલી રહી છું, મેં ભૂલ કરી છે . પણ હું ખુશ છું. તમને મારા તરફથી કોઈ શિકાયત નહીં આવે , અને તમારા આપેલા સંસ્કાર મને યાદ છે. પતિ પત્ની સાત જન્મોના બંધન છે .એ કોઈ પણ પરિસ્થિતિમાં હું નિભાવીશ. તો મને પાછા લાવી એક ભવમાં બે ભવ કરવા માટે શા માટે વિચારો છો. મને કોઈ જ પ્રકારનું દુઃખ ત્યાં આપ્યું નથી. તો હું હાથ જોડીને વિનંતી કરું છું . મને મારા ઘરે જવા દો . હવે હું ત્યાં થી પાછી આવી શકું એવી પવિત્રતા મારામાં નથી. તો પપ્પા ને સમજાવી મને મારા ઘરે જવાની રજા આપો...." બોલતાં બોલતાં પૂજા રડી પડી.

એની મમ્મી એ અત્યારે એને શાંત કરવા ના આશય થી કહ્યું, : " હું વાત કરી જોઈશ, પણ તારા પપ્પા નો જીદ્દી સ્વભાવ તું જાણે છે. હું પણ એમાં કંઈ ના કરી શકું..."

પૂજા બે હાથ જોડીને દયામણી નજરે મમ્મી સામે જોઈ ને બોલી : " મમ્મી તું પણ એક સ્ત્રી છે. સ્ત્રી નું દર્દ સ્ત્રી ના સમજી શકે...???"

મમ્મી એના ઈરાદાથી વાકેફ થઈ રહી , પણ હવે એની મમ્મીને તોફાન પહેલાં ની શાંતિ નો અહેસાસ થયો.અને હવે શું થશે ની ચિંતા માં પરેશાન થઈ ગઈ...!!!

રવિ રોજે પૂજા ના ઘર બાજુ આંટા મારતો હતો. આજે એને ત્યાં અવરજવર જોઈ , લાગ્યું કે પૂજા અત્યારે ઘરમાં હશે . અને એના બીજે વળાવવા ઉતાવળ થશે. એટલે મારે પણ કંઈ કરવું પડશે. રવિ એના મિત્ર વિજયભાઈ ને ત્યાં ગયો અને વાત કરી.એમના વાઈફ રવિને બોલ્યા : " તમે ચાર દિવસ થી ખાધું નથી તો બિમાર થઈ જશો. થોડું જમી લો , પછી આપણે કંઈ વિચારીએ એ માટે..!!!"

રવિ : ". ભાભી હવે તો પૂજા એના ઘરેજ છે તો જલ્દી જ આવી જશે . પછી જમવાનું જ છેને ?"

રવિ પૂજા ને પાછી લાવી શકશે ?? અને પૂજા એના ઘરે બધાંને મનાવી શકશે..???