રાહ... - ૧૧ Dipty Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

રાહ... - ૧૧( આગળના ભાગમાં પૂજા ને મામા તરફ થી પણ કોઈ મદદ નહીં મળતા ભાંગી પડે છે અને એના પ્રભુને સહારે જાય છે.ચમત્કારિક ગેબી મદદ પણ મળી જાય છે.)

રવિ દ્વારા મોકલવામાં આવેલ એડ્રેસ પૂજા ને મળતાં હવે શું કરવું ?એ પૂજા વિચારવા લાગી. ઘરમાં કહીને રવિને એક વખત ઘરે બોલાવી લઉં તો બધાંની ગેરસમજ દૂર થાય. એવો પૂજાને વિચાર આવ્યો.પણ એને માટે કોને વાત કરું તો મારી વાત સાંભળે? પૂજા ઘણું વિચાર્યું પણ કોઈ નામ એવું મળ્યું નહીં.

પૂજા ફરી ઊંડા મનોમંથન થી વિચાર કરવા લાગી. હવે એના માટે જિંદગી એક પરીક્ષા બની ગઈ. પાસ કે નાપાસ એક વ્યવહાર એને ખોવો જ પડે એમ હતો.

બીજા દિવસે પૂજા નિત્ય કાર્યોથી પરવારી રસોડામાં કામે લાગી ગઈ. કોઈ ની સાથે કોઈ વાતચીત કર્યા વગર ચૂપચાપ કામ પતાવી બુક લઈને બેસી ગઈ.બુક માં એને વાંચવાની કોઈ ઈચ્છા નહોતી. હવે શું કરવું એ વિચારી શકે એ માટે બુક હાથમાં રાખી હતી. ત્યાં જ મામા નો અવાજ સંભળાયો . કોઈ કામથી આવ્યાં હતાં. તરત જ પૂજા ઊભી થઈ , બહાર રૂમમાં મામા બેઠા હતા.પૂજાએ પાણી આપ્યું . અને ઘીમે થી કહી જ દીધું ." મારે કામ છે." પપ્પા જોડે મામાનું કામ પતી ગયું, એટલે પૂજા બહાર આવી ઊભી રહી , એને વિશ્વાસ હતો મામા કંઈક વાત બનાવશે જ , જેથી એની વાત કહી શકે . અને એવું જ થયું . એનાં મામા જતાં વખતે બોલ્યા : " પૂજા નીચે આવી ને શાકની થેલી ઉપર લઈ આવ , હું ભૂલી ગયો છું .

પૂજા તરત ચંપલ પહેરીને એમની સાથે નીચે ગઈ , અને કહ્યું , મામા હવે રવિ મને લેવા અહીં અમદાવાદ માં આવી ગયા છે . ગમે ત્યારે મને લઈ જશે . તો હું શું કરું ? તમે પપ્પાને સમજાવો તો ઘરે જ બોલાવીને રાજીખુશીથી વાત કરી સ્વીકારી લે . નહીં તો મારે તો જવું જ પડશે , તમે શું કહો છો ? તમને કહું છું , બીજા કોઈને હું કંઈ કહેવાની નથી. એનાં મામાએ પૂજા ને કહ્યું : " મને લાગે છે તારે હવે એ જ ઘરમાં પાછું જવું છે .તો હું વધારે શું કહું , તારે એનાં માટે મમ્મી-પપ્પા ને છોડી દેવાનો નિર્ણય કર્યો છે તે તારે જ નક્કી કરવું પડશે. તને મેં સમજાવ્યું , હવે તને યોગ્ય લાગે તે તું જ નક્કી કરી લે. " કહી એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપી મામા નીકળી ગયાં.

પૂજા એ નક્કી કરી લીધું હું આ એડ્રેસ ઉપર પહોંચી ને જોવું તો સત્ય હકીકત મમ્મી પપ્પા ને સમજાવી શકીશ. જિંદગીનાં એક મુકામ ઉપર પહોંચી જ ગઈ છું... હવે પાછીપાની કરવામાં મૂર્ખતા ગણાશે... અત્યારે ચૂપચાપ બેસી રહેવાથી ત્રણ જિંદગી દાવમાં લાગી જશે... સમાજમાં મોભો જાણવવા માં કેટલાં કુટુંબ તકલીફમાં આવી જશે.

અને એ સાંજે જ પૂજા ને મોકો મળ્યો બહાર જવાનો.. સાંજે રસોઈ બનાવવા માટે કોઈ વસ્તુ લઈ આવવા એને એનાં મમ્મી એ કહ્યું , પૂજા સીધી રોડ પર પહોંચી જઈને રીક્ષા કરી એ એડ્રેસ ઉપર પહોંચી ગઈ. બેલ વગાડી દરવાજો ખોલવા ની રાહ જોઈ ઊભી રહી...

શું પૂજા નો આ નિર્ણય વ્યાજબી હતો ? કે હંમેશા માટે મા-બાપ ના ઘરનો સાથ છૂટી ગયો ? કે જિંદગી ભર માટે દુઃખ ને આમંત્રણ આપ્યું ? એનાં માટે રાહ.....