રાહ... - 3 Dipty Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાહ... - 3








(આગળના ભાગ માં હરિદ્વાર માં પૂજા જાય છે. એક જ દિવસ માં બધાં ના દિલ જીતી લે છે . કુંભમેળા નિમિત્તે ત્યાં ભેગા થયેલા છે. હવે આગળ..)

" પૂજા ઓ પૂજા " અવાજ સાંભળીને પૂજા ઝડપથી બેઠી થઈ , પરેશભાઈ ને જોયાં , આજુબાજુ જોયું તો એ ટ્રેન માં હતી .વર્તમાનમાં તરતજ આવી . બોલી : "હા , મોટાભાઈ , "
" ચાલ ,આપણે ઉતરવા નું છે ." પરેશભાઈ એ કહ્યું .
" કેમ , આપણે તો અમદાવાદ જવાનું છે ને મોટાભાઈ ? " પૂજા એ પૂછ્યું .
" હા હા અમદાવાદ જ પણ આપણે અહીંથી ટ્રેન બદલવાની છે ."
પૂજા એ જોયું , સવાર થવા આવી હતી , જોકે આખી રાત એની હરિદ્વાર ની યાદોમાં જ ગઈ હતી .સવાર કયારે થઈ ગઈ ખબર જ ના પડી. માથું પણ દુખતું હતું . હવે થોડું સારું લાગી રહ્યું હતું , પૂજા ત્વરિત તંદ્રા માં થી બહાર આવી ,ફટાફટ ઉઠીને ટ્રેન માં થી નીચે આવી . કોઈ જંકશન હતું , પૂજા ઝાંસી સ્ટેશન પર ઊભી રહી વિચારી રહી હતી ,હવે કયારે જવાનું થશે અહીંથી ? પરેશભાઈ પણ આવી ગયા ,પૂજા ને બોલ્યા : " તારે અહિયાં ફ્રેશ થવું હોય તો તું ફ્રેશ થઈ આવ , પછી હું પણ ફ્રેશ થઈ જઈશ ."
પૂજા બોલી : " મોટાભાઈ ,હવે આપણે કયારે જવાનું છે ? "
પરેશભાઈ એ કહ્યું : " અહીંથી આપણે સાબરમતી માં જવાનું છે ,અમદાવાદ સુધી , બે ત્રણ કલાક પછી અહીંથી ટ્રેન છે .ત્યાં સુધી ફ્રેશ થઈ ને ચા નાસ્તો પણ કરી લઈશું . "

પૂજા ને કંઈ ટ્રેનો વિશે કોઈ જ્ઞાન હતું નહીં , મોટાભાઈએ કહ્યું એટલે માની ને પૂજા ફ્રેશ થવા ગઈ , પૂજા આવી એટલે પરેશભાઈ એ કહ્યું : " હું આવું અને ચા નાસ્તો પણ લેતો આવું ." કહીને ગયાં ,પૂજા વિચારી રહી ,પરેશભાઈ ની આંખો માં ઘણું બધું મને કહેવા માટે દેખાય છે , પણ હવે કેમ પહેલાં ની જેમ હળવાશથી મળી નથી શકાતું , લગ્ન પછી આટલી દૂરી કેમ ? કે બધાં નો મારા માટે ના અતૂટ વિશ્વાસ નો ભંગ થવાને કારણે હું આટલી દૂર થઈ ગઈ ???

પૂજા એના પ્યારા પ્રભુ ને યાદ કરી મનોમન વિનવણી કરવા લાગી , હે પ્રભુ સંકટ સમયમાં સહાય કરજો , આંખો માં નમી આવી ગઈ , શું મેં ખોટું કર્યું ? મારું જીવન તમને સોપ્યું છે ભગવાન , આ નાવ તમારા હલેસાં થી જેમ ચલાવશો તેમ જ ચાલશે . આ શરીરરૂપી રથ ને જે લાયક હોય તે સજા પણ આપજો ,પણ મારો હાથ પકડી રાખજો .

એટલામાં પરેશભાઈ આવ્યાં , પૂજા તરત સ્વસ્થ થઈ , ચા નાસ્તો કરી બેસી રહ્યાં , હજી કલાક ની વાર હતી . પૂજા થોડીવાર આંટા મારી પાછી આવી , એક બુક વાંચવા લઈ આવી , બેસી ને વાંચવા લાગી , થોડીવારમાં ટ્રેન આવી . જગ્યાએ બેસી એણે પૂછ્યું: " અમદાવાદ કયારે પહોચીશું ? " " કાલે સાંજે " પરેશભાઈ એ કહ્યું . પૂજા બુક ખોલીને બેઠી , પણ એનું ધ્યાન બિલકુલ લાગ્યું નહિં , બુક બંધ કરી આંખો બંધ કરી બેસી રહી , મનમાં પાછી હરિદ્વાર પહોંચી ગઈ.

બીજા દિવસે સવારે વહેલાં ઊઠી પૂજા નાહી ને સીધી કીચન માં મદદ માટે પહોંચી ગઈ , એને રોજનું રૂટિન હોય એમ સરળતાથી કામે લાગી ગઈ , જેને ગરમ પાણી પહોચાડવાનું હોય કે ચા નાસ્તો આપવાનો હોય પૂજા તૈયાર જ હતી ,ત્યાંથી સત્સંગ માટે બધાં ભેગાં થયાં , કુંભ મેળાનું મહત્ત્વ ઉપર સત્સંગ થયો , સમુદ્ર મંથન વખતે ભગવાન જયારે મોહિની સ્વરૂપ લઈને અમૃત દેવતાઓ ને આપતાં હતાં ત્યારે જયાં કળશ પડયો તે સ્થળોએ કુંભમેળોની શરૂઆત થઈ , જે હરિદ્વાર ,અલ્હાબાદ , ઉજજૈન , અને નાસિક આ ચાર સ્થાનો ઉપર કળશ પડ્યો હતો ,ગણતરી માં પૃથ્વીનો એક વર્ષ ભગવાન નો એક દિવસ ગણાય ,અને કુંભ ને ફરતાં બાર દિવસ ( બાર રાશિ ) થાય જે આપણા બાર વર્ષે મહાકુંભ નું આયોજન થાય , અને રાશિ ચક્રોના સંકેતો અનુસાર આ ચાર સ્થાન માં થી જે તે જગ્યાએ મહાકુંભ મેળાનું આયોજન થાય .
સત્સંગ પછી આજે બધાં એ પૂજા ને ભજન ગાવાનું કહ્યું , આજે પૂજા એ ગંગા જી નું ભજન ....
માનો તો મેં ગંગા મા હૂં ,
ના માનો તો બહેતા પાની ........

ગાયું એનો સૂરીલો અવાજ અને ગાવાની ઢબ ગાયક કલાકાર જેવી જ હતી , ગાતાં વખતે ભાવવિભોર થઈ જતાં , દરેક ને સાંભળવાની મઝા આવતી. એમ જ આખો દિવસ પસાર
થયો સાંજે આવેલા મહેમાન જમવા બેઠા હતાં , પૂજા પીરસતી હતી , છોકરાઓ ની લાઈન માં આ ત્રણ જણ સાથે જ બેસતાં ,અને હસી મજાક કર્યા કરતાં , પૂજા એ ત્રિપુટી ને પણ પુછ્યું , " તમને કશું લાવી આપું ?" એ ત્રણ એટલે ભગીરથ ,મનોજ અને રવિ .ભગીરથ " તરત કહ્યું આને ખીચડી આપો , " પૂજા એ તરત જ લાવી આપી .સાથે ઘી પણ લઈ આવી , રવિએ થાળી ધરી ત્રણેય હસી જ રહ્યાં હતાં .પૂજા પીરસી ને આગળ જતી રહી પણ એમની મસ્તી ચાલુ જ હતી. સાંજે જમ્યા પછી સાંસ્કૃતિક પ્રોગ્રામો થતાં હોવાથી ત્યાં રોજે બધાં ભેગાં થતાં ,

આજે લંકા માં હનુમાનજી સીતાજી ને શોધી લે છે ,એ પ્રસંગ ભજવવાનો હતો. બધાં હસી મજાક કરી રહ્યાં હતાં , ત્યાં જ પાછળ થી રાવણ નો પહેરવેશ પહેરીને કોઈ ઊભું હતું , દસ માથાનો મુખોટો પણ પહેરલ હતો , કોઈ બોલ્યું " જો પાછળ રાવણ ." બધાં ની નજર એક સાથે જ પાછળ ગઈ , સાચે જ રાવણ જેવો જ દેખાવ ... પૂજા બોલી " રાવણ માં અને આમના માં કોઈ ફરક લાગતો નથી . " બધાં ને એકસાથે હસતાં જોઈને એ નકલી રાવણે પણ જોરદાર અટ્ટહાસ્ય કર્યુ , સાચે જ થોડીવાર માટે અસલી નકલી નો ભેદ જ ના રહ્યો . એટલું પ્રચંડ હાસ્ય પ્રથમ વખતે જ સાંભળ્યુ હશે , પાછળ થી ભગીરથે મોઢા પર થી મુખોટો ખેચ્યો , રવિ ને જોઇને બધાં ખૂબ હસ્યાં , અને એ ત્રિપુટી તો હસી હસી ને લોટપોટ થઈ ગઈ.

રવિ નું નામ રાવણ જ પડી ગયું , ત્યાં આવેલા માં બધાં મયૂરીબેન ને કહેવા લાગ્યા તમારો ભાઈ તો ખરેખર નોંટકી વાળા જ લાગતાં હતાં .મયૂરીબેન લંડનથી આવેલાં , લખનૌ થી પોતાના ભાઈને લઈને આવ્યા હતા. એમના મમ્મી પપ્પા બે દિવસ માટે જ આવવાના હતાં ,.ભગીરથ પોરબંદર થી એના કાકા લંડનથી આવ્યા હતા એમની સાથે આવ્યો હતો. મનોજ બોમ્બેથી એના માસી લંડનથી આવ્યા હતા એમની સાથે આવ્યો હતો , ત્રણેય ની ઓળખાણ અહીં જ થઈ હતી , પણ બે દિવસ માં તો વર્ષો થી ઓળખાણ હોય એવા ગાઢ દોસ્ત બની ગયા હતાં .

બીજા દિવસે શાહી સ્નાન હોવાથી સવારે વહેલાં ,ગંગાજી માં નહાવા જવાનું હતું , અને સવારે ૧૨.વાગે સાધુસંતો ની પંગત પણ હોવાથી દરેક ને પોતપોતાની જવાબદારી વધારે છે . એ સમજાવી વ્યુહ રચના બનાવવા માટે કાકાએ બધાં ને ઊભા રાખ્યાં, પંદર પંદર જણની ટુકડી બનાવી દરેક ને અલગ અલગ કામ સોંપી દેવામાં આવ્યાં ,બધાં એ રસોઈ માં પણ મદદ કરવાની હતી , સવારે નહાવા જતાં પણ કયા રસ્તે થી જવા નું આવવા નું બતાવી દેવામાં આવ્યું ,ખૂબ જ ગીરદી માં છૂટાં ના પડી જવાય એ માટે એ જ પંદર પંદર ની ટુકડી સાથે જ રહેશે , ભીડમાં પણ સતત એકબીજાનું ધ્યાન રાખી ને જ નાહી ને આવી , પોતપોતાની જવાબદારીમાં પહોંચી જવા માટે જણાવી બધાં છૂટાં પડયાં .

પૂજા નો નંબર મયૂરીબેન ની સાથે હતો , ફોઈને પણ સાથે જ લઈ જવાનું હતું , એ બધાં નું ધ્યાન રાખવા ત્રિપુટી નિયુક્ત થઈ હતી. સવારે સાડાચાર વાગે નીકળવાનું હોવાથી બધાં વહેલાં સૂઈ ગયાં .

ગંગા સ્નાન ની એ આહ્લાદક સવાર , સવાર ના સાડાચાર વાગ્યે કુંભમેળાનું શાહી સ્નાન ,વિચાર માત્ર થી ખુશી ની લહેર શરીર અનુભવી રહ્યું હતું ,ચાલી ને જ જવાનું હતું ગીરદી માં વાહન માં જવાનો સવાલ જ ના આવે. ઘણું દૂર વિષ્ણુ ઘાટ પર જવામાં ગીરદી જોતાં સાડા પાંચે પહોચી જવાનો અંદાજ થી ચાલવાનું શરૂ કર્યુ. ઠંડી એ પોતાનું સામ્રાજ્ય પૂરેપૂરું સ્થાપ્યું હતું , તેનો લાભ લેવો એ પણ એક લહાવો છે. ઠંડી કરતાં પણ ગંગા સ્નાન મળશે ,એનો ઉમંગ વધુ હતો.

થોડે આગળ જતાં જ ત્રિપુટી ની મસ્તી ચાલુ થઈ ગઈ, ભગીરથ ઝડપથી આગળ આવી બોલ્યો : " પૂજા એક વાત પૂછું ?" પૂજા એ પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોયું , " તું અમદાવાદ કયારે જવાની ?" " હજી તો હરિદ્વારમાં જ છું , " પૂજા એ કહ્યું , " કેમ શું કામ હતું ? " ભગીરથે પાછળ જોયું , કંઈક ઈશારો કર્યો ,ત્યારે જ પૂજા એ પણ પાછળ જોયું , એ બંન્નેના ઈશારો જોઈને પણ કંઈ બોલી નહીં ,આગળ ગીરદી વધતી જતી હતી. એટલે પાંચ પાંચ જણા એકબીજાનો હાથ પકડીને ચાલવા લાગ્યા , કુંભમેળામાં વિષ્ણુઘાટ માં નહાવા નો અવિસ્મરણીય અનુભવ ઠંડી માં ઠંડા ગંગાજી નો એ સ્પર્શ પણ પૂજા ને એના પ્રભુના સાનિધ્યમાં જવા નો માર્ગ જ હતો , ઝડપથી પહોંચવા બધાં થી આગળ નીકળી ગઈ ,પાછળ થી ફોઈએ બૂમો પાડી , " પૂજા , પૂજા " પૂજા એ કહ્યું અહીંયા જ છું , પણ વધતી ગીરદી માં માથે માથું જ દેખાય , કોણ કયાં છે ? શોધી જ ના શકાય , એટલે તરત જ આ મસ્તીખોર ટુકડી હરકત માં આવી ગઈ , બીજીબાજુ થી એક ટોળું આવ્યું એક જ ધક્કા માં બધાં આઘાપાછા થઈ ગયા ,પાંચ પાંચ ની જગ્યાએ હવે ત્રણ ત્રણ જણ જ સાથે સાથે રહ્યાં , ફોઈને તો ટેન્શનના લીધે ગભરામણ થવા લાગી હતી.

પૂજા તો કોઈ ને દેખાતી જ નહોતી , રવિ , ભગીરથ અને મનોજ ત્રણે નક્કી કરી રહ્યાં , શું કરીએ તો આપણે આપણી પંદર જણની ટુકડી ને સહીસલામત ઉતારા પર લઈ જઈએ ?

(હરિદ્વાર દર્શન ફરીથી પ્રકરણ -૪ માં પણ )