Premrog - 25 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 25

મીતા, એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગી ને અસર કરે છે. અને આમાં છોકરીઓ ને વધારે ભોગવવું પડે છે. જાણું છું આ બધું કહેવાનો મને હક નથી.
પણ ,હું આ ઉંમર માં થી પસાર થઇ ચુુક્યો છું અને અનુભવ થી કહી રહ્યો છું. તમેે એક સારા ઘર ની છોકરી છો આથી તમને ચેતવી રહ્યો છું. બાકી આ તમારી લાઇફ છે તમે જેમ ઈચ્છા કરો એ રીતેે જીવી શકો છો એટલા માં મીતા નું ઘર આવી ગયું અને એ thank you કહી ઘરે જતી રહી.
ઘરે જઈ કપડાં બદલી આડી પડી. અને સુુદેશ સાથે થયેલી વાત વિશે વિચારવા લાગી. સર, ની વાત સાચી છે. મોહિત સાાથે આવી રીતે એકાંત માં સમય ગાળવો એવા મારા સંસ્કાર નથી. મારે સંયમ થી વર્તવું જરૂરી છે. અને આમ પણ મોહિત મને સાચો પ્રેમ કરે છે કે તેના માટે હું માત્ર એક જીદ છું તે પણ મારે સમજવાની જરૂર છે. મારે પાપા નો વિશ્વાસ તોડવાનો નથી.
હું મોહિત જોડે આ વિશે વાત કરીશ. અને એને જણાવીશ કે આ બધું મારા માટે શક્ય નથી. હું મારા માં બાપ ના વિશ્વાસ ને તોડી નહીં શકું. જો તે આ સ્વીકારશે તો જ હું તેની સાથે રહીશ.
એટલા માં જ મોહિત નો ફોન આવ્યો. કોલ ઉપાડતા જ પહેલો સવાલ મીતા તું સલામતી થી પહોંચી ગઈ?? હું પણ ઘરે આવી ગયો છું. તને તારા બોસે હેરાન તો નથી કરી ને. ના, મોહિત હું બિલકુલ હેરાન નથી થઈ. મને તારી ચિંતા થતી હતી. ઓહો! મારી ચિંતા મીતાજી મને શું થવાનું હતું?
તને આદત નથી ને રાહ જોવાની એટલે. બીજું કંઈ નહીં. મોહિત મારે તારી સાથે અગત્ય ની વાત કરવી છે. કાલે, કોલેજ માં વાત કરીશું. શું થયું મીતા? બહુ સીરીયસ લાગે છે. બધું બરાબર છે ને? હા, બરાબર છે બસ થોડી ચોખવટ કરવાની જરુર છે જે મળી ને જ થશે. બીજું કશું નથી. ઓકે, આજે રિલેક્સ થઈ જા. કાલે વાત કરીશું. અને હું તને લેવા આવીશ પ્લીઝ, મારી રાહ જોજે.
બીજા દિવસે મોહિત મીતા ને લેવા ગયો. મીતા એની રાહ જોઈ ને ઉભી હતી. તરત જ ગાડી માં બેસી ગઈ. ગાડી માં બેસતા જ એને કહ્યું આજે કોલેજ નથી જવું. મારે તારી જોડે શાંતિ થી વાત કરવી છે. તારી તબિયત તો ઠીક છે ને મીતા? તું કોલેજ જવાની ના પાડે છે. સારું , ચાલ બોલ ક્યાં જવું છે? લોન્ગ ડ્રાઇવ પર જવું છે? ના, મારે શાંતિ થી બેસી ને વાત કરવી છે એટલે એવી જગ્યાએ લે.
સારું તો મારા ઘરે જઈએ. મારા ઘરે કોઈ નથી એટલે કોઈ હેરાન નહિ કરે. ઓકે, ચાલ તારા ઘરે જઈએ. બંને ઘરે પહોંચી મોહિત ના રૂમમાં જઈ ને બેઠા. બોલ, હવે અહીં આપણે બે જ છીએ અને કોઈ અહીં તને હેરાન નહિ કરે. શું વાત કરવી છે તારે?
તું મારી પાસે બેસ. મીતા એ મોહિત નો હાથ પોતાના હાથ માં લીધો. મારી વાત ને ધ્યાન થઈ સાંભળજે અને મને સમજવાનો પ્રયત્ન કરજે.આપણે જે કરી રહ્યા છીએ એ બહુ ખોટું છે.આવી રીતે માં બાપ ને જણાવ્યા વગર છોકરા સાથે ફરવું એ મને ખૂબ અજુગતું લાગે છે. હું મારા લક્ષ્ય થી ભટકી રહી છું.
તારા પ્રત્યે મારી લાગણીઓ ને હું વ્યક્ત જ ના કરત અગર તે આત્મહત્યા વાળું નાટક ના કર્યું હોત.તારા પ્રેમ/ જીદ આગળ હું હારી જાઉં છું. તારો સાથ અને સહવાસ મને ગમે છે પણ મારું ભણવાનું એટલું જ જરૂરી છે.

બીજા રસપ્રદ વિકલ્પો