Premrog - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 6

રાત ના ૧૦ વાગવા છતાં બહાર ધમધોકાર વરસાદ ચાલુ હતો. હવે મીતા પાસે મોહિત ના ઘરે રોકાયા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મોહિત પણ થાકી ગયો હોય છે. તે માસી ને બોલાવે છે અને મીતા ને ગેસ્ટ રુમ માં લઈ જવા કહે છે. અને મીતા ને ગુડનાઈટ કરીને પોતાના રુમ માં જવા માટે ઉભો થાય છે.

ઉભો થતા જ તેના પગ માં જોર ની પીડા થાય છે. અને તે ચીસ પાડી ને બેસી જાય છે. એ જોઈને મીતા તેની પાસે જાય છે.અને તેને પુછે છે કે બહુ દુખાવો થઈ રહ્યો છે. ના એવું નથી પણ ઉભા થતા થોડું દુખ્યું એટલે ચીસ પડી ગઈ. મીતા તેની વાત સાંભળ્યા વગર જ રસોડા માં જઈ ને ફરી થી લેપ બનાવા લાગી જાય છે. લેપ લઈ ને તે બહાર આવે છે અને મોહિત ને બેસાડી તેનો પગ ટેબલ પર મૂકી તેના પર લેપ લગાવી દે છે. મોહિત કઈ પણ બોલ્યા વગર મીતા ની માવજત ની મજા માણી રહ્યો.

આ લેપ થી તને અત્યારે રાહત લાગશે પણ પછી ડોકટર ને બતાવું પડશે. ચાલ, હવે તું સુઈ જા . મોહિત ને તેના રુમ માં લઇ જઇ બેડ પર સુવાડી તેના પગ ની નીચે તકિયા મુક્યા પછી મીતા તેને ગુડનાઈટ કહી ને ગેસ્ટ રુમ માં ઊંઘવા ચાલી જાય છે.

સવાર પડી પણ વરસાદ હજી પણ ચાલુ જ હતો. સરકારે તકેદારી રૂપે સ્કૂલ અને કોલેજો માં પણ રજા જાહેર કરી દીધી હતી. મીતા ઊઠી ને પ્રાતઃકર્મ પરવારી ને નીચે આવી. મોહિત હજુ પણ ઊંઘતો હતો. તેને ફોન હાથ માં લીધો અને મમ્મી ને ફોન લગાડ્યો. તેની મમ્મી સાથે વાત કરતા ખબર પડી કે તેમના વિસ્તાર માં લોકો ના ઘર માં પાણી ઘુસવા નું ચાલુ થઈ ગયું છે. તેના ઘર ના બધા જ સલામત છે. વરસાદ બંધ થાય અને પાણી ઉતરે પછી જ તે ઘરે આવે એવી તાકીદ તેની મમ્મી તેને કરે છે.

મીતા ના અવાજ થી મોહિત ઉઠી જાય છે. તેને પગ ના દુખાવા માં પણ રાહત લાગે છે. તે ધીરે થી પગ નીચે મૂકે છે અને લંગડાતા પગે ધીરે ધીરે બહાર આવે છે. તે મીતા ને ગુડ મોર્નિંગ કહે છે. તેને જોઈ ને મીતા તેને સહારો આપવા દોડી જાય છે. મીતા ના ભીના વાળ માંથી આવતી સુગંધ તેને મદહોશ કરી નાખે છે. તેને ઈચ્છા થાય છે કે મીતા ને હમણાં જ જોર થી hug કરી લે.અને તને પોતાના દિલ ની વાત જણાવી દે.

મીતા ના અવાજ થી તેની તંદ્રા તૂટે છે.તે મોહિત ને તેને દુખાવો કેમ છે? એમ પૂછી રહી હોય છે. દુખાવા માં રાહત છે. શુ તું અત્યારે ફરી થી એ લેપ બનાવી ને લગાવી આપીશ. હા, ચોક્કસ કહી મીતા રસોડા માં લેપ બનાવા માટે જાય છે. મીતા રસોડા માં હોય છે ત્યારે તેનો ફોન વાગે છે અને તે રીટા નો છે એમ જોઈને મોહિત ફોન ઉપાડે છે. હાય! રીટા મોહિત નો અવાજ મીતા ના ફોન પર સાંભળીને રીટા ને આશ્ચર્ય થાય છે.

મોહિત તું રીટા ના ફોન પર શુ કરે છે? જવાબ માં મોહિત રીટા ને ગઈકાલે બનેલી આખી ઘટના નું વર્ણન કરે છે.મીતા અત્યારે મોહિત ના ઘરે છે એ જાણી ને રીટા ઈર્ષા થી સળગી ઉઠે છે. પોતે મોહિત ને પોતાની નજીક કરવાના પ્રયાસો કરી રહી છે જ્યારે મીતા વગર પ્રયાસે મોહિત ની નજીક જઈ રહી છે. એટલી વાર માં મીતા બહાર આવે છે મોહિત ને પોતાના ફોન પર વાત કરતો જોઈને તે સમજી જાય છે કે ફોન રીટા નો છે.

મોહિત મીતા ને ફોન આપે છે. રીટા તેના ખબર અંતર પૂછી ને ફોન મૂકી દે છે. અને મનોમન મોહિત ને પોતાના દિલ ની વાત કરવાનો નિર્ણય કરે છે.

મોહિત અને મીતા સોફા પર બેઠા હોય છે. મોહિત માસી ને ગરમા ગરમ આલુ પરોઠા અને ચા બનાવવા માટે કહે છે. બંને જણા વાત કરી રહ્યા હોય છે ત્યારે મીતા નો ફોન ફરી રણકે છે. અજાણ્યા નંબર પર થી ફોન છે જોઈ ને મીતા ફટાફટ ફોન ઉપાડે છે.

હલો, મીતા જીગર બોલું છું. જીગર કેમ છે તું?ક્યાં છે તું? અને આમ અચાનક ક્યાં થી ફોન કર્યો તે? બસ બસ કેટલા સવાલ એક સાથે પૂછીશ? શ્વાસ તો લઈ લે. હું મુંબઇ માં જ છું. બે દિવસ પહેલા જ આવ્યો છું. વિચાર્યું તું કે અચાનક તારી સામે આવીને તને સરપ્રાઈઝ આપીશ પણ આ વરસાદ ના કારણે નીકળી શકાય તેમ નહોતું. અને અંતે ધીરજ ખૂટી જતા તને ફોન કરી ને સરપ્રાઈઝ આપીને સંતોષ માનવો પડ્યો.

જીગર તું નાનપણ થી આવો જ છે. હજી પણ તને સરપ્રાઇઝ આપવા જોઈએ છે. પણ તારી સરપ્રાઈઝ હંમેશા ફુસ થઈ જાય છે. કઈ હોટેલ માં રોકાયો છે? અને ક્યારે પાછો જવાનો છે? અત્યારે તો હયાત માં રોકાયો છું. પણ હવે પાછો નથી જવાનો. એટલે? એટલે મને આજ શહેર માં જોબ મળી છે. અને હવે હું અહીજ રહેવાનો છું. કંપની નો ફ્લેટ મળતા અઠવાડિયું લાગશે. બસ પછી તો તને રોજ મળી શકીશ.

મીતા ને આટલી ખુશ થઈ ને કોઈ છોકરા સાથે વાત કરતા જોઈને મોહિત મૂંઝાઈ રહ્યો હતો. ઈર્ષા થી બળી રહ્યો હતો. તેને મીતા ને ના તો કોલેજ માં ના રીટા સાથે આટલી હસીને વાત કરતા જોઈ હતી

જીગર સાથે વાત કરીને ફોન મુક્યા પછી મીતા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.અને મોહિત બસ તેને જોઈ રહ્યો હતો. માસી એટલીવાર માં ચા નાસ્તો લઈ ને આવ્યા . બંને જણા ચુપચાપ નાસ્તો કરવા લાગ્યા. અંતે મોહિત થી ના રહેવાતા તેને મીતા ને પૂછ્યું કે કોની સાથે વાત કરી રહી હતી તું? વાત કરી ને તું ખૂબ જ ખુશ દેખાઈ રહી છે એટલે પૂછું છું? એ મારો બાળપણ નો મિત્ર જીગર હતો. ઉંમર માં મારા કરતાં મોટો છે પણ મારા જીવન માં જે કંઈ પણ બને છે એની એને ખબર હોય છે.

સમય ની વ્યસ્તતા ને કારણે અમે રોજ વાત નથી કરી શકતા.પણ ઈમેલ કરી ને એકબીજા ના સંપર્ક માં રહીએ છીએ. મારી આખી દિનચર્યા ની ખબર એને હોય છે અને એની દિનચર્યા ની મને. એ મારો સાચો મિત્ર , માર્ગદર્શક છે. હું જ્યારે પણ કોઈ મૂંઝવણ અનુભવું છુ ત્યારે એ મને સાચી સલાહ આપે છે.મોહિત આ બધું સાંભળી ને અંદર થઈ બળી રહ્યો હતો. મીતા ના જીવન માં બીજું કોઇ પણ છે!!! એ અસહ્ય થઈ રહ્યું હતું એના માટે.

મીતા અને મારી વચ્ચે હજી મિત્રતા નો સંબધ છે.જે પણ લાગણી છે એ મારા તરફ થી છે. મીતા ના મન માં શુ છે તેની જાણ મને નથી. તો શા માટે મીતા એ મારો દ્રોહ કર્યો છે એવું અનુભવું છું!!!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED