Premrog - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 3

આખા રસ્તા પર મોહિત મીતા સાથે વાત કરવા ના પ્રયત્નો કરતો રહે છે. રીટા ને એ જરા પણ ગમતું નથી. તે ચુપચાપ બેસી રહે છે. કોલેજ આવી જતા મોહિત ગાડી ને પાર્કિંગ માં મૂકે છે. અને ત્રણેય જણા કલાસ માં જવા માટે પગ ઉપાડે છે. રીટા હજી પણ ચૂપ છે. મોહિત તેને પૂછે છે કે શું થયું? તું આજે ચૂપ કેમ છે? તે જવાબ ટાળી દે છે.

રીટા પહેલી વાર મીતા થી ઈર્ષા અનુભવે છે. તે પોતને મીતા થી બધી રીતે શ્રેષ્ઠ માનતી હતી. અને જે છોકરા ને તે પસન્દ કરે છે તે તેને અવગણી ને મીતા જોડે વાત કરે છે . તે તેના માટે અસહ્ય છે. કલાસ માં પણ રીટા મોહિત ને જુવે છે. પણ મોહિત મીતા તરફ જોઈ રહ્યો છે તે જોઈ ને તે બળી ઉઠે છે.

તે નક્કી કરે છે કે મોહિત ને પોતાના દિલ ની વાત જણાવશે. જેથી તે બન્ને ના સંબધો પાકા થઈ જાય. અને તેમાં કોઈ ત્રીજા માટે જગ્યા ના રહે. રીટા ને એવો વિશ્વાસ હતો કે અગર તે મોહિત ને પોતાના દિલ ની વાત જણાવશે તો મોહિત તેને ના નહીં પાડે. એને માત્ર મોહિત ને પોતાનાં દિલ ની વાત કહેવી પડશે. તે વિચારે છે કે તે મોહિત ને આ વાત જણાવે કેવી રીતે?

પંદર દિવસ પછી ફ્રેન્ડશીપ ડે હોય છે. ત્યારે જ તે મોહિત ને પોતાના દિલ ની વાત કહી દેશે એમ તે નક્કી કરે છે. તે મીતા ને પણ પોતાના દિલ ની વાત કહેવા નું નક્કી કરે છે જેથી મીતા ના મન માં મોહિત માટે કોઈ લાગણી ઉદ્દભવી રહી હોય તો તે ત્યાંજ અટકી જાય. અને મોહિત માત્ર અને માત્ર તેનો થઈ જાય.

કોલેજ ખતમ થતા રીટા તેનું સ્ફુટી ગેરેજ માં લઇ જવાનું નક્કી કરે છે. તે મીતા ને સાથે આવવા કહે છે. પણ મીતા ને ટ્યૂશન માં જવાનું હોવા થી તે રીટા ને ના પાડે છે. તે રીટા ને કહે છે કે તેને ટ્યૂશન માં જવાનું હોવાથી તે નહિ આવી શકે. તે બસ પકડી ને ફટાફટ ઘરે પહોંચી જશે. રીટા સારું તું નીકળ કહીને સ્ફુટી લઈ ને ગેરેજ માં જાય છે.

મીતા જલ્દી થી બસસ્ટેન્ડ પર પહોંચવા માટે નીકળે છે. મોહિત તેની ગાડી લઈ ને નીકળે છે. તે મીતા ને ચાલતી જોઈ ને ગાડી ઉભી રાખી ને તેને પૂછે છે કે તે કેમ ચાલતી જઈ રહી છે? મીતા કહે છે કે તેને બસ પકડવાની છે તે પછી વાત કરશે. મોહિત તેની પાછળ જાય છે અને તેને ગાડી માં બેસવા કહે છે. મીતા ના પડે છે તે કહે છે કે તે બસ માં જતી રહેશે. પણ મોહિત તેનો હાથ પકડી ને તેને ગાડી માં બેસાડે છે.

ગાડી માં બેસતા મીતા મોહિત ને કહે છે કે મને ગાડી માં આવી રીતે બેસાડવાનો હક તારી પાસે નથી. હજી તું મારો મિત્ર પણ બન્યો નથી કે તું આ રીતે મારા પર હક જમાવી રહ્યો છે. અને જો તું મારો મિત્ર હોય તો પણ તારે તારી મર્યાદા સમજવી જોઈએ.

મીતા ની વાત સાંભળી ને મોહિત આભો બની જાય છે. તેને તો આવું કશું વિચાર્યું જ નહોતું. સાથે તે પોતાની પસંદ પર ગર્વ અનુભવે છે કે તેને પસંદ કરેલી છોકરી આધુનિકતા છે પણ મર્યાદા ને સારી રીતે સમજે છે. આમ પણ દરેક પુરુષ ની આ જ વિચારધારા હોય છે કે ગર્લફ્રેન્ડ મોડર્ન હોવી જોઈએ પણ પત્ની તો અર્વાચીન અને પ્રાચીન સમય નો મિશ્રણ હોવી જોઈએ.

પાછળ ગાડી ના લીધે ટ્રાફિક જામ થઈ જવા ના કારણે લોકો હોર્ન મારે છે. જેના લીધે મોહિત તેના વિચારો માં થી બહાર આવે છે. અને ગાડી ચાલુ કરે છે. મીતા આખા રસ્તે મોહિત સાથે વાત કરવાનું ટાળે છે. તેને મોહિત નો આ વ્યવહાર બિલકુલ પસંદ નહીતો આવ્યો. અને મોહિત મીતા ને કેવી રીતે મનાવવી તે વિચારી રહ્યો છે!!! કારણકે હજી તો તે મીતા સાથે વાત કરતો થયો હતો. અને હવે ફરી મીતા તેની સામે પણ નથી જોઈ રહી.

મીતા ખૂબ જ દુઃખી હતી. જાણતા અજાણતા તેને પોતાની આસપાસ એક સીમારેખા બનાવેલી હતી. જેની અંદર તે કોઈ ને પ્રવેશવા દેતી નહોતી. પણ મોહિતે અજાણતા જ એ સીમારેખા માં પ્રવેશ કર્યો હતો. મીતા નું ઘર આવતા મોહિત ગાડી ઉભી રાખે છે. મીતા ગાડી માંથી નીચે ઉતરે છે અને કંઈ પણ કીધા વિના પોતાના ઘર તરફ જવા માંડે છે. મોહિત તેને બાય કહે છે પણ મીતા તેને કોઈ જવાબ આપતી નથી.

મોહિત સમજી જાય છે કે મીતા ને ખૂબ જ ખોટું લાગ્યું છે. પણ તેને એ સમજ નથી આવતું કે તેને શું ખોટું કર્યું? કે જેના લીધે મીતા આટલી બધી અપસેટ થઈ ગઈ છે. તેને તો મીતા ને મદદ કરવાનો જ પ્રયાસ કર્યો હતો. તે બીજા દિવસે મીતા ને મળી ને બધી વાત નો ખુલાસો કરવાનું નક્કી કરે છે.

મીતા ઘરે પહોંચે છે. તેની મમ્મી એનું ઉતરેલું મોઢું જોઈ ને પુછે છે કે શું થયું બેટા? કોલેજ માં કંઈ થયું? કે તબિયત સારી નથી? મીતા તેની મમ્મી ને બધી વાત કરે છે. તે જણાવે છે કે કેવી રીતે મોહિતે તેનો હાથ પકડી ને ખેંચી ને ગાડી માં બેસાડી. જે તેને બિલકુલ ના ગમ્યું. તેની મમ્મી હસવા લાગે છે. તે કહે છે કે આટલી વાત માં ખોટું લગાડવાની જરૂર નથી. તેને પરિસ્થિતિ નએ મોહિત તરફ થી પણ વિચારવી જોઈએ. તે મીતા ને સમજાવે છે કે મોહિતે જે કર્યું તે ખરાબ ઈરાદા થી નથી કર્યું. તેને માત્ર મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. હા તેની મદદ કરવાની રીત થોડી અજીબ હતી. અને તે જે મર્યાદા ની વાત કરી રહી છે તે પણ યોગ્ય છે. મમ્મી સાથે વાત કર્યા પછી મીતા હળવાશ અનુભવે છે. અને ટ્યૂશન માં જવા માટે નીકળે છે.

આગળ શું થશે? મીતા, મોહિત અને રીટા નો આ પ્રણય ત્રિકોણ નું શુ પરિણામ આવશે? જાણવા માટે વાંચો આવતો ભાગ. . .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED