Premrog - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 4

બીજા દિવસે રીટા મીતા ને લેવા માટે આવે છે. રસ્તા માં મીતા તેને ગઈ કાલે બનેલી બધી જ ઘટના જણાવે છે. રીટા ને તે જરા પણ ગમતું નથી. મોહિત નો મીતા પ્રત્યે નો લગાવ જોઈ ને તે ઈર્ષા થી બળી ઉઠે છે. પણ મીતા ને મોહિત પ્રત્યે કોઈ લાગણી નથી એમ વિચારી ને મન ને મનાવે છે. મોહિત પાર્કિંગ માં મીતા ની રાહ જોઈ ને ઉભો હોય છે. તે રીટા ને આવતી જોઈ ને હાથ હલાવે છે. રીટા તેને જોઈને સ્ફુટી તેની પાસે જઈ ને ઉભી રાખે છે.મોહિત બન્ને ને હાય કહે છે. બદલામાં મીતા સ્મિત આપે છે.અને રીટા તેને હાય કહી ને પ્રત્યુત્તર આપે છે. મીતા નું સ્મિત જોઈ ને મોહિત ને હાશ થાય છે.

તેને લાગે છે કે મીતા નો ગુસ્સો ઉતરી ગયો છે. તે મીતા ને સોરી કહે છે. પણ મીતા કહે છે કે સોરી કહેવાની જરૂર નથી. હું તારી ભાવના ને સમજુ છું પણ તું પણ મારી ભાવના ને સમજીશ તો મને ગમશે. રીટા બન્ને ને કહે છે કે ગઈકાલ માંથી બહાર આવો કોલેજ નો સમય થઇ ગયો છે.

મોહિત કહે છે કે આજે આપણે કોલેજ નથી જવાનું.રીટા પૂછે છે કેમ આજે તારો બર્થડે છે તો કોલેજ નથી જવાનું? મોહિત જવાબ આપતા કહે છે કે આજે આપણે મુવી જોવા જવાનું છે. મારી પાસે મુવી ની ત્રણ ટિકિટ છે. મીતા ના પાડતા કહે છે કે મારે કોલેજ જવું છે. તમે બન્ને જતા આવો. મોહિત મીતા ને કહે છે કે અગર તે મને માફ કર્યો હોય તો તારે આજે મુવી જોવા આવવું પડશે.માફી નો સવાલ નથી મોહિત મારે કોલેજ જવું છે. રીટા મીતા નો સાથ આપતા કહે છે કે એને કોલેજ જવાદે. ચાલ આપણે બે મુવી જોવા જઈએ. કારણકે રીટા માટે તો આ સોનેરી તક છે કે તે મોહિત જોડે એકલા માં સમય વિતાવી શકે અને તેની નજીક જઈ શકે.

મોહિત ના પડેછે. જઈશું તો ત્રણેય જોડે જઈશું. નહિ તો કોઈ નહિ જાય. હું મીતા ની વાત નું સન્માન કરું છું અને આ ત્રણેય ટિકિટ ફાડી નાખું છું. અને આપણે ત્રણેય કોલેજ માં જઈએ. રીટા સમસમી ઉઠે છે. પણ ચૂપ રહેવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નથી. મીતા મોહિત નો હાથ પકડી લે છે અને તેને કહે છે કે પ્લીઝ, તું મારા માટે તારો પ્રોગ્રામ ના બગાડ. તમે બન્ને મુવી જોવા જાવ. આવી રીતે અગર મારો હાથ પકડીશ તો હું તને ખેંચી ને લઈ જઈશ.!!!! પણ એ તને ગમશે નહિ. અને ગઈ કાલે તે કીધું એમ હું તારું સન્માન કરું છું અને કોઈ જ જબરદસ્તી નથી કરતો.

મીતા હાર માનતા કહે છે કે તું મને ઇમોશનલ બ્લેકમેલ કરે છે. ઠીક છે હું પણ મુવી જોવા આવું છું. મોહિત ના ચેહરા પર વિજય નું સ્મિત લહેરાય છે . રીટા ને આ બિલકુલ નથી ગમતું. ત્રણેય જણ ગાડી તરફ જાય છે. રીટા ઝડપ થી ચાલી ને મોહિત ની જોડે આગળ બેસી જાય છે.

ત્રણેય જણા થિયેટરમાં પહોંચે છે. મોહિત પોપકોર્ન લેવા માટે જાય છે. અને રીટા તેની સાથે ઉભી રહે છે. મીતા ટિકિટ લઈ ને અંદર બેસે છે.પોપકોર્ન અને કોલડ્રિન્ક લઈ ને બન્ને જણા અંદર જાય છે. રીટા ને મોહિત ની બાજુ માં બેસવું હોય છે એટલે એ ઝડપ થી મીતા ની બાજુ ની સીટ માં બેસી જાય છે.

મોહિત રીટા ની બાજુ માં બેસવા જાય છે.પણ તેની સીટ ની બાજુ માં એક આંટી બેઠા હોય છે જેમને જોઈને મોહિત રીટા ને ત્યાં બેસવા કહે છે.રીટા ને નથી ગમતું પણ મોહિત ની બાજુ માં બેસવા મળે છે એમ વિચારી ને તે એ સીટ પર બેસી જાય છે. મોહિત મીતા ને એક પોપકોર્ન નું પેકેટ આપે છે.

મીતા ની બાજુ માં બેસવા મળતા મોહિત ખુશ છે. બન્ને સીટ નો હાથો એક જ હોવા થી અજાણતા થઈ રહેલા મીતા ના હાથ ના સ્પર્શ ને માણી રહ્યો છે. તેને એ સુંવાળો સ્પર્શ ખૂબ જ આનંદ આપી રહ્યો છે.આ બાજુ રીટા મોહિત ના હાથ પર પોતાનો હાથ મૂકી ને બેઠી છે. અને તે પણ મોહિત ના સ્પર્શ નો આનંદ લઈ રહી છે. મોહિત ને આ વાત ઓ ખ્યાલ જ નથી. એ તો મીતા માં ખોવાયેલો છે. એને મુવી જોવા કરતા મીતા ને જોવાની મજા આવી રહી છે.

મુવી ચાલુ હોય છે. ત્યારેજ રીટા ના ઘરે થઈ ફોન આવે છે. કે તેની મમ્મી ની તબિયત સારી નથી. એટલે તે જલ્દી ઘરે આવી જાય. રીટા મોહિત અને મીતા ને આ વાત જણાવે છે. અને કહે છે કે મારે ઘરે જવું પડશે. મોહિત તેને ઘરે ઉતારી જવા કહે છે પણ તે ના પાડે છે.તે પહેલાં કોલેજ થી સ્ફુટી લઈ ને ઘરે જવાની વાત કરે છે. મીતા પણ રીટા ને તેની સાથે આવવા માટે કહે છે પણ રીટા ના પડે છે. તે કહે છે કે અગર જરૂર હશે તો ફોન કરી ને જણાવીશ . મમ્મી ને તાવ આવે તો પણ તે એને મોટી વાત બનાવી દે છે.

રીટા ના ગયા પછી મીતા અને મોહિત પાછા મુવી જોવા લાગી જાય છે.મીતા કહે છે કે રીટા ના ગયા પછી મુવી જોવાનું બિલકુલ મન નથી. શું આપણે પાછા જઈ શકીએ?મોહિત જવાબ આપતા કહે છે કે રીટા તેના ઘરે પહોંચે તેટલી વાર રાહ જોઈએ.પછી તેને ફોન કરી ને તેની મમ્મી ની તબિયત પુછીશું. જો તેમની તબિયત વધારે ખરાબ હશે તો આપણે સીધા તેની પાસે જઈશું. નહીતો મુવી જોઈને પોતાના ઘરે જઈશું.

મીતા ને વાત સાચી લાગતા એ હા પડે છે. પાછા બન્ને મુવી જોવા લાગી જાય છે.બ્રેક આવતા મોહિત રીટા ને ફોન કરે છે. અને મમ્મી ની તબિયત વિશે પુછે છે? અને મમ્મી ની તબિયત સારી છે બસ તાવ છે જાણી ને બન્ને મુવી જોવા પાછા જાય છે. મુવી ખતમ થતા બન્ને થિયેટર ની બહાર આવે છે.

મોહિત મીતા ને પોતાના દિલ ની વાત પેહલા કહેશે? કે રીટા મોહિત ને પોતાના દિલ ની વાત જણાવશે? જાણવા માટે વાંચો આવતો ભાગ.......તમારો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED