Premrog - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 1

મીતા અને રીટા બે ખાસ બહેનપણી, મિત્ર,દોસ્ત. મીતા મધ્યમવર્ગીય મા બાપ ની ચાર ભાઈ બહેનો માં સૌથી મોટી દીકરી. જ્યારે રીટા ઉચ્ચ મધ્યમ વર્ગ માં થી આવતી હતી. અને તેને માત્ર એક મોટો ભાઈ હતો. બન્ને ના સ્વભાવ માં પણ જમીન આસમાન નું અંતર હતું. મીતા મિતભાષી અને શરમાળ હતી. જ્યારે રીટા બોલવાનું ચાલુ કરે પછી ક્યારે અટકવું તે તેને આવડતું જ નહોતું. આમ છતાં તે બન્ને જીગર જાન મિત્ર હતા.

મીતા ઘઉંવર્ણી પણ તે નાજુક દેહ અને ઘાટીલો ચહેરો ધરાવતી હતી. જ્યારે રીટા ગોરી હતી પણ તેનો ચહેરો સામાન્ય હતો. બંને પોતાની રીતે સુંદર હતા. રીટા ને અભિમાન હતુ કે તે ગોરી છે અને સુખી પરિવાર માં થી આવે છે. પણ મીતા ને એ વાત થી કોઈ ફેર પડતો નહોતો. તેને રીટા જેવી હતી તેવી પસન્દ હતી. તે માનતી કે સાચો મિત્ર એને જ કહેવાય જે તમને જેવા છો તેવા સ્વીકારે.

મીતા અને રીટા બન્ને કોલેજ માં જોડે ભણતા. મીતા ભણવા માં તેજસ્વી હતી. કોલેજ પછી તે ટ્યૂશન કરતી અને એ રીતે તે પિતા ને મદદ કરતી. રીટા નો બાકી નો સમય ક્લબ માં વીતતો. તેનું મિત્ર વર્તુળ વિશાળ હતું. મીતા ના મિત્રો સીમિત હતા. તેનું ધ્યેય કોલેજ માં સારા માર્ક્સ મેળવી ને સારી નોકરી મેળવવા નો હતો.

મીતા અને રીટા બન્ને એક બીજા ની ઝીણા માં ઝીણી વાતો ને જાણતા અને સમજતા હતા. બન્ને એક બીજા ને બધી વાત જણાવતા હતા.

રીટા ના મિત્ર વર્તુળ માં ઘણાં છોકરાઓ હતા જેને રીટા પસંદ હતી. પણ રીટા ના મન માં વસેલો હતો મોહિત. મોહિત કોલેજ ની ક્રિકેટ ટીમ નો કેપ્ટન હતો. તે હસમુખો અને મિલનસાર હતો. તે આધુનિક વિચારો ધરાવતો પણ તેના સંસ્કારો ની જાણવણી કરવાનું પણ તે સારી રીતે જાણતો હતો. તેને અને રીટા ને સારી દોસ્તી હતી.

રીટા મોહિત ને ખૂબ જ પસંદ કરતી. તે એવું માનતી કે મોહિત અને તે એક બીજા માટે જ સર્જાયા છે. જ્યારે મોહિત રીટા ને માત્ર દોસ્ત જ માનતો હતો.

એવું નહોતું કે મોહિત ને કોઈ પસંદ નહોતું. મોહિત ને પસંદ હતી મીતા. મીતા ની સાદગી મોહિત ને તેના તરફ આકર્ષિત કરતી. પણ મીતા ના તો મોહિત ની સામે જોતી ના તેની સાથે વાત કરતી. મીતા પોતાની તરફ નજર પણ નથી કરતી એ વાત મોહિત ને તેની તરફ વધારે ખેંચતી. કારણકે કોલેજ ની છોકરીઓ મોહિત ની આગળ પાછળ ફરતી. પણ તેમના માં મોહિત ને કોઈ રસ નહોતો.

મોહિત જાણતો હતો કે રીટા અને મીતા ખાસ દોસ્ત છે. અને એટલે જ તે રીટા ની જોડે વધારે સારી રીતે વર્તતો. તે સમજતો હતો કે મીતા ની નજીક પહોંચવાનો એક માત્ર માર્ગ રીટા છે. રીટા દ્વારા જ તે મીતા ની મિત્રતા પામી શકશે. અને ત્યાર બાદ જ આગળ નો માર્ગ મોકળો થશે. મોહિત ઘણા પ્રયત્નો કરી ચુક્યો હતો મીતા સાથે વાત કરવા ના. પણ જેવો તે મીતા ની નજીક પહોંચતો રીટા વચ્ચે ઘુસી જતી અને મોહિત નો પ્રયાસ વિફળ થતો. મોહિત અકળાઈ જતો પણ ધૈર્ય રાખવા સિવાય તેની પાસે કોઈ રસ્તો નહોતો.

આખરે એક દિવસ તેને મીતા સાથે વાત કરવાનો મોકો કુદરતે આપ્યો. રીટા અને મીતા જોડે જ કોલેજ આવતા જતા. રીટા મીતા ને તેના ઘરે થઈ લઈ ને કોલેજ આવતી અને પાછા ફરતા તેને ઘરે મૂકી ને પછી પોતાના ઘરે જતી. પણ તે દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. અને પાર્કિંગ માં રીટા નું સ્કૂટી ચાલુ નહોતું થઈ રહ્યું. મોહિત પણ ઘરે જવા માટે નીકળી રહ્યો હતો.

મોહિત ગાડી લઈ ને આવ્યો હતો. તેણે જોયું કે રીટા ની સ્ફુટી ચાલુ નહોતી થઈ રહી. અને તેની સાથે મીતા પણ હતી. તે બન્ને પલળી રહ્યા હતા. આથી મદદ કરવા ના ઈરાદા થી મોહિત તેમની પાસે ગયો. તેને થયું કે અગર તે સ્ફુટી ચાલુ કરી શક્યો તો મીતા પર તેની સારી ઇમ્પ્રેશન પડશે. અને જો સ્ફુટી ચાલુ નહિ થાય તો તે તેમને તેમના ઘરે પહોંચાડી દેશે. આમ કરતા તેને મીતા સાથે વાત કરવાનો મોકો પણ મળશે.

તેને રીટા ની પાસે પહોંચી ને મદદ કરવા માટે પૂછ્યું? રીટા એ કહ્યું કે તેનું સ્ફુટી ચાલુ નથી થઈ રહ્યું. મોહિતે સ્ફુટી ચાલુ કરવા માટે ના બધા પ્રયત્નો કર્યા. પણ સ્ફુટી ચાલુ ના થયું. આથી થાકી ને મોહિતે કહ્યું કે લાગે છે એન્જિન માં પાણી ભરાઈ ગયુ છે. તેથી સ્ફુટી ચાલુ નથી થઈ રહ્યું.

તે રીટા ને કહે છે કે તું સ્ફુટી અહીં જ મૂકી દે. અને તમને બન્ને ને મારી ગાડી માં હું ઘરે મૂકી જાઉં છુ. રીટા તો આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે. કારણકે તેને મોહિત ની સંગે સમય પસાર કરવા મળશે. પણ મીતા તેની સાથે છે અને તેની સંમતિ પણ જરૂરી છે.... તેથી તે મીતા ને પૂછે છેકે મીતા શું કરીશું? તને ફાવશે? આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. અને વરસાદ નું જોર પણ વધી રહ્યું છે. મીતા પણ આ વાત સમજી ને હા પડે છે. તેને પણ ગમે તેમ ઘરે પહોંચવું હતું. રીટા ખુશ થઈ ને મોહિત ને કહે છે કે ચાલ, અમે તારી સાથે આવીએ છીએ.

મોહિત મીતા સાથે વાત કરી શકશે? રીટા મોહિત અને મીતા ને વાત કરવા દેશે? કે પછી રીટા ની ઈચ્છા પૂર્ણ થશે? જાણવા માટે વાંચો આવતો ભાગ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED