Premrog - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 2

મોહિત ખુશ છે. આજે પહેલી વાર તેને મીતા સાથે વાત કરવાનો મોકો મળશે. ત્રણેય જણ ગાડી પાસે પહોંચે છે અને ફટાફટ ગાડી માં બેસી જાય છે. રીટા મોહિત ની બાજુ માં બેસે છે. અને મીતા પાછળ ની સીટ પર બેસે છે. મોહિત અરીસા ને એવી રીતે સેટ કરે છે જેનાથી તે મીતા નો ચેહરો જોઈ શકે.

રીટા મોહિત ને કહે છે કે તેનું ઘર પહેલા આવશે તેથી તેને પહેલા ઘરે ઉતારે અને ત્યારબાદ મીતા ને તેના ઘરે મૂકી દે. મોહિત મુસ્કાય છે તે વિચારે છે કે finally તે મીતા સાથે એકલા માં વાત કરી શકશે. મીતા રીટા ને કહે છે કે પેહલા તેને ઘરે ઉતારે. પણ રીટા ના પાડે છે. તે કહે છે કે મોહિત ને વધારે તકલીફ નથી આપવી. આથી તે આજનો દિવસ થોડું ચલાવી લે. મીતા ને પણ વાત સાચી લાગતા તે વધુ વાત કરવા નું ટાળે છે.

એટલી વાર માં રીટા નું ઘર આવી જાય છે. રીટા ખૂબ જ ખુશ છે. તેને આજે મોહિત સાથે ઘરે આવવા મળ્યું. આ બાજુ મોહિત પણ ખુશ છે કે તેને મીતા સાથે એકલા માં સમય મળશે. રીટા ને મોહિત ના ચેહરા પર પોતાના જેવી જ ખુશી દેખાય છે. તે માની લે છે કે જે લાગણી તે મોહિત માટે અનુભવે છે તે જ લાગણી મોહિત તેના માટે અનુભવે છે. એટલે જ તે આટલો ખુશ છે. મોહિત ગાડી રોકે છે . રીટા ગાડી માંથી ઉતરે છે. મોહિત મીતા ને બાય કહી ને પોતાના ઘર તરફ પગ ઉપાડે છે.

મોહિત ગાડી ચાલુ કરે છે. તે મીતા ને કહે છે કે હાય! મીતા હું મોહિત છું. મીતા આશ્ચર્ય ભરી નજરે તેની સામે જુવે છે. મોહિત કહે છે કે તમે કોલેજ માં બહુ ઓછા લોકો સાથે વાત કરો છો તેથી મને થયું કે તમે કદાચ મને નહિ ઓળખતા હોવ. મીતા હસે છે. મોહિત તેને પૂછે છે કે તેનું ઘર ક્યાં આગળ છે? જેથી તે જલ્દી થી તેને તેના ઘરે પહોંચાડી શકે. મીતા તેને ઘર નો રસ્તો સમજાવે છે.

મોહિત ને ખબર નથી પડતી કે તે મીતા ની સાથે શું વાત કરે? તે જાણતો હતો કે મીતા કશું બોલશે નહિ. અને આવો મોકો તેને ફરી થી મળશે નહીં. આખરે મૌન તોડવા તે મીતા ને પૂછે છે કે તેનો પ્રિય વિષય કયો છે? મીતા ફરી હસી પડે છે. તે મોહિત ને કહે છે કે તમે આવા અઘરા સવાલ કેમ પૂછી રહ્યા છો? મોહિત પણ હસી પડે છે. તે મીતા ને કહે છે કે તમે મને તું કહેશો તો મને ગમશે.

તે મીતા ને કહે છે કે હું જાણું છું કે તું ઓછું બોલે છે. પણ મને વધારે બોલવાની ટેવ છે. અને હું ચૂપ બેસી શકતો નથી. અને તારી જોડે વાત કરવા માટે કોઈ વિષય તો જોઈએ ને! તેથી હું તને આવા પ્રશ્નો પૂછી રહયો છું.

મીતા તેને કહે છે કે તું મારી સાથે કોઈ પણ વિષય પર વાત કરી શકે છે. હું જાણું છું કે તને વધારે બોલવા જોઈએ છે. મને રીટા એ તારા વિશે ઘણી વાત કરી છે. મોહિત આ સાંભળી ને ખુશ થઈ જાય છે. તે મીતા ને કહે છે કે ઓહ! તો તું મને ઓળખે છે. મને તો લાગ્યું કે તે આજે મને પેહલી વાર જોયો છે.

મીતા તેને કહે છે કે હું ઓછું બોલું છું. પણ મારું મગજ ઓછું નથી ચાલતું. હું જાણું છું કે તું કોલેજ ના ક્રિકેટ ટીમ નો કેપ્ટન છું. પણ મને જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી વાત કરવું પસન્દ નથી. મોહિત તેને કહે છે કે હું જાણું છું કે તું ઓછી વાતો કરે છે. એટલા માં મીતા નું ઘર આવી જાય છે.

મીતા મોહિત ને ગાડી રોકવા માટે કહે છે. અને ગાડી માંથી નીચે ઉતરવા દરવાજો ખોલે છે. શું હું કાલે સવારે તને લેવા આવું? કારણકે રીટા નું સ્ફુટી કોલેજ માં છે. મીતા કહે છે કે અગર રીટા તેની સાથે હશે તો તેને આવવા માં વાંધો નથી. મોહિત ને આવજો કહીને તે પોતાના ઘર તરફ જવા નીકળે છે.

મોહિત ખુશ થઈ જાય છે. તેને તો આશા જ નહોતી કે અજાણતા પૂછાયેલા પ્રશ્ન Nઓ જવાબ હા માં મળશે. બીજા દિવસે સવારે નવ વાગ્યા ની કોલેજ હોવા થી સાડા આઠ વાગે મીતા ની રાહ જોતો તેના ઘર ની બહાર ઉભો રહે છે. આજે મીતા તેની સાથે આવવાની હોવા થી તે સવારે વહેલો ઉઠી ને રોજ કરતા વધારે સમય આપીને તૈયાર થયો હતો. તે આજે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

મોહિતે સાંજે રીટા ને ફોન કરીને કહી દીધું હતું કે તે સવારે એને લેવા માટે આવશે. તે મીતા ને પણ ફોન કરી ને કહી દે કે સાડા આઠ વાગે ઘર ની બહાર આવી ને ઉભી રહે. રીટા તો આ જાણી ને સાતમા આકાશ પર હોય તેવું અનુભવ કરવા લાગી. તેને એવું લાગ્યું કર જાણે કુદરત પણ ઈચ્છે છે કે મોહિત અને તે એક સાથે રહે તેથી જ તો આવા અવસર બની રહ્યા છે.

રીટા એ મીતા ને જણાવી દીધું હોય છે કે તે સાડા આઠ વાગે ઘર ની બહાર આવી ને ઉભી રહે. આથી મીતા એ સમયે ઘર ની બહાર નીકળે છે. મોહિત મીતા ને આવતી જોઈ રહે છે. સ્કાય બ્લુ કલર ના સલવાર કમિઝ માં તે સુંદર લાગી રહી હતી. મોહિત ભગવાન ને પ્રાર્થના કરે છે કે મારી જીવન સંગીની મીતા ને જ બનાવજો.

મીતા મોહિત ને જુવે છે. તેને Good morning કહે છે. અને પાછળ બેસવા માટે દરવાજો ખોલે છે. મોહિત મીતા ને કહે છે કે મીતા તમે આગળ બેસશો. કારણકે તમે પાછળ અને હું આગળ. તો હું તમારો ડ્રાયવર લાગીશ. મીતા હસે છે અને આગળ આવી ને તેની બાજુ માં બેસી જાય છે.

મોહિત ગાડી ચાલુ કરે છે. અને તેઓ રીટા ના ઘર તરફ જવા નીકળે છે. રીટા પણ તેમની રાહ જોતી બહાર ઉભી હોય છે. મોહિત ની ગાડી જોઈ ને તે ગાડી ની નજીક આવે છે. તે ગાડી નો દરવાજો ખોલે છે પણ આગળ મીતા ને બેઠેલી જુવે છે.

મીતા તેને કહે છે કે મોહિતે તેને આગળ બેસવા કહયું હતું. પણ હવે તું આવી ગઈ છું તો તું આગળ બેસ અને હું પાછળ બેસું છું. પણ મોહિત ના પાડે છે. તે કહે છે કે તારે ઉતરવાની જરૂર નથી રીટા ને ખોટું નહિ લાગે. રીટા ને ખોટું લાગે છે પણ તે બનાવટી હાસ્ય કરી ને પાછળ બેસી જાય છે.

મોહિત મીતા ને પોતાના મન ની વાત કહી શકશે?કે પછી રીટા પોતાના મન ની વાત મોહિત ને કહેશે? જાણવા માટે વાંચો આવતો ભાગ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED