Premrog - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 9

મીતા તને ખબર છે હું આટલો પઝેસિવ કેમ થઈ ગયો તારા માટે! હું સવાર થી તારી રાહ જોઈ રહ્યો હતો અને સાંજે જ્યારે તું ના આવી ત્યારે મને આટલો ગુસ્સો કેમ આવ્યો? એનું કારણ નથી જાણવું તારે! મીતા મોહિત ની સામે જોઈ રહી.

તું પ્લીઝ આવી રીતે મારી સામે ના જોઈશ. હું આજે તને બધું કહી ને જ રહીશ. જેથી આજ ના જેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય. હું આજે તને મારા દિલ ની વાત કહેવા માગું છું.

કોલેજ ના પહેલા દિવસે જ્યારે મેં તને જોયેલી ત્યાર થી જ તારી સાદગી મને પસન્દ આવેલી. અને એ પ્રેમ માં ક્યારે પરિણમી એ મને પોતાને પણ ખબર ના પડી. મીતા ના દિલ ની ધડકન તેજ થઈ ગઈ એના ગાલ પર લાલી છવાઈ ગઈ. મીતા હું તને પ્રેમ કરું છું અને એટલે જ તને બીજા કોઈ ની સાથે જોઈ નથી શકતો. તું જાણે છે પ્રેમ પોતાની સાથે અધિકાર ની ભાવના લાવે છે. એ જ ભાવના મારા મન નો કબ્જો લઈ ને બેઠી હતી. અને એટલે જ જ્યારે તું જીગર સાથે ગઈ ત્યારે એને ગુસ્સા નું સ્વરૂપ ધારણ કર્યુ.

મીતા ને સમજ નહોતી પડી રહી કે શું કહેવું? પસંદ તો એને પણ હતો મોહિત. એની આંખો લજ્જા થી ઢળી ગઈ હતી. મોહિત આ બધું જ જોઈ રહ્યો હતો અને એને મીતા પર ઔર પ્રેમ આવી રહ્યો હતો. કોઈ પણ છોકરી માટે જ્યારે કોઈ મનગમતો છોકરો તેના પ્રેમ નો એકરાર કરે તે અમૂલ્ય ક્ષણ હોય છે. અને મીતા તો આ પરિસ્થિતિ માં શું કરવું એ જ નક્કી નહોતી કરી શકતી!

મીતા મેં તને મારા મન ની વાત જણાવી દીધી છે.જરૂરી નથી કે હું જે અનુભવું છુ તારા માટે એ જ તું પણ અનુભવે. તારી ના હશે તો પણ આપણી દોસ્તી પર એની કોઈ અસર નઈ થાય.

થોડું વિચારી ને મીતા મોહિત ની સામે જુવે છે અને કહે છે કે પસન્દ તો હું પણ કરું છું તને મોહિત. તેની વાત પૂરી થતાં પહેલાં જ મોહિત ખાલી એ વાક્ય સાંભળી ને ખુશી થી ઉછળી પડે છે. અને ઝડપ થી ઉભો થવા જતા સંતુલન ગુમાવતા મીતા ની નજીક જઈ ને પડે છે. મીતા તેને સંભાળવા જતા પોતાનું સંતુલન ગુમાવી ને સોફા પર ફસડાઈ પડે છે. મોહિત તેની ઉપર પડે છે. બન્ને ની નજર એક થાય છે. મીતા શરમાઈ જાય છે.

મોહિત તેના ખોળા માં માથું મૂકે છે અને તેની નજર થી નજર મિલાવી ને કહે છે કે આ પલ માટે મેં કેટલા સપના જોયા હતા! આજે એ સાચે માં થઈ રહ્યું છે. આ બધું જ તને આભારી છે. મીતા તેના ખોળા માં થી મોહિત ને ઉભો કરે છે અને હું જાઉં છું કહી ને ફટાફટ ઘર ની બહાર નીકળી જાય છે.

મોહિત તેને જતા જોઈ રહે છે. જોર થી બુમ પણ પાડે છે. પણ મીતા જતી રહે છે. મોહિત ખુશી થી સોફા પર આડો પડે છે. એ ખૂબ ખુશ થઈ જાય છે કે તેને મીતા ને પોતાના દિલ ની વાત કહી દીધી. થોડા સમય પહેલા જેટલો ગુસ્સો હતો હવે એટલો જ પ્રેમ છે.

તે ફોન હાથ માં લે છે અને મીતા ને ફોન કરે છે કે મીતા મને તારા જવાબ જાણવો છે. હવે મારા માટે રાહ જોવી અઘરી થઈ રહી છે. કાલે તું આવે ત્યારે તારો જવાબ લઈ ને આવજે. જવાબ માં મીતા એક સ્માઇલી મોકલે છે અને લખે છે કે કાલ ની વાત કાલે અત્યારે આરામ કર.

મીતા ઘરે પહોંચે છે આજના દિવસ માં બનેલી ઘટનાઓ ને યાદ કરી ને ખુશી તેના ચહેરા પર છવાઈ જાય છે. તે મોહિત ને જ યાદ કરી રહી હોય છે એટલી વાર માં જ મોહિત નો તેના પર ફોન આવે છે. શું કરે છે? હમણાં જ ઘરે પહોંચી છું. મને યાદ કરતી હતી ને! ના, હું તને કેમ યાદ કરું? એની મને શું ખબર? તું યાદ કરતીતી તને ખબર હોવી જોઈએ. પણ હું યાદ નથી કરતી તને. જુઠ્ઠું બોલતા નથી આવડતું એ ખબર છે ને તને મીતા. પણ હું જુઠ્ઠું નથી બોલતી. જો તારા ગાલ લાલ થઈ ગયા છે. તને કેવી રીતે ખબર? મને તારા વિશે બધી ખબર છે. અને જે નથી ખબર એ હું ધીરે ધીરે જાણી લઇશ. સારું, હવે આરામ કર. કાલે મળીશુ. કાલ થવાની રાહ જોઈ રહ્યો છું ઊંઘ તો મને બિલકુલ આવવા ની નથી. ગુડ નાઈટ મોહિત બાય.

બીજા દિવસે સવારે રાબેતા મુજબ રીટા મીતા ને લેવા માટે આવે છે અને બન્ને કોલેજ જવા માટે નીકળે છે.આજે મીતા થોડી કાળજી લઈ ને તૈયાર થઈ. તે સુંદર લાગી રહી હતી.

આ બાજુ મોહિત વિહ્વળ છે મીતા ને મળવા માટે. તે આતુરતાથી સાંજ પડવાની રાહ જોઈ રહ્યો હોય છે. મીતા નું મન આજે ભણવામાં લાગતું નથી. તે વિચારો માં મગ્ન છે. તે દ્વિધામાં માં છે કે મોહિત માટે જે અનુભવી રહી છે એ પ્રેમ છે કે માત્ર ને માત્ર આકર્ષણ?

હંમેશા પ્રેમ ની શરૂઆત તો આકર્ષણ થી જ થાય છે. અને ઘણી બધી પરીક્ષાઓ માં થી પસાર થયા પછી સાચો પ્રેમ મળે છે.એટલે અત્યારે તો માત્ર દૈહિક આકર્ષણ જ કહેવાય. મારે મોહિત જોડે ખુલ્લા મન થી આ બાબતે વાત કરવી પડશે. માત્ર હરવું ફરવું, સાથે ખાવું પીવું સાથે મુવી જોવું એને પ્રેમ ના કહી શકાય. અમારે બન્ને એ એકબીજા ને સમય આપવો પડશે. પછી હું નક્કી કરી શકીશ કે આ પ્રેમ છે કે આકર્ષણ!

મારે ઉતાવળ થી કોઈ નિર્ણય લેવો નથી. અને જો મોહિત એના માટે સહમત નહિ થાય તો હું તેને ના પાડી દઈશ. અને કહીશ કે આપણે દોસ્ત બની ને રહીશું. અને જો તને એ પણ મંજુર ના હોય તો પાછા પહેલા ની જેમ અજનબી બની જઈશું. પણ જ્યાં સુધી આ પ્રેમ છે એની ખાતરી મને નહિ થાય ત્યાં સુધી અમારા સંબધો માં હંમેશા એક દોસ્તી ની મર્યાદા અને અંતર રહેશે.

આગળ શું થશે ? શુ મોહિત ને મીતા નો આ નિર્ણય સ્વીકાર થશે કે પછી તે મીતા ને હા પાડવા માટે મનાવી લેશે? કે પછી બન્ને હમેશા માટે જુદા થઈ જશે? જાણીશું આવતા ભાગ માં......

ઘણા વાંચકો ની ફરિયાદ છે કે હું વાર્તા ને થોડી લાંબી publish કરૂ પણ એ શક્ય નથી બનતું સમય ના અભાવ ના કારણે. તો એના માટે માફી માંગુ છું. અને આશા રાખું છું કે ભવિષ્યમાં તમારી એ ઈચ્છા ને પણ પુરી કરી શકું. મારા બધા વાચકો નો હૃદય પૂર્વક આભાર માનું છું. તમેં તમારા પ્રતિભાવ માતૃભારતી માં આપેલા મેસેજ option દ્વારા મને મોકલી શકો છો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED