લહેર - 11 Rashmi Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લહેર - 11

(ગતાંકથી શરુ)
તેમણે કેટકેટલી મુશ્કેલીઓ સહેવી પડી હશે પણ હવે હુ તેમને દુખી નહી થવા દઉ આખરે તે મારા માતાપિતા બન્યા હતા અને બીજા સંબંધો તુટવાથી તે સંબંધ કયારેય પુરો નથી થતો....
સમીરને ઘરે તેના માતાપિતાએ નોકરી વિશે પુછયુ ત્યારે તેણે કહયુ કે બધુ જ સારુ છે પણ પછી લહેર વાળી વાત પણ જણાવી દીધી કે આ કંપની આખી લહેરની છે તો તેના પિતાને થયુ કે હવે તો લહેર જરુરથી સમીરને જોબમાંથી કાઢી મુકશે પણ સમીરે તેઓને જણાવ્યું કે લહેરે પોતે જ કહયુ છે કે તે મને જોબમાંથી નહી કાઢે લહેરની હજી પણ આટલી મહેરબાની તેમના પર જોઈ સમીરના માતપિતાના આંખમા હર્ષના આંસુ આવી ગયા અને સમીરને કહયુ બેટા તે લહેરને ખોઇને ખુબ મોટી ભુલ કરી છે સમીરે કહયુ હા પપ્પા મને મારી ભુલનો ખુબ જ પસ્તાવો છે પણ હવે તો હુ માફી માગવા જેવો કે પસ્તાવા જેવો પણ રહ્યો નથી પણ હા હવે મારી જીંદગીમા લહેર સિવાય બીજી કોઇ સ્ત્રીનુ સ્થાન નહી હોય...જો એ નહી તો બીજુ કોઇ નહી.. અને હા હુ તેની સાથે અમારા પહેલાના સંબંધ વિશે કોઇ વાત પણ નહી કરુ કેમ કે હવે એની જીંદગીમા ખુશીઓ આવી છે આગળનુ બધુ યાદ કરાવી હુ એને દુખ દેવા નથી માંગતો અને મારો પ્રેમ તો એના પ્રત્યે નિરંતર, નિસ્વાર્થ રહેશે...
બીજે દિવસે લહેર કંપની એ ગઈ અને કલબહોલમા પહોચી ગઈ ત્યા તેણે જોયુ કે બધા એમ્પ્લોયર આવી ગયા હતા અને સમીરને પણ તેને જોયો... પણ તેણે તેના તરફથી નજર હટાવી લીધી અને તાલીમનુ કામ બધાને સમજાવવાનુ શરુ કર્યુ આજે તેણે બધાને કેવી રીતે કામ આગળ કરવાનુ થશે તે સરસ રીતે સમજાવ્યું બધા લહેરના ખુબ વખાણ કરતા હતા... હવે લહેરે બધાને એક નમુના માટે કામ કરવા જણાવ્યુ જેથી તેને બધાની આવડતની ખબર પડે. બધા કામ કરવા લાગ્યા અને લહેર બધાનુ કામ જોતી હતી અને બધાને સલાહ પણ આપતી હતી પછી તે સમીર પાસે આવી અને તેનુ કામ જોયુ પછી તેને કહયુ કે તુ સારુ કરે છે આમ જ આગળ પણ કરજે અને સમીરે કહયુ થેન્કયુ... પછી લહેરે કહયુ પહેલાનુ બધુ ભુલી હુ પણ આગળ વધી ગઈ છુ અને તુ પણ આગળ વધી જજે. સમીરે આ ના જવાબમા માત્ર હમમ... આટલુ કહી કામ કરવા લાગ્યો લહેરને પણ હવે સમીર સુધરી ગયો હોય તેવુ લાગ્યુ... પછી તે આગળ બીજા એમ્પ્લોયર પાસે ગઈ..આજનુ કામ પુરુ થતા પછી તે ઘરે ગઈ... હજી આ તાલીમ આવનારા ત્રણ દિવસ માટે ચાલવાની હતી.. આવતીકાલે બધા માટેના યુનિફોર્મ માટેના ઓર્ડરો આપવાના હતા તેઓને કંપનીના થોડા રૂલ્સ એન્ડ રેપ્યુટેશનની વાત કરવાની હતી તેથી ઘરે આવી ફ્રી થઈને કાલના પ્રેઝનટેશન માટે બધુ તૈયાર કરવા લાગી... બીજે દિવસે સવારે તે તૈયાર થઈ અને ઓફિસ જવાની તૈયારી કરતી હતી ત્યા જ તે ફર્શ પર થોડુ પાણી ઢોળાયુ હતુ તે ધ્યાન ન રહેતા લપસી ગઈ અને સીધી નીચે જ બેસી ગઈ તેને ખુબ પગમા દુખતુ હતુ અને ટીપોઇનો એક ખુણો સહેજ કપાળમા વાગ્યો તેથી થોડુ લોહી વહેતુ હતુ... એવામા તેની કામવાળી બરાબર કામ કરવા માટે આવી અને પછી તેને આ જોયુ તેને તરત જ તેની સહેલી મિતાને ફોન કર્યો મિતા ફટાફટ આવી અને લહેરને દવાખાને પહોંચાડી... બધુ ચેક કર્યુ તો આમ તો બધુ નોર્મલ પણ ડોકટરે પંદર દિવસ આરામ કરવાનુ કહ્યુ...
(આગળ વાંચો ભાગ 12મા)