કાવ્ય સંગ્રહ Het Bhatt Mahek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

કાવ્ય સંગ્રહ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

(1) હું તને બદનામ નઈ કરું.

તું છોડીને ગયો એ વાતની તને કે,
આ જગતને હું ફરિયાદ નઈ કરું....
તું જીવ જે તારી જિંદગી ખુશીથી,
હું તને બદનામ નઈ કરું.....

તે કરેલા ઘણા વાયદાઓને અને,
આપેલી એ કસમોને હું ક્યારેય નઈ ભૂલું...
તું જરાય ચિંતા ના કરીશ તારી,
હું તને ક્યારેય બદનામ નઈ કરું.....

તારી આ ખુશીઓથી ભરેલી જિંદગીમાં ક્યારેય,
દુઃખ - દર્દનું વંટોળ કે વાવાઝોડું બનીને નઈ આવું,
હું તને ક્યારેય બદનામ નઈ કરું...

બેવફા - બેરહેમ કે કાયર એવા ઉપનામ,
હું તમને ક્યારેય નઈ આપ્યું...
તું જ મારો પહેલો અને અંતિમ શ્વાસ છે,
હું તને ક્યારેય બદનામ નઈ કરું.....

✍️હેત

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

(2) જિંદગી ઓછી પડી

એટલા અશ્રુ વહ્યાં છે કે ખુશી ઓછી પડી,
એટલી ઝાકળ પડી છે કે કળી ઓછી પડી.
એટલે તો મેં કોઈની પ્રીતિ સ્વીકારી નહીં,
એમ ના લાગે કે તમારી લાગણી ઓછી પડી.
પ્રેમની ગંભીરતાનો ભેદ બીજો હોય શું?,
એટલો કે એની સાથે દિલ્લગી ઓછી પડી.
માફ કરજો તમને ઓળખવાની સમજણ છે હજી,
દોષ મારો કે મને દીવાનગી ઓછી પડી.
આપને રસ્તે કોઈ અંધકાર તો ન હોતો છતાં,
આપ પરદામાં હતા તો રોશની ઓછી પડી.
✍️het

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

(3) તેરે બિન

દો ફૂલ લાકે કબ્રપર, અહેસાન તુ ને ક્યાં કિયા?.
હમને તો તેરી રાહ મે મરકર ભી દીખા દીયા.
હમને કભી જિંદગી તેરી રાહોં મેં ખોઈ ન હોતી.
ઔર ખુશી કભી આંસુ મેં ડુબોઈ ન હોતી.
ખ઼ુદા કસમ મેં યહ સબ ન કરતી તેરે લિયે,
અગર ખ઼ુદા ને દિલ જૈસી ચીજ બનાઈ ન હોતી.
વાદા કરકે ઔર ભી આફતમે ડાલા આપને.
જીના મુશ્કિલ થા તેરે બિન, અબ મારના ભી મુશ્કિલ હો ગયા.

✍️હેત

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

(4) હું ને તુ

મેં સરોવરના ઊંડાણમાંથી એક તારો ઉપાડ્યો, અને રાતના કામણમાં એકલો એકલો ચળક્યા કરે તે માટે એને આકાશમાં ફંગોળ્યો એ તારાનું નામ તે "તું."

જેનુ નામ પણ સાંભળ્યું નથી એવા સાગરમાં મેં મારી નાવ તરતી મૂકી છે, જ્યાં હોડીઓ અને તરસ્યા હોઠ એક બીજાની શોધ માં વાસ્તવિકતાઓના કિનારાઓથી દૂર ને દૂર સરકતા રહે છે એ નાવ નું નામ તે "તું."

રણની રેત વચારે મેં ફૂલોનું વન ઉગાડ્યું છે, એમના રંગો મેં મેધ ધનુષ્ય પાસેથી મેળવ્યા છે. દેવદૂતની પાંખો જેવી સુંવાળી પાંખડીઓ અને પહેલા જ વરસાદ આવી ચડતી પૃથ્વીના શ્વાસ જેવી મીઠી સુંગંધ. એ સુગંધનું નામ તે "તું."


ભરતીના મોજા પરથી હું ચંદ્ર પર પહોંચવા મથી, વાદળો થઈ જઈને હું સૂર્ય પર પહોંચવા મથી ચંદ્ર ખુબ ઊંચો હતો, સૂર્ય ખુબ ઉષ્ણ હતો, મેં તો એક કિરણ ઝાલી લીધું, એ કિરણ નું નામ તે "તું. "

✍️હેત

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

(5)નયનમાં આવી ને રહે

કોઈ બની ફૂલ ઉપવનમાં રહે,
આવું જ કોઈ મારા જીવન માં આવી ને રહે.
આંખો ના બધા આંસુ આપું,
જો તું હર વક્ત સાવનમાં આવી ને રહે.
તારા બાગમાં પતઝડ છે તો,
અહીં મારા દામન માં આવી ને રહે.
તારી યાદ સતાવે છે રાત દિવસ,
તારી હર અદાઓ મારા મનમાં આવી ને રહે.
સ્વપ્ન કે હક્કીત હું નથી જાણતી,
તું સદા હેત ના નયનમાં આવી ને રહે.

✍️હેત

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

(6) ઈશ્વર એક જ છે

સુખ દુઃખ નો બાટનાર એ જ છે,
આ દેહ મા જીવ પૂરનાર ઈશ્વર એ જ છે.
દુનિયા ભલે દોરે આમ તેમ,
વિશ્વાસે દુનિયા ચલાવનાર ઈશ્વર એ જ છે.
દામન મળે એમનું તો ઘોળજે નદી ભૂલથી,
ચાંદ સૂરજ ને છુપાવનાર ઈશ્વર એ જ છે.
ક્યારેક ખુશી ક્યારેક ગમ મળે છે,
બધા પાપ નો હિસાબ રાખનાર ઈશ્વર એ જ છે.

✍️હેત 🌹🌹🌹