પ્રેમ ની મિસાલ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેમ ની મિસાલ

કોલેજ એક સુંદર છોકરી ની એન્ટ્રી થઈ. તેણે બ્લુ જીન્સ અને વાઇટ કુર્તી પહેરી હતી .ચાલ પણ જાણે હંચ ની હોય તેને આવતી જોઈ બધા કોલેજીયન સ્ટુડન્ટ બધા તેની સામે જોઈ રહ્યા. પગથિયાં પાસે ઉભેલો પ્રકાશ તેને જોવે છે. ત્યાં તે છોકરી પ્રકાશ પાસે આવે પ્રિન્સિપાલ નો ઓફિસ વિશે પૂછે છે. પ્રકાશ તેને સરળ રીતે જવાબ આપે છે.

પ્રકાશ તે સુંદર છોકરી ને જોવે ને પહેલી જ નજર માં તેને પ્રેમ કરી બેસે છે. પછી ખબર પડી કે તે છોકરી નું નામ સુનિતા છે. જે પછી તેની ક્લાસ મેટ થઈ. પહેલી નજરે જોઈ ત્યારથી પ્રકાશ ની જિંદગી બદલાઈ ગઈ. તે તેના પ્રેમ મા પાગલ બની ગયો.

એક દિવસ પ્રકાશે તેની સામે ફ્રેન્ડશીપ નો પ્રસ્તાવ રાખ્યો ને તેણે કબૂલ કરી બંને મિત્રો બન્યા. એક દિવસ સુનિતા એ જયારે તેના જન્મદિવસ પર પ્રકાશ ને ફોન કર્યો ત્યારે એ બે મિનીટ નો કોલ જાણે પ્રકાશ માટે જીવન ભરની સૌગાત બની ગઈ. પ્રકાશ તેની જન્મદિવસ ની ઉજવણી તેની સાથે તો કરી પણ એક સારી ગિફ્ટ આપી સુનીતાને ખુશ કરી દીધી. સુનિતા એક સારો મિત્ર માની ખુબ ખુશ હતી. તેઓ પછી તો અવારનવાર એજ બીજા ના સંપર્ક માં રહેવા લાગ્યા. એક બીજા વગર રહી ન શકે તેવા મિત્રો બની ગયા.

એક દિવસ સુનિતા પર કુદરત નો કહેર પડ્યો તે એક દિવસ સવારે કોલેજ જઈ રહી હતી ત્યારે તેને એક ગોઝારા અકસ્માત થયો ને તે  પોતાનો સુંદર ચેહરો ખોઈ બેઠી. એટલે એના વાળ, મોઢું, દાંત, નાક, બધું ખરાબ થઈ ગયું, સમાચાર મળતાં પ્રકાશ તેને હોસ્પિટલમાં દાખલ કરી. સારવાર પછી સુનિતા એક ડોશી ની જેમ લાગવા લાગી. સુનિતા તેના ચહેરા થી અજાણ હતી. ડોક્ટર અને પ્રકાશ તેને તેના ચહેરા વિશે ખબર પડવા દેવા માંગતા ન હતા એટલે તેના હાથ બાંધી દેવાયા જેથી એ પોતાના ચહેરા ને અડી ના શકે અને એના રૂમ માંથી અરીસા હટાવી દેવા માં આવ્યા જેથી એ પોતાની જાત ને જોઈ જ ના શકે.

પ્રકાશ તેને અવારનવાર મળવા જતો ને તેની સેવા પણ કરતો તેને પ્રવાહી આપતો તેની સાથે વાતો કરી ટાઈમ પસાર કરી તેના વખાણ પણ કરતો. પ્રકાશ હતો કે પોતે એના પ્રેમ માં છે. તેણે એનું ધ્યાન રાખવા નું તેને વચન આપ્યુ. ત્યારે હોસ્પિટલ માંથી સુનિતા ને રજા આપી દેવામાં આવી ત્યારે પ્રકાશ તેને ઘરે લઈ ગયો. 

એક દિવસ સુનિતા ને ખબર પડે છે કે હું કદરૂપી થઈ ગઈ છે હવે મારી સાથે કોણ લગ્ન કરશે તે વિચાર થી તે આત્મહત્યા નો પ્રયાસ કરી રહી હતી ત્યારે પ્રકાશ આવી તેને સંભાળે છે ને સારી રીતે સારવાર અને પ્રેમ કરવા લાગે છે. થોડા દિવસ પછી તે નોર્મલ થઈ એટલે તેની સમક્ષ પ્રકાશે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો. સુનિતાએ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો ને  તેમણે બંને એ સગાઇ કરી લીધી.

આર્થિક અને સામાજિક બંને દ્રષ્ટિ એ લગ્ન સુધી ના દિવસો પડકાર રૂપ હતા,  લગ્ન માટે ન તો તેની પાસે પૈસા હતા કે ન તો કોઈ મકાન કે મિલકત તેમાં વળી બંને ને કોલેજ પૂરી કરવાની હતી એટલે તે સમયે લગ્ન કરવા બંને માટે કઠિન લાગી રહ્યા હતા.

લોકો સુનિતા પર તરસ ખાતા, કેહતા કે પ્રકાશે તેના પર એહસાન કર્યો છે; અહીં સુધી કે તેમને બાળકો ના કરવા પણ સલાહ આપતા. સુનિતા ગુસ્સા અને પીડા થી ભરાઈ જતી. તેને થતું કે તેની સાથે જ આવું કેમ થયું?  પણ તેઓ એક બીજા માટે ના પ્રેમ ની તાકાત ના લીધે લોકો સામે લડતા રહ્યા. સુનિતા ને પ્રકાશ પર ભરોસો હતો અને પ્રકાશ ને સુનિતા પર અતૂટ પ્રેમ હતો.

ઘણી સર્જરી પછી સુનિતા નો ફેસ નોર્મલ થવા લાગ્યો .જ્યાં સુધી સુનિતા સાજી ન થઈ ત્યાં સુધી પ્રકાશ તેના થી દુર ગયો નહિ. એક દિવસ બંને એ લગ્ન કરી પ્રેમ ની મિસાલ કાયમ કરી.

જીત ગજ્જર