sapnani pari ane garibinu sapnu books and stories free download online pdf in Gujarati

સપનાની પરી અને ગરીબનું સપનું - બે વાર્તા


વાર્તા -1 સપનાની પરી

રાહુલે લગ્ન તો કર્યા પણ એ ખુશ નહોતો....

રેવતીબેન અને રમેશભાઈ ને લગ્ન થાયે ઘણા વર્ષ થયાં હતા. પણ ભગવાને એક ખાટલે મોટી ખોટ ભગવાને આપી હતી... રેવતીબેન અને રમેશભાઈ ને કોઈ સંતાન ન હતું... રમેશભાઈ ને પોતાની કંપની હતી.. ખુબ ધનવાન હતા. બંગલા, ગાડી, નોકર, ચાકર બધું જ હતું... પણ સંતાન ની ખોટ હોવાથી બંન્ને પતિ - પત્ની અંદર થી દુઃખી રહેતા હતા... ઘણો સમય સુધી દવા ને દુવા કરી પણ એમાં કોઈ સફળતા ન પ્રાપ્ત થઈ. આથી રમેશભાઈ એ એના ખાસ અને અંગત મિત્રને વાત કહી..આથી તેમના મિત્ર બિપીનભાઈએ ખુબ સરસ સલાહ આપી કે તું અને ભાભી એક દિવસ અનાથ આશ્રમ માં જાવ અને ત્યાંથી બાળક ને પોતાનું નામ આપો... રમેશભાઈ એ ઘરે આવીને તૅમની પત્ની રેવતી ને વાત કહી. રેવતી ખુબ આંનદ માં આવીને બોલી તમે તો મારા મનની વાત કહી... બંન્ને પતિ પત્ની એ જ રાતે નક્કી કર્યું કે આપને કાલે અનાથ આશ્રમ માંથી બાળકને લાવીને આપનું નામ આપીશું...
બીજે દિવસે બંન્ને જાણ એક અનાથ આશ્રમ માં જઈને બાળક ગોદ લેવાની વાત કરે છે... ત્યાંના સિસ્ટરે રમેશભાઈનું નામ લખી લીધું અને એક સુંદર દીકરો એના ખોળા માં આપે છે... સિસ્ટરે કહ્યું કે આનું નામ અમે રાહુલ રાખ્યું છે.
રાહુલ ખુબ એક દમ ગોરો, લાંબા હાથપગ હતા. વાંકડિયા વાળ ખુબ સુંદર ને દેખાવડો બાળક હતો.... બંન્ને જણા એ ત્યાંની તમામ કાગળની પ્રક્રિયા પતાવીને રાહુલને પોતાના ઘરે લાવે છે....
રાહુલને ખુબ જ પ્રેમ આપે છે.. ક્યારેય કોઈ જાતની ખરોચ ના આવે એનું દરેક સભ્યો ધ્યાન રાખતા... આમને આમને ભણી ગણીને રાહુલ 20 વર્ષનો થાય છે... રમેશભાઈ અને રેવતીબેન પોતાના સમાજ માંથી રાહુલ માટે કન્યા જોવાનું સરુ કરું... સારા સારા ઘરના માંગ રાહુલ માટે આવતા પણ રાહુલ મનોમન મુંજાતો હતો...
રમેશભાઈ એ પોતાના જ મિત્ર ની દિકરી રાહુલ માટે પસન્દ કરી....જેનુ નામ હતું રન્ના. રન્ના રાહુલ કરતા દરેક બાબતે ઉતરતી હતી.. ભણવાથી લઇ દરેક બાબતે, રન્ના નો દેખાવ પણ સામાન્ય હતો...નીચા ઘાટની અને ખુબ ઊંડી ઉતારેલી આંખો વાળી હતી... પણ માતા પિતાના પ્રેમ અને લાડકોડ ખાસ સંસ્કારો એની ઈઝત તેમજ આબરૂ ને કારણે માતા પિતાની પસંદગી ને પોતાની પસંદગી ગણીને રાહુલે રન્ના સાથે લગ્ન તો કર્યાં.. પણ એની સાથે એ જરાય ખુશ રહી શકતો ન હતો... કારણ કે રાહુલ ની પસંદગી ખુબ ઉંચી હતી... ભણેલી ગણેલી, હોશિયાર સપનાની પરી જેવી કન્યા સાથે લગ્ન કરવા ની ઈચ્છા હતી...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

વાર્તા 2 ગરીબનું સપનું

એક નાનકડું સુંદર ગામ હતું. તેમાં એક શિવશંકર નામે ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. પરિવારમાં ચાર સભ્યો હતા. શિવશંકર એની પત્ની સુશીલા. અને બે બાળકો. આમ આજુબાજુના ગામમાંથી ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતો. એક દિવસ ધનવાન ને ત્યાં લોટ માંગવા ગયો. તે લોટ લઇ ઘરે ગયો. અને હાંડી મૂકી ને સુઈ ગયો. અને શિવશંકર સપનું જોવા લાગ્યો. એ સપનામાં એના મિત્રને કહે છે કે આજે મને ભિક્ષા માં ખુબ જ લોટ મળ્યો છે, કે આ ગામમાં દુકાળ પડે તો એ સૌથી વધુ પૈસા આપે તેને વેચી દઈ શકું.એ પૈસા થી મારાં કપડા, બુટ અને ચશ્માં ખરીદીશ. અરે નાં હું તો બકરી લઈશ. એને સારું સારું ખવડાવીશ અને તેની સંભાળ રાખીશ. અને એને હું બજાર મા વેચીશ. એ પૈસા થી ગાય ખરીદીશ. એન હું દૂધ. દહીં, માખણ વેચીશ. એ પૈસાથી હું મીઠાઈની દુકાન લઈશ. અને સારા માણસો પાસેથી ભાવ વધારે લઈશ. આમ હું પૈસાદાર બનીશ.
શહેરમાં જઈ ખુબ કમાઈને પછી ગાડી લઈશ. આમ ખુબ ધનવાન બની જાય છે. અને પરણવા માટે કોઈ રાજા પોતાની દીકરી માટે પૂછતો આવશે. પરણીને પાછા ગામડે જઈશું અને આ જૂની કહાની એને સંભળાવીશ. કે કે કેવી રીતે એ ધનવાન બન્યો. ત્યાં તો એના બે છોકરા રમતા રમતા ત્યાં આવી પહોંચ્યા. રવિવાર હતો એટલે કઈ કામ ન હોવાથી પોતાની વિદ્યા શીખવાડતો હતો. છોકરા ને બોલતા ન આવડ્યું એટલે સોટી ઉગામી. અને સોટીનો વાર હાંડી પર થયો અને હાંડી ફૂટી ગઈ. બધો લોટ વેરાઈ ગયો. અને એ વિચારતો રહી ગયો હું ક્યાં રાજ મહેલ માંથી પાછો લોટમા બેસી પડ્યો..!
આ વાત પરથી શીખવું જોઈએ કે આપણે વાસ્તવિકતામાં જ જીવવું જોઈએ.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED