ફેસબુક માં ફસાઈ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ફેસબુક માં ફસાઈ

ફોન નું બોક્સ સામે પડ્યું હતું થોડી વાર તો હિરલ વિચારતી રહી કે ન્યૂ ફોન અહી કેમ પડ્યો છે  ત્યારે તેને યાદ આવ્યું કે પપ્પા ને કહ્યું હતું કે જો હું બારમાં ધોરણમાં સારા માર્ક્સ લાવીશ તો તે મને ન્યૂ ફોન આપશે. હજુ વિચારી જ રહી હતી ત્યાં તેના મમ્મી અને પપ્પા આવ્યા ને હિરલ ને શાબાશી આપી અને ગળે લગાડી ને કહ્યું બેટા તારા માટે બધું કરીશું બસ તું અમારી ઇજજત નું ધ્યાન રાખજે . ફોન નો સારી રીતે યુઝ કરજે બેટા. 
હિરલ તેના મમ્મી પપ્પાને પ્રોમિસ કરે છે હું બિનજરૂરી ફોન યુઝ નહિ કરું તમે મારી ચિંતા ન કરો.

ફોન આવતા હિરલ ના ચહેરા પર ખુશી નો પાર ન રહ્યો. તરત પેલો કોલ તેનો ફ્રેન્ડ વિનય ને કર્યો.
વિનય આજે મારા મારા મમ્મી પપ્પા એ મને ન્યૂ ફોન આપ્યો છે તું આવી ને મને શીખવાડી જા ને.

વિનય તેનો ખાસ મિત્ર બાળપણ થી અત્યારે સુધી સાથે રમ્યા ને સાથે ભણ્યા. વિનય હિરલ ના કામ માં ઉભો રહેતો ને હંમેશા તેની સાથે રહેતો.

આવ વિનય જો આ ન્યૂ ફોન.
વાહ હિરલ બહુ સરસ ફોન છે.
થેન્કસ વિનય.
પેલા આ ફોન માં મારા કામ ની એપ ઇન્સ્ટોલ કરી આપ ને મને કહે હું કેવી રીતે હું યુઝ કરી સકું.
વિનય પહેલા પ્રતિલિપિ ઇન્સ્ટોલ કરે છે ને કહે છે આ વાચવા માટે બેસ્ટ એપ છે. બાકી બધી આપણા માટે ટાઈમ પાસ અને બિનજરૂરી છે. થોડું શીખવાડી વિનય ત્યાં થી નીકળી ગયો.

બીજે દિવસે હિરલ ફોન માં ફેસબૂક ડાઉનલોડ કરી ને તે તેને યુઝ કરવા લાગી તેને ફ્રેન્ડ બનાવાનો જબરો શોખ હતો એટલે તે એપ તેને યુઝ કરવા માં મઝા આવવા લાગી. તે તેના સ્કૂલ ફ્રેન્ડ ને રિકવેસ્ટ મોકલવા લાગી. ત્યાં તેની નજર એક હેન્ડસમ ને બ્યુટીફુલ છોકરા પર પડી એક હીરા જેવો લાગી રહ્યો હતો ને ઘણો પૈસાદાર હોય તેવો લાગી રહ્યો હતો. વિરલ તેને રીકવેસ્ટ મોકલી.

તરત તે છોકરાએ ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી અને હિરલ ને મેસેજ કર્યો 
હાય હું આકાશ. તું કેમ છે ?
હું હિરલ. હું ફાઇન છું.
આમ વાતો કરતા કરતા ફ્રેન્ડ બની ગયા.

ટૂંક સમયમાં જ બંને સારા મિત્રો બની ગયા અને રોજ ચેટ કરવાનું શરૂ કર્યું. આકાશ બહુ સારી વાતો કરતો,  તે હિરલ નું ઘણું માન કરતો. હિરલ ને તેની વાતો ખુબ ગમવા લાગી.

હિરલ જ્યારે આકાશ સાથે ચેટ કરી રહી હતી ત્યારે વિરલ ત્યાં આવી ને પૂછે છે તું કોની જોડે વાત કરે છે.
કોઈ નહિ બસ ફ્રેન્ડ છે તેની સાથે વાત કરું છું. તું તારું ધ્યાન રાખજે કહી વિરલ ત્યાં થી નીકળી ગયો. ત્યારે વિરલ ને કઈ નવું ન લાગ્યું એટલે વધારે હિરલ ને પૂછ્યું પણ નહિ.

થોડા દિવસોમાં બંને કોલ માં વાત કરવા લાગ્યા. આકાશ એટલી સારી વાતો કરતો હતો કે તે હિરલ પર જાદુ કરી ગયો. હિરલ જ્યારે પણ જાગતી ત્યારે આકાશ વિશે વિચારતી હતી.

એક દિવસ આકાશે હિરલ ને પ્રપોઝ કર્યું અને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તે સારા ઘર નો લાગી રહ્યો હતો એટલે હિરાલે તેને હા પાડી દીધી. પણ મારા પરિવારના સભ્યો આ સંબંધ માટે ક્યારેય સહમત નહીં થાય, તેથી તેણે કહ્યું કે તમે ઘર છોડીને મારી પાસે આવી જા, પાછળથી તેઓ પણ સંમત થશે.  પહેલા હિરલે ના પાડી પણ તેની હાલત એવી હતી કે તે આકાશના જુદાઈને સહન કરી શકી નહીં.

હિરલ ના વર્તન માં આવેલા ફેરફાર થી વિરલે હિરલ ને કહ્યું તું બહુ બદલાઈ ગઈ છે કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહે હું તારી હેલ્પ કરું. હિરલ વિરલ ની વાત ટાળી દે છે. ત્યારે વિરલ ને થોડું તો સમજાય જાય છે કે હિરલ માં કોઈ તો આવ્યું લાગે છે કોઈ સાથે સરખી વાત નથી કરતી પણ માં માં બહુ હેપ્પી રહે છે . 

તે દિવસે વિરલ હિરલ ના પપ્પા ને વાત કરે છે.
અંકલ હિરલ માં થોડો બદલાવ આવ્યો હોય છે પ્લીઝ તમે તેનું થોડું ધ્યાન રાખજે.
બેટા મારી કરતા તો તારી સાથે વધારે હિરલ સમય વિતાવે છે તો તું જોજે કઈ એવું હોય તો મને કહેજે.
ઓકે અંકલ.

એક દિવસ જ્યારે હિરલ અને આકાશ વાત કરી રહ્યા હતા, ત્યારે આકાશે હિરલ સમજાવ્યું કે તું ઘર છોડીને મારી પાસે આવી જા, આપણે બંને ખૂબ ખુશ થઈશું અને  અંતે હિરલ સંમત થઈ ગઈ.

હિરલ ના માતાપિતા બહાર કામ પર હતા અને તેઓ સાંજે ઘરે આવવાના હતા. આ સમય નો  લાભ લઈને, હીરલે તે દિવસ દરમિયાન વસ્તુઓ ભરી અને રાતની રાહ જોવા લાગી.  

રાત્રે બાર વાગ્યા હસે જ્યારે તેના માતા પિતા સૂઈ ગયા, ત્યારે હિરલે તેની બે બેગ બાંધી અને ઘરની બહાર નીકળી ગઈ હતી.  ઘરની બહાર નીકળતાંની સાથે જ તેને ઓટો લીધી અને હિરલે તેના બોયફ્રેન્ડના સરનામાં પર ઓટો વાળા અંકલ ને કહ્યું ત્યાં લઈ જવા માટે.

ઓટો ડ્રાઈવર અંકલ આશરે પચાસ વર્ષ ના હતો. હિરલ પાસે રહેલી બે બેગ અને અડધી રાત્રે એકલી છોકરી બહાર નીકળે એટલે કઈક તો હસે એવી શંકાસ્પદ થઈ અને તેને લખ્યું દીકરી અત્યારે આ બેગ લઈ ક્યાં જઈ રહી છે. તેણે કહ્યું હું ફરવા જઇ રહી છું.

અંકલ ને તે અસ્વસ્થ લાગી રહી હતી એટલે કહ્યું દીકરી હું તારા બાપ સમાન છું જો કોઈ સમસ્યા હોય તો તું મને કહી શકે છે. પણ હિરલ તેને કહ્યું મને સારી હોટલ છોડી દો. અંકલ હવે સમજી ગયા હતા.

અંકલ હિરલ ને હોટલ ની જગ્યા એ સીધા પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં આવેલા ઈન્સ્પેક્ટરને તેણે કહ્યું. સર આ છોકરી અડધી રાત્રે બેગ સાથે બહાર એકલી જઈ રહી હતી મને સંકા લાગી એટલે હું અહી લાવ્યો.

ઇન્સ્પેક્ટર સાહેબે પહેલા પ્રેમ થી હિરલ ને પૂછ્યું પણ તે સરખો જવાબ ન આપતા સાહેબે લેડીસ પોલીસ ને બોલાવી તેને સામે લાકડી રાખતા હિરલ ફટાફટ બોલવા લાગી .
સર હું આકાશ નામ ના છોકરા ના પ્રેમ મા છું હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી પણ મમ્મી પપ્પા સ્વીકારે તેમ ન હતા એટલે મેં ભાગી ને લગ્ન કરવાનું વિચાર્યું એટલે હું આકાશ સાથે લગ્ન કરવા માટે ઘરે થી નીકળી ગઈ છું.

બેટા તે આકાશ ક્યાં છે ?
સર તે મારી ત્યાં રાહ જોવે છે.
બેટા તું તેને ફોન કરી ને કહે કે હું તું કહે ત્યાં આવું છું બોલ હું ક્યાં આવું.
હિરલ આકાશ ને ફીને કરી પૂછ્યું હું ક્યાં આવું ત્યારે તેણે એક વિરાન જગ્યાએ આવવાનું કહ્યું .

ઇન્સ્પેક્ટર સાહેબ ને તેના વિશે શંકા ગઈ એટલે હિરલ પાસે તેનો ફોટો અને મોબાઇલ નંબર માંગ્યો. જ્યારે ઇન્સ્પેક્ટર સાહેબ તે ફોટો અને નંબર કમ્પ્યુટર ચેક કરતા ખબર પડી કે આ છોકરો ફેસબુક પર બનાવટી પ્રોફાઇલ બનાવી અને નિર્દોષ છોકરીઓને ફસાવી અને બ્લેકમેલ કરીને પૈસા કમાવાનું કામ કરે છે.. તે આકાશ નું રહસ્ય ખોલ્યા પછી હિરલ સ્તબ્ધ થઈ ગઈ અને તેણે ઓટો રિક્ષા વાળા અંકલ નો આભાર માની ઘર સુધી પહોંચાડી દેવા કહ્યું.
અંકલ હિરલ ને ઘર સુધી પહોંચાડે છે.

 જીત ગજ્જર