કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૧ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૧

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૧
વિશ્વાસની પાસે આવીને તેની મમ્મી હળવુ સ્મિત રેલાવતી બોલી,"જો વિશ્વાસ હવે તુ મારી સરપ્રાઈઝ સાંભળ. બેટા .."
બેટા શબ્દ સાંભળી વિશ્વાસની આંખમાં ચમક આવી ગઇ અને તે વ્યાકુળ અવાજે બોલ્યો, "મમ્મી જલ્દીથી સરપ્રાઈઝ બોલ..બોલ મમ્મી ..."
"બેટા, તુ લાંબા સમય પછી ઘરે આવ્યો તેનો મને અને તારા પપ્પાને પણ આનંદ છે. તારા આવવાથી અમને થોડી સરપ્રાઈઝ થઇ પણ અમને ખબર હતી જ કે તને એકદિવસ અમારી, ઘરની, સીટીની, દેશની યાદ જરુર આવશે જ. તુ સકસેસ પાછળ પાગલ હતો અને એક લેવલની સકસેસ પછી તને તારી સાચી સ્થિતનું ભાન થશે તેની અમને ખબર જ હતી. બેટા, લાઇફમાં સકસેસ સાથે ફેમીલી અને ઘણુ બઘુ જરુરી છે. અમને તારા સદાય માટે ઇન્ડીયામાં અને એ પણ આપણા સીટીમાં આવવાના મજબુત નિર્ણય માટે ગર્વ અને આનંદ છે." આટલુ કહીને વિશ્વાસને તેની મમ્મીએ ગળે લગાવી વ્હાલ કર્યો.
વિશ્વાસના અંગે અંગમાં પ્રેમ પ્રસરી ગયો અને તેના ચહેરા પર પળવારમાં જ ખુશીનો ભાવ ઝળહળવા માંડયો. તે મૌન બનીને એકાગ્રતાથી અને અધિરાઈથી તેની મમ્મીની વાતો સાંભળી રહ્યો હતો.
"બેટા, તારા વ્હેલા કે મોડા આવવાની અમને ખાત્રી હતી જ એટલે અમે તારી લાઇફ માટે લાઇફ પાટનરની શોધ પણ કરી લીધી છે. બસ તને ગમે એટલે ફાઇનલ."
વિશ્વાસ લાઇફ પાચનક્રિયા સાંભળી પહેલા ચોંકી ગયો અને પછી શરમાઇ ગયો. તેની મમ્મી તેના માથે હાથ ફેરવતા બોલી,"બેટા લાઇફમાં મેરેજ કરવાનો કે નહીં?"
વિશ્વાસે માથુ હલાવી હા કહ્યુ.
"બેટા તારે મેરેજ માટે હાલનો ટાઇમ જ પરફેકટ છે. હાલ તારી પાસે સકસેસ, જોબ, પોઝીશન બધુ જ છે, નથી તો એક જ લાઇફ પાટનર."
"મમ્મી તારી બધી જ વાત માન્ય. તુ કહે તેની સાથે અને તુ કહે ત્યારે હુ મેરેજ કરવા રેડી છુ."
વિશ્વાસની આ સહમતી ભરી વાત સાંભળી તેના મમ્મી પપ્પા ખુશ થયા અને તેના પપ્પા હસતા હસતા બોલ્યા, "તારી પસંદગી અને સહમતીથી જ બધુ થવાનુ છે. એટલે આવતા વીકમાં તારી મમ્મીએ શોર્ટ લિસ્ટ કરેલી છોકરીઓ જોવાનુ શરૂ કરીએ."
"હા પપ્પા, મારી પાસે હાલ ઓફિસયલ લીવ છે એટલે તમે બંને નકકી કરો એમ ..."
વિશ્વાસ ફ્રી સમયમાં ઓફિસ શરુ કરવાના પ્લાનિંગ કરતો અને બાકીનો સમય તેના ફેમીલી સાથે વિતાવતો હતો.
થોડા દિવસમાં જ તેની મમ્મીએ મેરેજ માટે છોકરીઓ બતાવી વિશ્વાસને ગમતી એજયુકેટેડ, સ્માર્ટ અને પરફેક્ટ લાઇફ પાટનર સાથે તેના મેરેજ ફાઇનલ કરી દીધા.
એકાદ મહિના પછી ....
સગાઇ પછી વિશ્વાસ અને તેની લાઇફ પાટનર રીયા રોજ ફરવા જતા અને શોપીંગ પણ સાથે કરતા. વિશ્વાસ અને રીયાને તેમના મેરેજની તૈયારીમાં લાગેલ હતા તે જોઇ તેના મમ્મી પપ્પા બહુજ ખુશ હતાં. થોડા દિવસ પછી વિશ્વાસ અને રીયાના મેરેજનો દિવસ આવી જ ગયો.
વિશ્વાસ અને રીયાના મેરેજ ધામધુમથી થઇ ગયા. વિશ્વાસ મેરેજ પછી નવી લાઇફમાં ખુશ હતો અને તેને ખુશ જોઇ તેની મમ્મી પણ ખુશ હતી.તેમણે વિચારેલ દિવસો તેમની સામે હતા તે જોઇ તે ભગવાનનો આભાર માને છે અને મનોમન તેમની જવાબદારી પુરી એમ માને છે.
મેરેજના થોડાક દિવસ પછી વિશ્વાસની ઓફિસયલ લીવ પુરી થાય છે અને તે તેની એશિયા બ્રાંચને શરુ કરવા કામે લાગી જાય છે અને થોડાજ દિવસમાં તે નવીલઓફિસ નવા સ્ટાફ સાથે શરુ કરી દે છે. તે પહેલાની જેમ જ ઓફિસ વર્કમાં લાગી જાય છે ત્યારે તેની મમ્મી કહે છે, "બેટા, તારી લાઇફમાં હવે ઘણીબધી જવાબદારી છે એટલે પહેલાની જેમ.."
વિશ્વાસે તેની મમ્મીના હોઠ પર હાથ મુકી તેની મમ્મીની વાત અટકાવતા હળવેકથી બોલ્યો, "મમ્મી તુ ચિંતા ના કર. પહેલા જેવુ કંઇ નહીં થાય. હું ઓફિસ લાઇફ અને ફેમીલી લાઇફ સારી રીતે મેનેજ કરવાનો ટ્રાય કરીશ અને તેમાં પણ .."
"તુ સકસેસ થઇશ એવા મારા આશિર્વાદ છે."
મેરેજના બે વર્ષ પછી........
વિશ્વાસની લાઇફ સરસ રીતે પસાર થતી હતી અને તેની લાઇફમાં ખુશીના સમાચાર આવ્યા. તેની પત્ની રીયા પ્રેગનન્ટ છે તે વાતથી ઘરના બધા ખુશ હતા. વિશ્વાસે રીયાની વધારે કેર કરવાની ચાલુ કરી, તે ઓફિસ ટાઇમમાંથી રીયા માટે ટાઇમ કાઢતો હતો અને તને રીયાની કેર કરતો જોઇ તેની મમ્મી પણ ખુશ હતી.
રીયાની પ્રેગનન્સીના ધીમે ધીમે એક પછી એક મહિના પાસ થઇ રહ્યાં હતાં. વિશ્વાસની મમ્મીએ રીયાના મમ્મી પપ્પાને ડીલીવરી સુધી તેમની પાસે જ રહેવા મનાવી લીધા હતાં. રીયાની હેલ્થનુ વિશ્વાસ અને તેની મમ્મી ખુબ ધ્યાન રાખતા હતાં પણ અચાનક રીયાને પ્રેગ્નન્સીના આઠમા મહિને ડીલીવરી પેઇન શરુ થયુ અને તેની હાલત જોઇ વિશ્વાસે રીયાના ગાયનેકોલોજિસ્ટ ડો અગ્રવાલને કોલ કરી ઇન્ફોર્મ કર્યા પણ ડો અગ્રવાલે મોબાઇલ પર વિશ્વાસને જે કંઇ કહ્યુ તેનાથી વિશ્વાસ ટેન્શનમાં આવી ગયો અને તેના ચહેરા પર બદલાતા ભાવ જોઇને તેની મમ્મી બોલી, "બેટા, ડોકટરે શું કહ્યું? આપણે રીયાને હોસ્પિટલ કયારે લઇ જઇશું? "
વિશ્વાસે ગંભીર સ્વરે પેઇનમાં રડતી રીયા સામે જોઇને કહ્યું, "મમ્મી ડોકટરે મને.....
વધુ આવતા અંકે
પ્રકરણ ૩૧ પુર્ણ
પ્રકરણ ૩૨ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 8 માસ પહેલા

Etiksha Khyali

Etiksha Khyali 2 વર્ષ પહેલા

Angel

Angel 2 વર્ષ પહેલા

Gadhvi Aaspar

Gadhvi Aaspar 2 વર્ષ પહેલા

Balkrishna patel

Balkrishna patel 2 વર્ષ પહેલા