પ્રકરણ ૨
જાનકીએ વિશ્વાસ ને ગોવા માં આપણે શું શું જોવા જવાના છે તે જણાવા કહ્યું તરત જ વિશ્વાસે પાછા ટુર મેનેજર ની સ્ટાઈલ માં બોલવાનું શરુ કર્યું,” મેં શોર્ટ ટાઇમ માં ફરવાનું પ્લાનીગ ટુર ઓપરેટર સાથે મળીને કર્યું છે, આપણે અડધી ટુર બીચ પર અને અડધી ટુર સીટી માં કરીશું. આપણે ગોવા ના ઘણાબધા બીચમાંથી બાગા બીચ, અગોંડા બીચ, કેન્ડોલીમ બીચ, કેવેલોસીમ બીચ જઈશું. ગોવા ના બીજા સ્થળોમાં તીરાકોલ ફોર્ટ, અગવાડાફોર્ટ, મોર્જીમ બીચ થી ડોલ્ફિન જોવા જઈશું અને પણજી ની આજુબાજુ ના સ્થળો પર પણ જઈશું. આપણે ગોવા જઈ ફરી પ્રોગ્રામ પણ બનાવી શકીશું “ જાનકીએ અને ગ્રુપ ની બીજી છોકરીઓએ વિશ્વાસ ની વાત ને અધુરી રાખી બધા મિત્રોને વ્હીસ્કી, બીયર પીવી નહિ અને દરિયામાં દુર દુર સુધી અંદર જવાના સ્ટંટ કરવાના નહિ તેવું ભારપૂર્વક નક્કી કર્યું.
એટેન્ડન તિવારી એ આણંદ સ્ટેશન પરથી ફ્લ્વેરવાળું દુધ અને ખમણ, વડોદરા સ્ટેશન પરથી લીલી ચેવડો અને સેવ ઉસળ, સુરત સ્ટેશન પરથી લોચો, મુંબઈ સ્ટેશન પરથી પેશ્ય્લ વડાપાઉં, રત્નાગીરી સ્ટેશન પરથી મોદક અને મેંગો શ્રીખંડ S 2 ડબ્બામાં પહોંચાડી વિશ્વાસ અને તેના મિત્રોને ખુશ કરી દીધા. બધા મિત્રો આટલી સરસ ફેમસ વસ્તુઓ ટેસ્ટ કરવા મળી તેનું આયોજન કરવા બદલ વિશ્વાસનો આભાર માને છે. જાનકી ને વિશ્વાસ ના ફુડ ના શોખ વિશે ની જાણકારી તો હતી જ કેમકે વિશ્વાસ અમદાવાદમાં મળતી ફેમસ ફાસ્ટ ફુડ જાનકી ને અવારનવાર ટેસ્ટ કરાવતો કે જાણકારી આપતો. વિશ્વાસ ને ફુડ રીલેટેડ કંઇક પણ નવું આવે તો તે જાણવાની, ટેસ્ટ કરવાની, મિત્રોને સજેસ્ટ કરવાની અને ખાસ જાનકીને રીવ્યુ શેર કરવાની ટેવ હતી.
ચર્ચા વિચારણા, ધીંગા મસ્તી, નાસ્તા પાણી અને પેટ પુજા પછી બધા શાંતિથી પોતપોતાની સીટ પર બેસી ગયા. જાનકી સૂર્ય ના કિરણો ને ખુલ્લા ખેતરમાં પડતાં ટ્રેનની બારીએથી એકીટસે જોઈ રહેતી હતી અને વિશ્વાસ જાનકીને જોઈ રહ્યો હતો. સૌ કોઈ બારી બહાર સાંજ નમવા આવી હતી તે જોવાનો આનંદ લઇ રહ્યા હતાં. જાનકી પળભર માટે અતિત ની સ્મૃતિઓમાં ખોવાયેલ હતી તેવામાં વિશ્વાસે પ્રપોઝ કરવા હાથ પકડતા તે સહેજ વાર માટે ઝબકી ગઈ. વિશ્વાસની નિસ્તેજ આંખોમાંથી પ્રેમનો ભાવ જાનકી જોઈ રહી હતી. વિશ્વાસ જાનકી ના મુખ પર ઉપસી આવેલી લજ્જાની લાલી જોઈ રહ્યો હતો. બારીમાંથી આવતો ઠંડો પવન જાનકીના આંતર મન સુધી ફરી વળ્યો હતો. વિશ્વાસ કશું બોલશે તેની રાહ જાનકી જોઈ રહી હતી. વિશ્વાસ પણ જાનકીને પ્રપોઝ કરવા હાથમાં હાથ લઇ બોલવા જાય ત્યાં જ બીજા મિત્રો આવી જતાં વિશ્વાસ રોકાઈ જાય છે અને પોતાની સીટ પર ગોઠવાઈ જાય છે. મિત્રોને કંઇક અજુગતું થઇ રહ્યું હોય એવું લાગતા જ વિશ્વાસે વાત બદલી નાંખી. વિશ્વાસે જાનકીને ઈશારામાં પછી વાત કરીએ તેમ સમજવાનો પ્રયત્ન કર્યો અને જાનકીએ પણ ઈશારામાં હા પાડી.
સાંજનું જમવાનું ટ્રેનમાં સર્વ કરવામાં આવ્યું અને બધાએ હરખ ભેર જમવાની મજા લઇ રહ્યા હતાં અને વિશ્વાસ ને આયોજન માટે થેન્ક્સ કહી રહ્યા હતાં. દિવસ ભરની તોફાન મસ્તી અને જમ્યા બાદ હવે બધા આરામ કરવાના મુડમાં હતાં. ટ્રેનમાં લાઈટો પણ બંધ કરવામાં આવતાં જ વિશ્વાસે ફરી પાછો જાનકીનો હાથ પોતાના હાથમાં લઇ મૌન બનીને બેસી રહ્યો. જાનકી પણ આ પળને માણી રહી હતી. ટ્રેનમાં જાનકીની બહેનપણી ઉપરની બર્થ પરથી મોબાઈલમાં ધીમા સ્વરે “ એક સનમ ચાહિયે આશિકી કે લિયે “, “ ધીરે ધીરે સે મેરી જિંદગી મે આના “, “તુમ મિલે દિલ ખીલે “, “ દિલ તો પાગલ હૈ”, “ નજર કે સામને “, “ સુન રહા હૈ તું “ જેવા લવ સોંગ્સ સાંભળી રહી હતી તે સોંગ્સ ની મજા જાનકી અને વિશ્વાસ પણ હાથમાં હાથ પકડી બંધ આંખોથી માણી રહ્યા હતાં. ટ્રેન અંધારાને ચીરતી ટર્નલોમાંથી, નાના મોટા પુલો પરથી, ઘાસના ખેતરો પાસેથી ફુલ સ્પીડે પસાર થઇ રહી હતી ત્યારે વિશ્વાસ ધીમેથી જાનકીનો હાથ પકડીને બોલે છે, “ આઇ લવ યુ જાનકી “. વિશ્વાસ ની વાત પૂરી થતાં પહેલાં જ ટ્રેનમાં મોટો ધડાકો થવાનો અવાજ આવ્યો. ધડાકાનો અવાજ આવતાં ટ્રેનમાં બધા સફાળા જાગી જાય છે. બધા કંઈક સમજે પહેલા જ ટ્રેનના કેટલાંક ડબ્બા પુલ પરથી નદીમાં ખાબક્યા તો એકાદ ડબ્બો પુલ પર લટકી રહ્યો હતો. વિશ્વાસ અને તેમના મિત્રોનો ડબ્બો S 2 પણ નદીમાં ખાબક્યો હતો.ટ્રેનમાં હાહાકાર મચી ગઈ અને અંધારામાં ચિસાસીસ નું વાતાવરણ ઉભું થયું હતું. કેટલાંક પ્રવાસીઓ ઊંઘમાં ને ઊંઘમાં નદીના પાણીમાં ડુબી ગયા તો કેટલાંક ગભરાઈને ડુબી રહ્યા હતાં અને જેઓને તરતા આવડતું હતું તેઓ બચવાના પ્રયાસો કરી રહ્યા હતાં. અંધારાને કારણે વાતાવરણ ગંભીર બન્યું હતું. આજુબાજુના ગામના લોકો અકસ્માતની જાણ થતાં તરત ઘટના સ્થળે લોકોને બચાવા દોડી આવ્યા હતાં અને ટ્રેનના યાત્રીઓને બચાવવાના પ્રયત્નો કરવામાં લાગી ગયા હતાં. ઘટના સ્થળે બચાવો બચાવો ની ચિચિયારીઓ અને ચીસાચીસ નું વાતાવરણ હતું. નજીકના રેલ્વે સ્ટેશને જાણ થતાં રેલવેના અધિકારીઓ અને સ્ટાફ બચાવ કામગીરી માટે ઘટના સ્થળ પર આવી ગયો હતો પણ અંધારુ અને ઘટના સ્થળ અંતરિયાળ હોવાથી લોકોને નદીમાંથી અને લટકતા ટ્રેનના ડબ્બામાંથી બચાવાની કામગીરી અઘરી બનતી જતી હતી. રેલ્વે વિભાગે તાબડતોડ આ રૂટમાં આવતી અન્ય ટ્રેનો ને બીજા રસ્તે ડાયવર્ટ કે થોભાવી હતી. નજીકના રેલ્વે સ્ટેશન પરથી હેવી ક્રેન અને ઈમરજન્સી લાઈટ માટેની સગવડ મંગાવી હતી પણ આ બધું આવતાં સમય લાગવાનો હતો અને લોકોને તાત્કલિક બચાવવાનો રસ્તો લોકોને કે તંત્ર ને સુજતો ન હતો. નદીમાં ડુબેલા લોકોમાંથી જેને તરતા આવડતું તે તરીને તો કોઈ કિસ્મત ભરોશે બચવાના પ્રયત્નો તો કોઈને ગામના લોકો બચાવવા મથતા હતાં.
ટ્રેનમાંથી લોકો જીવતા બચવાની શક્યતા નહિવત જણાઈ આવતી હતી. જેટલા પ્રવાસીઓ ને નદીમાંથી બહાર કાઢ્યા તે બધાને નજીકની હોસ્પિટલ માં ટ્રેક્ટર અને એમ્બ્યુલન્સ મારફતે ઝડપથી પહોંચાડવામાં આવતાં હતાં. કેટલાંક યાત્રીઓ ને બચાવી લેવાયા હતાં તેમાંના કેટલાંક હજુ બેભાન હતાં તો કેટલાંક ને સ્થળ પર તો કેટલાંકને હોસ્પિટલ માં મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. બચેલ ઘાયલોનો સારવાર પુર જોશમાં ચાલુ હતી. રેલ્વેએ યાત્રીઓની જાણકારી માટે ઈમરજન્સી સેલ ઉભું કર્યું હતું. રેલ્વેએ ઈમરજન્સી હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યો હતો જેથી યાત્રીઓના પરિવારને માહિતી મળી શકે.
સવાર પડતાં ઘટના સ્થળ પર પ્રેસ, મીડિયા અને બચાવ ટુકડી પહોંચી ગઈ હતી. તમામ ટીવી ચેનલ પર અમદાવાદ ગોવા ટ્રેન અકસ્માતના સમાચારના બ્રેકીંગ ન્યુઝ ચાલુ થઇ જવાથી વિશ્વાસ અને તેમના મિત્રોના પરિવારો ને પણ જાણ થઇ ગઈ હતી. દરેક ન્યુઝ પેપરમાં પણ કેટલાંક યાત્રીઓના નામનું લીસ્ટ સાથે ન્યુઝ છાપવામાં આવ્યા હતા. દેશભરમાં આ અકસ્માત ની જ ચર્ચાઓ ચાલતી હતી. દેશભરના લોકો યાત્રીઓના માટે પ્રાર્થનાઓ પણ કરતા મેસેજ ફરતા થયા હતાં.
પ્રકરણ ૨ પુર્ણ
પ્રકરણ 3 માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો…
***