કિસ્મત કનેકશન , પ્રકરણ ૯ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કિસ્મત કનેકશન , પ્રકરણ ૯

આ નવલકથાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે.

પ્રકરણ ૯

વિચારોમાં ખોવાયેલી નીકીના ખભે વિશ્વાસ હાથ મુકે છે ત્યારે તેની તંદ્રા તુટે છે.

“ક્યા વિચારોમાં ખોવાઈ ગઈ નીકી ?” વિશ્વાસ નીકીના ખભે હાથ મુકીને પુછે છે.

“હા.”

“શું હા. અરે એમ પૂછું છું, “શું વિચારે છે ?”

“કંઈ નહીં “

“જવાબ તો આપ.”

“પણ શે નો જવાબ ?”

“હોસ્ટેલ પર જવું છે કે નહીં ?”

“અત્યારે ?” નીકી શરમાઈને હસતાં હસતાં પુછે છે.

“હા. અત્યારે.”

“શા માટે ?” નીચું મોં રાખીને ધીમા સ્વરે નીકી બોલી.

શરમના શેરડા નીકીના ગાલ પર જોઇને વિશ્વાસ બોલ્યો, “અબે એય, બહુ લાંબુ ના વિચાર. હું તને સ્ટડી માટે હોસ્ટેલ લઇ જઉં છું.”

“ઓહ...એમ વાત છે. તો ચલ જઈએ.”

“તો..તો, તું શું વિચારતી હતી ?” વિશ્વાસ ગુસ્સામાં બોલી રહ્યો હતો.

લજામણીના છોડની જેમ શરમાઈને નીકી બોલી, “અરે કંઈ નહીં.“

“ના ના, મને ખબર છે. તારા શેતાની અને ફિલ્મી દિમાગમાં કંઈ બીજું જ કંઇક ચાલતું હતું.”

“ના વિશ્વાસ. તું પણ શું ...”

“સાચું બોલ. શું વિચારતી હતી મનોમન. “

“હું એવું કંઇજ વિચારતી નહોતી.”

“એવું એટલે કેવું ?”

“ઓહ્હો વિશ્વાસ. બસ યાર”

“તો આટલું બધું શું વિચારતી હતી ? અને તારા ફેસના એક્સપ્રેશન કેમ બદલાઈ ગયા હતાં ?”

“ ખાસ કંઈ વિચારતી નહોતી. અને તને ગર્લ્સના એક્સપ્રેશન માં શું ખબર પડે ?”

“મને બધી ખબર પડે છે અને ખાસ કરીને તારી નોટન્કી મને સારી રીતે સમજાય છે. “

“ઓહોહો.. એમ. તને બધી ખબર પડે એમ. કોઈ દિવસ કોઈ ગર્લને સરખી રીતે જોઈ છે ખરી ?” નીકી મસ્તીના મુડમાં બોલી રહી હતી.

“ના. મને કોઈ ગર્લમાં રસ નથી અને મારી પાસે ફાલતુ ટાઇમ નથી. તારા જેવો.” નીકી કડક સ્વરે બોલી રહ્યો હતો.

“ઓકે.”

“તારી બાકી રહેલ નોટ્સ પુરી કરવી હોય તો આપણે મારી હોસ્ટેલ જઈએ. ”

“હા..હા વિશ્વાસ. એમ જ કરીએ. જઈએ તારી હોસ્ટલ. મારે તારી નોટ્સ અને મટીરીયલ્સ પણ જોઇશે એટલે.”

નીકી અને વિશ્વાસ કેન્ટીનમાં લંચ પતાવી કોલેજ બંક કરીને એકસાથે હોસ્ટેલ જાય છે. વિશ્વાસ હોસ્ટેલ પર જઈને નીકીને તેની રજાઓમાં ચાલી ગયેલ સિલેબસની નોટ્સ આપે છે, ચાલી ગયેલ ચેપ્ટરમાંથી ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ હાઈલાઈટ કરીને સમજાવે છે. નીકી પોતાની નોટબુકમાં બધું ટપકાવતી હતી અને વિશ્વાસ તેને હેલ્પ કરતો હતો.

નીકીને સીરીયસલી સ્ટડી કરતાં જોઈ વિશ્વાસ રૂમ બહાર જઈને તેના કોલેજથી હોસ્ટેલ આવતાં ફ્રેન્ડને ફોન કરીને નીકી માટે ઇટાલિયન પીઝા મંગાવે છે. થોડીવારમાં તેનો ફ્રેન્ડ ઇટાલિયન પીઝા લઈને રૂમ પર આવી પહોંચે છે. નીકી તેના ફેવરીટ પીઝા જોઇને ખુશ થઇ જાય છે.

નીકી પીઝા ખાતા ખાતા બોલતી હોય છે, “વિશ્વાસ તે ઇટાલિયન પીઝા કેમ મંગાવ્યો ?”

“કેમ ના ગમ્યું ? તને તો ઇટાલિયન પીઝા ફેવરીટ છે.”

“હા. મારો ફેવરીટ છે પણ તને કેવી રીતે ખબર પડી.”

“મને બધી ખબર પડે છે એ તને ખબર પડી કે નહીં ?”

“હા પડી.” નીકી પોતાના કાન પકડીને કબુલે છે.

“નીકી તું આટલું બધું સીરીયસલી સ્ટડી કરીને થાકી ગઈ હશે એવું મને લાગ્યું એટલે મેં તારા ફેવરીટ ઇટાલિયન પીઝા મંગાવી તને સરપ્રાઈઝ આપી. કેવી લાગી સરપ્રાઈઝ ?”

“સુપર્બ યાર. એન્ડ આઈ લવ..”

નીકીને બોલતાં અટકાવી વિશ્વાસ બોલ્યો, “ફરી પાછું ચાલુ કર્યું.”

“અરે યાર. આઈ લવ પીઝા વેરી મચ.”

“ઓકે.”

“એન્ડ થેન્ક્સ વિશ્વાસ.”

“ફોર વોટ?”

“ફોર..યમ્મી યમ્મી પીઝા.”

“અરે નીકી ! આમાં થેન્ક્સ ના કહેવાય. તું મારી ફ્રેન્ડ છે યાર.”

નીકીને પોતે સોમાને કહેલું યાદ આવ્યું એટલે બોલી, “બસ ને વિશ્વાસ, મારો ડાયલોગ મારા પર.”

“કેમ અમને તારા જેવું બોલતાં નથી આવડતું ? તું મારી ફ્રેન્ડ નથી ?”

“અરે યાર, તું તો મારો બેસ્ટમ બેસ્ટ ફ્રેન્ડ છે.”

“બસ બસ.. બહુ થયું. બહુ ફિલ્મી ના થઇ જઈશ.” નીકીના બદલતાં મુડને જોઈ વિશ્વાસ બોલી ઉઠ્યો.

“ઓકે ઓકે”

“નીકી તારો પીઝા તો પતી ગયો.”

“હા. વાતો કરતાં કરતાં ખબર જ ના પડી ક્યાં પતી ગયો.”

“અને વાતોમાં ને વાતોમાં કો’ક ને થોડો ટેસ્ટ કરાવવાનું પણ યાદ ના આવ્યું.”

“ઓહ્હ સીટ યાર. સોરી સોરી. હું તને એક બાઈટ આપવાનું ભુલી જ ગઈ.”

“હું એક બાઈટ માંગવાનો જ હતો પણ તને એટલાં બધા ઇન્ટરેસ્ટથી પીઝા ખાતાં જોઇને મેં માંડી વાળ્યું.”

“અરે વિશ્વાસ ! યાર પીઝા મારી કમજોરી છે, મને પીઝા બહુ .. બહુ જ ફેવરીટ છે.”

“ભુખાવડી પીઝા માટે.” વિશ્વાસ હસતાં હસતાં બોલતો હતો.

નીકી વિશ્વાસની મજાક સાંભળી શરમથી હસી રહી હતી. વિશ્વાસની સ્ટડી માટેની હેલ્પ, એડવાઇઝ અને સરપ્રાઈઝમાં ફેવરીટ પીઝાને નીકી સમજવાનો પ્રયત્ન કરતી હતી અને વિશ્વાસના બદલતા સ્વભાવને સમજવા માટે મથતી હતી. નીકીને બદલાયેલ વિશ્વાસ વધુ ગમવા માંડ્યો હતો. નીકીને અત્યારે કંઇક અલગ જ ફીલ થતું હતું પણ શું થાય છે તે સમજાતું નથી.

સાંજ પડી જતાં નીકી નોટ્સ અને મટીરીયલ લઇ પોતાની હોસ્ટલ જવા નીકળે છે. વિશ્વાસ નીકીને મુકવા હોસ્ટલના દરવાજા સુધી આવે છે અને શાંતિથી કહે છે, “નીકી બધી નોટ્સ અને મટીરીયલ જલ્દી રીફર કરીને મને રીટર્ન કરજે. કાલે રજા છે તેનો બરોબર ઉપયોગ કરજે. વીકએન્ડમાં હોસ્ટેલની ફ્રેન્ડસ અને મોબાઈલ પર ઘરે વાતો કરવામાં ટાઇમ વેસ્ટ ના કરતી. હવે આપણી ફાયનલ એક્ઝામ નજીકમાં જ છે. તું સ્ટડીને સીરીયસલી લે નહીંતર..”

“વિશ્વાસ નહીંતર શું ?”

“શું વાળી, લટકી જઈશ. અહીંને અહીં રહી જઈશ.”

“એવું ના થાય. જેનો ફ્રેન્ડ સ્કોલર હોય, તેની અને તેના મટીરીયલની હેલ્પ હોય તો, બોસ ફસ્ટ ક્લાસ જ આવે.”

વિશ્વાસ નીકીની વાત પર ખોટું ખોટું હસીને તેને બાય કહી પોતાના રૂમ તરફ જવા નીકળી જાય છે. વિશ્વાસ નીકીની કહેલી છેલ્લી વાત પર વિચાર કરે છે અને તેના પર નીકી જોડે ક્યારેક ચર્ચા કરવાનું મનોમન નક્કી કરે છે. નીકી પણ વિશ્વાસના ખોટા હાસ્ય અને તેના ચહેરાના બદલાયેલ ભાવથી વિચારતી હતી કે, વિશ્વાસને મારી મજાક ગમી નહી હોય કે શું થયું હશે.

વીકએન્ડ પુરું થતાં તે બંને કોલેજમાં મળે છે ત્યારે વિશ્વાસ નીકી ને પુછે છે, “કેવું રહ્યું વીકએન્ડ ?”

“બોગસ યાર.”

“કેમ ?”

“સ્ટડી મટીરીયલ અને નોટ્સની વચ્ચે વીકએન્ડનો અને મારા મગજનો એન્ડ થઈ ગયો.”

“અને મારી નોટ્સ અને મટીરીયલ ?”

“ઓહ ! તને મારી નહી પણ તારા મટીરીયલની પડી છે.”

“બહુ ડહાપણ ના કર. સીધો જવાબ આપ.” વિશ્વાસ સડસડાટ બોલી ગયો.

“નોટ્સ પુરી થઇ ગઈ છે અને મટીરીયલ કાલે તને હોસ્ટેલ આપી જઈશ. બસ.”

“ઓકે અને જો કંઈ બાકી રહે તો એકાદ દિવસ પછી આપજે.”

“વિશ્વાસ, પ્લીસ. નોટ્સ, મટીરીયલ અને સ્ટડી સિવાયની વાત કર મારું મગજ હેંગ થઇ ગયું છે.”

“સોરી નીકી. મારી પાસે સ્ટડી સિવાય તારી જેમ ફાલતું વાત માટે ટાઈમ પણ નથી અને રસ પણ.”

વિશ્વાસ નીકીની વાત કાપીને લેકચર માટે જતો રહ્યો. નીકી પણ ગુસ્સામાં તેની પાછળ ચાલવા માંડી. વિશ્વાસ ત્રાંસી નજરે પાછળ આવી રહેલ નીકીને જોઈ રહ્યો હતો અને કાલની કહેલી વાતને સમય મળે ક્લીયર કરવાનું વિચારતો હતો.

રાતે નીકીના મોબાઈલ પર તેની મમ્મીનો ફોન આવે છે અને વાત કરે છે, “હેલ્લો બેટા. શું કરે છે ?”

“મમ્મી મારી બાકી રહેલ નોટ્સ રીડ કરું છું અને વિશ્વાસનું મટીરીયલ કાલે તેને પાછુ આપવા માટે ભેગું કરું છું.”

“ઓકે. એટલે તું સ્ટડીમાં બિઝી થઇ ગઈ છું.”

“હા મમ્મી. આખું વીકએન્ડ સ્ટડી કરવામાં જ પતી ગયું.”

“તને ડીસ્ટર્બ તો નથી કરીને ?”

“ના મમ્મી. તું પણ શું ?”

“સારી વાત છે તું આટલું સીરીયસલી સ્ટડી કરે છે. ”

“હા મમ્મી. વિશ્વાસનું મટીરીયલ રીટર્ન કરવાનું ટેન્શન છે એટલે છુટકો જ નથી .”

“બેટા, વિશ્વાસ કેમ છે ?”

“વિશ્વાસ એઝ યુઝ્યલ તેના સ્ટડીમાં જ બિઝી છે. મમ્મી વિશ્વાસ પરથી યાદ આવ્યું, તેને તારો બનાવેલ નાસ્તો ગમ્યો અને તને થેન્ક્સ કહ્યું છે. મમ્મી નાસ્તો તો મોના આંટીનો બનાવેલ પણ સરસ હતો. તારે ફોન આવે તો મારા વતી તું તેમને થેન્ક્સ કહી દે જે.”

“હા. કહી દઈશ.”

“નહિતર રહેવા દે. હું જ આંટીને કોલ કરીને કહી દઈશ.”

“બાય બેટા, ફોન પર વાતોને બદલે સ્ટડી સીરીયસલી કરજે અને તબિયત સાચવજે.”

નીકી મમ્મીની વાત પર હસીને બોલે છે, “મમ્મી , તું પણ સેમ ટુ સેમ વિશ્વાસ જેવી જ વાત કરે છે. વિશ્વાસ પણ મને સ્ટડી માટે બહુ ટકોર અને મારી ચિંતા કરે છે. પણ તમને બંને નિશ્ચિંત થઈ જજો, હું ફસ્ટ ક્લાસ રીઝલ્ટ આવે તેવી મહેનત જ કરીશ.”

નીકીની મમ્મીએ નોટીસ કર્યું કે નીકીને વિશ્વાસ અને તેના મમ્મીના સાથેના સંબંધો વધુ પડતાં ક્લોઝ થવા લાગ્યા છે. નીકી અને વિશ્વાસ વચ્ચે ક્યા સંબંધો છે અને નીકીના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા નીકીની મમ્મી મનમાં વિચારી રહી હતી અને નીકી સાથે સમય આવે ખુલ્લા મને ચર્ચા કરવાનું નક્કી કરી લીધું હતું.

નીકી સ્ટડીથી થાકી ગઈ હતી એટલે માઈન્ડ ફ્રેશ કરવા મોબાઈલમાં તેના ફેવરીટ લવ સોંગ્સ સાંભળે છે. સોંગ્સ સાંભળતા સાંભળતા તેને વિચાર તો વિશ્વાસના જ આવતાં હતાં.

પ્રકરણ ૯ પુર્ણ

પ્રકરણ ૧૦ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 8 માસ પહેલા

Angel

Angel 2 વર્ષ પહેલા

Hardasbhai Odedra

Hardasbhai Odedra 2 વર્ષ પહેલા

SHILPA PARMAR...SHILU

SHILPA PARMAR...SHILU 2 વર્ષ પહેલા

Ami

Ami 2 વર્ષ પહેલા