કિસ્મત કનેકશન પ્રકરણ ૩૦ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિસ્મત કનેકશન પ્રકરણ ૩૦

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૦
મોબાઇલ પર બંને બાજુથી પળભર માટે વાતાવરણ શાંત બની જાય છે. વિશ્વાસને ડુમો ભરાઇ આવે છે રોકી રાખેલા આંસુઓ બહાર આવી જાય છે. આખરે તેની મમ્મી તેમનું મૌન તોડતાં કડક શબ્દોમાં બોલે છે, "જો વિશ્વાસ તું તારી દુુનિયામાં વયસ્ત રહે અને અમને મારી દુનિયામાં મસ્ત રહેેવા દેે. તુ આમ કોલ કરીને તારો અને અમારો ટાઇમ ના ખરાબ કર..."
વિશ્વાસની મમ્મી વાત અધુરી છોડીને કોલ કટ કરી નાંખે છે. વિશ્વાસ ચાલુ કોલ પર ધ્રુસકે ને ધ્રુસ્કે રડે છે પણ તેને શાંત કરવા વાળુ કોઇ તેની આસપાસ કોઇ ન હતું. વિશ્વાસે થોડીવાર પછી રડવાનુ બંધ કરી પોતાની જાતને સ્વસ્થ કરીને વિચારવાનું શરુ કર્યુઁ. વીકએન્ડ હોવાથી તેને જોબમાં રજા હોવાથી તેની પાસે ફ્રી સમય હતો, તેણે તેની મમ્મીની વાત મન પર લઇ ને ઘણુ બધુ વિચારી મનોમન ઇન્ડીયા જવા નકકી કરી લીઘું અને ઇન્ડીયા મમ્મી પપ્પા પાસે જવા જોબ છોડવાની પણ તૈયારી કરી લીધી.
ઓફિસ ઓપન થતાં જ વિશ્વાસે તેના બોસને જોબ છોડવા માટે રીઝાઇન લેટર આપ્યો. તેનો લેટર બોસે એચ આર ડીપાર્ટમેન્ટને મોકલી આપ્યો. વિશ્વાસ તેની કંપનીમાં બહુ રેપ્યુટેડ પોસ્ટ પર હતો અને તેની કામગીરીથી કંપનીનો એચ આર ડીપાર્ટમેન્ટ પણ ખુશ હતો. તેનો રીઝાઇન કરવાનુ કારણ જાણવા એચ આર ડીપાર્ટમેન્ટની ટીમે પુછતા જ તેને ડુમો ભરાઇ આવ્યો પણ તેણે મનોમન નકકી કરેલી તમામ વાત ટીમ સામે મુકી અને ટીમે તેની વાત સાંભળી તેને જોબ રીઝાઇન કરવાને બદલે જોબ ટ્રાન્સફર માટે સમજાવ્યો.
વિશ્વાસની કંપનીએ તેને અમેરીકાથી તેની જ સીટીમાં એશિયા હેડનુ પ્રમોશન આપી મોકલે છે. તેને થોડા દિવસ માટે ઓફિસયલ લીવ આપવામાં આવે છે અને તેણે તેના સીટીમાં નવી ઓફિસ અને સ્ટાફ સિલેકશન કરી કંપનીની એશિયા બ્રાંચ શરુ કરવાની હતી.
વિશ્વાસે આ વાત સાંભળી ખુશ થઇ કંપનીના બધા ઓફિસર અને તેના કલીગ્સ નો આભાર માની તાત્કાલિક ઇન્ડીયા પરત આવવાની તૈયારી કરી લીધી અને આ ખુશખબર તેના પેરેન્ટસ ને આપવા મોબાઇલ હાથમાં લીધો પણ પળવાર માટે વિચાર્યું અને કોલ કરવાનુ ટાળ્યુ. તેણે તેની મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવાનુ વિચાર્યું. તેણે ઘર માટે અને મમ્મી પપ્પા માટે ઘણીબધી વસ્તુઓની ખરીદી કરી અને બેગ પેક કરી એક વીક પછી ઇન્ડીયા પરત આવવા નીકળે છે.
તે ઇન્ડીયા પરત આવે છે. તે મનોમન ઘરે જવા માટે ઉત્સાહિત હતો. ઘરે પહોંચતા જ ડોરબેલ વગાડી મમ્મીને સરપ્રાઈઝ આપવા તત્પર હતો અને તેને હતુ કે તેને આવી રીતે પરત આવેલો જોઇ મમ્મી બહુ ખુશ થશે પણ તેના વિચાર્યા કરતા ઉલટું થયુ.
મોનાબેને ડોર ખોલ્યો અને વિશ્વાસને જોઇને બોલ્યા, "આવ બેટા અંદર આવ."
વિશ્વાસ તેની મમ્મીને ભેટી પડ્યો અને ખુબ પડયો પછી તેના પપ્પાને પણ ભેટીને રડ્યો . તેના પપ્પાએ તેને શાંત કર્યો. તેની મમ્મીએ તેને પાણીનો ગ્લાસ આપ્યો અને હળવેકથી પુછ્યુ, "બેટા, આમ ઘરે આવવાનું કોઇ કારણ? "
વિશ્વાસે જવાબ આપતા પહેલા તેના મમ્મી પપ્પા સામે જોયુ અને વિચાર્યું કે આ બંને મને જોઇને સરપ્રાઈઝ તો નથી થયા પણ ખુશ પણ ન થયા હોય એમ લાગે છે. તેણે વિચાર્યુ હતુ તેનાથી અલગ જ તેને ઘરમાં જોવા મળ્યુ એટલે તેણે થોડુ વિચાર્યું અને સ્વસ્થ થઇને તેની મમ્મીને કહ્યુ, "મમ્મી ઘરે આવવા માટે પણ કોઇ કારણ હોય, મને આપણુ .."
"બેટા તુ બહુ ઇમોશનલ થઇ ગયો છે, શુ તારી જોબમાં કંઇ .."
"ના અને હા મમ્મી."
"શું ના અને હા. " તેના પપ્પા બોલ્યા.
"પપ્પા અને મમ્મી ના હુ ઇમોશનલ નથી થયો અને હા મારી જોબમાં બહુ મોટી સરપ્રાઈઝ મને મળી છે."
વિશ્વાસની મમ્મી અને પપ્પા તેની સામે એકીટસે જોઇને તેની વાતો સાંભળી રહ્યા હતા અને તે આગળ શું કહેવા માંગે છે તે જાણવા તત્પર પણ હતાં.
વિશ્વાસે લાંબો શ્વાસ લઇને છોડી હળવા મુડમાં કહ્યું,"હુ સદાય માટે આપણા જ શહેરમાં શિફટ થઇ ગયો છુ. હવે હું આપણી સીટી , આપણો દેશ અને તમને છોડીને કયાંય જવાનો નથી."
"એટલે તારી જોબ છુટી ગઇ એમ? "વિશ્વાસ ના પપ્પા એકદમ બોલી ઉઠ્યા.
"ના પપ્પા, મારી જોબ માં મને આપણી સીટીમાં પ્રમોશન સાથે પરમેનન્ટ ટ્રાન્સફર મળી ગઇ છે. મને મારી કંપનીએ એશીયા બ્રાંચ હેડ બનાવી ઇન્ડીયા મોકલ્યો છે. આ મોટી સરપ્રાઈઝ છે ને મમ્મી? "
વિશ્વાસની વાત સાંભળી તેની મમ્મીના ચહેરા પર સહેજ પણ ખુશીના હાવભાવ ન દેખાતા તે દુખી થયો અને થોડો ચિંતિત પણ બન્યો.
આખા ઘરમાં પળવાર માટે નિરવ શાંતિ પથરાઇ ગઇ. વિશ્વાસે વારાફરતી તેની મમ્મી અને પપ્પાના ચહેરા તરફ વિસ્મય નજરે જોયું. તેના મમ્મી પપ્પા સહેજ પણ તેના આવવાથી ઉત્સાહિત ન હતા તે તેને સમજાઇ ગયું હતું પણ તેઓનુ આવુ વર્તન તેણે કયારેય વિચાર્યું ન હતું. તેઓ આમ કેમ ઉત્સાહિત નથી, તેમના મનમાં શું ચાલતું હશે તે બધુ જ તેને જાણવું હતું.
તેણે તેના મમ્મી પાસે જઇ પગ પકડીને માફી માંગતા ગળગળા સ્વરે કહ્યુ, "મમ્મી મને માફ કરી દે. મે જે કંઇ જાણે અજાણે ભુલ કરી હોય તેના માટે હું માફી માંગુ છુ. મને આમ આ રીતે દુખી ના કર.હું તમારી બધી વાત માનીશ, તુ કહીશ એમ જ કરીશ. તારી વાતને હું ઓર્ડર માનીને તેનુ પાલન કરીશ પણ આવુ રીયેકટ મારી સાથે ના કર પ્લીઝ."
તેના પપ્પા સામે હાથ જોડીને માફ કરવા વિનંતી કરી. તેને ડુમો ભરાઇ આવ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ગળગળો બનીને હાથ જોડી નીચુ જોઇ બોલી રહ્યો હતો અને તેના મમ્મી પપ્પા સાંભળી રહ્યા હતાં અને એકબીજા સામે જોઇ વિશ્વાસ હવે તેમના કાબુમાં આવશે તેમ મનોમન માની રહ્યા હતાં. આ પરિસ્થિતિ માટે તેની મમ્મી કેટલાય દિવસની રાહ જોઇ રહી હતી.
વિશ્વાસની મમ્મીએ તેની વાત અટકાવતાં ધીમા સ્વરે કહ્યુ, "હવે તારી સરપ્રાઈઝની વાત પતી ગઇ હોય તો મારી સરપ્રાઈઝ પણ સાંભળવા તૈયાર થઇ જા."
વિશ્વાસના કાને સરપ્રાઈઝ શબ્દ પડતાં જ તે ચોંકી ગયો. તેણે આંખોમાં આવેલા આંસુ લુછતા લુછતા તેની મમ્મી સામે જોયુ.
વિશ્વાસની પાસે આવીને તેની મમ્મી બોલી,"જો વિશ્વાસ હવે તુ મારી સરપ્રાઈઝ સાંભળ ....
વધુ આવતા અંકે
પ્રકરણ ૩૦ પુર્ણ
પ્રકરણ ૩૧ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.