કિસ્મત કનેકશન , પ્રકરણ ૭ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિસ્મત કનેકશન , પ્રકરણ ૭

આ નવલકથાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે.

પ્રકરણ ૭

“ચલ બેટા બાય, તારું ધ્યાન રાખજે. મારે અને નીકીને હજુ બહુ વાતો કરવાની છે અને તારે સ્ટડી કરવાનું હશે.”

“હા મમ્મી બાય. તમને હું ગોસેપમાં ડીસ્ટર્બ કરવા નથી માંગતો પણ નીકીથી સાચવજે તે બહુ પકાવી ના નાંખે.”

વિશ્વાસની મમ્મી નીકી ત્રાંસી નજરે વાતો સાંભળી રહી હતી તે જોઈ રહ્યા હતાં અને હસતાં હસતાં ફોન કટ્ટ કરી નીકી સાથે વાતો કરવા લાગી. વાતોમાં પણ વિશ્વાસના સ્વભાવ અને તેની પસંદ અને ના પસંદની વાત હતી. જે નીકી ઇન્ટરેસ લઈને સાંભળતી હતી.

નીકીએ મોના આંટીના મુડની પરખ કરીને પુછ્યું, “ તે હેં આંટી, ટ્રેનની સફરમાં એવું તો શું થયું હતું કે જેનાથી વિશ્વાસની લાઈફ આટલી ચેન્જ થઇ ગઈ ?”

“બેટા, મેં અગાઉ કહ્યું તેમ ૧૨માં ધોરણના વેકેશનમાં વિશ્વાસે અને તેના મિત્રોએ ભેગા મળીને ગોવાની ટુર નક્કી કરી હતી. ગોવા ટુરનું તમામ આયોજન વિશ્વાસે બહુ રસ લઈને કર્યું હતું. વિશ્વાસ અને તેના સાથી મિત્રોને અમે બધા પેરેન્ટ્સે ટ્રેનમાં ખુશી ખુશી ગોવા જવા રવાના કર્યા હતાં. પહેલીવાર પરિવારથી એકલાં આટલા લાંબા પ્રવાસે નીકળ્યા હતાં એટલે બધા છોકરાઓ ટ્રેનમાં બહુ ખુશ હતાં. વિશ્વાસની ટ્રેનને એક્સિડન્ટ થયો હતો અને તેમાં તેનો નસીબ જોગે બચાવ થયો હતો. તેના સાથી મિત્રો અને ટ્રેનના બીજા યાત્રીઓ ટ્રેન એક્સિડન્ટનો ભોગ બન્યા હતાં. કેટલાંક સદનસીબે બચી ગયા હતાં અને કેટલાંક મરણ પામ્યા હતાં.”

નીકી વાત કરતાં કરતાં મોના આંટીની આંખોમાંથી નીકળતાં આંસુ જોઈ રહી હતી અને તેમને સાંત્વના આપી વાત સાંભળી રહી હતી.

“નીકી, આ એકસીડન્ટમાં વિશ્વાસના મિત્રો પણ ઘવાયાં હતાં અને તેના ૫ મિત્રો બચી શક્યા ન હતાં. આ ૫ મિત્રોમાં વિશ્વાસની બાળપણની મિત્ર જાનકી હતી. જાનકી સાથે વિશ્વાસને બહુ બોન્ડીંગ હતું. વિશ્વાસ અને જાનકી બાળપણથી સાથે રમ્યા, ભણ્યા અને મોટા પણ થયાં હતાં. વિશ્વાસ અને જાનકી સ્કુલ, ટ્યુશન પણ સાથે જતાં હતાં. કમનસીબે આ ટ્રેન એકસીડન્ટમાં જાનકી ભોગ બની હતી. ટ્રેન એકસીડન્ટમાં જાનકી ન બચી શકવાથી અને તેની ભાળ ન મળવા માટે વિશ્વાસ પોતાની જાતને ગુનેગાર માની ડીપ્રેશનમાં આવી ગયેલ. ડોક્ટરની દવા, થોડું કાઉન્સીલીંગ, મોટીવેશન અને સમય જતાં માંડ માંડ વિશ્વાસ તે ઘટનાને થોડું ઘણું ભુલ્યો છે અને સ્વસ્થ થયો છે. તે ઘટના પછી તેનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો છે. તે પોતાનામાં જ અને સ્ટડીમાં જ ખોવાયેલ રહે છે. તે નવા મિત્રો બનાવતો નથી. ”

“હા આંટી, સાચી વાત તમારી. મેં જોયું છે વિશ્વાસ હંમેશા પોતાનામાં અને સ્ટડીમાં જ બિઝી રહે છે. તેને કોલેજ, કેન્ટીનમાં આસપાસના લોકો અને દુનિયાની પડી જ નથી. પણ હવે મને ખબર પડી કે તે આમ શા માટે કરે છે.”

નીકી અને મોના આંટીની વાત ચાલતી હતી તેવામાં જ નીકીના મોબાઈલમાં તેની મમ્મીનો ફોન આવે છે અને શોપીંગમાં જવાનું હોવાથી ઘરે વહેલા આવવા યાદ કરાવે છે. કાલે સીટી કલ્ચરલ ગ્રુપનું ગેટ ટુ ગેધર પ્રોગ્રામમાં જવાનું છે તે માટે તેના ન્યુ ક્લોથ લેવાની વાત કરે છે.

નીકી અને તેની મમ્મીના ફોન પરની વાતમાં મોના આંટી સીટી કલ્ચરલ ગ્રુપનું ગેટ ટુ ગેધર નું નામ સાંભળી હરખાઈ બોલી ઉઠે છે, “ અરે નીકી, મમ્મી ને કહે અમારે પણ કાલે ત્યાં આવવાનું છે.”

નીકી તેની મમ્મીને ફોન પર મોના આંટી અને અંકલ પણ કાલે સીટી કલ્ચરલ ગ્રુપનું ગેટ ટુ ગેધરમાં આવવાની વાત કરે છે અને પોતે અત્યારેજ ઘરે આવવા નીકળે છે તેમ કહી ફોન કટ કરે છે.

નીકી મોના આંટીને ગળે મળી બાય કહીને ઘરે જવા નીકળતાં પહેલા કહે છે, “આંટી આજે તમારી સાથે વાત કરી અને લંચ કરીને બહુ મજા આવી. આપણે ફરી જલ્દીથી મળીશું અને મનભરીને વાતો કરીશું.”

ફરી જલ્દી જ મળીશું ના વાયદા સાથે બાય કહી મોના આંટી નીકીના માથે હાથ ફેરવી પ્રેમપૂર્વક વિદાય કરે છે.

નીકી અને મોના આંટી મનોમન બીજા દિવસે સીટી કલ્ચરલ ગ્રુપનું ગેટ ટુ ગેધરમાં મળવા માટે ઉત્સુક હતાં. નીકી ઘરે જઈને તેની મમ્મી સાથે શોપીંગમાં જવા નીકળે છે. નીકીનું ધ્યાન શોપિંગ કરતાં મોના આંટીની વાતો કરવામાં જ હતું તે તેની મમ્મીએ ધ્યાનપૂર્વક નોંધ્યું હતું. નીકીની મમ્મી વિચારતી હતી કે વિશ્વાસની મમ્મીને પહેલી જ વારમાં મળીને નીકી આટલી બધી ખુશ અને ઈમ્પ્રેસ થઇ ગઈ છે.

રાતે નીકી સ્ટડી રીલેટેડ વાત જાણવાના બહાને વિશ્વાસને ફોન કરે છે, “ હાય વિશ્વાસ, આજે ક્યા લેક્ચરમાં શું ચાલ્યું ?”

“નીકી તું સ્ટડીની વાત પછી કર પણ પહેલા એ વાત કર કે, આજે મારા ઘરે મારા નામનું કયું પ્રકરણ, કેટલું ચાલ્યું અને તમને આજે મારી ગોસેપ કરી કેટલી મજા આવી? ”

“અરે વિશ્વાસ, બહુ જ મજા આવી અને અમે ફરી કાલે પણ મળવાના છીએ.”

“ઓહો, એટલે હવે તમે રોજ મળીને ગોસેપ કરશો એમ.”

“અરે ના યાર, સીટી કલ્ચરલ ગ્રુપનું ગેટ ટુ ગેધર છે તેમાં મારા અને તારા ફેમીલીને ઇન્વીટેશન છે એટલે અમે તેમાં મળવાના છીએ.

બીજા દિવસે નીકી તેના ફેમીલી સાથે વિશ્વાસના મમ્મી પપ્પાને સીટી કલ્ચરલ ગ્રુપના ગેટ ટુ ગેધરમાં મળે છે. નીકીના પપ્પા અશ્વિનભાઈ અને વિશ્વાસના પપ્પા મનોજભાઈ તો આ ગ્રુપના જુના મેમ્બર હોવાથી ઘણા વખતથી પરિચયમાં હોય છે એટલે તેઓ મળીને એકબીજાને ઓળખી જાય છે. નીકીની મમ્મી અને વિશ્વાસની મમ્મી પણ એકબીજાને મળીને ખુશ થઇ જાય છે અને વાતો કરે છે. પ્રોગ્રામના અંતે બંને પરિવાર વચ્ચે નવો પારિવારિક સંબંધ સ્થપાય છે. નીકી અને વિશ્વાસની મમ્મી ફરી વખત નીકી, વિશ્વાસ ઘરે આવે ત્યારે ઘરે મળવાનું ઇન્વીટેશન આપી છુટા પડે છે.

રાતે વિશ્વાસ ઘરે ફોન કરીને મમ્મી જોડે વાત કરે છે, “ હેલ્લો મમ્મી, કેવું રહ્યું તમારું ગેટ ટુ ગેધર.”

“અરે બેટા, સરસ રહ્યું. તને પણ બહુ યાદ કર્યો. તું હોત તો તને પણ મજા આવત.”

“ના મમ્મી, તને ખબર તો છે જ ને કે મને આવા ગેટ ટુ ગેધરમાં નથી ગમતું. મને તમારી ગોસેપમાં સહેજ પણ મજા ના આવે અને એમાં પાછી નીકી હોય.”

“બેટા, તારા પપ્પા અને નીકીના પપ્પા ગ્રુપના જુના મેમ્બર હોવાથી એકબીજાને ઓળખે છે અને નીકીના મમ્મીને પણ મળીને આનંદ થયો. તેઓનો સ્વભાવ પણ સરસ છે.”

“ઓહો, મમ્મી તે જુની નવી ઓળખાળ કાઢી નવો સંબધ પણ બનાવી લીધો હશે ને.”

“હા બેટા. અશ્વિનભાઈના ફેમીલી સાથે આપણે હવે પારિવારિક સંબધ બન્યો છે.”

“ઓકે મમ્મી. તું નવા રીલેશન એન્જોય કર. ગુડ નાઈટ.”

વિશ્વાસ ફોન કટ કરી મુકી દે છે પણ વિશ્વાસના છેલ્લા વાક્ય પરથી તેની મમ્મીને લાગે છે કે નીકીના પરિવાર સાથેના નવા સંબંધોથી વિશ્વાસને ગમ્યું નથી. તે તેના સ્વભાવ મુજબ નવા લોકો સાથે મિત્રતા બનાવા માંગતો નથી.

નીકી તેનું સામાજીક કામ પુર્ણ થતાં કોલેજ જવા માટે ઘરેથી નીકળવાની હોય છે તે દિવસે જ સવારમાં વિશ્વાસની મમ્મીનો ફોન આવે છે અને તે તેના ઘરે મળવા આવે છે તેવી વાત કરે છે. થોડી જ વારમાં મોના આંટી અને મનોજ અંકલને પોતાના ઘરે જોઈ નીકી ખુશ થઇ જાય છે. નીકીની મમ્મી અને પપ્પા પણ તેઓને આવકારે છે.

વિશ્વાસની મમ્મી બે બોક્ષ લઈને આવી હોય છે તે નીકીના હાથમાં આપે છે અને કહે છે, “ બેટા, આ એક બોક્ષમાં તારા માટે મીઠાઈ અને નાસ્તો છે અને બીજામાં વિશ્વાસ માટે. તમને બંનેને ભાવે તેવી મીઠાઈ અને નાસ્તો મેં ઘરે જ બનાવ્યો છે.”

“અરે આંટી, મમ્મીએ મને નાસ્તો આપ્યો જ છે તે મારા અને વિશ્વાસ માટે ઘણો છે અને વિશ્વાસને પણ ભાવે તેવો છે.”

“હા બરોબર છે. પણ તું આ નાસ્તો પણ યાદ કરીને લઇ જજે. તમારો ઘરનો નાસ્તો વધુ ચાલશે અને તમને પેટ ભરીને નાસ્તો કરવા મળશે.”

વિશ્વાસની મમ્મી ભાવુક થઇ નીકી સાથે વાત કરતાં કરતાં નીકળે છે તે નીકીની મમ્મી જોઈ રહી હતી અને નીકી અને વિશ્વાસની મમ્મી વચ્ચે બની રહેલા ક્લોઝ રીલેશન વિશે સમજવાનો પ્રયત્ન કરી રહી હતી. નીકીને કોલેજ જવા તેના મમ્મી પપ્પા પ્રેમથી રવાના કરે છે.

પ્રકરણ ૭ પુર્ણ

પ્રકરણ ૮ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.