સ્કાય હેઝ નો લીમીટ - 18 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કાય હેઝ નો લીમીટ - 18

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-18
મોહીતે એની મંમી મોનીકાબહેન સાથે વાત કરીને પછી એને ખબર પડી ગઇ કે માં એને હમણાં બાળકનાં કરવા માટે સમજાવી રહી છે એની પાછળ મલ્લિકા અને એની માં નો જ હાથ છે. મોહીતને ખૂબ જ ખરાબ લાગ્યું એણે મલ્લિકાને માં સાથે વાત કરવા માટે ફોન આપીને એ ચાલ્યો ગયો વ્હીસ્કીની બોટલ લઇને એણે પેગ મારવા શરૂ કર્યા એનો મનમાં આક્રોશ શમાતો નહોતો એનાં મોઢેથી મલ્લિકા અને એની મંમી માટે બધો ઉભરો ઠલવાઇ ગયો એણે મલ્લિકાને સ્પષ્ટ કહી દીધું. તું મટીરીયાલીસ્ટીક હતી મને ખબર હતી પણ જીવનની મોજમઝા કરવાનું અને તારી માં આવી ચાલ ચાલશો ખબર નહોતી આઇ હેટ યું.
મલ્લિકાથી પણ મોહીતનાં વાગબાણ સહેવાતાં નહોતાં એણે પણ મોહીતને જેમ ફાવે એમ જવાબ આવ્યા પરિણામ સ્વરૂપ ઘરમાં સખત કકળાટ થયો. આ પછી મલ્લિકાને થોડો પસ્તાવો થયો પણ હવે કંઇ અર્થ નહોતો વાત મોઢેથી નીકળી ગઇ હતી બધી શબ્દો પાછાં ખેંચાય એવાં નહોતાં.
મલ્લિકા એનાં રૂમમાં સૂવા માટે જતી રહી અને મોહિત પૂલ સાઇડ વ્હીસ્કી પીતો કયારે સૂઇ ગયો ખબર ના પડી. મલ્લિકા અડધી રાતે ઉઠી બહાર જોવાં આવી એણે પૂલ સાઇડ જઇને જોયુ તો મોહીતે આખી બોટલ ખાલી કરી હતી એ ચેર પર જ સૂઇ રહેલો એની છાતી પર કાચનો ગ્લાસ પડી રહેલો મલ્લિકા એ લઇ લીધો અને મોહીતને જોઇ રહી એને થયું મારું સ્વર્ગ જેવું ઘર આજે સમશાન જેવું થઇ ગયું મારે નહોતું કહેવાનું મારી મોમની.. હું પણ મારી પણ ભૂલ છે અને એ ડોશી પણ રહી ગઇ હતી આજે ફોન કર્યા વિના... પણ એ શું કરે મારી મોમનો ફોન ગયેલો.. એ પણ આખી રાત સૂતા નથી..
એ પાછી રૂમમાં ગઇ અને એણે ઇન્ડીયા એની મોમને ફોન કર્યો પહેલાં ક્યાંય સુધી ફોન ના ઉપાડ્યો. એણે ફરીથી ફોન કર્યો પછી કેટલી યે વારે ફોન ઉપાડ્યો એની મંમીએ કહ્યું "બેબી અત્યારે ફોન ? તારે ત્યાં તો અડધી રાત જતી હશે ? શું થયું ? બેબી મેં તારી સારુને આપણે વાત થયાં મુજબ ફોન કરી દીધેલો મેં એમને બરાબર ચઢાવ્યાં છે કન્વીન્સ કર્યા છે ગમે ત્યારે મોહીત ઉપર ફોન આવ્યો જ સમજો એ કહેશે એટલે મોહીતને માનવુંજ પડશે. એટલે તું નિશ્ચિંત રહે.. ટાઢે પાણીએ ખસ જશે તું તારે બિન્દાસ મોજ કરજે.
જવાબમાં મલ્લિકા રડી પછી બોલી "મોમ આપણે બધુ કર્યુ. એની માં નો ફોન આવી પણ ગયો પરંતુ પરિણામ બધુ ઉલ્ટું પડ્યું છે.. ફરીથી એણે રડવાનું ચાલુ કર્યું થોડાં ડુસકા ખાઇને બોલી.. મોમ મોહીતતો ખૂબ જ ભડક્યો છે ઉપરથી એણે તો મને અને આપણાં ઘરને બધાને ખૂબ ભાંડી છે કહે તારામાં સંસ્કારજ નથી તું અને તારી માં બધાં ખૂબ મટીરીયાલીસ્ટીક છો મારી ભોળી માં ને તમે લોકોએ ચઢાવી છે આઇ હેટ યુ એમ કહીને આખી રાત દારૂ પીને ત્યાંજ સૂઇ ગયો છે. મને ખૂબ બીક લાગે છે મોમ હવે શું થશે ?
મલ્લિકાની મોમે કહ્યું "એ એવું બધું કેવી રીતે બોલી શકે ? ચોક્કસ એની માં.. પેલી ડોશીએજ એને ચઢાવ્યો હશે એનાંથી મારી દીકરીનું સુખ જોવાતું નથી એટલેજ આવું કર્યું હશે. તું ચિંતા ના કર આમ હારી જવાની જરૂર નથી હું સમજાવું એમજ વર્તન કરજે હવે.
મલ્લિકાએ કહ્યું "માં એ તો એવું કંઇ નથી બોલ્યાં મેં એ લોકોની બધી વાત સાંભળી છે એમણે તારું નામ કહીને કીધું કે મને કાલીન્દીબહેને સમજાવી મને તો આવો વિચાર પણ નહોતો આવ્યો પણ એમની વાત સાચી છે. હજી તમારી પાસે સમય છે.. પણ મોહીત ખૂબ શાતીર છે એને બધોજ ખેલ સમજાઇ ગયો. અહીં મારાથી એ માન્યો નહીં એટલે મેં તારા દ્વારા એની મંમીને કન્વીન્સ કરાવી ને ફોન કરાવ્યો છે અને સમજી ગયો મોમ બધું ખબર નહીં એ સવારે ઉઠીને શું રીએક્ટ કરશે.
એની મોમે કહ્યું "સવારે ઉઠીને એ કંઇ નથી કરવાનો તું એની સાથે વાત જ ના કરીશ કોઇ રીસ્પોન્સજ ના આપીશ તું પણ. તને અપમાનીત કરી છે એટલે એવી એંટમાં જ રહેજો. જે લોકો ખૂબ લાગણીશીલ અને પ્રમાણિક હોયને એ લોકો સરન્ડર કરી દે છે એલોકોને અબોલા ને ગુસ્સાવાળું વાતાવરણ ગમતું નથી હોતું. એ લોકોને જ્યાં ખૂબ ગુસ્સો આવે ત્યારે બેફામ બોલે છે એલોકોને ખબર પણ નથી હોતી કે શું બોલે છે ? એમનો એમની લાગણી અને મગજ પર કાબુ નથી હોતો. પણ બેબી આપણે તો શાણાં છે એ એનાં બોલવા ઉપરથીજ પસ્તાશે કારણકે દીલનાં સારાં હોવાને કારણે એમનાંજ શબ્દો પર એમને શરમ આવે છે પસ્તાવો કરે છે અને પછી માફી પણ માંગી લે છે એ લોકોનો ગુસ્સો લાંબો ટકતોજ નથી પણ બેબી તું એવું વિચારજ નહીં કે તારો કંઇ વાંક છે તેં ભલે મનથી વિચારી લીધુ કે આપણે ખોટું કર્યુ છે પણ ચોરી પર સીનાજોરી કરજો એજ આવશે તારી પાસે તને મનાવતો ધીરજ ના ખોઇશ.
અહીંની સ્થિતિ હું સંભાળી લઇશ એ મોનીકાબેનની સાથે હું એવી રીતે વાત કરીશ કે એમનો પાછો ફોન આવશે અને મોહીત સામેથી તારી સાથે સમાધાન કરવા મજબૂર થશે અને એ એવી રીતે કે એને ગીલ્ટ થશે કે એણે તારી સાથે ખોટું કર્યું છે એટલે ધીરજ રાખ જે ઢીલી ના પડીશ.. મેં બહુ જમાનો જોયો છે પુરુષની બીજી દુઃખતિ નસ છે એમની પ્રેમવાસનાં.. એ લોકોને આકર્ષિત એનો જાદુ ચલાવ જે એ તારી આંગળી પર નાચશે સમજી ગઇને સમજનારને ઇશારો કાફી છે હું તારી માં છું વધારે ખૂલીને નહીં કહી શકું પણ સમજીજ ગઇ હોઇશ.
મલ્લિકાએ થોડી રીસામણનાં હાસ્ય સાથે કહ્યું સમજી ગઇ હવે મને બહુ સરસ આવડે છે એ બધું તારે શીખવવું નહીં પડે એમાં મેં ખૂબ સફળતા મેળવી છે અને એનાથી તો... પછી આગળનાં વાક્યો ગળી ગઇ..
એની માં એ પૂછ્યું "સફળતા મેળવી છે એટલે ? બહુ ગુંડી છે તું કેમ નથી કહેતી કહીને મને.. મારી છાતી ગર્વથી ફુલશે.. ઠીક છે મારે નથી જાણવું તું બસ ત્યાં રાજ કરે અને તારાં મનમાં આવે એમ મોજ મજા કર હું કાયમ તારાં સાથમાં છું અને માર્ગદર્શન આપીશ.
મલ્લિકાએ કહ્યું "મોમ ખૂબ ચતુર છે ક્યાં ક્યારે શું કરવુ તને ખૂબ સમજ છે હું તારી પાસેથી શીખી અને શીખી રહી છું પણ તને કોણે શીખવ્યું ? નાની તો તારાં જેવી નથી એતો સાવ ભોળી છે.. તું બડી ચાલાક છે.
મોમે કહ્યું.. "અરે છોડને સ્થિતિ સંજોગ બધું આપણને શીખવે... તારાં બાપાને આટલી સફળતા મળી છે એમાં મારોજ મોટો હાથ છે. ભલભલાને મેં પાણી પાણી કર્યા છે આ આપણું સ્ત્રીચરિત્ર છે એમાં ભલભલો પુરુષ ગોથા ખાઇ જાય.. તારો બાપ એની સફળતાથી ફૂલ્યો નથી સમાતો પણ એમને ક્યાં ખબર છે કે એમાં મારી કેટલી ગહેરી ચાલ કામ કરી ગઇ છે.. મેં ઘાટ ઘાટનાં પાણી પીધાં છે એ વિજયના દરેક દિગ્વીજ્યમાં મારો હાથ છો. ક્લ્બમાં આ વખતે પ્રેસીડેન્ટમાં ઉભા રહેલાં મારાં ગ્રુપનાં સહકારથી ઇલેકશન જીત્યાં છે ભલે દારૂ નથી પીતી પણ ભલભલાને પીવરાવીને મારું ધાર્યું કામ કઢાવી લઊં છું. હવે મારી ઢળતી ઊંમર છે અને હવે વધારે દોડાતું નથી પણ હજી મારી સામે ચેલેન્જ આવે પાછી ઉભી થઇ જઊ છું.
મલ્લિકા ફાટી આંખે આજે એની મોમનું એનાંજ મોઢે જાણે કબૂલતનામું સાંભળી રહી હતી એની મોમે એની દીકરી સામે બધુંજ ચરિત્ર ખૂલ્લું કરી દીધું હતું. મલ્લિકાએ કહ્યું "મંમી બસ સમજી ગઇ.. પણ મારાંથી થશે એમ કરીશ પણ ચિંતા ના કરીશ.
મલ્લિકાથી માં કાલિન્દીબેન બોલવાનાં મૂડમાં હતાં ખબર નહીં જાણે એમણે દારૂ પીધો હતો પણ એમને પીવાનાં દારૂની નશો નહીં પોતાની કાબેલીયત ચતુરાઇ અને ષડયંત્રોથી મળેલી સફળતાઓનો નશો મગજ પર આવી ગયેલો આગળ વધતાં બોલ્યાં "તારાં પિતા મારી સામે કંઇ નથી તને શું કહું તારાં જન્મ પહેલાં... છોડ એ બધી વાતો.. કંઇ નહીં પણ તું ચિંતા ના કરીશ હું જ આનો પાછો રસ્તો કાઢીશ.. આમ તું પણ ઉજાગરા ના કર તારી તબીયત બગડશે. નિશ્ચિંત સૂઇ જા પછી શાંતિથી વાત કરીશું ખબર નહીં મારાં મોઢેથી પણ ઘણું નીકળી ગયું અને મલ્લિકાએ ફોન કટ કર્યો.
વધુ આવતા અંકે --પ્રકરણ-19