Sky Has No Limit - 17 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 17

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-17
મોહીતની માં નો ફોન આવ્યો અને મોહીત એમની સાથે વાતો કરી રહેલો. માં એને બાળક કરવાની ઉતાવળ કરવા ના પાડી રહેલી સમજાવી રહેલી. મોહીતે માં ને પોતાનાં સમ આપીને જાણી લીધું કે આ બાજુ તો મલ્લિકા અને એની માંની ગોઠવેલી છે. ગંજીફો ચીપીને તેઓ મારી માં ને રમતમાં ઉતારી રહ્યાં છે.. નિમિત્ત માં ને બનાવીને તેઓ ચાલ ચાલી રહ્યાં છે.
મોહીતને ધૃણાં થઇ ગઇ કે આ લોકો એક મોજ મજા માટે આટલે નીચે ઉતરી જાય અને રાજકારણ ઘરમાં જ રમે ? એ લોકોને એવું નહીં થતું હોય કે આ એકજ કુટુંબ છે હવે મારી ભોળી માં ને મહોરો બનાવે છે ?
મોહીતે કહ્યું "માં હું બધું જ સમજી ગયો છું તું ચિંતા ના કરીશ મારાં માટે જે યોગ્ય હશે એજ નિર્ણય હું લઇશ.. તને ખબર છે ને હું એકવાર જે નક્કી કરું છું પછી બદલતો નથી મારાંમાં તારાંજ ગુણ આવ્યાં છે હું કદી રાજકારણ નથી રમતો જે હોય સીધું મોંઢા પર કહેવામાં માનું છું પછી કતરાતી આંખે મલ્લિકાની સામે જોઇને બોલ્યો ઉભી રહે માં હું મલ્લિકાને આપું ફોન કર વાત..
મલ્લિકા ક્યારની મોહીત અને એની માંની વાતો સાંભળી રહેલી છેલ્લે છેલ્લે મોહીત જે વાક્યો બોલ્યો એનાં કળીએ કળીએ જીવ કપાઇ ગયો એને થયું મંમીએ બધું ભરડી માર્યુ હવે મોહીત ગુસ્સે થશે અહીં હવે એનો એજ કકળાટ ચાલુ થઇ જશે. મંમીએ મારી માંનું નામ દેવાની શી જરૂર ? વાત વાળી લેવી ના જોઇએ ?
મોહીતે ફોન મલ્લિકાને આપી ત્યાંથી ઉભો થઇને કીચનમાં ગયો અને ફ્રીઝ ખોલીને વ્હીસ્કીની બોટલ લઇ આવ્યો. અને સોડા અને ગ્લાસ સાથે લાવી ટીપોય પર મૂક્યો.
મલ્લિકાએ મોહીતની મંમી સાથે વાતો ચાલુ કરી "હાં માં કેમ છો ? તમારી તબીયત કેમ છે ? માં અહીં ઘર ખૂબજ સરસ છે બસ હવે તમે અને પાપા ક્યારે આવો છો ? અહીં રહેવા એનીજ રાહ જોઊં માં તમારી તબીયત સાચવજો પાપાને યાદી આપજો.. માં કહે આગળ બોલે કહે પહેલાં એણે મોહીતને વ્હીસ્કીની બોટલ લઇને આવતો જોયો એટલે ફોન મૂકી દીધો.
"મોહું તું હમણાં જમીને ઉભો થયો છે એનાં પર વ્હીસ્કી ? કેમ આમ ? શું થયું છે ? માં એ શું કીધું ? મલ્લિકા એકદમ અજાણી થઇ ભોળું મોઢું કરીને પૂછવા લાગી અને મોહીતની બાજુમાં આવી બેસી ગઇ.
મોહીતે કહ્યું "વાહ મારી સન્નારી કહેવું પડે તમારું અને તમારી એક્ટીંગનું... તું કોને ડફોળ બનાવે છે ? તે તારી મંમીને કીધેલું ને કે તેઓ ફોન કરીને મારી મંમીને સમજાવે કે હમણાં બાળક નથી કરવું ? એમની ચઢવણી અને સમજાવટથીજ માંનો ફોન આવ્યો છે માં નાં મગજમાં આવાં વિચાર આવેજ નહીં. મને તરતજ ખબર પડી ગઇ કે ચોક્કસ કોઇ ફળદુપ મગજની આ પેદાશ છે.. તમે લોકો આટલી બધી ગંદી ચાલ ચાલો છો ? તને ખબર પડે છે આ બધાંથી તું મારાં મનમાં તારું માન ગુમાવે છે ? શેનાં માટે આટલા ઘમપછાડા કરે છે ? તારે મારી સાથે મન પરોવીને જીવવું છે કે દુનિયા સાથે ? કેમ આટલું બધુ રાજકારણ રમે છે ?
મલ્લિકાએ કહ્યું "મોહું તું આ બધું શું બોલે છે ? તને ભાન છે તું મારી મંમી માટે બોલે છે ? એને એમાં એમણે ખોટું શું કર્યું છે ? એ એમની દીકરીનું સુખ ના જોવે ? હમણાં આપણે બાળક ના કરીએ અને પછી કરીએ ફરક શું પડવાનો છે ? પછી બાળક નથી થવાનું ? મારાં મનમાં પણ ઘણી ઇચ્છાઓ અને અરમાન છે કે મારે બધું ભોગવવું છે ભલે તું મને મટીરીયાલીસ્ટીક કહે તો હું છું મારે ખૂબ સુખ ભોગવવા છે હરવું છે ફરવું છે અત્યારથી મારે કોઈ જવાબદારીઓનાં બોજ નથીજ ઉચકવા એમાં હું સ્પષ્ટ છું તો તને કેમ તકલીફ છે ? તું તારાં વિચાર વ્યક્ત કરે છે મેં મારાં કર્યાં એમાં ખોટું શું છે ?
મોહીતે કહ્યું "વાહ કહેવું પડે તમારી ઇચ્છાઓ અરમાન તમારાં સુખ... મલ્લિકા તને નથી લાગતું કે તું કંઇક વધારે જ બોલી રહી છું.. બાળક થવું એ સુખ આનંદ મારાં એકલાનો નથી તારો છે કોઇપણ સુખ સાહેબી એનો આનંદ આપણે બંન્ને સાથે રહીને ભોગવીશું તોજ આનંદથી ભોગવી શકાશે... તને એવું નથી કે તારો પ્રેમી તારો વર ઇચ્છે છે એવું મને આપે ? અને એ આપણી નિશાની હશે એશ હશે આપણોજ વંશ કેમ ભૂલે છે ? 2-3 વર્ષમાં બધાં સુખ ભોગવાઇ જશે ? તને ખબર છે ? સુખ ભોગવવાની ભૂખ અને જીજીવિષા ક્યારેય સંતોષાતી નથીજ.
આજે જે ક્ષિતીજ પર દેખાય છે એ મેળવી લીધાં પછી ત્યાં નવી ભૂખનાં શબ્દો રચાય છે ચિત્રો દોરાય છે ભૂખ ક્યારેય શમતી નથી અને સંતોષી જીવને ક્યારેય ભૂખનું દુઃખ હોતું નથી. પણ તને નહીં સમજાય મારી વાત કરાણકે તારો ઉદાર તારાં વિચારોને દર્શાવે છે એમાં તારો વાંકજ નથી.
મલ્લિકાએ કહ્યું "મોહું હવે તું બોલવામાં હદ વટાવે છે.. કેમ મારાં ઉછેરમાં શું ખામી છે ? મારામાં સંસ્કાર નથી ? સુખ સાહેબી ભોગવવા કે જીવનમાં આનંદ માણવો કોઇ વ્યાખ્યામાં બંધાયેલું છે.. સુંખ આનંદ ક્યારેય બંધાયેલું હોતું નથી એ મુક્તવિહાર છે એ સ્વૈરવિહાર છે અને એ તને નહી સમજાય કારણકે એ તારાં ઉછેરનાં વિચારો છે મને કૂવાનાં દેડકાંની જેમ જીવવું નહીં ફાવે... કૂવાનેજ દેડકો એની આખી દુનિયા સમજે છે કારણકે કૂવાની બહાર એણે કાંઇ જોયુંજ નથી.
મોહીતે અકળાઇને કહ્યું "તું મને કૂવામાંનો દેડકો કહે છે ? તું શું સમજે છે તારી જાતને ? મારો આ થોડાંકજ સમયમાં થયેલો વિકાસ દુનિયા જોયાં વિના થયો છે આજે જે મેં મેળવ્યુ છે એ કુવામાં રહેલાં દેડકાં જેવાં માણસની પ્રગતિ છે ?
તારો એ મુક્તવિહાર.. સ્વૈરવિહાર હું બધું સમજું છું મને કૂવામાંનો દેડકાની ઉપમાં આપીને મને ગાળ આપી રહી છે. મારાં વિચાર સંસ્કારને લાંછન લગાડી રહી છે હું તને કદી માફ નહીં કરું આઇ હેટ યુ તુ મને ક્યારેય નહીં સમજી શકે કાયમ તું તારાં વિચારોની દુનિયામાંજ જીવી છું તુ મટીરીયાલીસ્ટીક હતી મને ખબર હતી પણ એને મેળવવા મેં ઘણી મહેનત કરીને તને આપ્યુંજ પણ આપણી અંગત વાતમાં એનાં સુખમાં તું એને વચ્ચે લાવીને મને ગાળ દઇશ ખબર નહોતી હું ચોક્કસ વિચારધારામાં જીવનાર છું મારામાં સંચિત સંસ્કાર પર મને ખૂબ ગૌરવ છે હવે મેં તને બધુજ આપી દીધું છે તારે એમાં જેમ જીવવું હોય જીવી શકે છે એમ કહીને એ ગ્લાસ-વ્હીસ્કી બોટલ અને સોડા લઇને પૂલ સાઇડ જતો રહ્યો અને ત્યાં પેગ બનાવીને પીવા લાગ્યો.
મલ્લિકાને એનાં ગયાં પછી થયું "હાય હાય અચાનક આમ આ શું થઇ ગયું ? કલાકમાં તો આ સ્વર્ગ સમાન ઘર સમશાન જેવું થઇ ગયું. માં નાં ફોન આવ્યાં પછીજ આ સ્થિતિ સર્જાઇ છે એ ડોશી રહી ગઇ હતી અત્યારે વાત કર્યા વિનાની.
મેં પણ માં ને ખોટું કીધુ મારે જ અહીં મેનેજ કરી લેવાનું હતું હું પણ વિચાર્યા વિનાં તોરમાં બધુ બોલી ગઇ મારો પણ વાંક છે. હું મોહીતને સમજીજ ના શકી મારે એની સાથે સમજાવટથી કામ લેવાનું હતું આમ એનાં પર ગમે તેમ નહોતું બોલવાનું.. એની આંખમાં આંસુ આવી ગયાં એને પસ્તાવો થઇ રહેલો પણ એની એંટ હજી એવીને એવી હતી એ બેડરૂમમાં જઇને સૂઇ ગઇ.
મોડી રાત થઇ એ ઉઠીને બહાર જોવા આવી તો પૂલ સાઇડ મોહીત ડ્રીંક લેતો લેતો ત્યાં ચેરમાં જ સૂઇ ગયેલો એની છાતી પર કાચનો મગ હતો એણે આખી બોટલ પુરી કરી નાંખી હતી.. પણ એને ઉઠાડી અંદર લઇ જવાની હિંમત ના કરી એ પાછી બેડરૂમમાં આવી અને મોબાઇલ ઉઠાવીને એની માં ને ફોન કર્યો..
"હાં માં હું મલ્લિકા આજે...
વધુ આવતાં અંકે --પ્રકરણ-18

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED