મહામુશ્કેલી પછી નું આપણું ભારત
(આપણી આવતીકાલની આર્થિક સ્થિતિ નો આધાર સરકારની તથા આપણી કામગીરી ,દ્ર્ઢતા તથા પ્રતિબદ્ધતા ઉપર !)........ એક વિચાર .
મુશ્કેલી , મુશ્કેલી અને બસ મુશ્કેલીઓએ છેલ્લા દોઢ માસથી સામાજિક ,આર્થિક ,રાજકીય તથા વૈશ્વિક જીવનના પાયા હચમચાવી નાખ્યા છે ! આપણે ત્યાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના સદાબહાર નેતૃત્વમાં આપણી સરકારે આગમચેતીના ઘણા બધા પગલાઓ લીધા છે જેથી કરીને આ મહામુશ્કેલી (મહામારી) ને કંટ્રોલ કરી શકાય, રોકી શકાય તેમજ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય .
આપણી રિઝર્વ બેંકે પણ આર્થિક બાબતોને આ મુશ્કેલ ઘડીમાં બેલેન્શ કરવા રેપોરેટ , રિવર્સ રેપોરેટ , CRR વગેરેમાં કાપ મુકી ,લિક્વિડિટી વધારી ખુબજ સુંદર કામગીરી બજાવી છે તથા દરેક પ્રકારની લોન માટે 3 મહિનાનો સમય વધારી આપ્યો છે જે પણ બિરદાવવાને લાયક છે. તેમજ આપણાં નાણામંત્રી સાહિબાએ પણ ગરીબોને રાહતરૂપ આર્થિક પેકેજ આપીને સરાહનીય કામગીરી બજાવી છે .
આ બધા સરકારી પ્રયાસો ઉપરાંત આપણાં ડોક્ટર્સ , આરોગ્ય કર્મચારીઓ તથા તમામ સ્ટાફ , પોલીસ, સામાજીક , ધાર્મિક તથા અન્ય તમામ સંસ્થાઓ તેમજ દરેક વ્યક્તિ વિશેષ સેવાભાવી લોકોએ જે કામગીરી ઉપાડી લીધી છે તેને બિરદાવવા માટે કોઈપણ શબ્દ ઓછા પડે તેવું આ તકે લાગી રહ્યું છે . આમ આ બધા દરેક લોકોના સહિયારા પ્રયાસથી આપણે આ મુશ્કેલીની સામે વિજય બનીને જરૂર થી બહાર આવી શકીશું તેવી આ તકે ખૂબજ આશા છે .
હવે આગળ આપણે આ મુશ્કેલીને નાબૂદ કર્યા પછી બીજા સ્ટેજમાં ધંધા રોજગાર વગેરે ને માટે કઈક કરવું પડશે જેથી કરી ને મોટી આર્થિક કટોકટી ન સર્જાય, બેકારી, ગરીબી તથા બેરોજગારી ના મોટા પ્રશ્નો ના સર્જાય અને આપણી ઇકોનોમી પાછી પુનઃ પહેલા ની જેમજ કે તેનાથી પણ વધુ જોરથી ધબકવા માંડે આ માટે આપણી સરકારે અત્યારથી જ પ્રયાશો ચાલુ કરી દેવા પડશે, આ માટે સર્વ પ્રથમ તો આપણે દેશ ની લગભગ 10,000 થી 19000 ની આસપાસ કે તેથી વધુ કંપનીઓ (ન્યુઝ અહેવાલ પ્રમાણે) N.C.L.T અંતર્ગત કાયદાકીય પ્રોસેસ નો સામનો કરી રહી છે તે બધી જ કંપનીઓ ને તાત્કાલિક યુદ્ધ ના ધોરણે પુનઃ જીવિત કરવી પડશે અને ધબકતી કરવી પડશે. જેથી કરી ને જે પણ નાના ઇન્વેસ્ટરો એ આ કંપની માં રોકાણ કર્યું છે તેમણે તેમના રોકાણ નું યોગ્ય વળતર મળી શકે, તેમજ આ બધી કંપની ના કર્મચારી તથા કંપની સાથે સંકળાયેલ દરેક ના હિતો જળવાય રહે તેમજ બેન્કોની મુડીપણ ઝડપ થી રિકવર થાય અને બેન્કો ની આર્થિક સ્થિતિ મજબૂત થાય , એનપીએ ઓછી થાય તેમજ આ બધા પૈસા બજાર માં આવતા આપણી ઇકોનોમી પાછી પાટા પર ચડી ને દોડવા લાગે. આ માટેના પ્રયાશો ખુબજ ઝડપી થાય તે દિશામાં અત્યારથીજ વિચારવાની તાતી જરૂરિયાત છે !
આપણાં નાણાંપ્રધાન નિર્મલાજી એ અગાઉ બજેટ વખતે 180 દિવસમાં આ બધી કંપનીઓ ના કેસ ના નિપટારા ની વાત કરેલ હતી પરંતુ દોઢ થી બે વર્ષ થવા છતાં જૂજ કેસ નો ઉકેલ પણ (અગમ્ય કારણોસર) હજુ સુધી આવ્યો નથી તે એક ‘મહા આશ્ચર્ય’ ની વાત છે !
આ તકે આશા છે કે નાણાપ્રધાન તથા સરકાર આ બાબતને (આર્થિક બીમારીને ) યુદ્ધ ના ધોરણે હાથ પર લઈ ને આ કંપનીઓને પુનઃજીવિત કરશે અને જો આ બધી કંપનીઓ પુનઃજીવિત થશે તો જ આપણે આ વૈશ્વિક મહામારી પછી ઉદભવનાર સંભવિત આર્થિક કટોકટીનો (આર્થિક બીમારીનો) સામનો મજબૂત રીતે કરી શકીશું અને વિશ્વ ફલક પર આપણાં દેશ નું નામ રોશન કરી શકીશું.
મારૂ આ સુચન/વિચાર નાણાપ્રધાન સાહેબા, પ્રધાનમંત્રી શ્રી તથા તેમના મંત્રી મંડળ ની પૂરી ટીમ ધ્યાન પર લેશે અને કંપની પ્રમોટરો, ઉદ્યોગપતિઓ, બેન્કરો, રેગ્યુલેટરી સંસ્થાઓ અને સલગ્ન સહયોગીઓ પણ આ સંકટ સમયે જવાબદારીથી વિચારશે , પરિપક્વતા બતાવશે અને યોગ્ય પગલાં તાત્કાલિક ભરશે તેવી આશા સાથે - સૌને ધન્યવાદ , જય હિન્દ.
લિ. બિપિન આઇ ભોજાણી (લેખક )
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)