પ્રેમ મિલન Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેમ મિલન

પાંચમા વર્ગ પ્રતીક અને તારા એક બીજાના ખૂબ સારા મિત્રો હતા. બંને એ પ્રાયમરી પૂરી કરી ને કોલેજ માં સાથે આવ્યા. એક જ ક્લાસ અને એક જ બેન્ચ પર પહેલી થી જ સાથે બેસતા. પ્રતિક ને કઈ જરૂર પડે તો તરત તારા આપી દેતી ને તારા ને જરૂર પડે એટલે તે તરત માંગી લેતી. વળી બંને એક પાડોશી પણ હતા. એમ કહું તો બધું કામ સાથે જ કરતા.

બંને હવે કોલેજ માં હતા ને યુવાન હતા એટલે આ ઉંમરે લવ હોર્મોન્સ સૌથી વધુ સક્રિય બને છે અને પ્રતીક સાથે પણ આવું જ કંઈક થયું છે. ઘણાં વર્ષોથી બંને ખૂબ સારા મિત્રો હોવાથી, તારા સાથે પ્રતીકની મિત્રતાએ તેના હૃદયમાં વધુ લાગણી પેદા કરી હતી. અને પ્રતીકના દિલમાં તારા એ સ્થાન લઈ લીધું હતું. તારા પણ પ્રતીકને મિત્રની જેમ નહિ પણ એક સારો બોય ફ્રેન્ડ હોય તે રીતે તેની સાથે વર્તાવ શરૂ કર્યો. તે બંને મિત્રતા સમાપ્ત કરવા માંગતા હતા. પણ લવ ની પહેલ કોણ કરે. આમ કોલેજ પૂરી થઈ ગઈ ને બંને મિત્ર જ રહ્યા. પણ રોજ આઇસ પાર્લર માં આઈસ ક્રીમ ખાવાનું ચૂકે નહિ. તારા ને મનગમતી વસ્તુ હતી.

સમય વીતતો ગયો અને બંને ને સારી જોબ મળી ગઈ . પ્રતીક ની જોબ અમદાવાદમાં હતી અને તારા ની મુંબઈ માં નોકરી કરતી હતી પરંતુ તેમ છતાં બંને ફોન પર અથવા વોટ્સએપ પર વાતો કરતા હતા. 

એકબીજાથી દૂર ગયા પછી પ્રતીક અને તારા ને પણ તેમની વચ્ચેનો પ્રેમનો અહેસાસ થતો હતો પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં. હવે તે બંને એક વર્ષ થી એકબીજાથી અલગ થઈ ગયા હતા અને એક દિવસ તારા ને પ્રતીક નો ફોન આવ્યો.

પ્રતિક : તારા, હું આવતીકાલે મુંબઈ આવી રહ્યો છું, તું મને મળી શકીશ ?? મારે બહુ કામ નથી? જો તું ફ્રી હો તો. બસ તને એકવાર ત્યાં આવું છું તો તને મળું.

તારા : અરે, મૂર્ખ, તમારા માટે કોઈ કામ જરૂરી નથી. હું ખુશ થઈ કે તમે મને મળવા આવી રહ્યા છો, હું તમને ખૂબ યાદ કરતી હતી.

પ્રતિક : ઓકે, આવતી કાલે મળીશ હું તને તારી મનપસંદ આઈસ ક્રીમ ખવડાવીશ. બોલ ખાઈશ ને ?

તારા : ઓફ કોર્સ કેમ નહિ. ફરી આપણી 
ચુનહેરી યાદો તાજી થશે ને મને સારું પણ લાગશે.

બીજા દિવસે પ્રતીક મુંબઈ પહોશે છે ને ત્યાં તારા ને કોલ કરે છે ને તે થોડી વાર માં ત્યાં પહોશે છે. પહેલા તો બંને ગળે વળગે છે ને પછી એક આઈસ પાર્લર માં જાય છે.

પ્રતિક તારા ને જોઈને ચોંકી ગયો, તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, તેની પાસે એક પર્સ હતું, બ્લુ જીન્સ અને વાઇટ ટોપ પહેરેલું હતું. મેકઅપ પણ કરી આવી હતી. થોડી વાર તો બસ તારા ને નિહાળતો રહ્યો.

પ્રતિક અરે, તારા, તને મુંબઈ ની હવા ફાવી ગઈ લાગે છે, તું આટલી સુંદર કેવી રીતે બની ગઈ.

તારા : હું પહેલા પણ સુંદર હતી જ પણ તમે ક્યારેય મારી તરફ ધ્યાનથી જોયું ન હતું.

પ્રતિક : તારા સાંભળ, તારી જોબ કેવી ચાલે છે, તું બરાબર છો ને?

તારા : હા, હું ઠીક છું . પ્રતિક

બંને એક બીજા સાથે ખૂબ જ સમય વિતાવ્યો, થોડી વાત ચૂપ રહ્યા, આઇસ ક્રીમ ખાધું ને ફરી વાતો કરવા લાગ્યા.

પ્રતિક આપણે એકબીજા સાથે આટલા વર્ષ વિતાવ્યા પછી આપણે છૂટા પડ્યા. પણ આપણે નોકરી માટે અલગ થયા પછી મને ત્યારથી કંઇક અલગ લાગે છે. મને તે દિવસો હજુ યાદ આવ્યાં કરે છે. 

તમને ખબર છે મેં આ ડ્રેસ ગઈકાલે લીધો હતો કારણ કે તમે આવવાના હતા અને મેં આ મેકઅપ એટલા માટે કર્યો છે કે તમે આજે મને મળવાના હતા. તમે સમજો છો ને ?

પ્રતિક : (હસીને) ના… હું કાંઈ સમજી શકતો નથી ..

તારા : સંભાળ પ્રતીક .. હવે આપણે દોસ્તી સાથે આગળ વધવું જોઈએ. મને લાગે છે કે હું તારી સાથે મિત્રતા બની રહેવા નથી માંગતી. હવે તમારે પણ કંઇક સમજાવવું પડશે અથવા મને બધું કહેવું પડશે. જે હું ફિલ કરું છું તે તમે પણ કરો છો.

પ્રતીકે તારા નો હાથ પોતાના હાથમાં લીધો અને ..

પ્રતિક (હસતાં): તું જાણે છે, મારા કોલેજકાળ માં મને તારા માટે લાગણી અને પ્રેમ હતો , પણ મને ડર હતો કે હું તારા જેવા મિત્રને ગુમાવવા માંગતો ન હતો.

 તારા, મારે આખું જીવન તારી સાથે વિતાવવું છે, જો તું મારી સાથે હોય તો આખી જિંદગી પ્રેમ થી વિતાવિશું. 

હું તને ફક્ત મુંબઈ માં મળવા આવ્યો હતો, પરંતુ મુંબઈ ની છોકરી ખરેખર દિલ ની ચોરી કેવી રીતે કરવી તે જાણે છે.

તારા હસતી હસતી પ્રતીક ને ગળે વળગી ગઈ ને બંને એ હાથ માં હાથ નાખી અમદાવાદ તરફ રવાના થયા.

 જીત ગજ્જર