પ્રેમની અહેમિયત Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

પ્રેમની અહેમિયત

ટેટ ની પરિક્ષા આપવા  આદિત્ય ને અમદાવાદ જવાનું હતું. કોલેજ પણ પૂરી કરી લીધી હતી. ડિગ્રી માટે પણ તેને અમદાવાદ કોલેજ બેસ્ટ લાગી લાગી રહી હતી. ટેટ ની એક્ઝામ દેવા તે એકલો જઈ રહ્યો હતો તેની સાથે કોઈ હતું નહિ તે બસ ની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં સામેથી આવતી રિતુ ને જોવે છે તે રિતુ જે આદિત્ય ની સાથે કૉલેજ માં હતી ને આદિત્ય તેને એક તરફી પ્રેમ કરતો હતો.

ઓહ...રિતુ તું અહી.?
હા આદિત્ય ...પણ તું કેમ અહી ?
હું અમદાવાદ જઈ રહ્યો છું ટેટ ની પરિક્ષા આપવા .
લાગે છે તું પણ ત્યાં જ આવતી હોય.
હા આદિત્ય .....

બસ આવી અને બંને આખી સફર દરમિયાન ખૂબ વાતો કરી. આદિત્ય રિતુ સામે વારંવાર જોયા કરતો પણ રિતુ નજરઅંદાજ કરતી હોય તેવું લાગી રહ્યું હતું. આમ સાથે બસ મા સફર કરી અને સાથે પરિક્ષા પણ આપી. 

આદિત્ય ને પરિક્ષા આપી દીધી ને જોબ માટે ઇન્ટવ્યૂ આપવા જવાનું હતું એટલે તે  બહાર રિતુ ની રાહ જોઈ રહ્યો.

રિતુ ત્યાં આવતા જ આદિત્ય તેને પ્રપોઝ કરે છે. રિતુ આદિત્ય નું પ્રપોઝ ને અસ્વીકાર કરે છે. આદિત્ય બીજું કઈ બોલ્યા વગર ત્યાં થી જતો રહે છે.

એક આઈટી કંપની માં આદિત્ય ને સારી જોબ મળી જાય છે. તેમાં તેને એક વેબ ડેવલપર ની જોબ મળી. બધું બરાબર ચાલી રહ્યું હતું. આદિત્ય નો પગાર રૂ .12000 મહિને હતો તે આરામ થી બધું મેનેજ કરી રહ્યો હતો.

આવનાર સમય આદિત્ય માટે કઠિન હતો પણ તેને ક્યાં ખબર હતી કે કઈક નવું થવાનું છે. એક દિવસ રિતુ ને  ત્યાં જોબ મળે છે તે  તે આદિત્ય ના પટેલ સર ની સાથે કામ કરવા લાગે છે. પટેલ સર રિતુ થી ઘણા મોટા હતા. તે વડા તરીકે ની ફરજ બજાવી રહ્યા હતા. દિવસો પસાર થવા લાગ્યા પણ રિતુ આદિત્ય સાથે કઈ બોલતી પણ ન હતી. એક દિવસ આદિત્ય એ નોટિસ કર્યું કે પટેલ સર રીતુ ની સામે વારંવાર જોયા કરતા હતાં. રિતુ પણ પટેલ સર ને નિહાળતી હતી. આદિત્ય ને પટેલ સર નો બિહેવિયર અને તેને લાઈફ વિશે પૂરેપૂરો જાણતો હતો એટલે તેને રિતુ ને બોલાવી પટેલ સર થી સજાગ રહેવાનું સૂચન કર્યું. પણ આદિત્ય ની વાત રીતુએ ગળે ઉતારી નહિ ને તે પટેલ સર ની નજીક જવા લાગી.

આદિત્ય એ ફરી રિતુ ને પ્રપોઝ કર્યું પણ ત્યારે રિતુ એ સાફ કહી દીધું તારો પગાર 12000 રૂપિયા છે ને પટેલ સર નો એક લાખ હું તેની સાથે હેપી રહીશ તારી સાથે નહિ એમ કહી ત્યાંથી રીતુ પટેલ સર પાસે જઈ આદિત્યની સાથે જે વાત થઈ તે વાત કરી.

હવે આદિત્ય ની જીંદગી વેરવિખેર થવા જઈ રહી હતી. પટેલ સરે તેને ઓફિસ માં બોલાવ્યો ને આદિત્ય ને રાજીનામું માંગ્યું ને તેને સસ્પેન્ડ કરી દીધી. આદિત્ય બધું સમજી ગયો કે આ બધું રિતુ નું કામ છે. ચાલો નવી જિંદગી ની શરૂઆત કરીએ...

ત્યાં થી નીકળી ને ઘણી કંપની માં નોકરી માટે ધક્કા ખાધા પણ કોઈ કંપની તેને રાખવા ત્યાર ન હતી. જોબ માટે હિંમત હારી ગયો પણ મહેનત માટે તેનો જુસ્સો હજુ કાયમ હતો. એક દિવસ નક્કી કરી લીધું હું મારો પોતાનો ધંધો શરૂ કરીશ. તેણે વેબ ડેવલપર્સ ની એક નાની કંપની શરૂ કરી. રાત દિવસ મહેનત થી તેની કંપની સારો  બિઝનેસ કરવા લાગી. 

ફક્ત બે વર્ષ માં તો તે કંપની નું ટર્ન ઓવર 2 કરોડ થઈ ગયું. એક દિવસ એક એમ્પ્લોય આદિત્ય ના ઓફિસ માં જઈ કહ્યું મારી એક મિત્ર તમારી કંપની માં જોબ કરવા માંગે છે. પહેલા તો આદિત્ય હા પાડી પછી કહ્યું શું નામ છે તેનું
સર તેનું નામ રિતુ છે. વગર વિચારે તેને જોબ માટે હા પાડી દીધી.

બીજે દિવસે આદિત્ય તેની ઓફિસ માં હતો ત્યાં તેનો મેનેજર આવ્યો ને કહ્યું પેલી રીતુ નામની છોકરી ઇન્ટરવ્યુ માટે આવી છે તો હું તમારી ઓફિસ માં મોકલું. આદિત્ય એ તેને મોકલવાનું કહ્યું. 

રિતુ અંદર આવી પણ આદિત્ય ને જોઈ તે ચોંકી ઉઠી આદિત્ય આ જગ્યાએ...!
આદિત્ય એ તેને બેસવાનું કહ્યું.
રિતુ એક વાત કહું તારે આ જોબ ની કેમ જરૂર પડી તું તો સેટલ હતી ને.
આખો માં બે આશું પડ્યા ને બોલી.
આદિત્ય હું તને સમજી ન શકી મને માફ કરી દે. પટેલ સર ની વાત માં આવી ને મે તેની સાથે લગ્ન તો કર્યા પણ એક મહિના માં મને ખબર પડી તેને પત્ની ની સાથે બે બાળકો પણ છે. તેણે તેની પત્ની સાથે ડિવોર્સ કરશે તેની વાત માં હું આવી ગઈ ને આમ એક વર્ષ તેની સાથે પસાર કર્યું પણ બહુ પૈસા હોવા છતાં હું દુઃખી રહતી ને મન માં દુઃખી રહેતી. એક દિવસ મને તેને તેની લાઈફ અને કંપની માંથી દૂર કરી દીધી હું બેકાર ની સાથે એક લાચાર બની ને જીવી રહી છું.

આ વાત સાંભળી રિતુ ને તેની ખુરશી પર થી ઉભી કરી ને તેની બાજુની સીટ પર બેસાડી ને આદિત્ય એ કહ્યું તારું સ્થાન મારા દિલ માં હતું અને હવે મારી બાજુમાં...
આ સાંભળી રિતુ આદિત્ય ને ગળે વળગી ગઈ.

જીત ગજ્જર