જાણે-અજાણે (53) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (53)

નિયતિનાં પિતા પોતે સદમા માં હતાં પણ બીજી તરફ તે જાણતાં હતાં કે તેમની દિકરી પર શું વીતી રહી છે. અને તેને થોડો એકલો સમયની જરૂર છે. એટલે તેમણે નિયતિને એકલી મુકી દીધી. નિયતિ એક ખુણાંમાં પોતાની જાતને સમેટીને બેઠી હતી. એટલે તેનાં પિતા થોડે દૂર જઈ ને બેસી ગયાં. તેમની અશ્રુભીની આંખો ચારે તરફ ફરવા લાગી. થોડાં સમય પહેલાં તેમણે આ મંડપમાં પોતાની દિકરીને આવતાં જોઈ હતી. મહેમાનોની ગપશપ, બાળકોની રમત અને નિયતિની સખીઓનાં હસતાં ચહેરાં બધું તેમની સામે આવવાં લાગ્યાં હતાં. અને અત્યારે ચારે તરફ માતમનો માહોલ સર્જાય ગયો હતો. અને સૌથી વધારે તો પોતાની દિકરીની વેદનાં અસહ્ય બની રહી હતી. આ વિચારીને જ તેમનાં આંખે આંસુ ટપકી પડ્યાં.

થોડીવાર સણસણતો મૌન છવાય રહ્યો. પછી ધીમેથી રોહન નિયતિ પાસે ગયો. અને પોતાની વાત સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. " નિયતિ..... તું ઠીક છે?" નિયતિ એ કોઈ જવાબ ના આપ્યો. અને તેની વાત સાંભળી કે ના સાંભળી કરી નાખી. નીચી નજરે બેસી રહી. રોહને આ જોઈ ફરી પુછ્યું" જો નિયતિ, હું ખરેખર તને કોઈ જાતનું દુઃખ નહતો આપવાં માંગતો. અને હા એ વાત સાચી છે કે પેહલાં મારાં મનમાં પાપ હતું. જ્યારે મેં તારી સાથે વાત કરવાની શરુઆત કરી હતી. પણ જેમ જેમ હું તને જાણતો ગયો તેમ તેમ તું મારાં મનમાં ઉતરવાં લાગી અને મને પોતાને ખબર નહતી પડી કે ક્યારે તું મારાં મનમાં મારાં કરતાં વધારે ઘુમવા લાગી. એ ત્રણ વર્ષ જ્યારે હું તારાથી દુર હતો ત્યારે પણ હું તારાં વિશે વિચારતો ફરતો. અને કોઈક વાર એવો વિચાર આવે કે શા માટે હું તારાં વિશે વિચારું છું ત્યારે એમ કહી પોતાને સમજાવી દેતો કે તું મારું ટાર્ગેટ છે. એ દિવસ હું ક્યારેય નથી ભૂલી શકતો કે જ્યારે લાંબાં સમય પછી મેં તને જોઈ હતી. મારાં રોમ રોમમાં જીવ પ્રસરી ગયો હતો. મારું હ્રદય ધબકવાનું બંધ અને ઉછુળવાનું શરું થઈ ચુક્યું હતું. અને એ પેહલીવાર જ્યારે મારાં હાથ તારાં સુંવાળા વાળમાંથી ફરીને તારાં ચહેરાં સુધી પહોંચ્યાં હતાં અને તું મારી એટલી નજીક હતી કે મારો શ્વાસ પણ રોકાય ગયો હતો. તે ક્ષણ અવર્ણનીય હતો. મારાં જીવનનાં જેટલાં પણ સુવર્ણ પળો જે યાદગાર બન્યાં છે તેમાં માત્ર તું જ છે. અને તારાં જવાં પછી તો જાણે હું પણ જીવવાનું ભૂલી ગયો હતો. " નિયતિએ આંખો ઉંચી કરી અને રોહન સામે ગુસ્સામાં જોતાં કહ્યું" મારાં જવાં પછી?... કે મને માર્યાં પછી?" નિયતિનાં આટલાં શબ્દો પણ રોહનને સૂરની જેમ વાગી રહ્યાં હતાં. રોહને તરત જવાબ આપ્યો" ના..ના... મને ખોટો ન સમજ ... હું ક્યારેય તને સપને પણ મારવાનું ના વિચારી શકું. પણ એ પરિસ્થિતિ એવી હતી કે મારે કરવું પડ્યું. પણ મારો વિશ્વાસ કર. તારાં સિવાય મારાં જીવનમાં કશું બચ્યું નહતું. અને મને ક્યારેય લેગ્યું પણ નહતું કે તું મને આમ મળીશ. અને તને કોઈ દિવસ વાતની ખબર પણ પડશે!...

પણ આજે જ્યારે બધી વાતની જાણ થઈ ચુકી છે તો હું એ પણ કહેવાં માંગું છું કે નિયતિ... હું તને આજે પણ પ્રેમ કરું છું. અને પોતાનાં જીવનમાં લાવવાં માંગુ છું. (પોતાનો હાથ નિયતિ તરફ વધારતાં) શું તું મને અપનાવીશ?.. ફરી વખત?.. જાણે - અજાણે થયેલી ભૂલોને માફ કરી મારી જુની નિયતિ બનીશ?" નિયતિ આ સાંભળી સફાળી બેઠી થઈ ગઈ. થોડે દુર ઉભો કૌશલ આ બધી વાત સાંભળતો હતો. પણ તેણે એકપણ શબ્દ ના કાઢ્યો. નિયતિની નજર કૌશલ પર પડી. કૌશલ તેને જ જોઈ રહ્યો હતો. નિયતિની આંસુ ભરેલી આંખોમાં જોઈ, ઘણી હિંમત કરી તેણે નિયતિને ઈશારો કર્યો કે જે તને સાચુ લાગે એ કર. અને નિયતિએ રોહન પાસેથી થોડો સમય માંગ્યો.

આ સમયે કૌશલની વેદના પણ નિયતિથી ઓછી ન હતી. તે જાણતો હતો કે કદાચ આજે તે રેવાને ગુમાવી દેશે. તે જાણતો હતો કે રોહન નિયતિનો પહેલો પ્રેમ છે. અને પહેલો પ્રેમ ક્યારેય ભુલાય નહીં. અને જો તે આમ અચિનક પાછો આવી જાય તો તેને પામવાની ઈચ્છા તો થાય જ. પણ તેનાં ચહેરાં પર તેની વેદના જરાં પણ છલકી નહતી રહી. કેમકે જો એવું થાય તો રેવા કદાચ કૌશલ પર દયા રાખી ને રોહનને જતો કરી દે. અને કદાચ મનમાં ને મનમાં તે ઘુંટાય મરે. એટલે કૌશલે રેવાની જીવનનો નિર્ણય સંપુર્ણ રેવા પર જ છોડી દીધો હતો.

રેવા કશું વિચારવા યોગ્ય નહતી. તે સતત કૌશલ સામેં જોતી રહી. અને જાણે શબ્દો વગર જ આંખોથી વાતો થતી હોય તેમ કૌશલને બોલાવતી રહી. કૌશલ તેની પાસે ગયો એટલે રેવાએ કહ્યું" મારૂં જીવન તો ફરીથી ઉલટાય રહ્યું છે કૌશલ.... જો ને આ બધું શું થઈ રહ્યું છે?... જ્યારે હું રોહનને પામવા માંગતી હતી ત્યારે તેને કદર નહતી. અને જ્યારે હું બધું જાણવાં માંગતી હતી ત્યારે લાખ કોશિશ કરતાં પણ મને કશું યાદ નહતું આવ્યું. અને જ્યારે હું મારી પરિસ્થિતિ ને અપનાવી પોતાની આસપાસનાં લોકોને સમજવાનો કે જાણવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે અચાનક મારો અતિત મારી સામેં આવીને ઉભો રહી ગયો. હા એ વાતની ખુશી છે કે મને મારાં પિતા મળ્યાં. પણ સાથે સાથે એટલી વાતો પરથી પડદા પડ્યાં કે હવે મારાં મા હિંમત નથી કશું સહન કરવાની. હું શું કરું કશું નથી સમજાતું!... અ..અને આ રોહનની વાતો તેં સાંભળીને?.. હું શું જવાબ આપું ?... શું કહું ?.. કોની સાથે રહું?.. મને કોઈ માર્ગ નથી દેખાતો!" કૌશલની આંખો ભિંજાય રહી હતી. પણ તેને કોરી કરતાં બોલ્યો" રેવા, તારું મન જે કહે એ કર... તારી પર કોઈ જબરદસ્તી નથી. તેં પોતાનાં ભાગનાં બધાં દુઃખ ભોગવી લીધાં છે. હવે તને પણ હક્ક છે કે તું તારી પસંદથી, તારી મરજીથી જીવન જીવે. જે પણ વસ્તુ કે વ્યકિતમાં તને તારી ખુશી દેખાય તું તેની તરફ આગળ વધજે. હું હંમેશા તારો સાથ આપીશ. તને તારાં ભાગની ખુશી સુધી પહોંચાડીશ. " રેવા કૌશલની વાતો ધ્યાનથી સાંભળી રહી હતી. આજ સુધી દરેક વ્યકિતએ તેની પાસે કશુંક અપેક્ષા રાખી જ હતી. આજે પહેલીવાર કોઈ એવું બોલ્યૂં હતું કે જા તારી ખુશી તરફ આગળ. કૌશલની વાતોમાં લાગણીની હુંફ વર્તાય રહી હતી. રેવા તે અનુભવી શકતી હતી. હવે તેને વિચારવાનો કોઈ સમય જોઈતો નહતો. અને રેવાએ કૌશલનો હાથ પકડી તેને પુછ્યું " શું ખરેખર તું મારો સાથ આપીશ?.. મને જે જોઈએ તે મેળવવાં મદદ કરીશ?" રેવાના હાથને થબડાવતાં કૌશલે કહ્યું" હા બિલકુલ. તું જણાવ તો ખરી!..."

રેવા થોડીવાર રોહન સામેં જોતી રહી. રોહન તેની અને કૌશલ સામેં જ જોતો હતો. આ જોઈ કૌશલનાં મનને ધ્રાસ્કો પડ્યો. તેને અંદાજ થવાં લાગ્યો કે તે રોહન પાસે જવાં કહેવાની છે. બીજી તરફ પસ્તાવો અનુભવતી સાક્ષી પણ આ બધું જોઈ રહી હતી. સાક્ષીને પસ્તાવો તો હતો પણ તેનો પ્રેમ રોહન માટે ઓછો નહતો થયો. તે મનનાં કોઈક ખુણે હજું રોહનને ચાહતી હતી. પણ નિયતિને જોઈ સાક્ષી પણ નિરાશ બનવાં લાગી હતી. કે આજે જો તે રોહનને પસંદ કરશે તો સાક્ષી રોહનને હંમેશ માટે ગુમાવી બેસસે.
આ બધી સમજફેર વચ્ચે કૌશલે હિંમત ધરતાં કહ્યું " તનેં રોહન જોઈએ છે ને?.. " " ના મને તું જોઈએ છે!" રેવાએ કૌશલનો હાથ જોરથી દબાવતાં કહ્યું. અને એક ક્ષણ માટે તો કૌશલને પણ કશું સમજાયું નહીં એટલે તેણે પુછ્યું"શું?" રેવાએ તરત જવાબ આપ્યો "હા કૌશલ... મને તું જોઈએ છે. મને મારી ખુશી તારી સાથે દેખાય છે. મારી વાતોને તારાં કરતાં વધારે કોઈ નથી સમજતું. અને તારાં જેટલો સાથ પણ મને કોઈએ નથી આપ્યો. હા મને તાંરાં માટે લાગણી હતી પહેલે થી જ. પણ કોઈ દિવસ કહેવાની હિંમત નહતી થઈ.

તારી ખુશીથી મને ખુશી થાય છે, તારાં દુઃખ થી મને પણ દુઃખ થાય છે. તું આસપાસ હોય તો મને બહું સારું લાગે અને જ્યારે ના હોય તો મારી આંખો તને જ શોધતી ફરે છે. તારો સ્પર્શ મને આરામ આપે છે અને તારો સાથ મને હિંમત. પણ હા... હું તારી પર કોઈ દબાવ નથી રાખતી. પણ આજે હું પુછવાં જરુર માંગું છું કે જાણે-અજાણે જોડાયેલાં મનને તું અપનાવીશ?.. " કૌશલની આંખોમાંથી આંસું નિકળી પડ્યાં. અને અવાજ નિકળવો મુશ્કેલ બની ગયો. રેવા કૌશલ સામેં આશાથી ભરેલી નજરે જોવાં લાગી. અને કૌશલ થોડો શાંત બની બોલ્યો " ઓય પાગલ.... અડધો પાગલ તો હું હતો જ અને તું મારી જોડે રહીશ તો હું પુરો પાગલ બની જઈશ..." રેવાએ નિરાશ બનતાં માંથું નિચે ઝુકાવવાં લાગ્યું એટલે કૌશલ ફરી બોલ્યો" પણ મને આ પાગલ થવું મંજુર છે!...તારી આ ના કામની બકબક વાતો અને તારાં ઝઘડાં સાંભળવાની આદત થઈ ગઈ છે. મને તારી આદત થઈ ગઈ છે રેવા... હું તારાં માટે હંમેશાં હતો અને આગળ પણ રહીશ. " અને બસ.... જાણે- અજાણે લાખ મુશ્કેલી અને આંસુઓ વચ્ચે એક પ્રેમનો ફણગો ફુટી નિકળ્યો. અને રેવા કૌશલને વળગી પડી.
રોહન, સાક્ષી અને અનંંતનાં પ્રતિભાવ શું હશે આ બાબત પર એ જોવું રહ્્યુું. અને કૌશલ -રેવાની નવી શરુુઆત શું નવાં વળાંક લઈ શકે તે સમય સંજોગ પર રહ્યું.


ક્રમશઃ