Love you jindagi books and stories free download online pdf in Gujarati

લવ યુ જિંદગી

આઈ લવ યુ અનુ
શું અર્જુન તું મને પ્રપોઝ કરે છે. ?
હા અનુ હું તને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી સાથે જ કરીશ.

જો અર્જુન હજુ મારે કોલેજ કંપલેટ કરવી છે અને હું હજુ તારા પ્રત્યે કોઈ ફિલિંગ પણ નથી સો પ્લીઝ મને માફ કર અને આપણે જસ્ટ મિત્ર રહીએ તો સારું રહેશે.

તે દિવસ થી અર્જુન કયારેય પણ અનુ આગળ લવ ની વાત કરી નહિ પણ એક મિત્ર ની જેમ હંમેશા તેની સાથે રહેતો આમ બંને એ કોલેજ પૂરો કરી.

એક વર્ષ પછી અનુ ના મેરેજ દીપક સાથે થયા. એક વર્ષ તો આમ તેમ નીકળી ગયું. દીપક એક નાની જોબ કરતો તો પણ તે સેલરી થી ઘર ચલાવવું મુશ્કેલ હતું એટલે અનુ એ જોબ કરવાનું વિચાર્યું તેમાં દીપક ની પણ હા હતી.

જોબ માટે ઘણી મહેનત કરી પણ તેને જોબ ન મળી ત્યારે તેને અર્જુન યાદ આવ્યો તે અર્જુન કોલેજ થી ફ્રેન્ડ હતો પણ લગ્ન પછી અનુ તેને મળી ન હતી. અનુ અર્જુન ને મળવા તેની ઓફિસે ગઈ. અર્જુન એક સારો બિઝનેસ કરી રહ્યો હતો ઓફિસ પણ બહુ મોટી હતી. અનુ ને ઓફિસ માં આવતી જોઈ અર્જુન તો બસ તેને જોઈ રહ્યો.

અનુ પહેલા કરતા વધારે સુંદર લાગી રહી હતી. ડ્રેસ કરતા તે સાડી માં હોટ લાગી રહી હતી એટલે જ અર્જુન તેનો હોશ ખોઈ બેઠો હતો. અનુ બે વખત અર્જુન અર્જુન...
ત્યારે હોશ માં આવી અર્જુન તેને સીટ પર બેસવાનું કહ્યું.

પહેલા તો થોડી કોલેજ લાઈફ ની વાતો કરે છે પછી અર્જુન તેને અહી આવવાનું કારણ પૂછ્યું.

જો અર્જુન તું મારો બેસ્ટ ફ્રેન્ડ હતો ને છે હું તારી પાસે એક આશા લઈને આવી છું.
મારે જોબ ની જરૂર છે જો તું મને હેલ્પ કરે તો.

બાજુમાં રહેલી સીટ અર્જુન તેની આગળ કરી ને કહ્યું આજ થી આ સીટ તારી તું આજ થી જ જોબ જોઈન કરી સકે છે ને આ રહી ફાઈલ જેમાં તારે શું કરવાનું છે તે વિગત છે.
હું કાલ થી જોઈન કરીશ અને અર્જુન નો આભાર માની ત્યાં થી ખુશી ખુશી ઘરે ગઈ. 

અનુ અર્જુન સાથે ઓફિસ માં કામ કરવા લાગી. એક દિવસ અર્જુન અનુ પાસે આવી તેની બોડી ને ટચ કરવા લાગ્યા અનુ અર્જુન ને કઈ કહી શકી નહિ. અર્જુન અનુ ને બાહો માં લઇ કિસ કરવા લાગ્યો. અનુ ત્યારે પોતાનું ભાન ભૂલી અર્જુન નો સાથ આપી રહી હતી. બંને એ લોંગ ટાઈમ સુધી કિસ કરતા રહ્યા. જ્યારે અનુ ને ભાન થયું ત્યારે અર્જુન ને ધક્કો માર્યો.

અર્જુન તને ખબર છે ને હું મેરીડ છું. મે તારા પ્રત્યે આવું કયારેય વિચાર્યું ન હતું કે તું આવું કરીશ. ગુસ્સા થી અનુ બોલી.

અનુ તારા પ્રેમ માટે મે હજુ સુધી લગ્ન નથી કર્યા હું હજુ પણ તને પ્રેમ કરું છું.
અનુ તું એક સવાલ નો જવાબ આપ. તે અત્યારે કેમ મને સાથ આપ્યો. ?

અનુ કઈ બોલી શકી નહિ ને ત્યાંથી નીકળી ગઈ.

રસ્તા માં અનુ ને બહુ અફસોસ થઈ રહ્યો હતો કે મેં મારા પતિને છેતર્યા છે.  લગ્ન પછી મારે આવું ન કરવું જોઈતું તું. લગ્ન થયા ને થોડા જ દિવસ થયા છે ને હું મારા પતિ આ રીતે ધોકા માં ન રાખી શકું. મારે મારા પતિ ને બધી સત્ય હકીકત કેમ કહીશ.

જ્યારે ઘરે દીપક ઓફિસ થી ઘરે આવ્યો હતો ને તે થોડો ભયભીત હતો પણ મન માં રહેલી વાત અનુ છૂપાવી સકે તેમ ન હતી એટલે અનુ એ દીપક ને બધું કહ્યું. "દીપક મને માફ કરો"

દીપક : અનુ… શા માટે માફ કરું?

હું લગ્ન પછી પણ એક છોકરાની નજીક આવી, પણ તે બધી મારી ભૂલ હતી અને હું તે ભૂલ ની તમારી પાસે માફી માંગું છું.  હું તમને ખાતરી આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય.

દીપક : અનુ તે મને છેતરી છે. હું તારી સાથે રહવા નથી માંગતો, હું ઘરેથી જઈ રહ્યો છું.

"ના દીપક, કૃપા કરીને આવું ન કરો, તે માત્ર એક ભૂલ હતી, હું હવે આવું ક્યારેય નહીં કરીશ.  મને કહો કે હું તમને સમજાવવા માટે શું કરી શકું? "

દીપક : હું તને ક્યારેય માફ નહિ કરું.

તે દિવસ પછી, અર્જુનની વર્તન માં ઘણો બદલાવ આવ્યો તેણે અનુ ને તેના મિત્રોને મળવાની ના પાડી.  તેણે આ દરેક બાબતોમાં અનુ ને અવરોધવાનું શરૂ કર્યું,

ફરી અનુ માફી માંગે છે આવું ન કરો અને હું તમને ખુશ કરવા માટે બધું કરીશ જે તમે કહેશો તે.

અનુ રોજ દીપક માટે ભાવતી રસોઈ બનાવવી તી અનુ દીપક પાસે થી અપેક્ષા રાખતી કે કદાશ મારી સામું એકવાર મારા પર સ્મિત કરે.  દરેક વખતે અનુ તેની સાથે સ્મિત સાથે વાત કરવાનો પ્રયાસ કરતી જેથી તેનો સારો મૂડ બને પરંતુ અનુ ની બધી મહેનત નિરર્થક થઈ ગઈ હતી.

આમ જ એક વર્ષ વીતી ગયું અને પણ દીપક ના વર્તન માં કોઈ ફરક ન પડ્યો.

એક દિવસ અનુ ને તીવ્ર તાવ આવ્યો, તે પથારીમાં સૂતી હતી અને તેને દીપક ને ફોન કર્યો અને થોડી દવાઓ લાવવા કહ્યું.

દીપક : (ગુસ્સાથી) તને ખબર નથી કે હું ઓફિસ છું, દવાઓની આટલી જરૂર છે, તો પછી જાતે જ મેડિકલ માંથી લઈ આવ.

તે દિવસે અનુ ને સમજાયું કે તેની માફી એ એક દૂરની વાત છે, દીપક ના હૃદયમાં મારા માટે સહેજ પણ દયા નથી. અનુ ઉદાસી તૂટેલા હૃદયથી તેના જીવન વિશે વિચારવાનું શરૂ કર્યું.

થોડા દિવસો પછી અનુ એક બજારમાં શોપિંગ કરવા ગઈ.  બજારની એક રેસ્ટોરન્ટમાં, તેણે જોયું કે તેનો પતિ એક મહિલા સાથે નજીક બેઠા છે. અનુ નું હૃદય ફરી એકવાર તૂટી ગયું, તે વિચારવા લાગી કે માણસ જેના માટે મને આટલા વર્ષોથી પ્રેમ હતો, તે કોઈ બીજા સાથે રંગરેલિયા કરી રહ્યો હતો.

ત્યાં થી અનું અર્જુન પાસે ગઈ. અર્જુન અનુ ને જોઈ માફી માંગે છે કે મારી ભૂલ થઈ અનુ મને માફ કર મારો ઈરાદો એવો ન હતો. 

અનુ : માફી તો હું માંગવા આવી છું કાસ હું કોલેજ માં જ સમજી ગઈ હોત તો ....

અર્જુન : શું થયું અનુ ? પ્લીઝ ટેલ મી.

અનુ : મારો પતિ દીપક કોઈ ના પ્રેમ મા છે તે હવે મને કઈ પણ મહત્વ આપતો નથી. હું તેની સાથે હવે રહેવા નથી માંગતી તું જો મારી હેલ્પ કરે તો.

અર્જુન : તારા માટે હું જીવ આપવા પણ ત્યાર છું. તું બોલ શું કરવું છે. ?

અનુ : દીપક સાથે છુટકારો ને તારી સાથે બંધન માં બંધાવું છે.

દીપક અનુ નો હાથ પકડી બાહો મા ભરે છે અને પ્રોમિસ કરે છે હું આજીવન તારો સાથ આપીશ.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED