Kismat Connection - 29 books and stories free download online pdf in Gujarati

કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૯

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૯
નીકીની મમ્મીએ મનોમન શબ્દો ગોઠવતા બોલવાનું શરુ કર્યું "જો બેટા, હવે તું થોડી સિરીયસલી મારી વાત પર ધ્યાન આપજે. હું તને જે કંઇ કહીશ તે તારા ભવિષ્ય માટે ઇમ્પોર્ટન્ટ હશે. "
"હા મમ્મી."
"નીકી જોડી ઉપરવાળો બનાવે છે પણ તારી અને વિશ્વાસની જોડી ઉપરવાળાએ નથી બનાવી એમ તારે માનવુ પડશે. બેટા, તારા અને વિશ્વાસના વિચારો, ગોલ અલગ અલગ છે. તમે બંને એકબીજાની રીતે સાચા છો પણ .."
"પણ શું મમ્મી ?"
"પણ બેટા, તારે સમજવુ અને માનવું પડશે કે રીયલ લાઇફ અને ફેન્ટસી અલગ અલગ હોય છે. અને એટલે જ હવે, રીઝલ્ટ આવે એટલે હું અને તારા પપ્પા તારા મેરેજ માટે સારો છોકરો જોવાનુ શરુ કરવાના છીએ. આ વાત હું તને પહેલા કહેવા માંગતી હતી પણ તારુ સ્ટડીઝ રનીંગ હતુ એટલે મેં કહેવાનુ ટાળ્યું."
નીકી મેરેજની વાત સાંભળી થોડી નરવસ થઇને સુનમુન થઇ ગઇ. તેની મમ્મીએ તેના ચહેરાની તંગ રેખાઓ જોઇ કહ્યુ, "તારે કંઇ કહેવુ છે આના વિશે? "
"ના મમ્મી. પણ મેં માસ્ટર કરવાનો વિચાર એટલે જ નથી કર્યો. તમે મારુ સારુ જ વિચારશો એ મને ખબર છે મમ્મી."
"ઓકે બેટા, તો હું તારા પપ્પા સાથે આગળની વાત કરી લઇશ અને આગળની વાતો ભુલવાનો પ્રયાસ કરજે, જેથી તારી આવનારી લાઇફમાં તકલીફ ના પડે."
નીકીએ તેની મમ્મીની છેલ્લી વાત માઈન્ડમાં સેટ કરી લીધી. નીકી તેનુ વેકેશન એન્જોય કરી રહી હતીઅને વિશ્વાસ રીઝલ્ટ પછી આગળની સ્ટડીઝ માટેની તૈયારીમાં વ્યસ્ત હતો.
એક મહિના પછી ....
વિશ્વાસ અને નીકીના રીઝલ્ટની ડેટ આવી ગઇ. વિશ્વાસ રીઝલ્ટ માટે બહુ જ ઉત્સાહી હતો જયારે નીકી માટે રીઝલ્ટ રુટીન વાત જ હતી.
નીકીના પપ્પાએ રીઝલ્ટ લેવા જવાની વાત કરી ત્યારે નીકીએ તમે લઇ આવો એમ કહી દીધુ. આખરે નીકીના મમ્મી પપ્પા રીઝલ્ટ લેવા તેની કોલેજ જાય છે.
વિશ્વાસ તેના મમ્મી પપ્પા સાથે રીઝલ્ટ લેવા ઉત્સાહભેર જાય છે. કોલેજ પર બંને પરિવાર મળે છે પણ નીકીની ગેરહાજરી વિશ્વાસ અને તેની મમ્મીને વર્તાય છે. નોટીસ બોર્ડ પર મોટા અક્ષરે વિશ્વાસ અને નીકીને અભિનંદન આપતુ લખાણ જોઇ બંને પરિવાર ખુશ થાય છે. વિશ્વાસ યુનીવર્સીટી ફસ્ટ રેન્ક પર અને નીકી સેકન્ડ રેન્ક પર હતી.
નીકીની મમ્મી મોબાઇલ કોલ કરી નીકીને રીઝલ્ટની ખુશખબરી આપે છે પણ નીકી તે ખુશખબર સાંભળીને ઉત્સાહિત ન જણાતા તેની મમ્મી કોલ કટ કરી નાંખે છે. સામે જ ઉભેલા મોનાબેન પુછે છે, "નીકી ને વાત કરી? "
"હા. એને જ કોલ કર્યો હતો."
"તે કેમ ના આવી? તેની તબિયત .."
"સારી જ છે પણ તેનુ મન ન હતુ એટલે ના આવી. બાકી કંઇ નહીં."
"નીકી વેકેશનમાં બહુ બીઝી લાગે છે, તે મારો કોલ પણ રીસીવ નથી કરતી કે સામેથી કોલ.."
"જુઓ મોનાબેન, એક સાચી વાત કહુ તો... નીકીને જુની વાતો, સંબંધોમાં કોઇ રસ નથી અને તેને આગળની લાઇફમાં જ રસ છે. રીઝલ્ટ પછી અમે તેના મેરેજની તૈયારી કરવાના છીએ. વધુ મારે કંઇ કહેવુ નથી અને ટુંકમાં વધુ સમજી જાવ એ જ સારુ." નીકીની મમ્મી ગંભીર સ્વરે બોલી.
મોનાબેનની બધી શંકાઓ દુર થઇ ગઇ. તેમણે તેમના મનને શાંત કરીને હળવેકથી વિશ્વાસને કહ્યુ, "બેટા કોન્ગ્રેચ્યુલેશન. હવે આગળ .."
"થેન્કયુ મમ્મી અને હવે માસ્ટર માટેની તૈયારીઓ કરવાની છે."
થોડાક મહિના પછી ...
વિશ્વાસ માસ્ટર સ્ટડી કરવા બેંગ્લોર જાય છે. બેંગ્લોરમાં મન લગાવીને તેના ટાર્ગેટ પુરો કરવા સ્ટડી કરે છે. સ્ટડી કરવામાં તેનો પરિવાર સાથે પણ કોન્ટેક ઘટી ગયો હતો. બેંગ્લોરમાં પણ તે કોઇની સાથે ફ્રેન્ડશીપ બનાવી ટાઇમ બગાડવા કરતા સ્ટડી જ કરતો હતો અને બેંગ્લોરમાં પણ માસ્ટર ડીગ્રીમાં ફસ્ટ રેન્ક મેળવે છે.
ફસ્ટ રેન્ક પછી કેમ્પસ ઇન્ટરવ્યુમાં અમેરિકન સોફટવેર કંપનીમાં તેને જોબ મળી જાય છે. તે જોબ માટે ફેમીલીની મરજી વિરુધ્ધ અમેરીકા જાય છે. તે રોજેરોજ પોતાના ગોલ અચીવ કરવા માટે જ મથતો હતો. તેના માટે તેના ગોલ જ પ્રાયરોટીમાં હતાં.
અમેરીકા જોબ માટે ગયા પછી તેના ફેમીલી સાથેના રીલેશન બહુજ ઓછા થઇ ગયા હોય એવુ તેને એક દિવસ ફિલ થાય છે. તે દિવસે વિશ્વાસ મનોમન દુખી થઇ જાય છે અને તેની મમ્મીને ઘણા દિવસે મોબાઇલ પર કોલ કરે છે પણ તેની મમ્મી કોલ રીસીવ નથી કરતી.તે તેની મમ્મીને મોબાઇલ પર સોરી નો મેસેજ કરે છે અને કોલબેક કરવા મેસેજમાં કહે છે. તે તેની મમ્મીનો કોલ આવવાની રાહ જુએ છે પણ કોલ ન આવતા તે તેના પપ્પાને કોલ કરે છે અને પપ્પા પણ કોલ રીસીવ નથી કરતા. હવે તે ટેન્શનમાં આવીને સતત કોલ કરે છે અને તેનો કોલ તેની મમ્મી રીસીવ કરે છે.
વિશ્વાસ તેની મમ્મીનો અવાજ સાંભળી રડી પડે છે અને તેના મનની વાતો કહે છે અને માફી પણ માંગે છે. મોબાઇલ પર સામેથી તેની મમ્મી બધુ સાંભળી રહી હતી પણ કંઇ રીપ્લાય આપતી ન હતી.
વિશ્વાસ પોતાની વાત અટકાવી બોલે છે, "મમ્મી ...મમ્મી તુ મને સાંભળે છે ને...મમ્મી.....કંઇ રીપ્લાય તો આપ. પ્લીઝ ..."
મોબાઇલ પર બંને બાજુથી પળભર માટે વાતાવરણ શાંત બની જાય છે. વિશ્વાસને ડુમો ભરાઇ આવે છે રોકી રાખેલા આંસુઓ બહાર આવી જાય છે. આખરે તેની મમ્મી તેમનું મૌન તોડતાં કડક શબ્દોમાં બોલે છે, "જો વિશ્વાસ ....
વધુ આવતા અંકે
પ્રકરણ ૨૯ પુર્ણ
પ્રકરણ ૩૦ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED