Taras premni - 16 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૧૬


બે વર્ષ સુધી મેહાએ પોતાની જાતને બદલવાની કોશિશ ન કરી. દિલ કહેતું કે પોતાની જાતને બદલવાની જરૂર નથી. દિમાગ કહેતું કે બદલાતા સમય સાથે પોતે પણ બદલાવું જોઈએ.

કોઈપણ લવ કપલને જોતી ત્યારે મેહાને પણ ઈચ્છા થતી કે કોઈ મને ચાહે. મને પાગલોની જેમ પ્રેમ કરે.
મેહાને પ્રેમની ચાહત હતી. મેહા પ્રેમ માટે તડપતી રહેતી. મેહાએ ક્યાંક વાંચ્યું પણ હતું અને સાંભળ્યું પણ હતું કે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડશે.

આ બે વર્ષ દરમિયાન RR પણ શ્યોર થઈ ગયો હતો કે પોતે મેહાને ચાહવા લાગ્યો છે. રજતે નક્કી કરી લીધું હતું કે પોતે મેહાને પ્રપોઝ કરશે.

મેહાએ પોતાની જાતને બદલવાનો નિર્ણય કરી લીધો હતો. મેહા થોડા બ્યુટી ટીપ્સના વીડીયો પણ જોવા લાગી હતી.

એક દિવસ મિષા,પ્રિયંકા અને નેહાને મેહા ફોન કરીને શોપિંગ માટે બોલાવે છે. ચારેય ફ્રેન્ડસ શોપિંગ કરવા જાય છે.

નેહા:- "મેહા શું વાત છે? આજે તે અમને શોપિંગ કરવા બોલાવ્યા."

મેહા:- "કેમ હું ન બોલાવી શકું?"

મિષા:- "મેહા અમને તો ખુશી થઈ કે તે અમને બોલાવ્યા. નેહા તો તને ચીડવવા કહે છે."

મેહાએ શોર્ટસ સ્કર્ટ, હાઈ હીલના સેન્ડલ,બેગ્સ, કટલેરી સાથે સાથે એવી દરેક ચીજવસ્તુ ખરીદી જેનાથી પોતે સ્ટાઈલિશ દેખાય.

મેહાની નજર પડતા એક જગ્યાએ તે ઉભી રહી જાય છે.

મિષા:- "કેમ ઉભી રહી ગઈ?"

મેહા:- "મિષ મારે ટેટુ કરાવવું છે. ચાલને જઈએ."

પ્રિયંકા:- "મેહા શું વાત છે? સ્ટાઈલિશ કપડાની શોપિંગ અને હવે આ ટેટુ. પોતાની જાતને બદલવાની તૈયારી કરીને આવી છે કે શું?"

મેહા:- "સારું મારે ટેટુ નથી કરાવવું. હું ઘરે જાઉં છું Bye..."

નેહા:- "અરે અમે તો મજાક કરતા હતા. ચાલ જઈએ."

મેહાએ નાભિ પાસે અને પીઠ પર ટેટુ કરાવડાવ્યું.

મેહા ઘરે ગઈ. મેહા સોફા પર બેઠી બેઠી ચા પીતી હતી. મેહા વિચારી રહી હતી કે પોતે સ્ટાઈલિશ લુકમા શ્રેયસની સામે આવે. પણ એની સામે કેવી રીતના જઈશ. ત્યાં જ પોતાની સામે પડેલા ન્યૂઝપેપર પર મેહાની નજર જાય છે.

મેહાએ ન્યૂઝપેપર હાથમાં લીધું. એ ન્યૂઝ પેપરમાં જાહેરાત હતી કે destiny રેસ્ટોરન્ટમા "just dance" નો પ્રોગ્રામ હતો. મેહાએ આ ડાન્સ પ્રોગ્રામમાં ભાગ લેવાનું નક્કી કર્યું.

મેહાએ મિષા,નેહા અને પ્રિયંકાને પોતાના ઘરે બોલાવ્યા. મેહાએ એમને ડાન્સ પ્રોગ્રામ વિશે જણાવ્યું. ચારેય મેહાના રૂમમાં પ્રક્ટીસ કરી રહ્યા હતા. ખાસ્સીવાર સુધી પ્રેક્ટીસ કરી.

મેહા:- "તમે લોકો થોડીવાર આરામ કરો. હું હમણાં જ આવી."

મેહાના જતાં જ નેહાએ કહ્યું "સારૂં છે કે મેહા મુવ ઓન કરી રહી છે. શ્રેયસને ભૂલીને ડાન્સ પર ફોકસ કરી રહી છે."

મિષા:- "હા નહીં તો મેહાની હાલત કેવી થઈ ગઈ હતી."

એટલામાં જ મેહા આવે છે.

મેહા:- "ચાલો જમવાનું તૈયાર છે. એકવાર જમી લઈએ."

બધા જમીને ફરી પ્રેક્ટીસ કરે છે.

બારમાં ધોરણનો પહેલો દિવસ.

મેહા વિચારી રહી હતી કે શ્રેયસ સામે હું નવા લુક્સમા આવીશ તો શ્રેયસ જીયાને છોડીને મારી પાસે આવશે. જો મારે શ્રેયસ સામે મારો નવો લુક્સ બતાવવો હોય તો શ્રેયસને મારે ગમે તેમ કરીને આ ડાન્સ પ્રોગ્રામમાં લાવવું પડશે. જો આ ડાન્સ પ્રોગ્રામમાં RRનુ ગ્રુપ ભાગ લેશે તો તનિષા અને તન્વી આવશે. અને જો તનિષા આવશે તો જીયાના પણ આવવાના ચાન્સીસ છે. જીયા આવશે તો શ્રેયસ તો ચોક્કસ જ આવશે. મને ખ્યાલ છે ત્યાં સુધી ચાર વર્ષથી RR જ આ ડાન્સ પ્રોગ્રામમાં વિનર બનતો આવ્યો છે. છતા પણ મારે કન્ફોર્મ તો કરવું પડશે કે RR નું ગ્રુપ આ પ્રોગ્રામમાં ભાગ લેશે કે નહીં."

એટલામાં જ નેહા ચપટી વગાડતાં કહે છે "ઑ હેલો શું વિચારે છે?"

મેહા:- "કંઈ નહીં હું 'જસ્ટ ડાન્સ'ના પ્રોગ્રામ વિશે વિચારી રહી હતી."

એટલામાં જ RRનુ ગ્રુપ ક્લાસમાં આવે છે.

મેહા:- "Hi રૉકી."

રૉકી:- "Hi મેહા."

રૉકીને થોડું આશ્ચર્ય થયું કે મેહા આમ તો કોઈને સામે ચાલીને બોલાવતી નથી અને થોડું ઓછું બોલે છે. પણ આજે સામે ચાલીને મને બોલાવ્યો.

રજતને પણ થોડું આશ્ચર્ય થયું.

મેહાના બોલાવવાથી બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા.

મેહા:- "તમે બધા મને આમ કેમ જોઈ રહ્યા છો. હું તો એટલું પૂછવા માંગતી હતી કે destiny રેસ્ટોરન્ટમાં જસ્ટ ડાન્સનો પ્રોગ્રામ છે એમાં તમારું ગ્રુપ ભાગ લેવાના છો કે નહીં?"

રૉકી:- "અમે તો દર વર્ષે ભાગ લઈએ છીએ. આ વખતે પણ ભાગ લેવાના છે. એટલે જ તો અમે સવાર સાંજ પ્રેક્ટીસ કરીએ છીએ."

મિષા:- "અમે પણ ભાગ લેવાના છે."

RR:- "અમે મતલબ? તમે ત્રણેય અમારી સાથે ડાન્સ કરશો ને?"

નેહા:- "અમે મતલબ કે હું,પ્રિયંકા,મિષા અને મેહા ચાર જણ આ પ્રોગ્રામમાં ભાગ લેવાના છે."

મેહાએ તનિષા તરફ નજર કરી કહ્યું " RRનુ ગ્રુપ ભાગ લેવાનો છે તો આપણો જીતવાનો કોઈ ચાન્સ જ નથી."

તનિષા:- "હા RRનુ ગ્રુપ હોય તો કોઈને જીતવાનો ચાન્સ જ નથી. અને તમે લોકો તો આ પ્રોગ્રામમાં ભાગ જ ન લેતા. I am sure કે તમે હારી જશો."

મિષા:- "તું કોણ છે ડીસાઈડ કરવાવાળી?"

તનિષાએ મેહા તરફ જોઈ કહ્યું "અત્યારે મેહાએ શું કહ્યું સાંભળ્યું નહીં. બરાબર ન સાંભળ્યું હોય તો હું ફરીથી રિપીટ કરું છું. ધ્યાનથી સાંભળજે. મેહાએ કહ્યું કે RR નું ગ્રુપ ભાગ લેશે તો જીતવાનો તો કોઈ ચાન્સ જ નથી. તો મેહાએ તો પહેલેથી જ હાર માની લીધી."

મિષા કંઈ બોલવા જતી હતી કે RRએ કહ્યું "Guys એમાં આટલું સીરીયસ થવાની શું જરૂર છે? શું ફરક પડશે કે કોણ હારવાનું છે અને કોણ જીતવાનું છે. તો just chill ok?"

મેહા મનોમન કહે છે "RR મારી લાઈફમાં જે થયું છે તે તારા લીધે જ થયું છે. મારા વિશે તને ગેરસમજ છે ને કે હું સ્માર્ટ નથી. ફેશનનું સેન્સ નથી. તો મારો નવો લુક્સ શ્રેયસની સાથે સાથે તને પણ બતાવવો તો પડશે જ RR."

RRએ નક્કી કરી લીધું હતું કે Just dance માં પોતાની પર્ફોર્મ આપીને મેહાને પ્રપોઝ કરશે.

જસ્ટ ડાન્સનો પ્રોગ્રામ Destiny હોટલમાં શનિવારે ત્રણ વાગ્યે હતો. આખા શહેરના યુવક યુવતીઓ હોટલમાં ભેગા થયા હતા. બધા એક પછી એક પર્ફોર્મન્સ આપવા લાગ્યા. RR ના ગ્રુપનો વારો આવ્યો. RRનુ નામ સાંભળતા જ બધા RRના નામની બૂમ પાડવા લાગ્યા. Song ચાલું થયું.

RRની ડેશિંગ પર્સનાલીટી અને ચાર્મિગ લુકને લીધે યુવક યુવતીઓમાં ફેમસ હતો. આંખોમાં અને ચહેરા પર એક પ્રકારનું જૂનુન અને ખુમારી સ્પષ્ટ વર્તાઈ આવતી. વર્તન અને અવાજમાં એક પ્રકારનું એટિટ્યુડ હતું. ગળામાં સોનાની ચેન. પીઠ પાછળ અને હાથમાં ટેટુ કરાવેલું. RRના કાળા અને સિલ્કી વાળ. વારંવાર હાથ વડે વાળ સરખા કરવાની રજતને આદત હતી. રજતની આ જ બધી અદાઓ પર યુવતીઓ ઘાયલ થઈ જતી.

Song ની સાથે ડાન્સ સ્ટાર્ટ કર્યો.

चांदणी रात मे
गोरी के साथ मे
आसमान मे
देखुंगा नागीण

धीमे धीमे धीमे धीमे
धीमे धीमे धीमे धीमे
सेट मेरा सीन है
सीन हे सीन हे सीन हे
सीन हे सीन हे सीन हे

गोरी तू बडा शरमाती है
तुझको शरम क्यो आती है
कॉतील तेरी निगाहे है
तू काट कलेजा ले जाती है

तुझ मे नशा है तू बिलकुल अफीम है
धीमे धीमे धीमे धीमे
धीमे धीमे धीमे धीमे
सेट मेरा सीन है
सीन हे सीन हे सीन हे
सीन हे सीन हे सीन हे

નેહા:- "મેહા ક્યાં રહી ગઈ. RRનો ડાન્સ પૂરો થાય પછી આપણો વારો છે. ને મેહા હજી સુધી આવી નથી."

મિષા:- "હું ફોન કરું છું મેહાને."

મિષાએ મેહાને ફોન લગાવ્યો.

મિષા:- "હેલો મેહા ક્યાં છે તું? RR નો ડાન્સ પૂરો થવાનો છે."

મેહા:- "હું બસ પાંચ મિનીટ પહેલા જ હોટલમાં આવી છું. અને અત્યારે હું RRનો ડાન્સ જોઈ રહી છું. આ ડાન્સ પૂરો થાય એટલે તમે પર્ફોર્મ કરજો. હું તમને પછીથી જોઈન કરીશ."

મિષા:- "ઑકે જલ્દી આવજે."

RR નું ગ્રુપનો ડાન્સ પૂરો થાય છે.

RRનો ડાન્સ પૂરો થતાં જ મિષા,મેહા અને પ્રિયંકા આવે છે.

RR:- "મિષા તમે લોકો ત્રણ જ જણ. મેહા ક્યાં છે?"

તનિષા:- "લાગે છે કે મેહા ડરી ગઈ છે. આમ પણ મેહા પહેલેથી જ ડરપોક છે. I think મેહાએ હાર માની લીધી છે. શું ખબર પબ્લીક જોઈને જ ડરી ગઈ હોય."

RR:- "Guys best of luck."

મિષા,નેહા અને પ્રિયંકા ત્રણેય RRને Thank you કહે છે.

RR એના ગ્રુપ સાથે ઉભો રહી ડાન્સ જોય છે.

મ્યુઝિક ચાલું થયું. નેહા,મિષા અને પ્રિયંકાએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. ત્યાં જ એક છોકરી crop top,mini skirt અને black cap પહેરીને આવી હતી. હાઈ હીલના સેન્ડલ પહેર્યાં હતા. Black cap ને લીધે આ છોકરી કોણ છે તેનો ખ્યાલ ન આવ્યો. Crop top થોડું શોર્ટ હતું એટલે નાભિની ડાબી સાઈડ પરનું ટેટુ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

શ્રેયસ:- "Wow! શું છોકરી છે યાર? Hot and beautiful."

RRની નજર પણ એ છોકરી પર જાય છે. RR પણ એને જોતો જ રહી ગયો. એ છોકરીએ black cap ઉતારી.

રૉકી:- "અરે આ તો મેહા છે."

Song ચાલું થયું.

जानू मेरा जानम तू और मैं हूं तेरी जाने जां
ऐसा बोलू वैसी मैं लड़की हूं कहां
तुझे दिल दे दूं मैं आजा तेरा दिल ले लूं मैं
ऐसी वैसी बातें मुझे आती हैं कहां
क्या हूं एक राज़ हूं बेबी बिंदास हूं
सच इतनी खास हूं कोई मुझसा हैं कहां
सिंगिन हे या लड़की हूं या बला
सिंगिन हे या से एस फोर सोनिया
हे या दिल चाहे जो किया
सिंगिन हे या से एस फोर सोनिया
सोनिया सोनिया सोनिया

हे कमोन लेके ठोकर में दुनिया सारी
गर्ल्स कमोन लेके ठोकर में दुनिया सारी
रास्तो से हैं अपनी यारी हमको रोके कौन
मूविंग ओन कमोन लेके ठोकर में दुनिया सारी सच फुल ओन
बस में अब ना रहे दिल मेरा आसमान
ये कहे की तेरा सपना देके जा
सिंगिन हे या लड़की हूं या बला
सिंगिन हे या से एस फोर सोनिया
सोनिया सोनिया सोनिया

મેહાએ ડાન્સ કરતા કરતા શ્રેયસ તરફ નજર કરી તો શ્રેયસ મેહાને જ એકીટશે જોઈ રહ્યો હતો. શ્રેયસને જોતાં જ મેહા સમજી ગઈ હતી કે શ્રેયસ મારા પર ફિદા જ થઈ ગયો છે. મેહાએ ડાન્સ કરતા કરતા RR તરફ નજર કરી. બંનેની નજર ટકરાઈ. બંનેની આંખોમાં ગુસ્સાની આગ હતી.

Song પૂરું થતા જ બધા મેહાના ગ્રુપને ખૂબ વખાણવા લાગ્યાં.

રૉકી:- "અદા જોઈ મેહાની? શું અદા છે યાર."

RR:- "અદા નથી એની અક્કડ છે,અભિમાન છે,ઈગો છે,અહંકાર છે,ઘમંડ છે."

મિષા:- "Wow! મેહા તું આ રીતે તારો લુક બદલીશ. અમને તો વિશ્વાસ જ ન આવ્યો કે આ તું છે."

નેહા:- "શું ચેન્જ કરી છે તે પોતાની જાતને!wow!"

પ્રિયંકા:-" મેહા બધાની નજર તારા પર જ હતી."

મેહા એના ફ્રેન્ડસ સાથે આવતી હતી કે શ્રેયસ એની સામે આવી ગયો.

શ્રેયસ:- "Hi મેહા."

મેહા:- "Hi શ્રેયસ."

શ્રેયસ:- "શું આપણે મળી શકીએ?"

મેહા:- "Ok ક્યાં મળવાનું છે તે મેસેજ કરી દેજે."

શ્રેયસ:- "Ok bye..."

મેહા:- "Bye..."

મેહા RR પાસે જાય છે.

મેહા:- "Hi RR તો કેવો લાગ્યો મારો ડાન્સ? શોક્ડ થઈ ગયો ને?"

એટલામાં જ મેહાની આસપાસ થોડા છોકરાઓ આવે છે.

એક હેન્ડસમ છોકરો કહે છે "Hey beautiful what's your name."

મેહા:- "Hi handsome...call me soniya..."

મેહા આ રીતે છોકરાઓ સાથે ફ્લર્ટ કરે છે તે RRને બિલકુલ ન ગમ્યું.

દર વર્ષની જેમ આ વખતે પણ RRનુ ગ્રુપ વિનર બન્યું. પણ સાથે સાથે યુવક યુવતીઓમાં મેહાના ગ્રુપનો ડાન્સ પણ છવાઈ ગયો હતો.

મેહા કોન્ફીડન્સથી RR સામે handShake કરી Congrats કહ્યું.

RR:- "Thanks...and great job."

યુવક યુવતીઓનું એક સર્કલ RR પાસે આવ્યું અને કહ્યું "RR Congrats."

મેહા તરફ જોઈ કહ્યું "આ પહેલાં તો તમારા ગ્રુપને ક્યારેય જોયા નથી."

મેહા:- "અમે આ વખતે જ ભાગ લીધો છે."

યુવક યુવતીઓએ મેહાના ગ્રુપને કહ્યું "તમે લોકોએ RR ના ગ્રુપને ટક્કર આપી છે. Great and keep it up."

મેહા:- "Thank you so much..."

ઘણાં યુવક યુવતીઓ RRને Congrats કહેવા આવતા હતા પણ સાથે સાથે મેહાના ડાન્સના પણ વખાણ કરતા.

તનિષાએ મેહા અને મિષા તરફ જોઈ કહ્યું "કહ્યું હતું ને કે RR નુ ગ્રુપ જ જીતશે."

મિષા કંઈ બોલવા જતી હતી પણ મેહાએ મિષાને રોકી અને તનિષાને સંભળાય એટલા ધીમા અવાજે બોલી "હું પણ જીતી ગઈ છું. અને મારી અસલી જીત ખબર છે શું છે? શ્રેયસ... શ્રેયસ તરફ જો ને. હજી પણ એનું ધ્યાન મારા પરથી હટતુ જ નથી. I am sure કે શ્રેયસ હવે મને પ્રપોઝ કરીને જ રહેશે."

તનિષા મનોમન કહે છે "બહુ આકાશમાં ઉડે છે ને તને જમીન પર ન પટકી ને તો મારું પણ નામ તનિષા નહીં." RRનુ ગ્રુપવાળા જીતની ખુશીમાં પાર્ટી કરવા જવાના હતા.

રૉકી:- "મિષા તમે લોકો પણ આવશોને?"

મિષા:- "હા હા કેમ નહીં? Guys જઈએ ને?"

નેહા:- "હાસ્તો વળી. ચાલો."

બધા પાર્ટી કરવા RR ને ત્યાં ગયા.
બધા RRને ત્યાં જઈને મ્યુઝિક ચાલું કરી ડાન્સ કરતા હતા.

"તમે લોકો એન્જોય કરો હું હમણાં જ આવ્યો." એમ કહી RR પોતાના રૂમમાં ગયો. RR મોબાઈલમાં મેહાનો ફોટા અને વીડીયો હતો તે જોવા લાગ્યો.
અને સ્વગત જ બોલવા લાગ્યો "મેહા હું તને ચાહવા લાગ્યો હતો અને તને પ્રપોઝ કરવાની બધી તૈયારી પણ કરી રાખી હતી. પણ આજે મારી સામે જે મેહા આવી છે તેને હું નથી ચાહતો. હું તો એ મેહાને ચાહું છું જે cute,sweet અને ભોળી હતી. પોતાની જાતને બદલીને તે મને ખૂબ હર્ટ કર્યું છે. I hate you મેહા. I hate you."

RR ઘણો ઉદાસ થઈ ગયો હતો. RRની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. RR ને વિચાર આવ્યો કે કાશ મેહા શ્રેયસને બદલે મને લવ કરતી હોત.

કાશ તને સમયના રણમાં ભર બપોરે લાગે પ્રેમની તરસ...
ને તું તડપીને માંગે મને પાણીની જેમ...

થોડી મીનિટો પછી સ્વસ્થ થઈ બધા સાથે એન્જોય કરવા લાગ્યો. કોઈને જરા પણ ખ્યાલ ન આવવા દીધો કે પોતે કેટલો હર્ટ થયો છે.

ઘરે જઈને મેહા અને શ્રેયસે મેસેજથી વાત કરી.

બીજા દિવસે મેહા સ્કૂલે પહોંચે છે. RRએ નોટીસ કર્યું કે મેહા ખુશ છે.

બપોરે કેન્ટીનમા નાસ્તો કરી મેહા નું ગ્રુપ આરામથી ક્લાસમાં વાતો કરતા બેઠા હતા. ક્લાસમાં એક છોકરી નોવેલ વાંચી રહી હતી. મેહા નું ધ્યાન એ છોકરી તરફ ગયું.

મેહા:- "હું હમણાં આવી."

મિષા:- "ક્યાં જાય છે?"

મેહા:- "સાંજે મને કંઈકને કંઈક વાંચવાનું જોઈએ છે. હું લાઈબ્રેરી માંથી એક નોવેલની બુક લઈ આવું."

મેહા લાઈબ્રેરીમાં ગઈ. મેહા પુસ્તકો શોધવામાં વ્યસ્ત હતી. લાઈબ્રેરી માં આ સમયે એક બે જણ જ હતા. મેહાની નજર એક છોકરી પર જાય છે. એ છોકરી સાથે RR હતો. RR મેહાને લીધે હર્ટ થયો હતો. પોતાનો મૂડ સારો કરવા એક છોકરીને લિપ ટુ લિપ કિસ કરી રહ્યો હતો.

મેહા RR પાસે જાય છે. RR અને એ છોકરી તો કિસ કરવામાં જ વ્યસ્ત હતા.

મેહા:- "disgusting RR. અત્યાર સુધી કેટલી છોકરીઓને કિસ કરી ચૂક્યો છે?"

"તું અહીં શું કરે છે? જા જઈને તારું કામ કર. અને મને મારું કામ કરવા દે." એમ કહી RR એ છોકરીને કિસ કરવા લાગ્યો.

મેહાએ પેલી છોકરીને કહ્યું "છોકરાઓ તો બેશરમ હોય પણ તું છોકરી થઈને આવું કરે છે?"

પેલી છોકરી RR તરફ જોઈ બોલી "RR તમારા બંનેની વાત પતી જાય પછી આપણે કન્ટીન્યુ કરીશું Ok? Bye..."

એ છોકરી ત્યાંથી નીકળી ગઈ. મેહા પણ બુક લઈને લાઈબ્રેરીની બહાર નીકળી ગઈ.

RR સ્વગત જ બોલ્યો "મેહાએ મારો મૂડ સ્પોઈલ કરી દીધો."

RR તરત જ મેહાની પાછળ ગયો.

RR:- "મેહા એક મિનીટ."

પણ મેહા સાંભળતી નથી. RR મેહાનો હાથ પકડી મ્યુઝિકના રિહર્સલ રૂમમાં લઈ જાય છે અને દરવાજાની સ્ટોપર મારી દે છે.

મેહા:- "RR મારો હાથ છોડ."

RR મેહાને દિવાલ પાસે ઉભી રખાડી દે છે. RR બંને હાથોથી મેહાના બંન્ને હાથ પકડી લે છે.

RR:- "નહીં છોડું. શું સમજે છે પોતાની જાતને? તારા લીધે પેલી છોકરી જતી રહી અને મારો મૂડ બગડી ગયો. હવે મારો મૂડ તું બનાવીશ."

મેહા:- "તારો તો ફક્ત મૂડ ખરાબ થઈ ગયો તેમાં આટલો ગુસ્સો કરે છે. અને તારા લીધે મારી જીંદગી બરબાદ થઈ ગઈ એનું શું RR? શ્રેયસ મારાથી દૂર થયો છે તો ફક્ત અને ફક્ત તારા લીધે. સમજ્યો?"

RR:- "તને તો આદત જ થઈ ગઈ છે મારા પર blame કરવાની. બીજા પર blame કરતા પહેલાં પોતાની જાતને જોઈ લેવું જોઈએ. શ્રેયસને ચાહે છે ને તું. તારા પ્રેમમાં, તારી ચાહતમાં દમ હોય તો શ્રેયસને તારો બનાવને. બીજાને શું કામ blame કરે છે."

મેહા:- "RR મને છોડ."

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED