magal par meera books and stories free download online pdf in Gujarati

મંગળ પર મીરા

પપ્પા ," હવે ત્રણ મહિના છે પછી મારો અભ્યાસ પૂરો થાય છે , અને ત્યાર બાદ અમારું ગ્રુપ "મંગળ માસા " ને ત્યાં જવાનો વિચાર કરે છે તમારી રજા જોઈએ છે"
મીરા બેટા , આ તારા કયાં મંગલમાસા ?
પપ્પા, ચંદ્ર ને " ચાંદામામા " કહીએ છીએ તો મંગળ ને મંગળ માસા કહેવાય ને ! " મીરા એ હસતા હસતા કહ્યું.
વિજયભાઈ એ જવાબ આપ્યો," મીરા આજકાલ મંગળ યાત્રા ની અવનવી વાતો સાંભળી છે પણ બેના આપણું ગજું નથી."
"પપ્પા તમે મને પાંચ લાખ આપો બાકી બધું હું કરી લઈશ." મીરા એ કહ્યું.
"બાપ દીકરી દિવાસ્વપ્ન જોવાનું બંધ કરી જમવા ચાલો " માયાબેન રસોડામાંથી બહાર આવી બોલ્યા.
જમવાનું પૂરું થયું ત્યાં સુધી માં મીરા એ બંને ને મનાવી પાંચ લાખ નો ચેક પણ લઈ લીધો.
મીરા એ પોતાના ગ્રુપ સાથે " ૯૦ દિવસ મંગળ ની મંગલ યાત્રા" માં નામ નોંધાવી દીધું.
"સ્ત્રીશક્તિ કરણ" યોજના, "સ્ત્રીશક્તિ " સંસ્થા " અને સ્પોનસર મળી જતા મીરા મંગળમય બની ગઈ હતી!
આખરે તે દિવસ આવી ગયો.વિજયભાઈ અને માયાબેન મંગળ યાન ના પેડ પર મીરા ને આવજો કહેવા પહોંચી ગયા!
મીરા નું ગ્રુપ મંગળ પર પહોંચ્યા ને એક મહિનો થઈ ગયો હતો. મંગળની અવનવી સાઈટ પર ફરવા જતા હતા. અમુક મંગળ ની કુદરતી સાઈટ હતી તો અમુક સાઈટ વિવિધ દેશ દ્વારા બનાવેલી હતી! તેમની સાથે ફરવામાં ત્રણ રોબોટ હંમેશા સાથે જ રહેતા હતા.
તેમના નામ પણ પાડેલા હતા.એક ગુરૂ, બીજો શનિ અને ત્રીજો સૂરજ હતા.
જે આખા ગ્રુપ ની સંભાળ રાખતા હતા . સાઈટ ની તથા મંગળ ની બધી માહિતી સવિસ્તાર સમજાવતા હતા.
મીરા ને ગુરૂ સાથે વાત કરવાની ખૂબ જ મજા આવતી હતી.ગુરૂ બધા માં હેડ હતો. તેમના માં વિશેષ પ્રોગ્રામિંગ કરેલું હતું. મીરા અજાણતા જાણે ગુરૂ ના પ્રેમ માં પડી ગઈ હોય તેમ લાગતું હતું.ગુરૂ રોબોટ હોવા છતાં તેમની કેટલીક વાત માં મીરા ને લાગતું કે ગુરૂ પણ મને પ્રેમ કરે છે.
હવે પૃથ્વી પર પાછા ફરવાને દસ દિવસ બાકી હતા.
મીરા એક દિવસ ભારત ના મંગળ પર આવેલ હેડ ઝોન ના રિસર્ચ સેન્ટર પર પહોંચી ગઈ. ચાર પાંચ દેશ ના આવા ઝોન હતા.
રિસર્ચ સેન્ટર ના ઇન્ચાર્જ મી.ઋષિ હતા. જે તેમના નામ મુજબ અનેકગણી તપસ્યા કરી ને વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.એટલે કે વિજ્ઞાન માં અનેક
એક સંશોધન તેમના નામે બોલતા હતા.
મીરા ની વાત સાંભળી ને ચોંકી પડ્યા હતા. તેમણે મીરા ને કહ્યું ," બેટા હું તારા પપ્પા ની ઉંમર નો છું તો તને સલાહ આપુ છું, રોબર્ટ સાથે લગ્ન ના થાય".
ત્યાં મીરા બોલી " તમે મને બેટા કહી છે તો ઋષિ અંકલ તમે ગમે તે કરો મારે ગુરૂ સાથે લગ્ન કરવા જ છે.પ્લીઝ મને નિરાશ નહિ કરતા".
"તું આટલી જીદ કરે છે તો મને બે દિવસ નો સમય આપ હું કંઇક વિશેષ અને મહત્વનું યોગદાન આપીશ". ઋષિ એ કહ્યું.
" ઋષિ અંકલ તમારો ખુબ ખુબ આભાર ". કહી મીરા પોતાના ગ્રુપ પાસે પહોંચી ગઈ અને બધા ને પોતાની ઋષિ અંકલ સાથે ની મુલાકાત અને પોતાના હૃદય ની વાત કરી.આખું ગ્રુપ એ તેમની પ્રેમ અને હિંમત ને તાળી ના ગડગડાટ થી વધાવી લીધી.
ત્રીજા દિવસે ઋષિ અંકલ એ મંગળ પર ના પહેલા લગ્ન ની જાહેરાત કરી દીધી.
ઋષિ એ બધા દેશ ના ઝોન હેડ ને મેસેજ અને બધા રોબોટ માટે તૈયાર કરેલ ખાસ પ્રોગ્રામ મોકલી આપ્યા .ગુરૂ ને બોલાવી તેનામાં વિશેષ પ્રોગ્રામિંગ કર્યુ.મીરા ફરી ઋષિ અંકલ ને મળી તેનો આભાર માન્યો. ત્યારે , "બેસ હમણાં ગુરૂ આવે છે". તેમ કહી ઋષિ એ મીરા ને રોકી રાખી.
થોડીવાર માં ગુરૂ આવ્યો, "હેલ્લો ઋષિ અંકલ નમસ્તે, હાઈ મીરા કેમ છો? " મીરા અને ઋષિ અંકલ એ તેમનું અભિવાદન કર્યું.
ઋષિ અંકલ એ ગુરૂ ને કહ્યું,"ઋષિ તારા લગ્ન મીરા સાથે થાય છે તું ખુશ છે ને?". " જી ઋષિ અંકલ, હું ખુશ છું કે મને ખુબજ પ્રેમ કરનારી,અતિ સુંદર મીરા એ મને પોતાના જીવનસાથી તરીકે સ્વીકાર કર્યો છે,
મીરા આઇ લવ યુ ટુ ".કહી ગુરૂ મીરા ને ભેટી પડ્યો.
મીરા તો અચરજ પામી અને ઋષિ અંકલ ને પ્રણામ કરી ભેટી પડી.
આજે મંગળ પર સર્વ પ્રથમ લગ્ન હતા અને જાન વિદાય નો દિવસ હતો.ઋષિ અંકલ એ તમામ તૈયારી બહુજ સરસ રીતે કરી હતી.બધા નાચી રહ્યા હતા,મ્યુઝિક દરેક રોબોટ ના સ્પીકર થી એક સરખા વાગી રહ્યા હતા.
થોડા સમય બાદ એક રોબોટ એ લગ્ન વિધિ કરવી
બધા ખુશ ખુશાલ લાગતા હતા.
યાન માં બધા બેસી ગયા હતા ગુરૂ અને મીરા પણ ઋષિ અંકલ ને પ્રણામ કરી બેસી ગયા.યાન ઉપડ્યું ત્યારે મીરા ની અને ઋષિ અંકલ ની આંખો અશ્રુ ભીની થઇ ગઈ.
વિજયભાઈ અને માયાબેન મીરા ને રીસિવ કરવા આવ્યા હતા. મીરા ઋષિ નો હાથ પકડી તેના પાસે આવી અને કહ્યું પપ્પા,મમ્મી આ ગુરૂ છે મારા પતિ અને આપના જમાઈ.
ગુરૂ એ હાથ લંબાવી વિજયભાઈ નો હાથ પકડ્યો
ત્યાં વિજયભાઈ " નહીં નહીં " કહેતા રાડો પાડવા લાગ્યા.ત્યાં જ માયાબેન બોલ્યા, શું થયું છે તમને કેમ ઊંઘ માં રાડો પડો છો? વિજયભાઈ પલંગ પર થી નીચે પડ્યા... નહીં નહીં મીરા નહીં અને ઊંઘ માંથી જાગી ગયા!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED