એક પ્રેમ એક ટ્રસ્ટ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

એક પ્રેમ એક ટ્રસ્ટ

બેટા શ્વેતા પેલો છોકરો કોણ હતો જે કોલેજ માં તારી સાથે વાતો કરી રહ્યો હતો. ગુસ્સે થી શ્વેતા ના પપ્પા એ શ્વેતા ને કહ્યું.

પપ્પા હું તમને કહેવાની જ હતી તે મારો બોય ફ્રેન્ડ હિરેન છે ને હું તેને પ્રેમ કરું છું. બસ તમે પરવાનગી આપો તો હું તેની સાથે લગ્ન કરી લવ.

ખબરદાર જો મારી મરજી મુજબ લગ્ન કર્યા છે તો મારે એક દીકરી છે તે હું ભૂલી જઈશ.

શ્વેતા નો ભાઈ ભાવેશ વચ્ચે આવી પપ્પા ને સમજાવવા લાગ્યા પપ્પા પેલા છોકરા ને એક વાર મળી લો જો યોગ્ય હોય તો દીદી ના મેરેજ કરાવજો નહિ તો તમારી મરજી.

પપ્પા પાસે જઈ શ્વેતા બોલી પપ્પા ભાઈ સાચું કહે છે. તમે એકવાર હિરેન ને મળી તો જુઓ.

પપ્પા હિરેન ને ઘરે બોલાવે છે ત્યારે ભાવેશ તેના ઓફિસ ના કામ થી અમેરિકા જાય છે તો એટલે તે હિરેન ને મળી ન શક્યો પણ પપ્પાને હિરેન પસંદ આવે છે. 

લગ્ન ની તારીખ લેવાઈ છે ને લગ્ન પણ થાય જાય છે ત્યારે ભાવેશ તે લગ્ન માં પહોશી સકતો નથી.

શ્વેતા અને હિરેન એકબીજાને ખૂબ પ્રેમ કરતા પણ લગ્ન ને બે મહિના થયા હસે ત્યાં હિરેન તેના સસરા જોડે ઝગડો કર્યો ને ત્યાં અવર જવર બંધ થઈ ગઈ ને આમ એક વર્ષ વિતી ગયું.

લગ્ન ને એક વર્ષ પછી પણ શ્વેતા માં બની શકી નહિ. સંતાન ન હોવાથી તેમનું જીવન અધૂરું લાગી રહ્યું હતું. તેમ છતાં, શ્વેતા ને વિશ્વાસ હતો કે આ વર્ષે મને એક સંતાન થશે. બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે તેઓ એકબીજા વિના જીવી શકતા નથી.

સંતાન ન થવાના કારણે હિરેન ના માતાપિતા કેટલીક વાર શ્વેતાને અપશબ્દો કહે છે અને શ્વેતા પણ સાંભળે છે કારણ કે તેને ખાતરી છે કે તેને સંતાન થશે.

સમય વીતવા લાગ્યો, અને એક દિવસ જ્યારે હિરેન ઓફિસ થી ઘરે આવી રહ્યો હતો, ત્યારે તેણે શ્વેતાને બજારમાં બીજા એક શખ્સ સાથે જોઈ. શ્વેતા અને તે વ્યક્તિ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા અને એવું લાગી રહ્યું હતું કે તે બંને એક બીજાને ઘણા લાંબા સમયથી જાણતા હતા.

હિરેન ઘરે આવ્યો અને પછી થોડી વાર પછી શ્વેતા પણ આવી. હિરેન શ્વેતાને પૂછ્યું, "શ્વેતા…તું ક્યાં ગઈ ટી ?
શ્વેતાએ હસીને કહ્યું, "હું બજાર ગઈ હતી, મારે ઘરની કેટલીક ચીજો લાવવાની હતી."

આ સાંભળીને હિરેનને થોડો ગુસ્સો આવ્યો પણ તેણે શ્વેતાને કંઈ કહ્યું નહીં. તે પછી હિરેન શ્વેતાને એક જ વ્યક્તિ સાથે જુદી જુદી જગ્યાએ ઘણી વાર જોયો અને એક દિવસ હિરેન જોયું કે તે શ્વેતાને ઘરે બાઇક પર છોડવા આવ્યો છે. શ્વેતા તેની સાથે ખૂબ ખુશ દેખાઈ રહી હતી, તે વ્યક્તિ તેને ઘરની બહાર છોડી અને પછી ચાલ્યો ગયો.

હિરેનનું હૃદય ખૂબ દુખી હતું પણ શ્વેતાને ગુમાવવાના ડરથી તેણે તેણીને કંઈ કહ્યું નહીં.

એક દિવસ હિરેન ઘરે બેઠો હતો ત્યારે શ્વેતાનો મોબાઇલ ફોન વાગ્યો. શ્વેતા બાથરૂમમાં હતી તેથી વિરલ ફોન ઉપાડ્યો. હિરેન ફોન ઉપાડતાંની સાથે જ સામેથી એક અવાજ આવ્યો "હેલો હિરેન, હું થોડી વારમાં ઘરે આવું છું, મારે કંઈક મહત્ત્વની વાત કરવી છે."

તેટલું કહીને તે માણસે ફોન ક્ટ કરી દીધો. હવે હિરેન વિચારવા લાગ્યો કે તે માણસ તેનું નામ કેવી રીતે જાણી શકે, હિરેન ના મનમાં ઘણા વિચારો હતા. હિરેન લાગ્યું કે આ કદાચ તે જ માણસ છે કે જેની સાથે શ્વેતા ઘણી વાર મળતી રહે છે.

હિરેન ને લાગ્યું કે શ્વેતા કદાચ તેની પાસેથી ડાઇવર્સ લેવા માંગશે અને તે વ્યક્તિ તેના વિશે વાત કરવા ઘરે આવી રહ્યો છે, હિરેન ખૂબ જ હતાશ થઈ ગયો. તે તેના લગ્નને તોડી દેવા માંગતો ન હતો, પરંતુ શ્વેતાએ છેતરપિંડી કરી હોવાથી તે કંઇ સમજી શક્યો નહીં. હિરેન તેની પત્ની ગુમાવવાના ડરથી તે ગભરાઈ ગયો અને તે જમીન પર પડી ગયો.

શ્વેતા પણ બહાર આવીને હિરેન ને પૂછ્યું, "તને શું થયું, તું ઠીક છે?"

હિરેન ગુસ્સે થઈને શ્વેતાને ધક્કો માર્યો અને તે નીચે પડી ગઈ અને તેનું માથું નજીકના ટેબલ પર પટકાયું. શ્વેતા કઈ કરી સકી નહિ. શ્વેતા જમીન પર પડી. ધ્રૂજતા હાથ થી હિરેને શ્વેતાને તેની બાહુમાં લીધી ને જોયું કે તેના માથા પર ખૂબ જ ઈજા થઈ હતી, જેના કારણે શ્વેતા બેભાન થઈ ગઈ હતી. ત્યારે હિરેન ની નજર શ્વેતાના હાથમાં પડેલા પરબિડીયા તરફ પડી. જ્યારે તેણે પરબિડીયું ખોલ્યું ત્યારે તેમાં લખ્યું હતું

"પ્રિય હિરેન, હું તમને ઘણા દિવસોથી કહેવા માંગતી હતી પણ વિચાર્યું કે મારે તમને સરપ્રાઈઝ આપવી જોઈએ. હું છેલ્લા કેટલાક દિવસોથી મારી સારવાર માટે એક ડોક્ટર પાસે જાવ છું અને તે ડોક્ટર મારો એક ભાઇ છે જે હમણાં જ વિદેશ થી પાછો ફર્યો છે. તેણે મારી સારવાર શરૂ કરી અને હવે હું 2 મહિનાથી ગર્ભવતી છું. આજે મેં તે ભાઇને જમવાનું આમંત્રણ આપ્યું છે, તમે તેને મળીને ખૂબ જ ખુશ થશો.

પછી ડોરબેલ વાગ્યો અને હિરેન દોડીને દરવાજો ખોલ્યો. શ્વેતાનો એ જ ભાઈ દરવાજે ઉભા હતા અને તે કહે છે "હિરેન કુમાર… હું ભાવેશ છું, શ્વેતાનો ભાઈ, તમે કેમ છો?"

બંને પહેલા શ્વેતા ને હોસ્પિટલ ખસેડી છે. જ્યારે શ્વેતા ભાન માં આવે છે ત્યારે બધી વાત ભાવેશ ને કરે છે. હિરેન ભાવેશ પાસે માફી માંગે છે. ને ભાવેશ ને ભેટી પડે છે.

જીત ગજ્જર