પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-36
વૈદેહી ઘરે આવી અને સીધીજ અંદરનાં રૂમમાં ગઇ એની પાછળ પાછળ એની મંમી તરુબહેન ગયાં... બંન્ને વચ્ચે સંવાદ થયાં.. તરુબહેને ગુસ્સામાં વૈદેહીને તમાચો મારી દીધો... તેં આપણાં ઘર સંસ્કારનાં લીરે લીરા ઉડાવ્યાં છે તેં મારો વિશ્વાસધાત કર્યો છે અમારી સંમતિ અને લગ્ન પહેલાં તેં એ છોકરા જોડે શરીર સંબંધ બાંધી દીધો ? કુલ્ટા તને વિચાર શુધ્ધાં ના આવ્યો ? ક્યા ઘરની છોકરી છે તું ? હવે કોઇ હિસાબે એવાં લફંગા સાથે તારાં લગ્ન નહીં થાય ભલે તું અભડાઇ ચૂકી છું પણ તને એનાં ખીલે તો નહીંજ બાંધુ યાદ રાખ.
વૈદેહીએ રડતાં રડતાં કહ્યું "માં મેં કોઇ પાપ નથી કર્યું અમે ગાંધર્વ લગ્ન વિધુપુર્વક મંદિરમાં કર્યા છે અને એકબીજાની સાથે લગ્ન બંધનથી જોડાઇ ચૂક્યા છે હવે તું બીજે લગ્ન કરાવીશ તો મારાં એકભવમાં બે ભવ થશે અને હું કોઇ તળાવ કૂવોજ પુરીશ નહીં જીવી શકું. વિધુ સિવાય કોઇ જ મારાં જીવનમાં નહીં આવી શકે.
તરુબહેન કહે ગાંધર્વ લગ્ન ? તમારી હવસ સંતોષવાનો ટૂંકો અને સરળ માર્ગ શોધી લીધો એમ ? કોણે જોયાં ? કોણ સાક્ષી ? મારે તારાં બાપને બધુ જ કહેવું પડશે તું હવે સાવ હાથમાંથી ગઇ છે મેં આવી નહોતી ધારી તને...
વૈદેહી ખૂબ જ રડી રહી હતી એનાં ધુસ્કાનાં અવાજ છેક ડ્રોઇંગરૂમ સુધી પહોચ્યાં હતાં તરુબહેને રૂમનો દરવાજો બંધ કરી દીધો. એમણે કહ્યું "આવતી કાલે સવારે જ અહીંથી આપણે નીકળી જઇશુ. ઘરે જઇને આગળ વાત તું અહીંજ પડી રહેજે ખબરદાર બહાર આવી છે તો... એમ કહીને રૂમનો દરવાજો બંધ કરી પોતાનાં આંસુ લૂછી બહાર નીકળ્યાં.
મહેશભાઇને પાકો વ્હેમ થઇ ગયો કે ચોક્કસ કંઇક રંધાયું છે. તરુબેહનનાં ચહેરાને જોઇને એમનાં હાવભાવથી શું થયું હશે એ કળવા પ્રયત્ન કર્યો પણ કાંઇ સમજાયું જ નહીં. સગા સંબંધીઓની ભીડમાં કાંઇજ પૂછી શકે એમ નહોતાં. પછી આ બધુ પતે એટલે પુછવાનું નક્કી કરીને બળજબરીથી ધીરજ ધરીને બેઠાં...
તરુબહેન બધાની સાથે આવીને બેસી ગયાં અને મનમાં વિચારો આધાતને પચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં...
વિધુ અને ગુણવંતભાઈ પરીમલશેઠની રજા લઇને શોરૂમથી નીકળી ગયાં. વિધુ ખૂબ જ ખુશ હતો. વૈદેહી સાથે મુલાકાત થઇ હતી આજે ખૂબ પ્રેમ કર્યાની સંતૃપ્તિ હતી. અને મનગમતી બધીજ માં-પાપા અને પોતાની ખરીદી થઇ ગઇ હતી વળી શેઠે સોંપેલુ કામ સફળતા પૂર્વક પાર પડ્યું હતું...
વિધુએ ગુણવતભાઇએ કાર મુંબઇથી બહાર કાઢી અને વિધુએ કહ્યું. ગુણવંતભાઇ બધુ સારી રીતે પતી ગયું કેમ ખરું ને ? તમારા માટે પરીમલશેઠને ખૂબ માન અને વિશ્વાસ છે મેં જોયું છે આપે શેઠને પણ તમારાં પર સંપૂર્ણ વિશ્વાસ છે.. ખૂબ સારુ કહેવાય.
ગુણવંતભાઇ ગાડી ચલાવતાં ચલાવતાં પોતાની પ્રશંશાં સાંભળી રહેલાં એમણે કહ્યું "શેઠ માણસ ઓછાં રાખે પણ પૂરાં વિશ્વાસુ રાખે અને એમનો ખૂબ ખ્યાલ પણ રાખે છે અને મનભરીને પૈસા પણ આપે છે. ખૂબ સારાં શેઠ છે બસ એમનાં દુઃખ છે. હું તો ઘણાં વર્ષોથી શેઠ સાથે છું.. હવે તો એલોકેએ પણ આશા છોડી દીધી છે એમણે ઘણી દવાઓ-દોરાંધાગા કરાવ્યા પણ ભગવાનની ઇચ્છા જ નહીં હોય.
વિધુએ કહ્યું પણ સ્વભાવ કહેવું પડે ખૂબ જ લાગણી થી વર્તે અને સાચવે છે આજે મને સવારે અનુભવ થઇ ગયો.
ગુણવંત કહ્યું "મારી પણ નજર પારખુ છે વિધુ તું નસીબદાર છે તારાં ઉપર શેઠ-શેઠાણી બંન્નેની કૃપાદ્રષ્ટિ છે કાયમ વફાદાર રહેજો તારી જીંદગી બની જશે. આ અનુભવ કરેલી આંખો ક્યારેય ભૂલ ના કરે...
વિધુ એમની સામે જોઇ રહ્યો. પછી બોલ્યો બધુ મારાં મહાદેવનું ગોઠવેલું છે.. મને એમનાં પર ખૂબ જ શ્રધ્ધા છે. બંન્ને જણાં થોડો વખત મૌન થઇ ગયાં પછી થોડાંક આગળ જઇને વિધુ બોલ્યો." ગુણવંતકાકા તમને વાંધો ના હોય તો એક વાત કહુ ? ગુણવંતભાઈ પરથી એ ગુણવંતકાકા પર આવી ગયેલો. ગુણવંતભાઇએ હસતાં હસતાં કહ્યું "હવે કાકા બનાવી દીધો છે પછી શા માટે અચકાય છે ? બોલ.
વિધુએ કહ્યું "તમને વાંધો ના હોયતો ગુજરાત બોર્ડર પહેલાં મનોર ચોકડી ઉભી રાખશો ? મારે થોડુ લેવું છે ? જમાનાનાં ખાધેલ ગુણવંતકાકા સમજી ગયાં.. અરે ચોખ્ખું બોલને બીયર લેવો છે ને ? અને ભૂખ લાગી હોય તો ત્યાં જમી જ લઇએ પછી આગળ વધીએ બોલ શું કરવું છે ? અને હું તો કંઇ લેતો નથી મારી પાસે જોખમ પણ છે તું બિન્દાસ લઇ લે મને વાંધો નથી.. હું શેઠને કહેવાનો નથી.
વિધુએ થોડી ઉત્સુકતા સાથે પૂછ્યું ? કાકા આપણાં શેઠ લે છે ? જે હોય એ સાચું કહેજો.
ગુણવંતકાકાએ કહ્યું "હાં ક્યારેક ક્યારેક લે છે. આ પરીમલ શેઠ ખાસ મિત્ર છે અહીં આવે ત્યારે સાથે અચૂક લે છે. એમ તો શેઠ શોખીન છે પણ આ સિવાય કોઇ બીજા શોખ નથી.. શ્રીનાથજી બાવાને ખૂબ માને છે. અને વ્યસન તો નહીંજ.
મનોર આવતાં જ ખૂબ સારી ગણાતી હોટલ પાસે ગુણવંતકાકાએ ગાડી રોકી અને કહ્યું વિધુ શું જમવુ છે ? વિધુ કહે ના કાકા તમારી ઇચ્છા હોય તો જમી લઇએ પણ હું તો ઘરે જઇને જ જમીશ.
ગુણવંતકાકા કહે હું તો નહીંજ જમું ઘરે જઇને જ જમવાનો છું મને તો વારે વારે આમ બહારનું ખાવાનું ફાવશે જ નહીં. તો એક કામ કર હું ગાડીમાં જ બેઠો છું આમ પણ જોખમ સાથે હું બહાર નહીં નીકળું તું તારું લઇ આવ..
વિધુએ કહ્યું ઓકે થેંક્સ કાકા કહીને એ અંદર ગયો અને ચીલ્ડ બીયરનાં બે ટીન લઇને આવતો જ હતો અને એની સાથે બે જણાં પીધેલાં ભટકાયાં.. વિધુ માંડ બેલેન્સ કરીને ઉભો રહ્યો.. એનાં મોઢાંમાંથી ગાળ નીકળી ગઇ પેલાએ કહ્યું "ક્યાં બોલા બે ? ક્યા સમજતાં હૈ ?
વિધુએ ઉભા રહીને એની આંખો ચઢાવીને ક્યુ એય સીધા ચલા જા.. વિધુનો ગુસ્સો અને શરીરની તંદુરસ્તી જોઇ પેલાં પીધેલાં સીધે સીધાં ચાલ્યાં ગયાં પણ ત્યાં બહારનાં ભાગમાં ટેબલ પર બેઠેલાં 3-4 જણાં વિધુને જોઇ રહેલાં અને પછી એકબીજાની સામે જોઇને ઇશારો કર્યો.
વિધુ ફટાફટ બીયરનાં ટીન લઇને ગાડીમાં બેસી ગયો. ગુણવંતકાકાએ ગાડી ચાલુ જ રાખેલી અને એમણે ગાડી ચલાવી લીધી..
વિધુનાં પોતાનાં મૂડમાં હતો. એણે બીયરનાં ટીન તોડતાં પ્હેલાં વૈદેહીને મેસેજ લખ્યો.
"હાય વહીદુ હું મુંબઇની બહાર નીકળી ગયો છું બસ મનોરથી બીયર લીધો હવે સીધો જ સુરત પહોચીશ. તારી યાદ ખૂબ આવે છે. તું સારી રીતે ઘરે પહોચી ગઇ હોઇશ.. તું ત્યાં સગાંવ્હાલાની ભીડમાં છે એટલે ફોન નથી કરતો. એય જાન... સમય મળે મને મેસેજ લખજે ચાન્સ મળે ફોન કરજો રાહ જોઇશ. હવે સુરત પહોચીને ઘરેથી જ મેસેજ લખીશ.. બાય જાનું. લવ યુ.
વિધુએ પછી ટીન તોડીને મોઢે માંડ્યું અને બોલ્યા "સોરી કાકા એકલો પીઊં છું તમને પૂછતો નથી તમારો ડ્રાઇવીગ કરવાનું છે અને બીજુ જોખમ તમારી પાસે છે.
ગુણવંતકાકાએ કહ્યું "મારા માથે જવાબદારી કે ડ્રાઇવ કરવાનું હોય ત્યારે હું ક્યારેય નથી લેતો. શેઠ કહે તો પણ નથી લેતો. હું તો મારી રૂમ પર પહોચીશ શેઠને જોખમ સોંપીને પછી શાંતિથી એકલો બેસીને ટીવી જોતાં એન્જોય કરીશ... નથી મારે કુંટુંબ નથી કોઇ બલા એકલરામ છું.
વિધુએ કહ્યું કોઇ નથી તમારે ? એકલાંજ રહો છો ? ગુણવંતકાકાએ કહ્યું હાં શેઠની આપેલી રૂમમાં બધી જ સગવડ છે એમાં રહું છું મેં મારી વહુ ગૂજરી ગઇ પછી ગામ છોડેલું.. જામનગરનો છું પછી કદી ગામ નથી ગયો મારેય છૈયા છોકરાં નથી.. કહીને ચૂપ થઇ ગયાં.
વિધુએ બીયર પૂરો કર્યો ત્યારે સુરત આવવાની તૈયારી જ હતી અને ગુણવંતકાકાએ કહ્યું "વિધુ પાછળ કોઇ કાર ક્યારની આપણને લાઇટો મારે છે ખબર નથી એમનો શું ઇરાદો છે ? મેં હમણાં તને કહ્યું પણ હવે સુરત આવાની તૈયારી છે હું ઝડપ વધારીને શેઠનાં ઘરે પહોચવાની જ ઉતાવળ કરું કોઇ લફડામાં નથી પડવું આપણી પાસે જોખમ છે.
વિધુએ પાછળ ફરીને જોયું કે કોઇ કાર પીછો કરતી હોય એમ આવી રહી છે હોર્ન અને લાઇટો મારી રહી છે. એણે ગુણવંતકાકાને કહ્યું "કાકા તમે સ્પીડ વધારો આપણે અત્યારે ભીડાવું નથી. એ લોકોએ સ્પીડથી કાર આગળ વધારી દીધી.
વિધુને મોટો ધડાકો સંભળાયો જોયું પીછળ પીછો કરતી કાર ટેન્કર સાથે ભટકાઇ ગઇ છે.
વધુ આવતા અંકે -- પ્રકરણ-37