મેહાને હવે તો રાતના ઊંઘ પણ નહોતી આવતી. મનમાં એક ઊંડે ઊંડે તો આશા હતી કે શ્રેયસ જરૂર એક દિવસ મારી પાસે આવશે. મેહા કલાકો સુધી બાલ્કની માં બેસી ચંદ્ર,આકાશ અને તારાને જોયા કરતી. કલાકોના કલાકો સુધી શ્રેયસના વિચારોમાં ખોવાયેલી રહેતી. એમ જ વિચાર્યા કરતી કે શું કરું તો શ્રેયસ મારી પાસે આવે.
એક સાંજે મેહા ચૂપચાપ બહાર બેસી શ્રેયસ વિશે વિચારતી હતી. મેહાના હાથમાં મોબાઈલમાં હતો. મેહા શ્રેયસના ફોટાને જોઈ રહી. શ્રેયસ સાથે મેસેજ દ્રારા વાત થઈ હતી તેના પર મેહાની નજર પડે છે. મેહા એ મેસેજ વાંચીને ઉદાસ થઈ ગઈ. મેહાએ મોબાઈલ લીધો અને Song સાંભળવા લાગી.
आओगे जब तुम ओ साजना…
आओगे जब तुम ओ साजना
अंगना फूल खिलेंगे
बरसेगा सावन
बरसेगा सावन झूम झूमके
दो दिल ऐसे मिलेंगे
आओगे जब तुम ओ साजना…
अंगना फूल खिलेंगे
चंदा को ताकूँ रातों में
है ज़िन्दगी तेरे हाथों में
पलकों पे झिलमिल तारें हैं
आना भरी बरसातों में
सपनों का जहाँ
होगा खिला खिला
बरसेगा सावन..
बरसेगा सावन झूम झूमके
दो दिल ऐसे मिलेंगे
મેહા જ્યારે પણ ઉદાસ થતી ત્યારે આ Song સાંભળતી.
સ્કૂલમાં પણ મેહા પોતાના કામથી કામ રાખતી. મિષા,નેહા અને પ્રિયંકા RRના ગ્રુપ સાથે રિહર્સલ હોલમાં હતા. તનિષા અને તન્વી ક્લાસમાં હતા.
તનિષા:- "તન્વી કેટલાંક લોકો કેટલાં Loser હોય છે નહીં? એવા લોકો લાઈફમાં કંઈ પણ મેળવી શકતા નથી અને શ્રેયસ જેવો છોકરો તો મેળવી જ નથી શકતા. અને આમ પણ શ્રેયસ જેવો છોકરો જોઈતો હોય તો એને લાયક થવું પડે છે.I think મેહા તારે પણ પોતાની જાતનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. તું શ્રેયસને તો શું કોઈ છોકરાને લાયક નથી. Infact આખી સ્કૂલમાં તને કોઈ Boys પસંદ પણ નહીં કરતા હોય."
મેહા મનોમન જ કહે છે "મને માત્ર એક વ્યક્તિનો જ પ્રેમ જોઈએ છે શ્રેયસનો. સ્કૂલમાં તો શું આખી દુનિયામાં પણ મને કોઈ પસંદ ન કરે તો પણ મને કોઈ ફરક નહીં પડે. મારે દુનિયા સાથે શું લેવા દેવા. શ્રેયસનો પ્રેમ જ જોઈએ છે મને. એના સિવાય કંઈ જોઈતું નથી."
તનિષા અને તન્વી મેહાને સંભળાવવાનો, મેહાને અપમાનિત કરવાનો કોઈ પણ મોકો છોડતા નહીં.
ક્રીના એની બહેનપણીઓ સાથે ગ્રાઉન્ડ પર બેઠાં બેઠાં વાતો કરતી હોય છે. ત્યાં જ એક કેતન નામનો એક છોકરો આવે છે.
કેતન:- "Hi ક્રીના."
ક્રીના:- "Hi કેતન."
કેતન:- "ક્રીના હું તને એક વાત કહેવા માંગું છું."
ક્રીના:- "હા બોલ. શું વાત કરવી છે."
કેતન:- "અહીં નહીં એકાંતમાં વાત કરવી છે."
ક્રીના ટીના અને મીતાને કહે છે "તમે બેસો હું હમણાં જ આવી."
કેતન તરફ જોઈ ક્રીનાએ કહ્યું "રિહર્સલ હૉલમાં જઈને વાત કરીએ. અત્યારે ત્યાં કોઈ નહીં હશે."
બંન્ને રિહર્સલ હૉલમાં જઈ રહ્યા હતા. ક્રીના રિહર્સલ હૉલ માં જતી હતી કે ક્રીનાને સામે નિખિલ,કૌશિક અને આકાશ મળે છે.
નિખિલની નજર કેતન પર ગઈ. નિખિલ વિચારે છે કે કેતનને વળી મેહા નું શું કામ પડી ગયું?
નિખિલ:- "ક્રીના તમે લોકો ક્યાં જાઓ છો?"
ક્રીના:- "કેમ તારે જાણીને શું કરવું છે?"
નિખિલ ક્રીનાને કહે છે "ક્રીના તારી ફ્રેન્ડસ ક્યાં છે?"
ક્રીના:- "ગ્રાઉન્ડ પર છે."
નિખિલ:- "તો એ લોકો સાથે બેસને. કેતન સાથે તું અહીં શું કરે છે?"
કેતન:- "એક મિનીટ તું છે કોણ ક્રીનાને આવું કહેવાવાળો? તું તારું કામ કરને."
નિખિલ:- "હું તારી સાથે વાત નથી કરતો. તો તું વચ્ચે ન બોલ સમજ્યો? સારી રીતના જાણું છું તને? તો ક્રીનાથી દૂર રહેજે સમજ્યો?"
ક્રીના:- "એક મિનીટ નિખિલ. કેતનને મારી સાથે વાત કરવી છે બસ. એમાં વાતને આટલી લાંબી ખેંચવાની જરૂર નથી. તો પ્લીઝ તારે અમારી વચ્ચે પડવાની જરૂર નથી."
નિખિલ:- "મને પણ કોઈ શોખ નથી વચ્ચે પડવાનો? હું તો તારા ભલા માટે જ કહેતો હતો. Ok તારે જે કરવું હોય તે કર. Let's go guys."
નિખિલ,કૌશિક અને આકાશ ત્યાંથી નીકળીને નીચે જતા હોય છે. એટલામાં જ RR સામે મળે છે.
નિખિલ અને RR સામસામે ભટકાતા ભટકાતા રહી જાય છે.
નિખિલ:- "Sorry."
RR:- "Sorry."
નિખિલ એના મિત્રોને કહી રહ્યો હતો કે "એ છોકરીમાં પાંચ પૈસાની પણ અક્કલ નથી. ક્રીનાને હું સમજાવવાની કોશિશ કરતો હતો કે કેતન સારો છોકરો નથી."
RRએ નિખિલના શબ્દો સાંભળ્યા.
નિખિલ:- "તમે જાઓ મારે આ રીતે ક્રીનાને કેતન સાથે એકલી નહીં મૂકવી જોઈએ."
RR:- "ક્યાં છે ક્રીના?"
નિખિલ:- "I think રિહર્સલ રૂમ તરફ ગઈ છે."
આ સાંભળતા જ RR રિહર્સલ રૂમ તરફ ઝડપથી ગયો. નિખિલ પણ રિહર્સલ રૂમમાં તરફ ગયો.
ક્રીના:- "હવે અહીં કોઈ નથી. આપણને અહીં કોઈ ડિસ્ટર્બ નહીં કરે. તો બોલ શું વાત કરવી છે."
કેતન:- "રૂમમાં જઈને વાત કરીએ ને."
ક્રીના:- "રૂમમાં જઈને શું કામ વાત કરવી છે. જે કહેવું હોય તે કહી દે."
કેતન:- "હું તને કેટલાંય દિવસથી કહેવા માંગતો હતો કે..."
ક્રીના:- "હા બોલ. કેમ અટકી ગયો?"
કેતન:- "મને તું બહું જ ગમે છે. હું તને લવ કરવા લાગ્યો છું."
ક્રીના:- "What?"
કેતન:- "હા હું તને ચાહવા લાગ્યો છું."
ક્રીના:- "જો કેતન હું તારી ફીલીગ્સની રિસપેક્ટ કરું છું. પણ હું તને નથી ચાહતી."
કેતન:- "તારે મને લવ કરવો જ પડશે."
ક્રીના:- "તું પાગલ છે કે શું? મારા મનમાં તારા પ્રત્યે કંઈ જ નથી."
ક્રીના આટલું કહી ચાલવા લાગે છે. પણ કેતન ક્રીનાનો હાથ પકડી લે છે.
ક્રીના:- "કેતન છોડ મને. શું કરે છે?"
કેતન ક્રીનાને ખેંચીને રિહર્સલ રૂમમાં લઈ જાય છે.
ક્રીના કહેતી રહી કે "કેતન મને છોડી દે." પણ કેતનને કોઈ અસર થઈ નહીં. ક્રીના કહેતા કહેતા રડી પડી. કેતન દરવાજો બંધ કરવાનો જ હોય છે કે RR આવી રહે છે. નિખિલ પણ આવી રહે છે.
RR અને નિખિલને જોઈ કેતન દરવાજો બંધ કરે છે પણ RR અને નિખિલ લાત મારીને દરવાજો ખોલી દે છે. કેતન નીચે પડી જાય છે. ક્રીના તરત જ RRને વળગી પડે છે.
RR:- "Relax ડરવાની જરૂર નથી. હું આવી ગયો ને?"
નિખિલ:- "ક્રીના તું ઠીક છે ને?"
RR:- "Thanks..."
નિખિલ:- "It's ok."
RR:- "ના Thanks તો કહેવું જ પડે. આ તો મને જીવથી પણ વ્હાલી છે."
ક્રીના:- "Thanks nik..."
RR:- "ચાલ હવે જઈએ."
ક્રીના:- "Bye..."
Nik:- "Bye..."
નિખિલ પોતાના ફ્રેન્ડસ પાસે જાય છે.
RR ક્રીનાને એની બહેનપણી પાસે મૂકવા જાય છે.
RR:- "Nik તારો ક્લાસમેટ છે?"
ક્રીના:- "હા મારો ક્લાસમેટ છે."
RR:- "તારો ક્લાસમેટ જ છે કે ફ્રેન્ડ પણ છે?"
ક્રીના:- "ફ્રેન્ડ? ખબર નહીં..."
RR:- "ખબર નહીં આનો શું મતલબ કરવો મારે? કે પછી ફ્રેન્ડથી પણ વધારે..."
ક્રીના:- "RR એવું કંઈ જ નથી. સમજ્યો?"
RR:- "સારૂં. પણ Nik હેન્ડસમ છે,સ્માર્ટ પણ છે અને..."
ક્રીના:- "તું જા તારા ક્લાસમાં. હું મારા ફ્રેન્ડસ પાસે જાઉં છું."
RR:- "અરે યાર ગુસ્સે શું કામ થાય છે? હું હવે કંઈ નહીં પૂછું."
ક્રીના:- "પણ મારે તારી સાથે વાત જ નથી કરવી."
RR હસતાં હસતાં ક્લાસમાં જતો રહ્યો.
ક્રીના,ટીના અને મીતા પણ પોતાના ક્લાસમાં પહોંચે છે. ક્રીનાએ પોતાના ફ્રેન્ડસને કેતને શું કર્યું તે કહ્યું.
ક્લાસમાં એન્ટર થતાં જ ક્રીના અને નિખિલની નજર મળે છે.
નિખિલ:- "તને પ્રોબ્લેમ શું છે? મેં કહ્યું હતું ને કે કેતન સારો છોકરો નથી. પણ ના તારે તો મારી વાત માનવી જ નથી ને?"
ક્રીના:- "પણ મને નહોતી ખબર કે કેતન મારી સાથે આવું કંઈક કરશે. મને લાગ્યું કે હું હેન્ડલ કરી લઈશ."
નિખિલ:- "આ જ તો પ્રોબ્લેમ હોય છે તમારી છોકરીઓની. વિચારે છે કે હેન્ડલ કરી લઈશું. પણ શું થયું અત્યારે? જોયું ને? એ તો સારું થયું કે પેલો છોકરો ને હું ત્યાં હતા."
નિખિલ થોડી પળો ચૂપ થઈ ગયો.
નિખિલ:- "હા પણ એ છોકરો કોણ હતો?"
મીતા:- "એ તો ક્રીનાનો..."
ક્રીના મીતાને ઈશારાથી ચૂપ રહેવા કહે છે.
ક્રીના:- "એ જે હોય તે તારે જાણીને શું કામ છે?"
નિખિલ વધારે કંઈ પૂછતો નથી.
સાંજે સ્કૂલ છૂટ્યા પછી નિખિલ ટીના અને મીતા પાસે આવે છે.
નિખિલ:- "તમને લોકોને ખબર હશે કે એ છોકરો કોણ હતો?"
ટીના:- "પણ તારે કેમ જાણવું છે કે એ છોકરો કોણ હતો."
મીતા:- "ટીના તને સમજમાં નથી આવતું કે એ કેમ એને એ છોકરા વિશે જાણવાની તાલાવેલી છે. નિખિલ એ જાણવાની કોશિશ કરે છે કે એ છોકરો ક્યાંક ક્રીનાનો બોયફ્રેન્ડ તો નથી ને? રાઈટ?"
નિખિલના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.
નિખિલ:- "મારે શું કામ છે જાણીને. હું તો બસ એમજ પૂછતો હતો."
ટીના:- "ક્યાંક તને જેલીસી તો નથી થઈ ને?"
નિખિલ:- "સારૂં તો bye. હું નીકળું છું."
નિખિલ થોડો મૂંઝવણમાં મૂકાઈ ગયો. ચહેરા પર હલકી ઉદાસી છવાઈ ગઈ.
મીતા:- "સારૂં Bye...પણ તારા ચહેરા પર આ ઉદાસી સારી નથી લાગતી. Don't worry...એ છોકરો એનો નાનો ભાઈ હતો."
નિખિલ:- "હું ક્યાં ઉદાસ છું. સારૂં તો કાલે મળીયે."
નિખિલ ચાલવા લાગ્યો. એના મનની મૂંઝવણ દૂર થઈ. નિખિલ ખુશ થતાં થતાં ઘરે પહોચ્યો.
ધીરે ધીરે સમય જતાં મેહાને શ્રેયસની ઓછી યાદ આવતી. ફાઈનલ એક્ઝામ પૂરી થઈ ગઈ. મેહા નું ધ્યાન હવે ડાન્સમાં જ રહેતું. થોડા દીવસ પછી રીઝલ્ટ આવ્યું.
બધા ક્લાસમાં બેઠા હતાં. બધા સ્ટુડન્ટ્સને ટીચરે જણાવ્યું કે દર વખતે પહેલા નંબરે રજત આવતો હતો પણ આ વખતે પહેલાં નંબર પર બે સ્ટુડન્ટ્સ પ્રથમ નંબર પર આવ્યા છે.
મેહા વિચારી રહી હતી આ રજત કોણ છે? દર વખતે પહેલાં નંબર પર તો RR આવે છે. ઑહ તો RR નું નામ રજત છે.
ટીચર:- "એક તો તમારા બધાનો ચહીતો RR... અને મેહા....બંન્ને પ્રથમ ક્રમાંકે આવ્યા છે."
મેહાને તો વિશ્વાસ જ ન આવ્યો કે પોતે પહેલાં નંબરે આવી છે. બધા વિધાર્થીઓએ તાળી પાડી.
નેહા:- "મેહા અમને તો પાર્ટી જોઈએ."
મિષા:- "હા આજે આપણે આખો દિવસ પાર્ટી કરીશું."
પ્રિયંકા:- "અને હા કોઈ બહાના નહીં ચાલે કે મારે એકલીને રહેવું છે. મારે ઘરે જવું છે."
મેહાએ પોતાના ફ્રેન્ડ માટે હા કહ્યું.
મેહા:- "તો બોલો કોને શું શું ખાવું છે?"
રૉકી,સુમિત અને પ્રિતેશે કહ્યું "મેહા Congrats..."
મેહા:- "Thank you..."
મેહા અને RR ની નજર મળે છે.
મેહા:- "Congrats..."
RR:- "thank you...and congrats"
મેહા:- "Thanks..."
રૉકી:- "તો ચાલોને આપણે બધા સાથે જ પાર્ટી કરવા જઈએ. તું શું કહે છે મિષા?"
મિષા:-" હા good idea."
બધા રેસ્ટોરન્ટમાં ગયા. કેટલા મહીના પછી મેહા એના ફ્રેન્ડ જોડે રેસ્ટોરન્ટમાં ગઈ હતી. ઘણાં વખત પછી મેહા એના ફ્રેન્ડ સાથે enjoy કરી રહી હતી એટલે મેહાના મનને થોડું બેટર ફીલ થયું.
મેહા ઘરે પહોંચે છે. ચા પીને શાંતિથી બહાર બેસે છે. કેટલાં વખત પછી મેહા નું દિલ શાંત થઈ ગયું હતું.
વેકેશનમા પણ મેહાએ એના ફ્રેન્ડ જોડે એન્જોય કર્યું.
દસમાં ધોરણનો પહેલો દિવસ હતો. મેહા ક્લાસમાં બેઠી હતી. મેહાને એમ કે બધું ઠીક થઈ જશે. ત્યાં જ એની નજર અતુલ અને કોમલ પર પડે છે. કોમલને જોઈ મેહાને વિચાર આવે છે "કોમલ કેટલી લકી છે કે એને એનો પ્રેમ મળી ગયો. કોમલ અતુલના સાંનિધ્ય માં કેટલી ખુશ છે. કાશ મને પણ કોઈ ચાહે."
આવું વિચારતા વિચારતા મેહા થોડી ઉદાસ થઈ ગઈ. મેહા જેમ બને તેમ પોતાની જાતને કોઈ ને કોઈ પ્રવૃતિમાં વ્યસ્ત રાખતી. ઘણી વખત મેહા પોતાની જાતનું આત્મવિશ્લેષણ કરતી. મેહાને એમ લાગતું કે "મારે થોડી બદલવાની જરૂર છે. કદાચ મારે થોડા મેક ઓવરની જરૂર છે. પણ પછી વિચાર આવતો કે હું શું કામ પોતાની જાતને બદલું. હું પોતે બદલાઈ જઈશ તો મને મારો પ્રેમ મળી જશે? હું જેવી છું તેવી જ રહીશ."
એક દિવસ મેહા અને એના ફ્રેન્ડ મુવી જોવા ગયા હતા. નેહા અને પ્રિયંકાએ તો શોર્ટસ સ્કર્ટ પહેર્યાં હતાં.
મેહા,નેહા,મિષા અને પ્રિયંકા મુવી જોઈને બહાર નીકળ્યા. ચારેય થોડી શોપિંગ કરવા ગયા. શોપિંગ ના બેગ્સ લઈ પગથિયાં ઉતરતા હતા. મિષા અને મેહા બંન્ને પ્રિયંકા અને નેહાની પાછળ પાછળ આવતા હતા.
પ્રિયંકા અને નેહાની પાસેથી એક બાઈક પસાર થઈ. એ બાઈક પર બે Handsome છોકરા હતા. નેહા અને પ્રિયંકાને જોઈ એ છોકરાઓએ સીટી મારી.
પ્રિયંકા:- "નેહા આ બાઈકવાળા પાછા યુ ટર્ન લઈને આપણને એકવાર જોવા આવશે."
મેહા:- "તને કેવી રીતના ખબર?"
નેહા:- "મેહા તું તો સાચ્ચે જ એકદમ ભોળી છે."
ત્યાં ફરી પેલાં બાઈકવાળા આવ્યા. નેહા અને પ્રિયંકા પાસેથી સીટી મારતાં મારતાં પસાર થયાં.
મેહા:- "એ લોકો કેમ યુ ટર્ન લઈને આવ્યા?"
નેહા:- "અમારા લુક્સ ને લીધે એ છોકરાઓએ અમને નોટીસ કર્યાં. તું જ બોલ શું આ ડ્રેસમાં અમે સુંદર અને સ્માર્ટ નથી લાગતા?"
મેહા:- "હા તમે લોકો દરરોજ કરતા આજે વધારે સુંદર લાગો છો."
મેહા ઘરે પહોંચે છે. ફ્રેશ થઈ રૂમમાં બેઠાં બેઠાં વિચાર કરે છે. નેહા અને પ્રિયંકાને પેલાં બે છોકરા સીટી મારતાં મારતા ગયા તે પ્રસંગ વારંવાર મેહાની નજર સમક્ષ આવી જતો. મેહાની નજર સામેના અરીસા પર પડે છે. મેહા ઉભી થઈ અરીસા પાસે જઈને ધ્યાનથી પોતાને જોય છે અને વિચારે છે. "શું ખરેખર મારે મેક ઓવરની જરૂર છે? શું ખબર હું મારા લુક્સમા ચેન્જ કરું તો કદાચ શ્રેયસ મારી પાસે આવી જાય." આટલું વિચારતા જ મેહા થોડી ખુશ થઈ.
રાતના જમીને ઊંઘવા પડી. મેહાને પાછો વિચાર આવ્યો કે શ્રેયસ જીયાના લુક્સને લીધે જ એની તરફ ખેંચાયો હતો. તો શું જીયા કરતા પણ બ્યુટીફુલ છોકરી એની સામે આવશે તો શ્રેયસ જીયાને પણ છોડી દેશે. મતલબ કે શ્રેયસ વ્યક્તિને નહીં પણ એના લુક્સને જોઈને પ્રેમ કરે છે. પણ સાચો પ્રેમ લુક્સને જોઈ થોડો થાય? સાચો પ્રેમ તો વ્યક્તિને જોઈ થાય. એના સ્વભાવને જોઈ થાય...નહીં કે એના લુક્સને જોઈને. એટલે હું તો મારી જાતને બદલીશ નહીં. હું જેવી છું તેવી જ રહીશ. હું જેવી છું તેવી જ શ્રેયસ મને સ્વીકારશે."
મેહાએ નક્કી કરી લીધું હતું કે પોતાની જાતને બદલશે નહીં. દસમાં ધોરણમાં હોવાથી મેહા ભણવામાં ધ્યાન આપતી. નવરાશના સમયે મેહા ડાન્સ કરતી,મુવી જોતી અને નૉવેલ વાંચતી.
ક્લાસમાં પણ મિષા,નેહા અને પ્રિયંકા આ ત્રણ સિવાય બીજા કોઈ સાથે ભળતી નહીં. RR મેહાને નોટીસ કરતો. મેહામા કંઈક તો બદલાવ આવ્યો હતો.
એક દિવસ નેહા,પ્રિયંકા,મિષા RR ના ગ્રુપ સાથે ગપ્પાં મારી રહ્યા હતા.
RR:- "મેહાને શું થયું છે? કંઈક બદલાયેલી લાગે છે."
નેહા:- "હા કંઈક તો થયું છે. અમારી સાથે પણ ક્યાં ફરવા આવે છે. બદલાવવા પાછળનું એક જ કારણ હોઈ શકે."
રૉકી:- "શું?"
મિષા:- "શ્રેયસ સાથે બ્રેક અપ."
પ્રિયંકા:- "કેટલું સમજાવી એને. પણ એ સમજવા તૈયાર જ નથી. એના માટે મુવ ઓન કરવું મુશ્કેલ છે."
ક્રમશઃ