બુદ્ધમ શરણમ ગચ્છામિ
જેમના ધર્મની ૩ અગત્યની બાબતો :જન્મ,જ્ઞાન અને નિર્વાણ ...એક જ જગ્યાએ એક જ દિવસે બોધગયામાં એક જ વ્રુક્ષ નીચે થયા અને જેમણે પ્રેમ,અહીસા,શાંતિ,કરુણાનો સંદેશો આપ્યો તેવા ભગવાન બુદ્ધના જીવનમાં વૈશાખ સુદ પૂનમનું અનેરું મહત્વ રહ્યું છે.ઈ.સ.પૂર્વે ૧૫૬૩માં લુંમ્બીનીવનમાં મહાનગરી કપિલ વસ્તુના મહારાજા શુદ્ધોદન અને મહારાણી મહામાયાના પાટવી કુવર સિદ્ધાર્થ પછીથી ‘ગૌતમ’ કહેવાયા કેમકે ૭ વર્ષની વયે તેઓએ માતા ગુમાવતા ગૌતામીદેવીની ગોદમાં ઉછેર્યા.કોઈ ઋષિએ કરેલી ભવિષ્ય વાણી કે આ બાળક સંસારનો ત્યાગ કરશે થી ડરીને પિતાએ તેમને અલગ મહેલમાં રાખ્યા કે જ્યાં તેઓ સંસાર ન જોઈ શકે..પણ વિધિના વિધાન કદી ખોટા જતા નથી તેમ આખરે સિદ્ધાર્થ પત્ની અને પુત્રને છોડી સત્યની ખોજમાં ચાલી નીકળ્યા...જે મહાભીનીશ્ક્રમણ કહેવાયું.૨૯ વર્ષે તેમણે કરેલ આકરા તપને અંતે નિરંજના નદી પાસે આવેલ વૃક્ષ નીચે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું...જે વૃક્ષ ‘બોધિવૃક્ષ’ અને બુદ્ધિથી પ્રકાશતા જ્ઞાની એવા તેઓ “બુદ્ધ”તરીકે ઓળખાયા.અને ત્યારબાદ બૌદ્ધ ધર્મનો ખુબ પ્રચાર કર્યો...હકીકતમાં આ કોઈ નવો ધર્મ નહોતો.માત્ર માર્ગ હતો...“ધર્મ”એટલે ધારણ કરવું.સ્વયમ શાંતિથી જીવવું અને અન્યને પણ જીવવા દેવા.ઉચ્નીચના ભેદભાવ વગર,પવિત્ર,સાદું,શાંત જીવન જીવવું,સત્ય અને નીતિ જાળવીને અષ્ટપદના પંથે—સમ્યક કર્મ,સમ્યક જીવન,સમ્યક જાગૃતિ,સમ્યક સેવા,સમ્યક નિર્ણય,સમ્યક ભાવના....ઉપરાંત સુખ અને દુખ બેયમાં સમતા જાળવીને જીવીએ,પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ કેળવીએ તો જરૂર મોક્ષ મળે એ જ મુખ્ય સંદેશ છે....ઉપરાંત મુખ્ય ૫ વાતો ધ્યાનમાં રાખવી:૧)ચોરી ન કરવી,૨)જુઠું ન બોલવું,૩)નિન્દા ચુગલી ન કરવી,૪)કડવી વાણી ન બોલવી,૫)નશો- વ્યભિચાર ન કરવો...આ બધું પ્રગટ સ્વરૂપ ઉપરાંત મનથી પણ ન કરવું,તો જ સાચું માનવજીવન જીવ્યા કહેવાય...એવું કહેનાર અને અપનાવનાર આ મહામાનવ ૮૦ વર્ષો સુધી પ્રેમ,કરુણા,શાંતિનો સંદેશો ફેલાવી ગયા જે આજે ૨૫૦૦ થી વધુ વર્ષો વીત્યા પછી પણ આપણને પ્રેરણા આપે છે.શ્રીલંકા આજના દિવસે ઘરે ઘરે દિવાળીની જેમ દીવડા પ્રગટાવાય છે તો મ્યાનમારમાં દરેક મંદિરોમાં ફૂલના મંદિરો બનાવી બુદ્ધની મૂર્તિની જળ પ્રક્ષાલન વડે પૂજા થાય છે.
ભગવાન તથાગત દુ:ખનું કારણ બતાવે છે માનવીના અજ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિ...આજે સમાજમાં ચારે બાજુ અશાંતિ ફેલાયેલી છે...બુદ્ધે ૪સત્યો આપ્યા:જે ૪ આર્યસત્ય તરીકે ઓળખાયા:૧.દુઃખ ,૨.દુ:ખનું કારણ,૩.દુ:ખનું નિદાન અને ૪.દુ:ખનું નિવારણ.ભગવાન બુદ્ધનો અષ્ટાંગ માર્ગ દુ:ખના નિદાનનો માર્ગ બતાવે છે.તેમનો આ અષ્ટાંગઇક માર્ગ જ્ઞાન,સંકલ્પ,વચન,કર્મ,આજીવ,વ્યાયામ,સ્મૃતિ અને સમાધિના સંદર્ભમાં સમ્ય્ક્તાથી સાક્ષાત્કાર કરાવે છે.તેમને પ્રથમ પ્રવચન સારનાથમાં આપ્યું,જે ‘ધર્મચક્ર પ્રવર્તન’ તરીકે ઓળખાયું.જે ઉપદેશ એમને અષાઢ પૂર્ણિમાના દિવસે ૫ ભિક્ષુઓને આપ્યો હતો.ભેદભાવ વગર તમામ વર્ગના લોકોએ બુદ્ધનું શરણ સ્વીકાર્યું અને તેના ઉપદેશનું અનુસરણ પણ કર્યું.કેટલાક દિવસોમાં “બુદ્ધમ શરણં ગચ્છામિ,ધમ્મમ શરણમ ગચ્છામિ,સંઘમ શરણમ ગચ્છામિ”નો જયઘોષ ગુંજવા લાગ્યો.
તેમણે કહ્યું કે માંસાહાર કરનાર અપવિત્ર નથી હોતો,પણ ... ક્રોધ,વ્યભિચાર,છલ,કપટ,ઈર્ષ્ય,અદેખાઈ,અન્યની નિંદા કુથલી કરનાર માણસ અપવિત્ર બને છે.મનની શુદ્ધતા માટે પવિત્ર જીવન જીવવું જરૂરી છે. ભગવાન બુદ્ધ તેના સાધકોમાં રહેલ ઉતમ ગુણો અને સત્યને પરખવમ વિશ્વમાં મહાન બન્યા.બુદ્ધ ધર્મ સાધકને નિર્વાણ અથવા મુક્તિના માર્ગમાં લઇ જાય છે. બુદ્ધનો ધર્મ પ્રચાર ૪૦ વર્ષો સુધી રહ્યો.અંતમાં ઉતરપ્રદેશમાં કુશીનગરમાં પાવાપુરી નામક સ્થાન પર ૮૦ વર્ષની અવસ્થામાં ઈ.પુ.૪૩૦ માં વૈશાખી પૂર્ણિમાના દિવસે તેઓ મહાનિર્વાણ પામ્યા.
હતાશા અને ડીપ્રેશનમાં રહેલો માનવી મનથી અશાંત હોવાને કારણે અનેક મનોદૈહિક રોગોનો શિકાર બન્યો છે ત્યારે રોજબરોજના જીવનમાંથી રાગ,દ્વેષ,અહંકાર,ક્રોધ,ઈર્ષ્ય જેવા મનના વિકારોને દુર કરી શાન્તીથી સાચા અર્થમાં જીવન જીવવાનો રસ્તો બતાવતો. ભગવાન બુદ્ધનો “વિપશ્યના”માર્ગ આશીર્વાદરૂપ છે.સહુનું મંગલ થાય,સહુનું ભલું થાય એવી મંગલકામના શીખવતો આ માર્ગ આચાર્ય સ્વ.શ્રી સત્યનારાયણ ગોએન્કાજી અને દેશ વિદેશમાં ફેલાયેલા અનેક કેન્દ્રો પર ધ્યાનની આ વિધિ શીખી અપનાવીએ ને સાચા અર્થમાં સમતાથી જીવીએ તો જ ...બૌધત્વને વંદન સાથે..બુદ્ધમ શરણં ગચ્છામિ. સહુનું મંગલ હો,ભલું હો,કલ્યાણ હો.