હૈયે હામ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

હૈયે હામ

ગવરમેન્ટ એન્જીનીરીંગ કોલેજ માં વિરલ અને કોમલ સાથે અભ્યાસ કરી રહ્યા હતા. બંને વચ્ચે દોસ્તી થઈ ને બંને એક બીજાને ખૂબ ચાહવા લાગ્યા. બંને એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહે. અને સાંજે સમય મળે એટલે એકબીજા સાથે ઘણો સમય વિતાવતા.  

એક દિવસ વિરલ અને કોમલ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થાય છે, બંને ઘણા દિવસોથી એકબીજા સાથે વાત કરતા નથી. આ પ્રેમ તેનો એવો હતો જેમાં ઝગડો વારંવાર થતો હતો. ઝઘડા પછી, બંને કોલેજ માં અને બહાર એકબીજા સાથે વાત કરતા નહિ. બંને એમ માની રહ્યા હતા કે તે માફી માંગે પણ બંને અહમ માં માફી માનતા નથી ને આમ દસ દિવસ પસાર થઈ ગયા.

14 નવેમ્બર વિરલ નો જન્મ દિવસ હતો. વિરલે  કેટલાક મિત્રોને તેના હોસ્ટેલ રૂમમાં પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. કોમલ ને ખબર પડી જાય છે કે વિરલ તેની બર્થ ડે પાર્ટી આપી રહ્યો છે અને કોમલ જાણ કર્યા વગર પાર્ટીમાં આવી. કોમલને પાર્ટીમાં જોઈને વિરલ થોડો આશ્ચર્યચકિત થયો, પરંતુ તેણે કોમલ સાથે વાત કરી નહિ.

 કેટલાક મિત્રો પણ પાર્ટીમાં આવ્યા હતા અને કોમલ વિરલ ની એક ફ્રેન્ડ સાથે વાત કરવામાં રુચિ ધરાવતી હતી. વિરલ ત્રાસી નજરે જોઈ રહ્યો હતો.

આ જોઈને વિરલ ને થોડી ઈર્ષ્યા થઈ કારણ કે તેમની પાર્ટીમાં તેમની એક ફ્રેન્ડ  હતી. હવે પાર્ટી શરૂ થઈ અને બધા ખૂબ મઝા માણવા લાગ્યા. એન્જોય કર્યા બાદ બધા મિત્રો તેનો રૂમ છોડી ગયા, ત્યારે બધાએ કોમલને એકલી છોડી દીધી અને બધા જ ગયા પછી, કોમલે રૂમ નો દરવાજો બંધ કરી દીધો.  આ જોઈને વિરલે કોમળ ને પૂછ્યું. તે રૂમ નો દરવાજો કેમ બંધ કર્યો. ?

કોમલ : સોરી ડિયર, મને માફ કરજો તમે હજી ગુસ્સે છો ને?

વિરલ (હસતાં): તારું મોં બંધ કરી દે, હું વધુ ગુસ્સે રહી શકું તેમ નથી. 
આઈ લવ યુ કોમલ

કોમલ વિરલ ની નજીક આવે છે અને પૂછે છે  તારે ચુંબન જોઈએ કે હગ ?

વિરલ કહે છે, હું ઇચ્છું છું કે તને સારું લાગે તે

કોમલ વિરલ ની બાહોમાં હોય છે અને વિરલ કહે છે "તને ખબર છે હું વધારે સમય સુધી તારા વગર નહીં રહી શકું, તમે પહેલાં કેમ મારી સાથે વાત કરી નહીં?"

વિરલ : કારણ કે ભૂલ તારી હતી….

કોમલ : ઠીક છે બસ, ઠીક છે,  મને માફ કર, હવે ફરી ક્યારેય નહીં થાય.

કોમલ વિરલ માટે જન્મદિવસ ની કેક લઈને આવી હતી તે કોઈ ને ખબર ન હતી અને બંનેએ કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો.

ઉજવણી પછી વિરલે કહ્યું, "હવે તું તારી હોસ્ટેલ માં જા, તને આવતીકાલે સવારે હું મળું છું. અને મારી પ્રોજેક્ટ ફાઈલ ત્યાર  કરી આપજે.

કોમલ : ના, મારે હમણાં નથી જવું, હું તમારી સાથે થોડો વધારે સમય રહેવા માંગુ છું. હું પ્રોજેક્ટ પછી કરી આપીશ તે ચિંતા ન કરો.

એક કલાક બંને એ ઘણી વાતો કરે છે અને પછી કોમલ તેની હોસ્ટેલ જાય છે.

બીજા જ દિવસે, વિરલ કોમલને મળે છે અને પૂછે છે "શું તને મે  કામ સોંપ્યું હતું તે કર્યું તે ?"

કોમલ : ના, મને રાત્રે ઊંઘ આવી ગઈ હતી એટલે મેં પૂરી કરી નથી… મને ગઈરાત્રે મોડી ઊંઘ આવી હતી.

વિરલ : હું તને જાણતો હતો, તું પ્રોજેક્ટ પૂર્ણ નહીં કરી શકે, મેં તારી પ્રોજેક્ટ ફાઈલ પૂર્ણ કરી છે, જે મારી પાસે છે

કોમલ એ વિરલ ને ગુપ્ત રીતે ચુંબન કર્યું  અને કહ્યું હતું કે તારી પ્રોજેક્ટ ફાઈલ મે રાત્રે જ પૂરી કરી નાખી હતી. અને સાંભળ "હું તને ચાહું છું, તું મારા માટે છે"
કોલેજ માં બધા ની સામે ગળે વળગી કીસ કરવા લાગ્યા.

જીત ગજ્જર